Tuesday, May 20, 2014

ઈશ્વર પર શ્રદ્ધા

જયારે ઈશ્વર તમને 
મુશ્કેલીની ધાર પરથી
ધક્કો મારે તો.... 
તેના પર એટલો વિશ્વાસ રાખજો કે...
કાં તો એ તમને  ઝીલી લેશે....
કાં તો એ તમને ઉડતા
શીખવી દેશે.......


Monday, May 19, 2014

ગર્વ

"જે લોકો તમને 
નીચે પછાડવાની કોશિશ કરે  તો
તમે એ  વાત નું ગર્વ જરૂર લેજો કે
.
.
.
તમે એ બધાની ઉપર છો ."

Sunday, May 18, 2014

સાહસ

થોડા જ સાહસના અભાવમાં 
ઘણી બધી પ્રતિભા 
વિશ્વમાં ખોવાઈ જાય છે. 
માનવીના બધાજ ગુણોમાં  
સાહસ પહેલો ગુણ છે, 
કારણકે તે બધા જ ગુણોની 
જવાબદારી લે છે.

Sunday, May 11, 2014

જિંદગી જીવવાની બે રીત છે.

 જિંદગી જીવવાની 
બે રીત છે.
કાં તો 

કોઈ એક ખૂણે 
રડી લેવું
અથવા
તો વિશ્વના 

તમામ ખૂણે 
લડી લેવું

The Truth of Life

જિંદગી ને પણ થોડીક રેઢી મુક્ત
આવડવું જોઈયે,
કારણકે બહુ સાચવીને
મુકેલું જ ઘણી વખત
આપણને મળતું હોતું નથી.

Monday, September 23, 2013

છત્રપતિ શિવાજી મહારાજ

છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવાલના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.

એકવાર શિવાજીના એક વીર સેનાપતિએ એક કયાણ જીલ્લો જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથમાં અન્ય વસ્તુઓ પણ આવી. એક સૈનિકે મુગલ કિલેદારની પરમ સુંદર વહુને તેમની સમક્ષ રજૂ કરી. તે સેનાપતિ એ નવયૌવનાના સૌદર્ય પર મુગ્ધ થઈ ગયા અને તેણે શિવાજી માટે ભેટ રૂપે તે સ્ત્રીને રજૂ કરવાનું નક્કી કર્યુ. એ સુંદરીને એક પાલકીમાં બેસાડીને તેઓ શિવાજી પાસે પહોંચ્યા. શિવાજી એ સમયે પોતાના સેનાપતિઓ સાથે શાસન વ્યવસ્થાના સંબંધમાં વાતચીત કરી રહ્યા હતા. એ સેનાપતિએ શિવાજીને પ્રણામ કર્યા અને કહ્યુ કે તેઓ કલ્યાણમાંથી મળેલી એક સુંદર વસ્તુ તેમને ભેટ રૂપે આપવા માંગે છે. આવુ કહીને તેમણે એક પાલકી તરફ ઈશારો કર્યો. શિવાજીએ જેવુ પાલકીનો પડદો ઉઠાવ્યો તો જોયુ કે તેમા એક સુંદર મુગલ નવયૌવના બેસેલ છે.


તેમનુ મસ્તક લાજથી નમી ગયુ અને તેમના મોઢેથી એકાએક એ શબ્દો નીકળી પડ્યા.. 'કાશ. મારી માતા પણ આટલી સુંદર હોત તો હુ પણ આટલો જ સુંદર જન્મ્યો હોત.'

ત્યારબાદ પોતાના સેનાપતિને વઢતા શિવાજીએ કહ્યુ, - 'તમે મારી સાથે રહીને પણ મારા સ્વભાવને ન જાણી શક્યા ? શિવાજી બીજાની પુત્રીઓ અને વહુ ને માતાની નજરે જુએ છે. હમણા જ જાવ અને સસન્માન તેમને તેના ઘરે પહોંચાડીને આવો.

સેનાપતિને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ક્યા તો એ પોતાને ઈનામ મળશે એવુ વિચારતો હતો અને મળ્યો માત્ર ફટકો. પણ મુગલ કિલેદારની વહુને તેના ઘરે સહી સલામત પહોંચાડ્યા વગર તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

તેણે મનમાં ને મનમાં શિવાજીના ચરિત્રની પ્રશંસા કરી અને એ મોગલવધુને તેના ઘરે પહોંચાડવા નીકળી પડ્યો.

આવા હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ.

Wednesday, July 24, 2013

બાપ બનવાની મઝા



કોઈ પણ પુરુષને જ્યારે જીવનમાં પ્રથમવાર ખબર પડે કે પોતે બાપ બનવાનો છે એનો આનંદ અનેરો હોય છે. શરત એટલી કે આવા સમાચાર મળે ત્યારે પુરુષ પરણેલો હોવો જોઈએ અને પોતે પ્રથમવાર જેનો બાપ બનવા જઈ રહ્યો છે એ બાળક એની પોતાની પત્નીના ઉદરમાં હોવું જોઈએ. હોસ્પિટલ કે ઘરે પત્નીની પ્રસૂતિ સમયે વ્યગ્રતાથી નખ ચાવતા પુરુષને કોઈ બારણું ખોલીને સમાચાર આપે કે બાબો આવ્યો છે ત્યારે જે આનંદ એક બાપને થતો હોય છે એ વર્ણનનો નહીં પરંતુ અનુભૂતિનો વિષય છે. અલગ-અલગ વ્યવસાયના માણસને આ સમાચાર મળે તો એનો પ્રતિભાવ કેવો હોય એની વાત આજે લખવી છે.
દાખલા તરીકે કોઈ બકાલીને પૂછો કે બાબો કેવો છે? એ તરત જ કહેશે એકદમ તાજો છે, બિલકુલ દેશી. આમ તો ત્રણ કિલોને સો ગ્રામ વજન છે પણ તમે કાયમી ગ્રાહક છો એટલે ત્રણ કિલોના રૂપિયા આપજો.

દાક્તરને પૂછો કે તમારો દીકરો કેવો છે? એટલે તરત જ કહેશે હેલ્ધી છે. મા અને દીકરાની બંનેની તબિયત નોર્મલ છે. ફ્રી ફ્રોમ ટેન્શન છે. હવે સમયસર ટીકા લગાવતા રહેશું એટલે ચિંતા નથી.
વકીલને પૂછો એટલે કહેશે એક અઠવાડિયાથી ટેન્શનમાં હતા. હજુ ગઇકાલે જ જજમેન્ટ આવ્યું. જજમેન્ટ આપણી ફેવરમાં આવ્યું કારણ નોર્મલ ડિલિવરી થઈ છે, મીન રાશિ આવતી હતી એટલે બાબાનું નામ ચુકાદો રાખ્યું છે. અત્યારે સવા મહિનાની મુદત નાખી છે. સવા મહિનો ચુકાદો અને એની મમ્મી પિયર રહેશે, છતાં મારા મમ્મીનું કામ સુપ્રીમ જેવું છે. સુપ્રીમનો ઓર્ડર થશે તો થોડાં વહેલાં પણ બોલાવી લઈએ.
જો કવિને સમાચાર મળે કે બાબો આવ્યો છે એટલે તરત જ કહેશે કે સંતાન કુમાર હોય કે કુમારી કશો ફરક નથી પરંતુ શરત એટલી કે સર્જન સત્વશીલ હોવું જોઈએ. હે ભગિની, આપ મને કહો કે પ્રસૂતિ કુદરતી રીતે થઈ કે પછી વાઢકાપનો આશ્રય કરવો પડ્યો છે? કુમાર ગાૈર હો કે શ્યામ લગીરે ફરક નથી, ચિંતા ફકત છે એટલી કે સ્વસ્થ હોવો જોઈએ, સાથે સાથે મારી જીવનસંગિની, મારી સહધર્મચારિણી, મારા સર્જનની પ્રેરણા એવી શિશુમાતા પણ સ્વસ્થ હોય તો વારુ.
કથાકારને સમાચાર આપો કે આપનાં પત્નીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે એટલે બંને હાથ ઊંચા કરીને બોલવા લાગશે : વધાઈ હો… વધાઈ હો… અને તરત જ ગાવા માંડશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, પોતે તો ગાશે પણ હોસ્પિટલના સ્ટાફને તથા બીજા દર્દીઓનાં સગાંવહાલાંને પણ કહેશે કે આપ
સબ મેરે સાથ ભાવ સે ગાઈએ, નંદ ઘેર આનંદ ભયો…
પોલીસમેનને એનું બાળક હાથમાં આપો એટલે તરત જ કહેશે કે નવ મહિનાથી હેરાન કરતો હતો પણ હવે હાથમાં આવ્યો. ચહેરા ઉપરથી તો નિર્દોષ હોવાનું નાટક કરે છે પણ હકીકત હમણાં બહાર આવી જશે. આમ નાની નાની વાતમાં રોવાની જરૂર નથી. તું મને તપાસમાં સહયોગ આપીશ તો મારે કડક હાથે કામ લેવું નથી. બધાં બાળકો નવ મહિને આવે છે જ્યારે આ શખ્સ સાત મહિનામાં બહાર આવી ગયો એટલે નાણાંનો વહીવટ થઈ ગયો હશે અથવા કોઈ મોટા માણસની લાગવગ કામે લગાડી લાગે છે.
છેલ્લે  કોઈ મંત્રીને સમાચાર મળે એટલે તરત જ કહેશે બોલો ભારત માતા કી જય, બોલો બાળકની માતા કી જય. ગુજરાતની સાડા પાંચ કરોડની જનતામાં અત્યારે એકનો વધારો થયો છે. મેં જેવા પરિણામની અપેક્ષા રાખી હતી એના કરતાં પણ સારું પરિણામ આવ્યું છે. મને એમ કે બાળક ત્રણ કિલોનું હશે પણ સાડા ત્રણ કિલો વજન સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. આપણા કાર્યકરો વધુ પડતા વિશ્વાસમાં રહ્યા એમાં સિઝેરિયન કરવુ પડ્યું છે છતાં અત્યારે જનતામાતા અને નેતાપુત્ર બંનેની તબિયત સારી છે. આ બાળક સ્વર્ણિમ
ગુજરાતને મળેલી મહામૂલી ભેટ છે. જય જય ગરવી ગુજરાત

Friday, June 29, 2012

પ્રાર્થના


હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ.
બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ.
બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ,
બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.
ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ.
માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ.
અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

Thursday, June 28, 2012

એક બેકાર

એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી. એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રોસોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ! “હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જેમાણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” છોકરો નિરાશ થઈ નીકળ્યો. હવે શું કરવું તેને સમજાતું ન્હોતું. એક આશા હતી જે ઠગારી નિવડી હતી. તેના ખિસ્સામાં ફક્ત ૫૦ રૂપિયા હતા. તે માર્કેટ યાર્ડ ગયો અને ૧૦ કિલો ટમેટાં લઈ આવ્યો. પછી ઘેર ઘેર ફરીને તેણે તે ટમેટાં વેચ્યાં અને ફક્ત બે કલાકમાં રૂપિયા બમણાં કર્યા! તેણે તેજ દિવસે એવાત્રણ ચક્કર લગાવીને ૪૦૦ રૂપિયાની મૂડી ઉભી કરી લીધી. છોકરાને ધંધાની લાઈન મળી ગઈ. તેણે દિલોજાનથી મહેનત કરીને ધંધો કર્યો અને વધારતો ગયો. શરુઆતમાં હાથગાડી લીધી પછી ટેમ્પો લીધો, પછી ખટારો અને એમ કરતાંને જોતજોતામાં તો તેણે પોતાના વહાણ ખરીદી લીધાં. પાંચ વર્ષમાં તો તેશાકભાજીનો સૌથી મોટો વેપારી બની ગયો. છોકરામાંથી માણસ થયો અને ઘરબાર અને પરિવાર વાળો થયો. હવે તે તેના ભવિષ્યની યોજના બનાવવા લાગ્યો અને સૌ પ્રથમ તેણે વીમો લેવાનું વિચાર્યું. તેણે વીમાના દલાલને ફોન કર્યો. દલાલ પાસેથી ભવિષ્યનો પ્લાન સમજીને તેણે તે માટે પોતાનું નામ નોંધાવ્યું. વીમા દલાલે તેને એક ફોર્મ ભરવા આપ્યું જેમાં તેણે તેની બધી વિગતો ભરી દીધી ફક્ત એક ખાનું ખાલી રાખ્યું: ઈમેઈલ નું ! વીમા દલાલે પૂછ્યું: ”કેમ?” તો કહે: ”મારી પાસે પહેલેથી નથી!”

“આપની પાસે ઈમેઈલ ન હોવા છતાં આપ આટલું સામ્રાજય ઊભું કરી શક્યા…!”  
વીમા દલાલ આશ્ચર્ય ચકિત થઈ ગયો: 
 “જરા વિચારો જો આપની પાસે ઈમેઈલ હોત તો?”
પેલા છોકરાએ જવાબ આપ્યો : 
 “તો હું માઈક્રો સોફ્ટની ઑફિસમાં પટાવાળો હોત.”  

Wednesday, June 27, 2012

માણસને વિશે આશા ખોઈ નથી.


દરેક નવજાત શિશુ 
પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે 
ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–
રવીન્દ્રનાથ

Sunday, June 24, 2012

સુખ


સુખ પતંગિયા જેવું ક્ષણિક છે 
એની પાછળ પડો એટલું વધારે દોડાવે;  
પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો 
આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–
કવિ કલાપી

Thursday, June 21, 2012

મિત્ર


આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો 
પણ જે તમારી ખુશામત કરે છે 
તેવા મિત્રથી ડરો.
–
જનરલ એબ્રગોન

Wednesday, June 20, 2012

પેઢી


આપણી અડધી જિંદગી
જૂની પેઢીને સમજવામાં જાય છે
અને
બાકીની અડધી
નવી પેઢીને સમજવામાં જાય છે.
ભાઈ એના કરતા તે પેઢી સાથે જીવતા સિખો...

Tuesday, June 19, 2012

ભવિષ્ય


હું ભવિષ્યનો વિચાર કરતો નથી,
કારણ હું વિચાર કરું
એ પહેલાં તો એ આવી જાય છે.
–
આલબર્ટ આઈન્સ્ટાઈન

Monday, June 18, 2012

જીત શું છે?


રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?

એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.

તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,

કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે..!!

Friday, June 15, 2012

Life and Nature


જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

Thursday, June 14, 2012

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો


સૌને જયશ્રી કૃષ્ણ...Good Morning

આજના દિવસે બસ આપને આટલી વિનંતી....

સિમેન્ટ,કોન્ર્ક્રીટના જંગલો ભલે બનાવો,
પણ મકાનોમાં ક્યારેક અસલી ફૂલ છોડ તો ઊગાડો

સુપરમોલમાં શાકભાજી ખરીદવા ભલે જાવ,
પણ ક્યારેક પ્લાસ્ટીકના બદલે કાગળ પણ વાપરો

પ્રાણીઓને જોવા ઝૂ માં ભલે જાવ,
પણ ક્યારેક ઘર-આંગણે પાણીનું કુંડુ તો મુકો

ચીઝ, બટર, મિલ્ક પ્રોડક્ટ ભલે વાપરો,
પણ ક્યારેક ગાયને રોટલી તો ખવડાવો

ક્યારેક પ્રકુતિનો પણ વિચાર કરો

Wednesday, June 13, 2012

ધીરજ ગુમાવશો નહિ

એક મહાન શાસ્ત્રીય સંગીતકાર જ્યારે ખૂબ સફળ થયા અને તેમનું નામ દેશભરમાં જાણીતું થયું ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં એક પત્રકારે પૂછ્યું : ‘તમને રાતોરાત આવી ભવ્ય સફળતા મળી તેનું રહસ્ય શું છે ?’ ત્યારે સંગીતકારે જવાબ આપેલો કે, ‘દોસ્ત, મારી એ રાત ખૂબ લાંબી હતી.’ મતલબ કે મેં વર્ષો સુધી સંગીતસાધના કરી હતી અને સંઘર્ષ કર્યો હતો પણ હજુ સુધી કોઈએ એની નોંધ લીધી નહોતી. માટે અહીં શીખવાનું એ છે કે જ્યારે તમે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છો અને પરિશ્રમ કરી રહ્યા છો ત્યારે કદાચ કોઈ તમારી નોંધ પણ નહિ લે. ત્યારે કદાચ કોઈ તમને અભિનંદન પણ નહિ આપે. કદાચ તમે જે કાર્યને વળગી રહ્યા છો, તેને કારણે લોકો તમને મૂર્ખ અથવા બુદ્ધિ વગરના પણ કહેશે. પણ આપણે ધીરજપૂર્વક આપણા ધ્યેયને વફાદાર રહેવું. સંઘર્ષના સમયમાં દરેકની આવી જ પરિસ્થિતિ હોય છે. પણ ખાસ વાત કે ધીરજ ગુમાવશો નહિ. આજે કોઈ પણ શાસ્ત્રીય સંગીતકારોના જીવનચરિત્રો વાંચો, તેમના વિશે જાણો તો તમને ખ્યાલ આવશે કે તેમણે પંદરથી વીસ વર્ષ સુધી દરરોજના બાર-બાર કલાક કે તેનાથી વધુ રિયાઝ કર્યો હોય છે. ત્યારે તેઓ સફળ થયા હોય છે અને સફળ થયા પછી પણ રિયાઝ કરતા રહે છે.

Tuesday, June 5, 2012


પોતાની જાતને ઓળખતા શીખવું એ
સૌથી કઠિન કાર્ય છે.
અને
અન્યના કામમાં ભૂલ શોધવી એ
સૌથી સરળ કાર્ય છે.

Monday, June 4, 2012

ખાડો જોઈને રોકાઈ ન જશો


ખાડો જોઈને રોકાઈ ન જશો

ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે. આવા કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ. જિંદગીની કિતાબના હવે પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ કોણ જાણી શકે છે? અડાબીડ અંધકારમાં પણ ધ્રૂજતા પગે, ડગુમગુ ચાલતા રહેવું જોઈએ