Thursday, February 15, 2018

આજની પેઢી પાસે શું નથી ?

એમની બુદ્ધિ...
ભલભલાને પાણી પીવડાવે એવી !

એમને મળતી સગવડો...
કેટલી બધી !

જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ...
ઢગલાબંધ !

ફેમિલીનો સહકાર...
સતત !

અરે !
એમ કહું તો ચાલે કે -
માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે...
અને,
પછી જ પોતાનો કોઈ પ્રોગ્રામ બનાવે !!

સુખ સગવડના સાધનો ?
એના વગર તો જીવાય જ કેમ !

ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,
સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે...
પણ,
દીકરા, દિકરીને મોબાઇલ, બાઈક કે સ્કૂટી તો નવું જ અપાવે !!

ટ્યુશન...સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !

અને,
છતાં આજની પેઢી...
આજનો યુવાન કે યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?
આ પેઢી ઉદાસ કેમ છે ??

૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે -
માતા-પિતાને ખબર પણ ના હોય કે... પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !

અરે,
આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !

કારણકે -
આપણે જ કોઈ ભૂલ કરી હશે...
અને ફરિયાદ કરવી હશે...
- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !

અને,
“ભણે છે તો શું થયું ?
બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના..”

અથવા,

દીકરી હોય તો
ઘરનાં કામ તો કરવાના જ !
-આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે...

અરે ભલું હોય તો -
પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું.

લેસન કરવાની જવાબદારી તો આપણી જ !

એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો...

અને ટ્યુશન ?

એ શું વળી ?

“સ્કુલમાં ઢોર ચારે છે...
તો તારે ટ્યુશન રખાવવું પડે ?”
-આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે !

અને,
ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો...

એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે...
તો -
બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું !!

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું...

અને છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી...
અને,
શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી !

સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું...
અને,
માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું...
છતા,
કેટલો સંતોષ !

ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !

થોડો તાવ આવતો તો -
ઘરગથ્થુ ઉકાળાથી જ મટી જતો !

વળી,
ઘરમાં પિતાને પણ ખબર ના પડતી...

અત્યારની જેમ કોઈ ખોટા લાડ નહિ...
અને,
છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !

કોઈના જીવનમાં - કોઈ ટેન્શન નહીં...

અને હા,
ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય...
જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય !

અને,
રીઝલ્ટ ખરાબ હોય...
તો પણ,
પપ્પા લડે કે એકાદ લાફો મારી દે...

તો -
૧૦ મીનીટમાં ભૂલી જવાનું !

*એ મારા પપ્પા કે મમ્મી છે...*
*મારે પણ ખરાં !*

અને અત્યારે ?

માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં...

બાળકનું ધાર્યું ના થાય તો -
એ ડીપ્રેશનમાં જતું રહે !

શિક્ષક એને લઢી ના શકે...
તો મારવાની વાત જ ક્યાંથી ?

દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે...

પોતાની જીદ પૂરી ના થાય તો -
ડીપ્રેશન આવી જાય !

અને એટલી હદે કે -
બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!

અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે...?

આપણે એને પૂછીએ કે -
”બેટા, ક્યાં જાય છે ?”

તો જવાબ આ જ હોય કે -
“ બહાર જઉં છું. “

કોઈ વાતનો સીધો જવાબ નહિ...
અને,
છતાં માબાપથી કશું કહેવાય નહી !

બસ,
સમસમીને બેસી રહેવાનું...

ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે...
- એનું ભાન છે ?

પાણી માગે તો -
દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે -
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !

થોડું પણ 'સ્ટ્રેસ' ના આપવું...
એ આપણો 'પ્રેમ' હોઈ શકે...

પણ,
એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે !

કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે...
અથવા તો -
આત્મઘાતી પગલું ભરશે...
- એ કેમ નથી વિચારતા, ?

‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે -
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે...તો?

એને પોતાનો 'અહમ' ઘવાશે...

અને,
ના કરવાનું કરી બેસશે એનું શું ?

વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય...

એને પછી -
ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?

તમારું બાળક તમને પ્યારુ છે, ઈમ્પોર્ટન્ટ છે...

એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?

એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ તે છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,
એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે !
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)

ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?

ચાલો,

આજે.... થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ.

આપણે આપણા બાળકને 'સામાન્ય' દેખાતા...પરંતુ,
ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.

એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !

*જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય...*

*તો -*
*હીરાની કિંમત નજીવી બની જશે !*
*કેમકે એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !*

દિલમાં દુ:ખ તો થાય...

છતાં પણ બાળકને ધીરજ,
‘ના’ સાંભળવાની ટેવ,
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી...
આ બધું જ શીખવાડવું પડશે.

દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે -
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !

જો આ ગુણો એનામાં આવશે...
તો -
ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ...
પણ,
આપણી અને એમની લાઈફ પણ 'હેપ્પી' બની જશે !!

સોરી,
*થોડી ભાષા કઠોર વાપરી છે...*
પણ,
*એ મારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે...*

*તો એને 'ક્ષમ્ય' ગણશો !!*🙏

Saturday, February 10, 2018

ચાદર ટ્રેક




ફોટોગ્રાફર સૌરભ દેસાઈ, ચેતન સાંઘાણી અને મિત્ર ચિત્રાંગી પટેલ હાલમાં જ ચાદર ટ્રેક કરી આવ્યા અને હવે તેઓ રોજ ચાદર અને ઝંસ્કારનો કોઈને કોઈ ફોટોગ્રાફ અપલોડ કરીને જીવ બાળે છે. મનમાં થાય છે કે આ બધું મૂકીને ફરી એકવાર ચાદર પર ચાલવું છે, ફરી એકવાર અંતરનો ઓમકાર સાંભળવો છે અને બરફના પંખી બની જવું છે... જોકે એ શક્ય નથી. હવે તો ચાદર પણ ઓગળવા માંડી હશે, પરંતુ મેં જ્યારે ટ્રેક કરેલો ત્યારે જે અનુભૂતિઓ ઝીલેલી એ મેં ફરી વાંચીને ઝંસ્કારને યાદ કરી. આયમ શ્યોર કે તમને આ ગમશે જ... ફરી વાંચીએ ચાદરના એ લેખો...

ચદરીયા ઝીણી રે ઝીણી

-અંકિત દેસાઈ

'જીવનમાં કશું કાયમી નથી હોતું એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ પણ છે કે, લાઈફમાં આપણું પેશન પણ કાયમી નથી હોતું. કોઈ એક-બે કે ત્રણ બાબત, કામ કે હૉબી માટેના તમારા પેશન માટે તમને એમ હોય કે, ખોળિયામાંથી જીવ જશે ત્યાં સુધી આ પેશન જવાનું નથી. પરંતુ કોઈક ઘટના, પ્રવાસ કે ક્ષણમાંથી કલાક અને કલાકમાંથી દિવસો કે મહિનો બની જતો સમય કોઈક બાબત, કામ કે હૉબી માટેની તમારી ચાહત, લગાવ કે તમારા ગાંડપણની માત્રામાં ઘટાડો કરી શકે છે. એમ પણ બને કે, ક્યારેક તમે એ બાબત, કામ કે હૉબી માટે મરણિયા થઈને મથ્યાં હો એ બાબત તમને લગીર નહીં આકર્ષે.'

અવતરણ ચિહ્નમાં લખાયેલું આ વાક્ય મેં મારા અનુભવમાંથી લખ્યું છે પરંતુ એ કેટલે અંશે સાચું છે કે એ યુનિવર્સલ ટ્રુથ છે કે નહીં એ વિશેનો કોઈ જ દાવો નથી કરતો. અને દાવા-દલીલોમાં ઝાઝો રસ પણ નથી! આ લખાઈ રહ્યું છે ત્યારે હું નક્કી નથી કરી શકતો કે, લેખન-પત્રકારત્વ માટેનો મારો લગાવ, એ તરફની મારી ચાહત કે એમાં કોઈક નવા પ્રયોગો કરવાની મારી પેશન ઓછી થઈ ગઈ છે કે મારા પ્રવાસ અને પ્રવાસ દરમિયાન અનુભવેલા સ્પંદનોને કારણે ઉદભવેલી આ કોઈ ટેમ્પરરી અસર છે. કારણ કે, જે કોરી વર્ડ ફાઈલ જોઈને એ ફાઈલ હજાર-બે હજાર શબ્દોથી ભરી દેવાની ચાનક ચઢતી કે TVS ના જે કીબોર્ડ પર ટાઈપ કરતી વખતે ઉદભવતો ખટખટાખટનો અવાજ પિયાનોની ધૂન જેવો લાગતો, એમાંનું કશું આકર્ષતું નથી. બધુ વ્યર્થ લાગે છે. આશા રાખીએ કે, આ ફીલિંગ્સ પણ ટેમ્પરરી જ હોય!

ખૈર, ઝંસ્કારની વાત કરીએ. લેહ-લદાખની ખીણમાં વહેતી આ નદી કંઈક નોખી છે. સામાન્ય રીતે નદીમાં આપણે નહાતા, તરતા હોઈએ, કોઈક નદીને કિનારે બેસીને પ્રિયજનના હાથમાં હાથ પરોવીને સૂર્યાસ્ત માણતા હોઈએ કે, ક્યારેક એકાદ હોડી ભાડે લઈને નદીની સેર કરતા હોઈએ. પણ ઝંસ્કાર નોખી એટલે છે કે, એ થીજેલી નદીની છાતી પર આપણે ચાલવું પડે છે અને કલાકો સુધી ચાલીને થાકી જઈએ તો ઝંસ્કારની મધ્યે કોઈક ખડક પર બેસીને થોડો પોરો પણ ખાઈ શકીએ છીએ. પાછળથી સિંધુ નદીમાં ભળીને પોતાનું અસ્તિત્વ ખોઈ બેસતી ઝંસ્કાર નદી ઝંસ્કાર વેલીના બાર હજાર લોકો માટે શિયાળામાં લાઈફ લાઈન છે, તો ટ્રેકર્સ, માઉન્ટેનર્સ કે એડવેન્ચર સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો માટેનું સ્વર્ગ છે.

લેહના છ મહિનાના કાતિલ શિયાળામાં જ્યારે વાયા કારગીલ લેહ જતો રસ્તો બરફને કારણે બંધ થઈ જાય છે ત્યારે ઝંસ્કાર વેલીના લોકો લેહ જવા માટે થીજેલી ઝંસ્કારનો સહારો લે છે. આ કારણે જ ઝંસ્કારને થીજી ગયેલી કહેવી સરાસર ગુનો કહી શકાય કારણ કે, થીજેલી ઝંસ્કાર પર અનેક ઝંસ્કારીઓ અવિશ્રાંત ચાલે છે અને ટ્રેકરો ટ્રેક કરે છે, આ કારણે જ તે વહેતી રહે છે, ઝંસ્કાર ખળખળ ધબકતી રહે છે.

શિયાળાના છ મહિના ઝંસ્કાર સાવ અને સતત થીજેલી જ હોય એવું પણ નથી હોતું. આ હિમાલય પુત્રી ક્યાંક ક્યાંક ખળખળ વહે છે તો ક્યાંક બંને કાંઠે ધોધમાર વહે છે, જેના પાણીમાં તમે જરા જરખો હાથ બોળો તો ઠંડીને કારણે હાથમાં લોહીનું પરિભ્રમણ પણ ઓછું થઈ જાય અને હાથ કામ કરતા બંધ થઈ જાય! જોકે ઝંસ્કારનું આ રૂપ બહુ જૂજ જગ્યાએ જોવા મળે. બાકી, મોટાભાગે તો એ થીજેલી જ હોય. આ કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઝંસ્કાર નદીના 75 કિલોમિટરના વિસ્તારમાં મોટાપાયે ટ્રેકિંગ થાય છે, જેને 'ચાદર ટ્રેક' કહેવામાં આવે છે. ચાદર નામ એટલા માટે જ કે, ઝંસ્કાર થીજી જાય ત્યારે બરફને કારણે એવું લાગે કે, ઝંસ્કારે બરફની સફેદ ચાદર ઓઢી છે. અલબત્ત, ઝંસ્કારની આ ચાદર આપણા ઘરની ચાદરની જેમ નરમ-મુલાયમ કે આરામદાયક નથી હોતી. એની ક્યારેક સાવ ખરબચડી તો ક્યારેક સાવ લપસણી સતહ તમને વારંવાર પાડે છે અને સાવ નજીવું અંતર કાપતા તમને હંફાવે છે, જેના કારણે જ ચાદર ટ્રેક ભારતના ટફેસ્ટ ટ્રેકમાં ટોપ થ્રીમાં આવે છે.

ચાદર ટ્રેકમાં થીજેલી કે વહેતી ઝંસ્કાર કરતા મોટી ચેલેન્જ હોય છે ત્યાંની ઠંડી. જ્યાં દિવસ દરમિયાન માઈનસ પાંચથી સાત, સાંજે માઈનસ દસથી બાર, રાત્રે પંદરથી વીસ અને મળસકે માઈનસ વીસથી સત્તાવીસ સુધીનું તાપમાન રહેતું હોય ત્યારે માણસ યોગ્ય રીતે ઊભો નહીં રહી શકતો હોય અને ક્યારેક ઓક્સિજનની અછત વર્તાવાને કારણે એણે મોટે મોટેથી શ્વાસ લેવા પડતા હોય ત્યાં દિવસના બાર-પંદર કિલોમિટર સુધી ચાલવાની તો વાત જ શું કરવી? પણ તોય દેશ-વિદેશના સેંકડો સાહસવીરો ઝંસ્કારની છાતી પર હિંમતભેર ઉતરી પડે છે અને ઝંસ્કાર વેલીના તમામ પડકારોનો સામનો કરીને ચાદર ટ્રેક પૂરો કરે છે.

ચાદર ટ્રેક

ટફ ભલે હોય પરંતુ આ ટ્રેક અશક્ય તો નથી જ. ઠંડી કી ઐસી કી તૈસી કરીને તમે એકવાર ત્યાં પહોંચી જાઓ અને ચાદરને જોઈને નક્કી કરી લો કે, તમારે આ ટ્રેક પૂરો કરવો છે તો ચાદરની મજાલ નથી કે, એ તમને અટકાવી શકે. અહીં પગલે પગલે પડકાર આવે છે. એ પડકારો તમારી ધીરજ અને તમારી હિંમતની કપરી પરીક્ષા કરી નાંખે છે.

ચાદરનો એક જ નિયમ છે કે, અહીં સતત ચાલતા રહેવું પડે છે. જો અહીં અટકવાનો વિચાર કરશો કે ચાલવાની આળસ કરશો તો તમારી હાલત કફોડી થઈ જશે. ચાલતા નહીં રહો તો શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં થાય, તમે ઠંડીનો સામનો નહીં કરી શકો અને તમારે ઠુઠવાઈને મરવાનો વારો આવે. અને બીજું કારણ એ કે, ઝંસ્કારની ચાદરનો કોઈ ભરોસો નથી હોતો. એ ચાદર સતત આકાર બદલતી રહે છે અને જે ચાદર સવારે અત્યંત કઠણ જણાતી હોય એ જ ચાદર સાંજ ઢળ્યે પાતળી પણ થઈ જાય, જેના પર પગ મૂકતા જ તે કડડભૂસ થઈ જાય અને ઝંસ્કારના ઠંડા પાણી, બરફના ગાંગડા તમારા પગને સ્પર્શી જાય અને તમે ઠંડીની કાતિલતાથી ચિલ્લાઈ ઊઠો.

ચાદર ટ્રેકનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે, આ ટ્રેક તમારો તમારી જાત સાથે સીધો સંપર્ક કરાવી આપે છે. 75 કિલોમિટરના આ ટ્રેકમાં એડવેન્ચરની સાથે તમને અધ્યાત્મની પણ અનુભૂતિ થતી રહે છે. ચાદરની સફેદી, હિમાચ્છાદિત હિમાલયની તોતિંગ ભેખડો, અમાપ આકાશ અને એવી જ અસીમ નિરવતા તમારા આત્માને ઢંઢોળીને ઉઠાડી મૂકે છે. ત્યાંના વાતાવરણને કારણે તમે ટ્રેકર હો તો પણ તમને સતત સાધુત્વનો અહેસાસ થતો રહે છે. એમાંય જો ક્યારેક ચાદર લાંબી અને સરળ હોય અને ચાલવામાં બહુ જહેમત નહીં લેવાની હોય તો તમારું ચાલવું ઑટો મૉડ પર થઈ જાય છે તમે તમારી જાત સાથે સંવાદ કરતા થઈ જાઓ છો. અને જાતને અનેક ન પૂછવાના સવાલ પૂછી બેસો છો.

ત્યાંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આખા ચાદર ટ્રેકમાં એક જ કોમ્યુનિકેશન શક્ય છે. અને એ છે તમારું તમારી જાત સાથેનું કોમ્યુનિકેશન. બાકી મોબાઈલ ટાવર્સ કે વ્હોટ્સ એપ કે ફેસબુક તો પરગ્રહના કોમ્યુનિકેશન ટુલ્સ જ સાબિત થાય.

છ રાત અને સાત દિવસ તમે તમામ સંબંધો, તમામ પદવીઓ અને બધી આવડતોથી દૂર થઈ જાઓ છો. ઝંસ્કારને એ બાબત સાથે કોઈ લેવા દેવા નથી કે, તમે કોના દીકરા છો, કોઈ તમને કેટલું ચાહે છે કે તમે કોઈને કેટલો પ્રેમ કરો છો? ચાદરને એની સાથે પણ કોઈ નિસ્બત નથી કે તમે શું ભણ્યા છો કે, તમારામાં કેટલી સ્કીલ્સ છે, કે મેદાનોની હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં સૂટ બૂટમાં તૈયાર થઈને એપલના લેપટોપ પર તમે શું તોપ ફોડો છો અને તમે કેટલું કમાઓ છો. એના માટે તમારું માણસ હોવું એ જ તમારી લાયકાત છે. એના માટે ઝંસ્કાર વેલીમાં ભયંકર અભાવોમાં રહેતા અદના લદાખી અને આપણે બધા એક સમાન છીએ.

ઝંસ્કાર પર ચાલતા પહેલા આપણે આપણા અહં અને બધી હોશિયારી કર્ણના કવચની જેમ ઉતારી દેવા પડે છે. નહીંતર ઝંસ્કાર આપણને એક મિનિટ પણ સરખા ચાલવા નહીં છે. એ આપણને વારંવાર પછાડશે, અને જ્યાં સુધી આપણે એના તાબે નહીં થઈએ ત્યાં સુધી વારંવાર એની કઠોરતાનો પરચો આપશે. જો આપણે એને થોડી અકડ બતાવીશું તો એનાથી પાંચ ગણી અકડ ઝંસ્કાર આપણને બતાવશે. ઝંસ્કાર પર ચાલતી વખતે ડાઉન ટુ અર્થ નહીં પણ ડાઉન ટુ ઝંસ્કાર રહેવું પડે છે.

ઝંસ્કાર પર જામેલા ક્રિસ્ટલ ક્લિયર બરફમાં આપણને આપણો ચહેરો જ નહીં પરંતુ આપણી જાત પણ દેખાય છે. એ જોઈને આપણને ખ્યાલ આવે છે કે, આપણે કોણ છીએ. એ જોઈને ખ્યાલ આવે છે કે આપણે બીજાઓથી કંઈ વિશેષ નથી. આપણે એ જ છીએ, જે અહીંનો સામાન્ય ઝંસ્કારી છે. એનો અભાવ આપણો અભાવ છે. ઝંસ્કારી હોય કે આપણે હોઈએ, અભાવથી કોઈ અલિપ્ત રહી શકતું નથી. અલબત્ત આપણા અને એના અભાવની સ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. સામાન્ય ઝંસ્કારી ભૌતિકતા અને તકોના અભાવમાં જીવે છે, તો શહેરની આપણી સૉફેસ્ટિકેટેડ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા જ અભાવમાં જીવીએ છીએ.

આ બંનેમાં વેઠી શકાય એવો અભાવ કયો? ભૌતિકતાનો અભાવ કે આપણો પોતાનો અભાવ? ઝંસ્કાર આવા બધા સવાલો ખડા કરી આપે છે. જોકે જેમ જેમ ચાલતા જઈએ, આગળ વધતા જઈએ અને ચાદરના વિવિધ પડાવોને પાર કરતા જઈએ એમ ખૂદ ઝંસ્કાર જ એ બધા સવાલોના જવાબ આપતી જાય છે. કુરુક્ષેત્ર મધ્યે ઊભેલા કૃષ્ણની જેમ એ આપણને બધુ સમજાવતી જાય અને જીવન શું છે, આપણે કોણ છીએ અને આપણું અહીં શું કામ છે એની સમજણ આપતી જાય છે. હા, જોકે આ બધુ શીખવા, જાણવા માટે આપણે આપણા અંતરના દ્વાર ઉઘાડા રાખવા પડે છે. ચાદર જે શીખવે એ શીખવાની તૈયારી રાખવી પડે છે અને સંપૂર્ણ પણે ઝંસ્કારને શરણે થઈ જવું પડે. જોકે ઝંસ્કારને ખોળે ગયા હો તો આમ પણ ઝંસ્કારને તાબે થયે જ છૂટકો. એની આમાન્યા જાળવવી જ પડે. નહિતર ન તો ઠંડીનો સામનો કરી શકાય કે નહીં તો ચાદર ટ્રેક પૂરો કરી શકાય.

આ તો મારા અધ્યાત્મિક અનુભવની વાત. ચાદર ટ્રેક દરમિયાનના વિવિધ પડાવો, જાતજાતના પડકારો, ત્યાંનુ એડવેન્ચર, બરફની ચાદરના પ્રકારો અને ત્યાંની જીવનશૈલી વિશેની વાતો બાકી છે. એ કથા કાલે માંડીએ. જૂલે!

(તસવીર : ચેતન સાંઘાણી)


યા હોમ કરીને પડો, ચાદર છે આગે....

(ચાદર સિરીઝનો બીજો લેખ.)

અંકિત દેસાઈ

ગઈકાલે આપણે ઝંસ્કાર નદી અને શિયાળામાં એના પર બાઝતી ચાદર વિશેની કેટલીક વાતો જાણી. આજે ચાદર ટ્રેક ક્યાંથી શરૂ થાય, ટ્રેક દરમિયાન ચાદરના કેવાક રંગો હોય, ટ્રેક દરમિયાન ક્યા પ્રકારના પડકારો અને પડકારોની સાથે કયા પ્રકારની મજા આવે એ વિશે જોઈએ. ભારતના સૌથી ટફ ટ્રેક્સમાં હંમેશાં ટોપથ્રીમાં સ્થાન પામતો ચાદર ટ્રેક જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જ કરી શકાય છે. આ સિવાયના સમયમાં જ્યારે નદી ખળખળ ધસમસતી હોય ત્યારે પ્રવાસીઓ ઝંસ્કારમાં રિવરક્રાફ્ટિંગની મજા માણતા હોય છે.

ચાદર ટ્રેક માટે અનેક ટ્રેકિંગ કંપનીઓ ઓનલાઈન બુકિંગ કરે છે. સત્તરથી વીસ હજારના પેકેજમાં છ નાઈટ સાત દિવસનું બુકિંગ કરાવી શકાય છે. ટ્રેકિંગ માટે ઉત્સુક ગુજરાતીઓએ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાથી બુકિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, બુકિંગ કરવા માટેનું રિમાઈન્ડર હમણાથી મૂકી દેવું હોય તો મૂકી દો, જેથી તમને સામાન્ય ભાવ કરતા થોડા સસ્તા ભાવમાં ટ્રેકિંગ પેકેજ મળે અને ફ્લાઈટની ટિકિટ્સ પણ સાવ નજીવા દરે મળે. પછી જેમ મોડું કરશો એમ સિટ્સ બુક થવા માંડશે અને વિવિધ કંપનીઓના ભાવ વધવા માંડશે અને ફ્લાઈટ્સના ભાવ તો પેલી વાર્તાની રાજકુમારી કરતાય વધુ ઝડપે વધતા જશે. યાદ રહે કે, શિયાળામાં લેહ જતાં જમીન માર્ગો બંધ થઈ જાય છે એટલે ત્યાં ફ્લાઈટમાં ગયા વિના છૂટકો નથી.

ચાદર ટ્રેક માટે જાઓ ત્યારે ફ્લાઈટની ટિકિટ્સ એ રીતે બુક કરાવવી કે ટ્રેક શરૂ થાય એ પહેલા લેહમાં તમને દોઢથી બે દિવસ રહેવા મળે, જેથી ટ્રેક દરમિયાન વાતાવરણની કઠણાઈઓ શરૂ થાય એ પહેલા તમે લેહના વાતાવરણ સાથે તાલમેલ સાધી શકો. કારણ કે દિલ્હીથી ઉડતી ફ્લાઈટમાં તમે જ્યારે લેહ ઉતરો ત્યારે અચાનક જ વધી જતી ઉંચાઈ તેમજ માઈનસમાં જતું રહેતું તાપમાન અમસ્તા જ તમારું માથું ભારે કરી દેશે અને તમને ઊલટી થવાનો અહેસાસ થતો રહેશે.

ટ્રેકિંગ પર જતાં પહેલા વુલન શોક્સથી લઈને જાડા સ્વેટર કે ફ્લિશ જેકેટ હોય કે પછી વુલન ઈનર્સ હોય કે હેન્ડ ગ્લવ્ઝ અને ટ્રેક પેન્ટ હોય એ બધુ જ વ્યવસ્થિત પેક કરી લેવું. અને હા, આ બધાની બબ્બે જોડી સાથે રાખવી. કેટલીક વસ્તુ તમારે લેહના બજારમાંથી જ લેવાનો આગ્રહ રાખવો. જેથી વસ્તુની ક્વોલિટી પણ ત્યાંના તાપમાન મુજબની મળી રહે અને ગુજરાત કે દિલ્હીથી લેહ જઈએ ત્યારે આપણને એનો ભાર પણ ઓછો લાગે.

લેહ પહોંચીએ ત્યારે આપણી હોટેલનું બુકિંગ ટ્રેકિંગ કંપનીએ કરી જ દીધું હોય, એટલે આપણે માત્ર જે-તે સ્થળે પહોંચવાનું જ રહેતું હોય છે. લેહ એરપોર્ટ પર ઉતરો એટલે તરત માથે ઉનની ટોપી પહેરી લેવી અને આખો દિવસ બને એટલું વધુ પાણી પીવાનું રાખો. જેથી માથું દુખવાની સંભાવના નહીંવત થઈ જાય. અને હા, બને ત્યાં સુધી પહેલા ત્રણેક દિવસ આલ્કોહોલ કે સિગારેટનું સેવન પણ ટાળવું.

ચાદર ટ્રેકનો રોમાંચ તો તમે તમારી હોટેલમાં પહોંચો ત્યારથી જ શરૂ થઈ જતો હોય છે. એક તરફ તમારી ટ્રેકિંગ કંપની તમારા બેચ મેટ્સ સાથે તામારો મેળાપ કરાવી આપે છે, તો ટ્રેક પૂરો કરીને આવતા અગાઉના બેચના સાહસવીરો પણ એમની ટ્રેકિંગ બેગમાં ચાદરની ભાતભાતની વાતો લઈને હોટેલ આવી પહોંચેલા હોય, જેઓ 'અમે આવી પરેશાનીનો સામનો કર્યો અને અમે ચાલતા હતા ત્યારે વાતાવરણે અમને જરાય સાથ નહીં આપ્યો કે અમારા પેશનને કારણે જ આ ટ્રેક પૂરો થયો, બાકી ઢીલા પોચાનું આ કામ નહીં.' જેવી અનેક વાતો કરીને પોતાની સાહસગાથાનું પઠન કરતા હોય. આ બધી વાતોમાં કેટલીક નેગેટિવ વાતો પણ સાંભળવામાં આવતી હોય, પરંતુ આપણે એ બાબતો પ્રત્યે ધ્યાન નહીં આપવાનું અને ચાદર માટેના આપણા રોમાંચને જરા પણ ઓછો નહીં થવા દેવાનો.

દોઢેક દિવસના લેહ રોકાણ પછી તમારી ટ્રેકિંગ કંપની, એક બસમાં તમારા આખા ગ્રુપને સિત્તેર કિલોમિટર દૂર વાયા ચિલિંગ તિલદ લઈ જશે, જ્યાં તમારા ટ્રેકિંગનો પહેલો પડાવ હશે. મેગનેટિક હિલ્સના રસ્તે વાયા ચિલિંગ થઈ તિલદ પહોંચતી બસની બંને તરફ હિમાલયનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય અને સાથે દિલમાં ચાદરનો રોમાંચ હોય ત્યારે દિલમાં લાગણીઓના જે ઘોડાપુર ઉમટે એ લાજવાબ હોય છે. ઈન્ડસ વેલીમાંથી પસાર થતી બસ ઝંસ્કાર વેલીની ચટ્ટાનો પર ક્યારે ઘરેરાટી બોલાવતી થઈ જાય એની કોઈ સરત નહીં રહે. સદીઓથી માનભેર ઊભેલી ચટ્ટાનોની નીચે દેખાતી ઝંસ્કાર નદી જોઈને તમને એમ જ થાય કે, હવે જો આ બસ નહીં અટકે તો મારે બસની બારીમાંથી બહાર નીકળીને ઝંસ્કાર પર એક ભૂસકો મારવો છે!

બસ જ્યારે ચિલિંગ જઈને ઊભી રહે ત્યારથી જ ટ્રેકિંગ શરૂ થઈ જાય, જ્યાં તમારે તમારા ગાઈડ સાથે ઊંચી પહાડી પરથી ઉતરીને નીચે તિલદ સુધી પહોંચવાનું રહે. થોડા નીચે ઉતરો એટલે ઝંસ્કારની ચાદર તમને એના આલિંગનમાં લેવા માટે તત્પર હોય. તમે ઝંસ્કારના સૌંદર્યથી અભિભૂત થઈને એની સુંદરતામાં ગળાડૂબ થયાં હો ત્યાં અચાનક તમારે કાને, 'જૂલે... જૂલેજી.... જૂલે...'ના અવાજો સંભળાય. તિલદ પોઈન્ટ પર ઝંસ્કારના કિનારે બેઠેલા સ્થાનિક ઝંસ્કારીઓ આ રીતે તમારું સ્વાગત કરે છે, જેઓ પછીથી તમારી સાથે પોર્ટર્સ તરીકે જોડાતા હોય છે અને તેઓ જ આવનારા સાત દિવસો સુધી તમારા સુખ-દુખના સાથી બનતા હોય છે, તમારા શિક્ષક બનતા હોય છે.

ઝંસ્કાર વેલીમાં દૂરદરાઝના ગામડામાં વસતા આ ઝંસ્કારીઓના સ્વભાવ તમને અચંબામાં પાડી દે એવા હોય. નિયતના એકદમ ચોખ્ખા આ સાફદિલ ઈન્સાનોના કપડા ભલે ચાડી ખાતા હોય કે, તેઓ અભાવમાં જીવે છે પરંતુ એમના હસમુખા ચહેરા હંમેશાં કોઈને કોઇ આનંદગાથા ગાતા હોય, જેમને જોઈને કે એમની સાથે વાતો કરીને તમને ગજબનાક પોઝિટીવ એનર્જી મળે. આ પોર્ટર્સ જ તમને આવનારા દિવસોમાં એ સમજાવી દે છે કે, 'બકા, હસવા કે આનંદમાં રહેવા માટે ક્યારેય કોઈ કારણની જરૂર નથી હોતી. કે ન તો હસવા માટે કોઈ ભૌતિક બાબતની જરૂર હોય. હસવું જ હોય, આનંદમાં રહેવું જ હોય તો ઉપર આકાશ તરફ જો, એમાં વિહરતા વાદળના ગોટા તરફ જો, આસપાસ સરસરાતા પવનને મહેસૂસ કર, એના લયને માણ, મન થાય તો આ કોતરોને લલકારીને એકાદ બૂમ પાડ અને કોતરોમાંથી પરત થતાં તારા ધ્વનિને માણ, નદીના ખળખળાટને ધ્યાનથી નિહાળ અને આ ઠંડકની દિવ્ય અનુભૂતિ કર. જો તો ખરો આ વિચારતા જ તારા ચહેરા પર ખુશી પ્રકટી ગઈ, હાસ્યની નાનકડી લહેરખી ફરકી ગઈ તો જ્યારે તું આ બધુ અનુભવશે ત્યારે તને કેવી મજા આવશે!'

આ નવો અને નિર્મળ પ્રદેશ જોઈને તમે થોડા આગળ વધશો ત્યાં જ તમને તમારો ગાઈડ આદેશ આપશે કે, 'બસ હવે આપણે વધુ નથી ચાલવાનું સામે જે તંબુ બંધાઈ રહ્યા છે એ જ આજનું આપણું નિવાસસ્થાન છે. આજનું ટ્રેકિંગ બસ આટલું જ!' વળી, થોડા જ સમયમાં પોર્ટર્સ અને કુક તમને લંચ કરાવી દે છે અને પહેલા દિવસે હજુ તો બપોરના બે પણ વાગ્યા નહીં હોય ત્યાં તમે સાવ નવરા થઈ જાઓ. તમારી પાસે કોઈ કામ રહેતું નથી. મોબાઈલ ફોનના નેટવર્ક નહીં હોય એટલે ફેસબુક, વ્હોટ્સ એપ કે ઈમેલની વાત તો ભૂલી જ જવાની. તો કરવાનું શું? વાતો? બેચ મેટ સાથે દોસ્તી કેળવવાની? કે પછી પોતાના ટેન્ટમાં જઈને કે ઝંસ્કારની રેતી પર લંબાવીને આરામ કરવાનો? ના... ના... ના...

બેચ મેટ્સ સાથે હાય-હેલ્લો તો આમ પણ તમારું થઈ જ ગયું હોય. અને આગલા સાત દિવસ સુધી ઝંસ્કાર તમને એટલી બધી તકો પૂરી પાડશે કે, તમે ગમે એટલા અંતર્મુખી હશો તો પણ તમે તમારા બેચ મેટ્સના ખાસમખાસ થઈ જશો. એટલે સંબંધ કેળવવાના પોકળ વલખા મારવા કરતા ક્યાં તો કેમેરા હાથમાં લઈ ફોટોગ્રાફ્સ ક્લિક કરવા નીકળી પડો અથવા હેડ ફોન લઈને મોબાઈલમાં સુંદર ગીતો વગાડતા ઝંસ્કારની ચાદર પર હળવે હળવે લટાર મારવા નીકળો. થોડે દૂરની કોઈક શિલા પર બેસવું અને હિમાલયની અસીમ સૌંદર્યતા અને અખંડ નિરવતા વચ્ચે આપણું એકાંત માણવું. ચાદરના પડ જોવાના, બે તરફની ચાદર વચ્ચે વહેતી ઝંસ્કારને માણવી. એ નિરવતામાં તમને આવનારા સાત દિવસ સુધી ઝંસ્કારમાં ઝઝૂમવાની તાકાત મળશે, ઝંસ્કાર જાણે તમારા ખભે હાથ મૂકીને કહેશે કે, 'તારામાં અને મારા ઝંસ્કારી સંતાનોમાં કોઈ ભેદ નથી. મારા માટે તમે બંને એક જ છો. તારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે, આ ટ્રેક કોઈ મિશન નથી, આ ટ્રેકમાં તારે કંઈ અચિવ નથી કરવાનું નથી. 75 કિલોમિટરની આ યાત્રામાં તારે માત્ર તને જ પામવાનો છે, તારો ક્રોધ, તારી ઉતાવળ, તારો સંતાપ બધુ જ તારે મારા પાણીમાં વિસર્જિત કરવાના છે. તું મારામાં શ્રદ્ધા મૂકી તો જો, હું તને એવી ભેટ આપીશ કે, પરત ફરતી વખતે તને વિશ્વાસ નહીં થશે કે, તું પણ આવો હોઈ શકે.'

આજુબાજુના પર્વતો, ઝંસ્કાર અને તમારી જાતને માણીને ઊઠશો એટલામાં અંધારુ છવાઈ ગયું હશે, ડિનર તૈયાર કરીને કુક અને પોર્ટર્સ ડિનર માટે વ્હિસલ મારીને તમને બોલાવશે, જમીને થોડા સમય માટે તમે કેમ્પફાયર પાસે જશો, જ્યાં તમારા બેચ મેટ્સ સાથે તમારે ફરજીયાત અંતાક્ષરી રમવી પડશે, ગીતો ગાવા પડશે કે દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એની વાતો કરવી પડશે. કદાચ એમ પણ બને કે તમારી શરમ અને તમારા અંતર્મુખી સ્વભાવને કારણે તમે આમાનું કશું નહીં કરી શકો. પરંતુ એ વાત નક્કી કે, ઠંડીથી બચવા તમે કેમ્પફાયર પાસે જશો જ, જ્યાં તમારી જાણ બહાર તમે થોડા થોડા ઉઘડશો, ભલે મોટેથી નહીં, પરંતુ હળવેકથી પણ થોડું ગણગણશો અને બાજુમાં ઊભેલા કો'ક સાથે વચ્ચે વચ્ચે થોડી વાત કરી લેશો અને ત્યાં કલાકેક ઊભા રહીને પોતાના ટેન્ટમાં જઈ સ્લીપિંગ બેગમાં ઉંઘીને થરથરશો. ઝંસ્કારને કિનારે ઉંઘ સળંગ નથી આવતી. ઠંડીને કારણે તમે સતત તંદ્રામાં રહેશો, ક્યારેક ઉંઘ સમૂળગી પણ ઊડી જશે. પરંતુ એનાથી થાક નહીં વર્તાય બીજા દિવસે ચાલવાનું જોમ તમને અમસ્તુ મળી રહેશે.

અને હા, ટેન્ટમાં સૂવા જતાં પહેલા માથે ઝૂલતું આભ જોવાનું નહીં ચૂકતા. સહસ્ત્ર તારાઓની ફોજ માથે ઝળહળાટ કરતી હશે. તારાઓની આવી ચમક આપણા મેદાનોમાં ક્યારેય નહીં દેખાય. એટલે જ, આપણા આદિલ સાહેબ સુગંધનો દરિયો શ્વાસમાં ભરી લેવાની વાત કરતા એમ તારાઓના એ ચળકાટનો દરિયો આંખમાં ભરી લેવાનું નહીં ચૂકતા. આ ઝંસ્કાર છે અહીંની ચાદર જ નહીં, અહીંનું બધુ જ ખૂબસૂરત છે. જો એ ખૂબસૂરતીના પ્રેમમાં નહીં પડો તો ચાદર ટ્રેકથી ઘરે આવો એ પહેલા સાઈકિયાટ્રીસ્ટની અપોઈમેન્ટ લઈ લેવી. ચાદર વિશેની વાતો આ લેખમાં પૂરી કરી દેવી હતી. પરંતુ કમબખ્ત યાદો મૂળ મુદ્દાને અવળે પાટે લઈ જાય છે. કેટલા લેખોમાં ચાદરગાથા પૂરી થશે એની ખબર નથી. કિપ રીડિંગ. જૂલે!

Wednesday, February 7, 2018

'રણ સરોવર'

'રણ સરોવર' પુસ્તક તેની ઝિણવટ ભરી રૂપરેખાનો જ દસ્તાવેજ છે !

ચાર હજાર નવસો સ્કવેર કિલોમીટર !

આ મહાકાય આંકડાંથી હજુ વધુ અંજાવું હોય તો જાણી લો કે આ એરિયા રાજકોટથી વેરાવળ અને રાજકોટથી વિરમગામ જેટલો થાય અને આવી કદાવર જગ્યામાં સરોવર બનાવીએ તો એ એશિયાનું સોથી મોટું મીઠાં પાણીનું સરોવર બને...


4900 સ્કવેર કિલોમીટરનું આ (કલ્પ સરોવરથી ય મોટું) સરોવર બનાવવા માટે કેટલો ખર્ચ થાય, એ માટે તો સરકારી અનુમાનો પાસે કેલક્યૂલેટર હાંફી જાય પણ 'અજન્તા-ઓરેવા'ગૃપના વિઝનરી ચેરમેન જયસુખભાઇ પટેલના મતે, વધીને સો કરોડનો ખર્ચ કરીએ તો એક વરસની અંદર આ સરોવરની યશકલગી ગુજરાતના મુગટમાં ઉમેરાય જાય...

બહુ અઘરું કે અટપટું ન થઇ જાય એમ સમજાવું તો - 4900 સ્કવેર કિલોમીટર એરિયા માટે જમીન સંપાદનની કડાકૂટ પણ કથવાની જરૂર નથી કારણકે, આટલો વિસ્તાર કચ્છના 'નાના રણ'નો જ છે અને તેમાં જ બારમાસી રહે એવું મીઠા પાણીનું 'રણ સરોવર' બની શકે તેમ છે ! કચ્છના આ નાનું રણ ચોમાસાંમાં વરસાદી (અને 110 નદીઓના) પાણીથી છલકાઇ જાય છે પણ... અત્યારે એનો ક્ષય(ટી.બી.) દરિયામાં વહી જઇને યા દરિયાઇ પાણીની ખારાશના મેળવણ થવાથી થઇ જાય છે. કુદરતની મહેરને આપણે સાવ વેડફી જવા દઇએ છીએ. જો આ મીઠા પાણીને આપણે રોકી લઇએ તો...

- પણ આવું થાય કેવી રીતે?

જયસુખભાઇ પટેલે આકરી મહેનત/સ્ટડી/રિસર્ચ પછી શોધી કાઢયું કે - સૂરજબારી પરના સૌથી પહેલા બનેલા (અને હવે નૉનયૂઝ ખંડેરની જેમ પડી રહેલા) પૂલના પિલ્લર વચ્ચેના પોલાણને પેક કરી દેવામાં આવે તો...
... તો નંદ ઘેર આનંદ ભયો થઇ જાય !

નર્મદા ડેમ જેટલું જ પાણીનું સ્ટોરેજ આપણને મળી જાય એ પણ સો કરોડના મામૂલી ખર્ચ અને છ/આઠ મહિનાના અંતરાલ બાદ જ. અહીં તો મોટે તૌર પર આ વાત સમજાવી છે પણ એ થાય તો અઢળક ફાયદાઓ(વૉટર સ્પોર્ટસથી માંડીને ખેતઉપજ/એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થવા સુધીના) ગુજરાતને મળવા લાગે. બેશક, થોડા વિકરાળ ભાસતા (ઘૂડખર/અભ્યારણ્ય/મીઠા ઉદ્યોગ / માછીમારી) નુકશાન કે થનારી ક્ષતિ વિષે
'રણ સરોવર'પુસ્તકમાં ડિટેઇલમાં સોલ્યૂશન અને સુઝાવ પણ અપાયા છે.
રણ સરોવર પર પાક્કું હોમવર્ક કર્યા પછી જયસુખભાઇ પટેલ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમની ટીમ સાથે મળેલાં ત્યારે મોદીજીની કૉમેન્ટ આ મતલબની હતી : 'આપણામાંથી કેમ કોઇને આ સૂઝયું નહોતું !'

ખેર, જયસુખભાઇ તો 2017માં વડાપ્રધાનને પણ મળી આવીને રિ-માઇન્ડર(!) આપી આવ્યા છે.
આનંદીબહેન પટેલ, એ પછી વિજય રૂપાણી અને અન્ય હોદ્દેદારો પણ 'રણ સરોવર'થી વાકેફ છે જ , ક્ચ્છના નાના રણમાં ઘૂડખર અભ્યારણ્ય (જેની વરસે હજારેક લોકો જ મુલાકાત લે છે!) હોવાથી અનેક મંજૂરી/ રિપોર્ટ / સ્ટડી વગેરેને કારણે હોઠેં રહેલો પ્યાલો ગુજરાત ગટગટાવી શકે તેમ નથી અત્યારે તો. પણ 'રણ સરોવર' પુસ્તકમાં આ વિષયના તમામ પાસાંની વિગતવાર છણાવટ કરવામાં આવી છે...

'રણ સરોવર' બને તો/ત્યારે ગુજરાતના ચારેય હાથમાં લાડુ જ હશે, એમાં શંકા નથી !!!

▪ નરેશ શાહ

Tuesday, February 6, 2018

**દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન**

*દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?*

*દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક યુવાન*

*બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ બગાડે છે: જાણો કે, અસલી મધ કોને કહેવાય!*






અહીં આપેલા ફોટોગ્રાફ્સમાંથી એક ફોટોમાં મધની ચાર બરણી ગોઠવેલી છે. ચારેયના કલર જુઓ. કોઈનો કાળો તો કોઈનો સફેદ, લાલ અને બ્રાઉન. કહો જોઉં, ચારેયમાંથી શુદ્ધ મધ કયું ગણવું? વેલ, આ ચારેય મધ 100% પ્યોર છે. સૌથી નીચે કાળું મધ છે એ સિસમના ફુલમાંથી મધમાખીઓએ ચૂંટયું છે, તેના પર દૂધ જેવું સફેદ મધ છે તે કાજુના ફુલમાંથી ચૂંટેલું છે, તેની પર બ્રાઉન રંગનું છે તે અજમાનું અને ઉપર લાલ રંગનું છે તે બોરમાંથી બનેલું છે. ચારેય મધ શુદ્ધ જ છે પણ તેના ગુણ અલગ છે. સ્વાદ પણ નોખા. અજમાનું મધ મીઠું તો છે જ પરંતુ એમાં થોડી કડવાશ પણ આવે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ. કાજુનું મધ ભરપૂર શક્તિ આપે. આ ચારેય મધના ઉત્પાદક છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના દર્શન ભાલારા (મોબાઈલ: 9662166770) નામના યુવાન.

મધ ઉત્પાદક કહેવા કરતા તેમને મધપ્રેમી કે સ્વાસ્થ્યપ્રેમી કે કહેવા વધુ યોગ્ય ગણાય. MBAની ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે 40 હજારના પગારની સરસ નોકરી હતી. ઘેર નેવું વીઘાની પાણીદાર અને ઉપજાઉ જમીન. 2014માં વડા પ્રધાન મોદીએ પોતાના એક વક્તવ્યમાં કૃષિ ક્ષેત્રે વેલ્યુ એડિશન પર થોડી વાતો કરી. દર્શનભાઈએ નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધરે એવો વ્યવસાય કરવો છે. પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ 900 પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે.

ઘણાંને સવાલ થાય કે, બજારમાં પાંચસો પ્રકારના બ્રાન્ડેડ મધ ઉપલબ્ધ છે ત્યારે દર્શન ભાલારાનું મધ શું અલગ છે? વિશિષ્ટ છે? હા. એ એકદમ સ્પેશિયલ છે. તેમના મધમાં ભેજ-મોઇશ્ચરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપદંડથી એક ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણતઃ પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. અચ્છા, પૂર્ણરૂપે પાકેલું મધ એટલે શું? મધમાખી જ્યારે મધ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લે ત્યારે એ પૂડાને વેક્સ વડે સિલ કરી દે. આ ઘટના બને એટલે સમજવાનું કે મધ સંપૂર્ણપણે પાકી ગયું. એ પછી મેળવેલું મધ જ સાચું ગણાય. પણ આ પ્રક્રિયા દ્વારા મધનું વજન ખૂબ ઘટી જાય. કાચું મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણું વધી જાય, નફો વધે. પણ એ મધ સાવ ઓછું ગુણકારી હોય. પ્યોર મધ જોઈતું હોય તો તેની પડતર કિંમત જ ખૂબ ઊંચી જાય. આપણે ત્યાં હૉલસેલમાં મધની મહત્તમ કિંમત 150 રૂપિયા કિલોની છે! મહાકાય કંપનીઓ આ જ ભાવે ઉત્પાદકો પાસેથી મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડના લેબલ મારી બજારમાં વેંચે છે. કેટલીક અત્યંત જાણીતી કંપનીઓ તેમાં ફ્રુટ સીરપ અને કોર્ન સીરપ તથા પેસ્ટીસાઈડ્સ પણ ભેળવે છે. આ મધ ડેરીના દૂધ જેવું હોય. ઘેટાં-બકરાં, જર્સી ગાય, ભેંસ... બધાનું મિક્સ થાય તેમ મધ પણ બધું એકઠું થાય. તેમાં બાવળનું પણ હોય અને રાઈનું પણ હોય. એના મૂળ-કુળનો ખ્યાલ ખુદ કંપનીને પણ ન હોય. ભાલારાનું મધ 100% પાકેલું છે અને એ ખરા અર્થમાં Raw છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. એટલે જ એ થોડું મોંઘુ છે.

બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડમાંથી 99.9% મધ કાચું અને પ્રોસેસ્ડ હોય એ લખી રાખજો. બીજી મહત્વની વાત: દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમાં લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાનાં જ નોખાં હોય! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા ક્યાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધત્તમ બનાવે છે.

દર્શન ભાલારાને શુદ્ધ મધ પીરસવાનું ઘેલું લાગ્યું છે. એમનું ઉત્પાદન તોતિંગ નથી પણ નિષ્ઠા અને પ્રામાણિકતા પહાડ જેવી છે. મધનું પેકીંગ કાચની બોટલમાં જ થવું જોઈએ એવું તેઓ વાજબી રીતે જ માને. એટલે જ છેક મલેશિયાથી વિશિષ્ટ બોટલ મંગાવે, બોક્સની અંદર થર્મોકોલ ગોઠવીને પછી જ એ મધ સપ્લાય કરે. પોતાની જ એક બ્રાન્ડ. નામ: મધુધારા. કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં, કોઈ સ્ટોકિસ્ટ નહીં. પોતે જાતે જ ઓર્ડર પર કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે! અને એક વખત એમનું મધ ચાખ્યું હોય એ વ્યક્તિ બીજું મધ ક્યારેય અજમાવે નહીં.

મધની જેમ તેમનું ગીર ગાયનું ઘી પણ સર્વોત્તમ. તેમની પાસે સારી સંખ્યામાં ગીર ગાય છે. આ ગાયોને ખોરાકમાં લીલું ઘાસ અને ટોપરાંનો ખોળ જ આપે. દૂધ માત્ર પિત્તળના વાસણમાં દોહવાનું, દહીં મેળવવા માટે માત્ર માટીનાં વાસણો. વલોવવા માટે લાકડાંના વલોણાનો જ ઉપયોગ. માખણ બને એટલે એ પાત્રના મુખને કપડાંથી બાંધી ને તેમની વાડીની ફરતે આવેલા લીમડા નીચે રાત્રે મુકવાના. છેવટે માટીના વાસણમાં જ દેશી ચૂલા પર ઘી બનાવવાનું. આ અસલી આયુર્વેદિક પદ્ધતિ છે. રોજ લગભગ એકસો લિટર છાસ થાય પણ કદી એનું વેંચાણ ન કરે, ગામમાંથી જેમને જોઈતી હોય એ નિઃશુલ્ક જ લઈ જાય. ઘીનો વ્યવસાય એમણે શરૂ કર્યો ત્યારે એમના દાદીમાએ વચન લીધું હતું કે, એ ક્યારેય છાસના પૈસા નહીં લે! આજે પણ એ વચન તેઓ ખુશીથી નિભાવે છે.

આજે ખેડૂતના જુવાન દિકરાને ખેતી નથી કરવી, ખેડૂતોને લોનમાફી અને સરકારી સહાયમાં બહુ રસ ઉપડ્યો છે. રોદણાં રોવા છે પણ ખેતીમાં વેલ્યુ એડિશન નથી કરવું. મગફળી અને કપાસ સિવાય પણ જગતમાં બીજું ઘણું છે એવું વિચારવું નથી. આવાં અનેક લોકો માટે દર્શન ભાલારા એક આદર્શ ઉદાહરણ છે. પ્રામાણિકતાથી ખેતી-ગોપાલન થાય, વેલ્યુ એડિશન વિશે વિચારવામાં આવે તો ઊચ્ચ વર્ગનો જાગૃત ગ્રાહક ભારેખમ ગજવું લઈ ને તમારી પ્રોડક્ટ ખરીદવા લાઈનમાં ઉભો છે.

*દર્શન ભાલારાનો તમે 9662166770 મોબાઈલ પર સંપર્ક કરી શકો છો*

Friday, February 2, 2018

આને કહેવાય લેણદેણ ના સંબંધ...

રેલવે ની પ્લેટ ફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો....કારણ કે
મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક..
એ સાહેબ....એ સાહેબ.કહી પાછળ દોડતો હતો....
હું મારી સ્પીડ વધારતો જતો હતો...તેમ તે બાળક પણ ..ઓ.ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો...
મન મા ખિજાતો ગાળો આપતો હતો...આ ભિખારી ની જાત...એક ને આપો તો દસ પાછળ પડે...

હું થાકી ને ઉભો રહી..ગયો...
અને જોર થી બોલ્યો... ચલ અહીં થી જાવુ છે કે પોલીસ ને બોલવું..
ક્યાર નો સાહેબ..સાહેબ કરે છે....લે 10 રૂપિયા.. હવે જતો રહેજે....
મેં પોકેટ માંથી પાકીટ કાઢી 10 ની નોટ કાઢવા પ્રયતન કર્યો.....
પાકીટ ગાયબ....હું તો મૂંઝાઈ ગયો..હમણાજં..ATM માથી ઉપાડેલ 20 હજાર રૂપિયા... ડેબિટ કાર્ડ..ક્રેડિટ કાર્ડ..ડ્રાઇવિંગ લાઇસન્સ....બધું અંદર....

સાહેબ.....પેલો બાળક બોલ્યો

અરે ..સાહેબ...સાહેબ શુ કરે છે ક્યારનો ? મેં ઉચ્ચા અવાજે કિધુ...

બાળક એ એક હાથ ઊંચો કર્યો સાહેબ....

તેના..હાથ તરફ...નજર...ગઈ...
પછી તેની નિર્દોષ આંખ તરફ....
બે ઘડી તો...મને મારી જાત ઉપર
મારા ભણતર ઉપર...
મિથ્યા અભિમાન અને અધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ....

માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યરે જ આંખ મેળવી ને વાત કરે છે..બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલી ને ભાગી જનાર વ્યક્તિઓ પહણ સંસાર મા છે..

એ બાળક ની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા..ખબર પડી.. મારૂં ખોવાયેલ "પાકીટ "
તેના ના નાજુક હાથ મા હતું...

લો સાહેબ ...તમારૂં પાકીટ....
સાહેબ.. ટિકિટ બારી ઉપર પાકીટ ખીશા મા મુક્તા... પાકીટ સાહેબ...તમારૂં નીચે પડી ગયું હતું.....

મારી આંખો ભીની થઈ ગઈ...રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળક ના માથે હાથ ફેરવ્યો.....બેટા..... મને માફ કરજે....
આ જુલમી સમાજ ગરીબ માણસ ને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે...
આજે... પાકીટ આપતો તારો હાથ ઉપર છે..મારો હાથ નીચે છે...સાચા અર્થ મા ભિખારી કોણ?

આજે..મને સમજાયું..ઈમાનદારી એ ફક્ત રૂપિયા વાળા ની જાગીર નથી....
બેઈમાની ના રૂપિયા થી ધરાઈ ને ઈમાનદારી નું નાટક કરતા બહુ જોયા છે....પણ..
ભુખા પેટે ..અને ખાલી ખીસ્સે .ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો....
બહુ સહેલી વાત નથી..બેટા.. લક્ષ્મીજી જોઈ ભલ ભલા ની વૃત્તિ એની નીતિઓ બદલાઈ જાય છે...

બેટા.... હું ધારૂં તો આ પાકીટ તને ઇનામ મા આપી શકું તેમ છું...હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખીસ્સું કાતરી ગયું....

બેટા...તારૂં
ઈમાનદારી નું ઇનામ તને જરૂર મળશે...
બેટા.....તારા મમ્મી ..પપ્પા..ક્યાં છે....?
મમ્મી ..પાપા નું નામ સાંભળી...તે બાળક ની આંખ મા આસું આવી ગયા...
હું તેના ચહેરા અને વ્યવહાર ઉપર થી એટલું સમજી ગયો હતો... કે આ વ્યવસાય તેનો જન્મ જાત નહીં હોય...કોઈ હાલત નો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે..

મેં..તેનો...હાથ પકડ્યો...ચલ બેટા... આ નર્ક ની દુનિયા મા થી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે...
હું સીધો.. નજીક ના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી...

પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.
આપને કોઈ સંતાન છે ?
મેં કીધું છે..પણ USA છે..અહીં મારો પોતાનો બિઝનેસ છે...આ બાળક ને ઘરે લઈ જવા ની વિધી સમજાવો.. તો ..આપનો આભાર..

મારી પત્ની પણ ખુશ થશે...સાથે..સાથે...અમે તેને ભણાવી....એક તંદુરસ્ત સમાજ નો હિસ્સો બનાવશું....

અમે કોઈ મંદિર કે આશ્રમ માં રૂપિયા કદી આપ્યા નથી....એક સતકાર્ય અમારા હાથે થશે....
કોઈ રસ્તે રખડતા બાળક ની જીંદગી બની
જશે.. તો..એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે..

પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખૂશ થતા બોલ્યા... સાહેબ...ધન્ય છે તમારા વિચારો...ને...
તમારી કાયદાકીય... પ્રોસેસ હું પુરી કરી આપીશ..
હું પણ એક સારા કાર્ય કર્યા નો આનંદ લઈશ..
કોઈ લુખ્ખા તત્વો..બાળક નો કબજો લેવા આવે તો
મને ફોન કરી દેજો....

આજે ..આ બાળક...ભણી ગણી..ને સરકાર ની ટોપ કેડેર ની IPS કક્ષા ની પરીક્ષા પાસ કરી...મને પગે લાગી
રહ્યો છે......

દોસ્તો...
કોઈ જન્મજાત ભિખારી ,ચોર..કે ડોન નથી હોતું.... સંજોગો...અન્યાય નો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે...તેને હાથ પકડી ફરી થી સંસ્કારી સમાજ વચ્ચે મુકવા ની જવાબદારી સમાજ અને સરકાર ની છે...

મેં કિદ્યુ..બેટા હું સમજુ છું..તારા માઁ બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત.....પહણ અમે ખુશ છીયે.. તારા અકલ્પનીય પ્રોગ્રેસ થી...

બેટા અહીં મારા "એક પાકીટ નું ઇનામ" પુરૂ થાય છેં તેવું
સમજી લેજે..

એ બાળક નું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો..

त्वमेव माता च पिता त्वमेव ।
त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव ।
त्वमेव सर्वम् मम देव देव ॥

તમે મને કોઈ વાત ની કમી રહેવા દીધી...
મેં નથી ભગવાન ને જોયા.કે નથી
મારા માઁ બાપ ને...મારા માટે..આપ જ સર્વ છો...

તમારૂં ઇનામ પુરૂ થાય છે..ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે...પેહલા તમે જયા જતા ત્યાં હું આવતો..
હવે હું જ્યાં જઈશ ત્યાં તમે...હશો..

સંજયે..પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી
બોલ્યો....પાપા...આ સેલ્યુટ ના ખરા હક્કદાર જ પહેલા
તમે છો...

આને કહેવાય લેણદેણ ના સંબંધ..

##વિપુલભાઈ પ્રજાપતિની ફેસબુક દીવાલ પરથી.

Thursday, February 1, 2018

આજની પોઝિટિવ સ્ટોરી

જેમને બે-બે ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મળી શકે તેમ છે તેવા ડો. એચ.એલ.ત્રિવેદીનું જીવન-કાર્ય માનવતાને ઉજાળે તેવું અદ્દભૂત અને પ્રેરક છે....

કોઈ મને પૂછે કે ગુજરાતની કોઈ એવી વ્યક્તિનું નામ આપો જેમણે નોબેલ પારિતોષિક પામી શકાય તેવું કામ કર્યું હોય. તો હું તરત જ તેમને ડો. એચ.એલ.ત્રિવેદીનું નામ આપું. મેડિકલ સાયન્સ અને માનવ-સેવા એમ બન્ને ક્ષેત્રમાં તેમણે એવી અદભૂત કામગીરી કરી છે આ બે-બે ક્ષેત્રમાં તેમને નોબેલ મળી શકે.
આધુનિક ઋષિ કેવા હોય તે જોવું હોય તો ડો. એચ.એલ. ત્રિવેદીને મળવું પડે.
આજે તેમનો 86મો જન્મદિવસ છે.
સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એ પછી તેમણે કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. નેફ્રેલોજિસ્ટ તરીકે તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું. તેમની પ્રેક્ટિસ એટલી ધીખતી ચાલતી હતી કે કેનેડાના સૌથી વધુ ટેક્ષ ભરનારી વ્યક્તિઓમાં ડો. એચ એલ ત્રિવેદીનું નામ આવતું હતું. તેમની આવક જાણીને રોલ્સ રોયસ કંપનીના માણસો તેમના ઘરે ગયા અને કહ્યું કે તમે આટલું સરસ કમાઓ છો તો અમારી ગાડી ખરીદો. જો કે ત્રિવેદી સાહેબે ના પાડી.
માનવતા અને વતન પ્રેમથી દોરવાઈને ત્રિવેદી સાહેબે પ્રતિષ્ઠા, પૈસો, વિશાળ ઘર, ધીખતી પ્રેક્ટિસ છોડી અને આવ્યા અમદાવાદ. તેઓ પોતાના વતનના ગરીબ અને જરૃરિયાતમંદ દરદીઓ માટે પોતાની સજ્જતા વાપરવા માગતા હતા.
તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાત સરકારમાં સંપર્ક કર્યો. કોઈ નવું અને મહાન કામ કરવું હોય તો મોટો ભોગ આપવો પડે છે. શરુઆતમાં તેમને ખાસ પ્રતિસાદ ન મળ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈ એક ખૂણામાં ઓછો વપરાતો રુમ અને વિભાગ તેમને ઓફિસ તરીકે આપવામાં આવ્યો. વિચાર તો કરો, વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ કે જે કેનેડા જેવા શહેરમાં મહેલ જેવું ઘર ધરાવતાે હતો, વર્ષે અબજો રુપિયા કમાતો હતો. તેને એક ખૂણો પકડાવી દેવામાં આવ્યો. જો કે ત્રિવેદી સાહેબ સમાજ સેવાનું વ્રત લઈને આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યમાં પક્ષીની વાત આવે છે. એ પક્ષી કહે છે કે હું તો ગાઈશ જ. ત્રિવેદી સાહેબનો સંકલ્પ મજબૂત હતો.
ગુજરાત સરકારે કહ્યું કે અમે આપને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. ત્રિવેદી સાહેબે એ કરી બતાવ્યું. સમગ્ર ભારતમાં ન હોય તેવી 400 બેડની કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે. 125 ડોક્ટરો સાથે 600નો સ્ટાફ છે. આખા ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ન થતી હોય તેવી કિડનીની સારવાર અહીં થાય છે. દર વર્ષે કિડનીના 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ત્રિવેદી સાહેબના આ ઈન્સ્ટિટ્યૂટનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર છે. 25-30 વર્ષમાં ડો. ત્રિવેદીના નેતૃત્વમાં 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) થયાં છે જે પોતે એક વિશ્વ વિક્રમ છે. હવે તો અહીં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 45-50 લાખ રુપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. જરુર પડે તો તેમાંય રાહત અપાય છે.
એચ એલ ત્રિવેદી સાહેબે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ દરદીઓના જીવનને સમર્પિત કરી છે. હજારો દરદીઓને તેમણે નવજીવન આપ્યું છે. જેમનું ગજવું ખાલી હોય અને હૃદય શ્રધ્ધાથી ભરેલું હોય તેવા ગરીબો અહીં આવે છે અને સાજા થઈને જાય છે. કેનેડા છોડીને અમદાવાદમાં આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબ 56 વર્ષના હતા. આજે 86 પૂરાં કરી રહ્યા છે. ત્રણ દાયકાની એક એક મિનિટ તેમણે દરદી નારાયણને સમર્પિત કરી છે.
*
કિડનીના રોગમાં ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ એ બે મહત્વની બાબતો છે. કોઈ બીજી વ્યક્તિની કિડની એક વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય એ પછી નવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કિડનીને સાચવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીને સાચવવા શરીરને ઢીલું અને નબળું પાડવું પડે. ડો. એચ એલ ત્રિવેદીએ આ સંદર્ભમાં જે ક્રાંતિકારી શોધ કરી છે તે તેમને મેડિસીન વિષયના નોબેલ પારિતોષિકના દાવેદાર બનાવે છે. તેમણે સ્ટેમ સેલ થિયરીની શોધ કરી છે. આ શોધ પ્રમાણે દાતાની કિડનીને લેબોરેટરીમાં મૂકવામાં આવે છે અને દરદીના શરીરને અનુરુપ તૈયાર કરીને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ શોધને કારણે લાખો લોકોના જીવન બચ્યાં છે અને દવાઓનો અબજો રુપિયાનો બચાવ થઈ રહ્યો છે. (એવું કહેવાય છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી દવાઓની કંપનીઓને કારણે તેમને આ પારિતોષિક અપાતું નથી. બીજાં પણ કારણો હશે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ ગણાય છે.)
નોબેલ મળે કે ના મળે તેનાથી ત્રિવેદી સાહેબની કામગીરીનું મૂલ્ય ઓછું થતું નથી. ત્રિવેદી સાહેબે માનવ પ્રત્યારોપણને લગતી એક યુનિવર્સિટી પણ ગુજરાત સરકાર પાસે શરુ કરાવી છે. આ એક વૈશ્વિક મહત્વની ઘટના છે. માનવ પ્રત્યારોપણને લગતી મેડિકલ સારવારના તજજ્ઞો તૈયાર થાય તે અત્યંત જરુરી છે. 2 વર્ષથી આ યુનિવર્સિટી કામ કરી રહી છે. નેફ્રો વિષયમાં નર્સીંગ સ્ટાફ મળતો નથી. અહીં એ કોર્સ પણ ચાલે છે. અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં કિડની ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે ત્યાં હવે યુનિવર્સિટી ચાલશે. ગુજરાત સરકારે કિડની હોસ્પિટલ માટે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 11 માળની ઈમારત તૈયાર કરી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ થોડા સમય પછી ત્યાં શિફ્ટ થશે.
*
ડો. એચ એલ ત્રિવેદી એટલે કરુણા. સંવેદના. માનવતા. પ્રેમ. તેમણે જે સેવા કાર્ય કર્યું છે તે અપૂર્વ અને ઐતિહાસિક છે. તેમના ધર્મપત્ની સુનિતાબહેન ખભેખભો મિલાવીને સતત તેમની સાથે રહ્યાં છે. એચ એલ ત્રિવેદીનાં માતાનું નામ શારદાબહેન હતું. સુનિતાબહેને પોતાના નામનું દાન કર્યુ અને શારદાને બદલે સુનિતા નામ રાખ્યું. ત્રિવેદી દંપતિને કોઈ સંતાન નથી અેમ તો કેમ કહેવાય ? દરદીરુપી કેટલાં બધાં સંતાનોને તેમણે સાચવ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, નવું જીવન આપ્યું.
*
જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજ નિવૃત્ત થઈને ત્રિવેદી સાહેબ સાથે જોડાયા. જે સંવેદના કૃતિઓમાં હતી તે સંવેદના અમલમાં લઈ આવ્યા. તેમના વિશે એક અલાયદો લેખ કરવો પડે. માધવ રામાનુજ પણ કિડની ઈન્સ્ટિટ્યૂટનું એક મહત્વનું અંગ કહી શકાય. તેમણે ડો. ત્રિવેદીના જીવન ઉપર રાગ-વૈરાગ્ય નામનું નાટક લખ્યું. આ નાટક કિડનીઓના દરદીઓ દ્વારા પણ ભજવાયું છે.
*
ડો. ત્રિવેદીનો જન્મદિવસ કિડની દરદી કલ્યાણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના ખ્યાતનામ કળાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, દયમંતિ બરડાઈ, ભીખુદાન ગઢવી, અભયસિંહ રાઠોડ, વિષ્ણુ પનારા, પ્રફુલ્લ દવે જેવા કળાકારો નિયમિત આ દિવસે ડાયરો યોજે છે. દરદીઓના કલ્યાણ માટે થતા આ ડાયરા માટે એક પણ કલાકાર એક પણ પૈસો લેતો નથી. ઓટો રીક્ષાના 20-25 રુપિયા પણ આ કળાકારો લેતા નથી. કળાકારોની આ સૌજન્યશીલતા અને સંવેદનાને પણ વંદન કરવા જોઈએ. મોરારી બાપુએ પણ કિડની હોસ્પિટલ માટે અમદાવાદમાં એક કથા કરી હતી. સારું કામ થતું હોય એટલે સૌને થાય કે અમે પણ યથાશક્તિ જોડે રહીએ. કશુંક કરીએ.
***
પોતાની 56 વર્ષની ઉંમરે કેનેડા છોડીને ભારત આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબની છાતી 56ની હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ હૃદય કરુણા અને માનવતાથી જરુર છલકાતું હશે. તેમની આંખમાં જે સ્વપ્ન હતું, હૃદયમાં જે સંકલ્પ હતો તે તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે. ત્રિવેદી સાહેબે ગુજરાત કે ભારતનું ગૌરવ નથી, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આપણને આખો ઈશ્વર જોવા મળતો નથી, પરંતુ તેના અંશો ત્રિવેદી સાહેબ જેવા ઋષિ પુરુષોમાં જોવા મળે છે.
જન્મદિવસે ડો. ત્રિવેદીને ખૂબ ખૂબ વંદન. ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયુ આપે.

- *રમેશ તન્ના*
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે

કઈ રીતે જીવો છો...

પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછસે કે

કઈ રીતે મર્યા....

Friday, January 26, 2018

27 January (Short Movie)


ભારતમાં દેશભક્તિ સાવ 'સીઝનેબલ' થઈ ગઈ છે.
તેનુ આ ઉદાહરણ જુવો આ વિડિઓ


Sunday, January 21, 2018

ફેસબુકનો ઉમદા ઉપયોગ


દક્ષિણ ભારતના ત્રિવેન્દ્રમ રેલ્વે સ્ટેશન પાસે એક શિક્ષીકાએ એક ઘરડી બાઈને કચરાપેટી ફંફોસી કંઈક ખાતી જોઈ !
વિધ્યા નામની તે શિક્ષીકાએ ઘરડી બાઈને નજીકની હોટલ પર લઈ જઈ જમાડતી વખતે પુછપરછમાં જાણ્યું કે તે ઘરડી બાઈનું નામ વત્સલા છે અને તે વરસો અગાઉ માલાપ્પુરમની શાળામાં ગણિતની શિક્ષિકા હતી !
વિધ્યા આ ઘરડી બાઈને પોતાના ઘરે લઈ ગઈ અને માલાપ્પુરમની શાળામાંથી જરુરી વિગત અને ફોટા મેળવીને ફેસબુક પર મુક્યા !

ફેસબુક પર આ ફોટા વાયરલ થતા વિધ્યાની વોલ પર અનેક મેસેજ આવવા લાગ્યા કે આ મારા વત્સલા ટીચર છે,હું તેમને મારી સાથે લઈ જવા ત્રિવેન્દ્રમ તમારા રહેઠાણ પર આવી રહ્યો છું !
વિધ્યાના રહેઠાણ પર વત્સલાના અનેક ભુતપુર્વ વિધાર્થીઓ આવી ગયા,તે સૌએ હાલ વત્સલાને માલાપ્પુરમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી છે !
વત્સલા ટીચર હવે તેનું બાકીનું જીવન આરામથી વિતાવી શકશે !
ફેસબુક જેવા સામાજીક મિડીયાનો ઉમદા ઉપયોગ આવી રીતે પણ થાય છે !

Thursday, January 18, 2018

આયુષ્ય

આજે કમ્પ્યુટર પર બેસતાં જ લાગ્યું કે,
Out dated થયું આયુષ્ય;
સપનાઓ પણ download થતાં નથી,
સંવેદનાને virus વળગ્યો છે;
સુખ-દુઃખ send થતાં નથી
જૂના સંબંધો સાવ ઊડી ગયા
જાણે delete કરેલી ફાઇલ,
ઘરમાં સ્મશાનવત્ શાંતિ;
જાણે નેટવર્ક વગર મોબાઈલ,
મનની સ્થિતિ થઈ ગઈ hang ,
સ્વજનોને મળવા મળતી નથી range,
એકવીસમી સદીની પેઢી લાગે છે cute,
Contact List લાંબુ અને સંવાદો છે mute,
Harddiskમાં સંસ્કારની જગ્યા જ નથી,
Mother નામના boardને કોઈ સમજ્યા જ નથી,
તૂટેલા સંબંધ ને જોડવાનો ઈન્ટરનેટ પર નથી ઉપાય,
આવી ગુલામગીરી ઓછી કેમ થાય?
હું ચોંકી...
ને બારીમાંથી બહાર જોતા દેખાયું આકાશ,
ને મેં લીધો નિરાંતનો શ્વાસ.


== દીપ્તિ બુચ (મુંબઈ)

Sunday, January 14, 2018

મકરસંક્રાંતિ

(વિચાર સૌજન્ય - શ્રી આર.કે.પટેલ-સુરત)
આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.

આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

Thursday, December 21, 2017

સ્માર્ટ ફોન

...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી
હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”
👏👏👏👏👏👏👏

સ્માર્ટ ફોન

...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી
હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”
👏👏👏👏👏👏👏

Wednesday, December 20, 2017

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં તું લાઈવ ટેલિકાસ્ટ કર.

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,

ને કાં તો જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને
અડશે ? કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HDમાં મારે મારું મૃત્યુ
જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર મારે પણ થોડું રોવું
છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી
ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન
અને ઘરના અરીસાઓ મારે સાફ
કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે કેટલા કટકાઓ
થાય છે મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી મોભાદાર
ઘટના.

આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.

પણ તે સમયે એક સેલ્ફી પાડી
લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એક વાર મારે
મારી જાતને જગાડી લેવી છે.

એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે.

હે ઈશ્વર,
કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર.

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં
તું લાઈવ ટેલિકાસ્ટ કર.

- *ડૉ. નિમિત્ત ઓઝા*

Sunday, December 17, 2017

આરોગ્યને લગતી કહેવતો

*કાકડી,*
તબિયત કરે ફાંકડી*

*બીટ,*
શરીરને રાખે ફિટ*

*ગાજર,*
તંદુરસ્તી હાજર*

*મગ,*
સારા ચાલે પગ*

*મેગી,*
ખરાબ કરે લેંગી*

*ઘઉં,*
વજન વધારે બહુ*

*ભાત,*
બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા,*
કરાવે વધારે ખર્ચા*

*દહીં,*
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર,*
શક્તિ હાજરાહજૂર*

*દાડમ,*
કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*જાંબુ,*
જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ,*
એટલે મજાનું ફળ*

*નારીયેળ*
એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી,*
કરે લોહીની શુદ્ધિ*

*કારેલા,*
ના ઉતરવાદે
ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ,*
આરોગ્યને મળે બળ

*કાચું*
એટલું સાચુને રંધાયેલું
એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા*
જેવા થવું હોય તો લાલ.
ટમેટા ખાજો*

*આદુ*
નો જાદુ*

*ડબલફિલ્ટર તેલ,*
કરાવે બીમારીના ખેલ*

*મધ,*
દુઃખોનો કરે વધ*

*ગુટખા,*
બીમારીના ઝટકા*

*શરાબ,*
જીવન કરે ખરાબ*

*દારૂ,*
રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી,*
ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ,*
તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા,*
શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ,*
પછી થાય હાશ

*હરડે,*
બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી,*
રોગ જાય થાકી*

*સંચળ,*
શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા,*
શક્તિના પોટલા

*ભજીયા,*
કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી*
હાલત થાય કફોડી*

*પાઉને પીઝા,*
બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો,*
આરોગ્યનો હીરો

*સર્વે સન્તુ નિરામયા*

Saturday, December 16, 2017

કયારેય પોતાની જાતને મોટી ન માનવી

અમિતાભ બચ્ચન નો કહેલો સત્ય કિસ્સો. : ઘણા વષોઁ પહેલા એક વખત હુ પ્લેન મા જઇ રહયો હતો મારી બાજુ ની વિન્ડો સિટ મા એક વયસ્ક વ્યક્તિ બેઠેલા સામાન્ય દેખાવ એજ્યુકેટેડ લાગ્યા તે ઇંઞલીશ અખબાર વાંચી રહયા હતા કદાચ તેને ખબર નહોતી બાજુમાં હું બેઠો છું.ત્યા ચા આવી તેને હાથ લંબાવ્યો ત્યારે મે હેલ્લો કહયુ તેમણે સ્માઇલ આપ્યું મે કહયુ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરૂં છું તમે ફિલ્મો જુઓ છો ? તે કહે કયારેક..ત્યા ઉતરવા નો સમય થયૉ મે કહયુ તમારા સાથે મુસાફરી માટે આનંદ થયો પણ બાય ધ વે હું અમિતાભ બચ્ચન...! તેણે હાથ મિલાવતા કહયુ હું જે.આર.ડી.ટાટા !

*ત્યારે મને અનુભુતી થઇ કયારેય પોતાની જાતને મોટી ન માનવી કારણકે તમારાથીય મોટો હંમેશા હોય જ છે.*

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે.

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી
લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી
ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર
મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત
મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ
છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા
કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી
બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા
શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા
સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય.
તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના
સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક
શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ
માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન
બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ
કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ
રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.


(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર)

Thursday, November 30, 2017

🍀🌺🌼🌸🍀🌺🌼🌸🍀🌺
*मधुर वाणी बोलना*
*एक मंहगा शौक है*

*जो हर किसी के बस की बात नहीं*
🌿
*अपने खराब मूड के समय*
*बुरे शब्द ना बोलें,*

*क्योंकि..*

*खराब मूड को*
*बदलने के बहुत मौके मिलेंगें*
*पर शब्दों को बदलने के मोके*
*नहीं...मिलेंगे*.!!!!
🌿
*माना दुनियाँ बुरी है*
*सब जगह धोखा है,*

*लेकिन हम तो अच्छे बने*
*हमें किसने रोका है..*
*🙏

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન. 👇
.
જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ, બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’. આમ ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ તેનાથી સુખ શાંતિ સ્થપાય….

1. ભોજન કરતાં પહેલાં:
– 5 અંગો (2 હાથ, 2 પગ, મોં)ને સારી રીતે ધોઇને જ ભોજન કરવું જોઇએ
– ભોજન પહેલાં અન્નદેવતા, અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેમનો આભાર માનીને તથા ‘તમામ ભૂખોનું ભોજન પ્રાપ્ત થાય’, ઇશ્વર પાસે આવી પ્રાર્થના કરીને ભોજન કરવું જોઇએ.
– ભોજન બનાવનાર સ્નાન કરીને શુદ્ધ મનથી, મંત્ર જાપ કરતાં સમયે જ રસોઇમાં ભોજન બનાવવું અને સૌથી પહેલાં રોટલી (ગાય, કૂતરા, અને કાગડા હેતુ) અલગ રાખીને પછી અગ્નિદેવને ભોગ ધરાવીને જ ઘરના સભ્યોને જમાડો.
.
2. ભોજન સમય:
– સવારે અને સાંજે જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયના બે કલાક બાદ અને સૂર્યોસ્તના 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહે છે.

3. ભોજનની દિશા:
– ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોં રાખીને કરવું જોઇએ. દક્ષિણ દિશાની તરફ કરવામાં આવતું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની તરફ ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે.

4. આ સમયે ના કરો ભોજન:
– બેડ પર, હાથમાં રાખીને, તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં
– મળ-મૂત્રના વેગ થવા પર, કંકાશની સ્થિતિમાં, વધુ અવાજમાં, પીપળા, વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઇએ નહીં
– પીરસવામાં આવેલા ભોજનની કયારેય નિંદા ના કરવી જોઇએ
– ઇર્ષા, ભય, ક્રોઝ, લોભ, રોગ, દીનભાવ, દ્વેષભાવની સાથે કરાયેલ ભોજન કયારેય પચતું નથી
– ઉભા-ઉભા, જૂતા પહેરીને, માથું ઢાંકીને ભોજન કયારેય કરવું જોઇએ નહીં

5.- આ ભોજન ના કરો:
– વધુ ભોજન કયારેય ના કરો
– બહું તીખું કે મીઠું ભોજન ના કરો
– કોઇનું એઠું ભોજન ના કરો
– અડધા ખાધેલા ફળ, મીઠાઇઓ વગેરે ફરીથી ખાવા જોઇએ નહીં
– જમવાનું છોડીને ઉઠી જવા પર ફરીથી ભોજન કરવું જોઇએ નહીં
– જે ઢંઢોરે પીટીને જમાડી રહ્યા છે ત્યાં કયારેય ના જમો
– પશુ કે કૂતરાનું એંઠુ, રજસ્વલા સ્ત્રી દ્વારા પીરસેલ, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોંથી ફૂંક મારીને ઠંડું કરેલું, વાળ પડી ગયો હોય તેવું ભોજન ના કરો
– કંજૂસનું, રાજાનું, વેશ્યાના હાથનું, દારૂ વેચનારે આપેલ ભોજન અને વ્યાજનો ધંધો કરનારનું ભોજન કયારેય ના કરવું જોઇએ

6. ભોજન કરતાં સમયે શું કરવું જોઇએ
– ભોજનના સમયે મૌન રહો
– રાત્રે ભરપેટ ના જમો
– બોલવું જરૂરી જ હોય તો માત્ર સકારાત્મક વાતો જ કરો
– ભોજન કરતાં સમયે કોઇપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ના કરો
– ભોજનને ખૂબ જ ચાવીને ખાઓ
– ગૃહસ્થે ભૂખ કરતાં વધુ ના જમવું જોઇએ
– સૌથી પહેલાં મીઠા, પછી નમકીન, અંતમાં કડવું ખાવું જોઇએ
– સૌથી પહેલાં રસદાર, વચ્ચે કઠોર, અંતમાં દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરો
– થોડું ખાનારાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે

7. ભોજન પછી શું ના કરવું જોઇએ
– ભોજન કર્યા બાદ તરત જ પાણી કે ચા પીવી જોઇએ નહીં. ભોજન કર્યા બાદ ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ વગેરે કરવું જોઇએ નહીં.

– ભોજન બાદ શું કરવું:
ભોજન કર્યા બાદ દિવસમાં ફરવા જવું અને રાત્રે સો ડગલાં ચાલીને ડાબા પડખે સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન વ્યવસ્થિત થાય છે. ભોજનના એક કલાક બાદ ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

શું-શું ના ખાવું જોઇએ:
– રાત્રે દહીં, સત્તુ, તલ અને ભારે ભોજન કરવું જોઇએ નહીં
– દૂધની સાથે મીઠું, દહીં, ખાટા પદાર્થ, માછલી, જેકફ્રૂટનું સેવન કરવું જોઇએ નહીં
– મધ અને ઘીની વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં
– દૂધ-ખીરની સાથે ખીચડી ખાવી જોઇએ નહીં

Sunday, November 26, 2017

ઘર ઘર ની કહાણી. ..

‘બે જણને જોઈએ કેટલું?’

એક છાપું, એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી, બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય તોય ભયોભયો!
ખીચડી એટલે બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,
ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી,
આમ આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘાસાય.
વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં
તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાયાં.
પણ
પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય.
તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછી ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
👌👌👌
આજનુ સનાતન સત્ય. ...
ઘર ઘર ની કહાણી. ..

Saturday, November 25, 2017

ગુણ મહત્વનાં છે, રૂપરંગ નહીં

☕☕

આજ સવાર ના રોજ,
*કપે રકાબીને ચીઢવતા*
*કહ્યું: "જો તુ કેવી નીચી છે,*
*અને હું ઉંચો રુઆબદાર છું."*
*રકાબીએ હસતાં કહ્યુઃ રહેવા*
*દે, તુ બધાને ગરમ રાખે છે*
*અને હું બધાને ઠંડા પાડુ છુ.*
*તને કાન પકડી ઉંચો કરે છે*
*અનેે મને પાંચે આંગળીએ*
*થી સાચવીને ઉંચકે છે."*

ગુણ મહત્વનાં છે,
*રૂપરંગ નહીં..*

Wednesday, November 8, 2017

ભૂંસવાની કળા

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું - 

 2/3yx + 3x (66y + 12x).b = 0

પછી,
વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું - 

"આ સમીકરણનું સોલ્યુશન નથી...
પણ,
આ સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ૩ (ત્રણ) માર્કસ મળશે !" 

તેઓ એક નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં...
અને કહ્યું - 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ -
એક પળનો પણ વિલંબ કર્યા વગર...
ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ 'ભૂંસી' નાંખ્યું !


અને કહ્યું - 

"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર !  "

જેનો કોઈ 'તાળો' જ નથી મળવાનો...
તેની પાછળ સમય કેમ 'બરબાદ' કરવો ?


૩ માર્કસની પાછળ...
97 માર્કસ કેમ ગુમાવવા ??



મોરલ ઓફ મેસેજ :-

જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે...

જેનો કોઈ સાચો 'ઉત્તર' નથી હોતો... 
તેનો ઉકેલ (સોલ્યુશન) પણ આ રીતે જ હોઈ શકે છે !

'દુર્લભ'  અને 'અપ્રાપ્ય'  ત્રણ માર્કસ રૂપી ઘણી બાબતોની પાછળ...

આપણે આપણી 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે !

એ નજીવી (૩%) બાબતોની લ્હાયમાં - 

બાકીની  97% ખૂબસૂરત પળો,
જે આપણાં જ આધિપત્યમાં હોય છે...
તેને માણવાનું ભૂલી જઈએ છીએ !!

માટે -

મિત્રો,

જિંદગીની દરેક પળ માણવા માટે -

ક્યારેક 'ભૂંસવા'ની કળા...
આપણે સૌએ આત્મસાત કરવી જરૂરી છે...

|| અથ: શુભમસ્તુ  ||

Tuesday, November 7, 2017

જીવન છે સુખ દુઃખની મેચ,
કોઈનો ફટકો તો કોઈનો કેચ.

રમનારા બે હોય છે ને
પાડી દેનારા અગિયાર હોય છે.
તેમાંય સૌથી નજીક ગણાતો
વિકેટ કીપર તો મોકાની રાહ
જોઈને જ ઉભો હોય છે...

Saturday, November 4, 2017

☝वो न कागज रखता है
न किताब रखता है
फिर भी वह सारी दुनिया का हिसाब रखता है..
हमारे घर के हाॅल में दो पंखे लगे हैं , जिनमें एक ही अक्सर चलता है और वही धूल लगकर गंदा हो जाता है।
जबकि जो नही चलता वह साफ रहता है |

बाहर से आने वाले उसी साफ दिखने वाले पंखे की तारीफ करते हैं जो नही चलता और कहते हैं कि उसी की तरह इस पंखे को साफ रखा करो !

क्या जवाब दूं ? उन्हें कैसे समझाऊं कि जो *जिम्मेदारी* लेता है वही गंदा होता हैं |

मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे और तो और....
कमबख़्त मंजिल भी उन्हें मिली जो दौड़ में कभी शामिल ना थे।

Friday, November 3, 2017

**જીંદગી પણ આવી જ છે**

એક ને ખુશ રાખવા જતાં બીજા નિરાશ
થઈ જાય છે.
અને બધાનું ધ્યાન રાખવા જતાં ખુદનુ
મન હતાશ થઈ જાય છે.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો??....
પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું
કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો કોઇક ને જવાબદારીઓથી...

*જય શ્રી કૃષ્ણ* 😊🙏
🌺🌺 good morning🌺🌺

Tuesday, October 24, 2017

*जिंदगी वक्त के बहाव में है*
*यहां हर आदमी तनाव में है,*

*हमने लगा दी पानी पर तोहमत*
*यह नहीं देखा कि छेद नाँव में है..!*

*🌹🌿आज का सुविचार🌿🌹*

*मुश्किल वक़्त का सबसे बड़ा*
*सहारा है " उम्मीद "*
*जो एक प्यारी सी मुस्कान देकर*
*कानों में धीरे से कहती है,*
*"सब अच्छा होगा।"*

यूरोप की विवशता.... हमारी मूर्खता

1. आठ महीने ठण्ड पड़ने के कारण
कोट पैंट पहनना उनकी विवशता और
शादी वाले दिन भरी गर्मीं में कोट - पैंट डाल कर
बरात ले कर जाना हमारी मुर्खता !

2. ताजा भोजन उपलब्ध ना होने के कारण
सड़े आटे से पिज्जा,, बर्गर,, नूडल्स आदि खाना
यूरोप की विवशता और 56 भोग छोड़
₹ 400/- की सड़ी रोटी (पिज्जा ) खाना हमारी मुर्खता !

3. ताज़ा भोजन की कमी के कारण
फ्रीज़ का इस्तेमाल करना यूरोप की विवशता और
रोज दो समय ताजी सब्जी बाजार में मिलनें पर भी
हफ्ते भर की सब्जी मण्डी से लेकर
फ्रीज में ठूँस कर सड़ा - सड़ा कर उसे खाना
हमारी मुर्खता !

4. जड़ी - बूटियों का ज्ञान ना होने के कारण...
जीव जन्तुओं के हाड़ - माँस से दवायें बनाना
उनकी विवशता और आयुर्वेद जैसा महान चिकित्सा ग्रन्थ होने के बावजूद उन हाड़ - माँस की दवाईयाँ
उपयोग करना हमारी महांमुर्खता !

5. पर्याप्त अनाज ना होने के कारण
जानवरों को खाना उनकी विवशता और
1600 किस्मों की फसलें होनें के बावजूद
जीभ के स्वाद के लिए
किसी निरीह प्राणी को मार कर
उसे खाना हमारी मुर्खता !

6. लस्सी, दूध, जूस आदि ना होने के कारण
कोल्ड ड्रिंक को पीना उनकी विवशता और
36 तरह के पेय पदार्थ होते हुऐ भी
इस कोल्ड ड्रिंक नामक जहर को पी कर
खुद को आधुनिक समझ कर इतराना
हमारी महा महा महा मुर्खता !

🙏
*विशेष अनुरोध :-
"एक बार विशुद्ध भारतीय सँस्कृति पर
अवश्य विचार करें"।।*

Monday, October 16, 2017

गहरी बात लिख दी है

👉बेजुबान पत्थर पे लदे है करोडो के गहने मंदिरो में।

उसी दहलीज पे एक रूपये को तरसते नन्हे हाथो को देखा है।।
😘😘😘
👉सजे थे छप्पन भोग और मेवे मूरत के आगे।

बाहर एक फ़कीर को भूख से तड़प के मरते देखा है।।😘😘😘
👉लदी हुई है रेशमी चादरों से वो हरी मजार।

पर बाहर एक बूढ़ी अम्मा को ठंड से ठिठुरते देखा है।।😘😘😘
👉वो दे आया एक लाख गुरद्वारे में हॉल के लिए।

घर में उसको 500 रूपये के लिए काम वाली बाई को बदलते देखा है।।😘😘😘

👉सुना है चढ़ा था सलीब पे कोई दुनिया का दर्द मिटाने को।
आज चर्च में बेटे की मार से बिलखते माँ बाप को देखा है।।😩😩😩😩

👉जलाती रही जो अखन्ड ज्योति देसी घी की दिन रात पुजारन।
आज उसे प्रसव में कुपोषण के कारण मौत से लड़ते देखा है।।😘😘😩

👉जिसने न दी माँ बाप को भर पेट रोटी कभी जीते जी।
आज लगाते उसको भंडारे मरने के बाद देखा है।।😳😳😳

👉दे के समाज की दुहाई ब्याह दिया था जिस बेटी को जबरन बाप ने।
आज पीटते उसी शौहर के हाथो सरे राह देखा है।।

👉मारा गया वो पंडित बे मौत सड़क दुर्घटना में यारो।
जिसे खुद को काल, सर्प, तारे और हाथ की लकीरो का माहिर लिखते देखा है।।

👉जिसे घर की एकता की देता था जमाना कभी मिसाल दोस्तों।
आज उसी आँगन में खिंचती दीवार को देखा है।।

👉कुत्ते कोमा में चले गए, ये देखकर।
क्या मस्त तलवे चाटते हुए इंसान देखा है।
~~~~~~~~~~~~

Friday, October 13, 2017

*બેસણું*

સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો.
કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા.

તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી.

‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું.

‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું.

‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય....!’ પેલાએ ફરી પોતાની વાત કરી.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઇ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યાં અને તેને સૌની સામે હાથ જોડી ક્ષમાયાચના કરતાં હોય તે મુદ્રામાં ઉભા રહીને ધીરેથી બોલ્યા, ‘તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો.... અમારે તૈયારી કરવામાં મોડું થયું છે...’ તેમના શબ્દોમાં સરળતા હતી.

‘અરે, વડીલ.. કોઇ વાંધો નહી... કોઇ કામમાં અમારી જરુર હોય તો પણ કહેજો…!’ જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શીત કરી.

‘અરે... ના.. ના.. આ તો જ્વલંતની દિકરી જીદે ચડી છે... મારે પપ્પા જોઇએ જોઇએ ને જોઇએ જ...! તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઇ ગયા હતા.. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઇ આવો....! જો કે તે છ વર્ષની.. તેને શું ખબર કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઇ પાછું આવે છે...! તેને કેવી રીતે સમજાવવી.. અમારે તેને અહીંથી દુર લઇ જવી છે.. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે.. હું અહીં જ બેસીસ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઇ આવો....! આજે મારા પપ્પાનો જન્મ દિવસ છે…. મારે કેક કાપવી છે.. તેમને ખવડાવવી છે...!’ અને પેલા વડીલ પોક મુકીને રડી પડ્યાં.

એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો.

‘જ્વલંત તો લાખોમાં એક હતો... પણ આ તો અણધારી આફત.. કુદરતની પણ કેવી ક્રુરતા કે ભરજુવાનીમાં બોલાવી લીધો... અરે.. દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મુકીને ચાલ્યો ગયો.. દુ:ખ તો અમને સૌને છે... તમે પણ હિંમત રાખો સૌ સારા વાનાં થશે...!’ પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણાં મળી.

પેલા વડિલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યાં.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું... સૌ કોઇ દરવાજો ખુલે તેની રાહ જોઇને મીટ માંડી રહ્યા હતા... અને ઘણાંને બેસણાંનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી.

જ્વલંત, જેનો બે દિવસ પહેલા જ સ્વર્ગવાસ થયો... એક સરળ વ્યક્તિત્વ.. સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા.. સમાજ, સોસાયટી અને સૌ કોઇમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચુક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું.... જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો.. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી.. ઘરની કોઇ આર્થિક સધ્ધરતા પણ નહોતી આવી....! હવે બધુ એકાએક છોડીને ચાલ્યા જવું... ઘર- પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય...! જ્વલંત પાસે કોઇ સરકારી નોકરી નહોતી કે કોઇ બેઠી આવક પણ નહી.. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો.. અને અચાનક જ વિદાય લઇ લીધી... ઘરનો મોભી કે કમાઉ દિકરો બધુ એક જ હતો જ્વલંત...!

જ્વલંતના બેસણાં માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી.

પેલા દિલાસો આપનાર માણસને કંઇક સુઝ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું, ‘ આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું.. આપણે સૌ એ આમ જ અનેક બેસણાંમાં હાજરી આપી છે, સફેદ કપડાં.. સહેજ દયામણું મહોરું.. હાર ચઢાવેલા ફોટાના દર્શન... શોકના શબ્દો... બે ઘડીનો દિલાસો.... થોડીવારની હાજરી.... અને પછી પોત પોતાના ઘરે...! જો કે હું તમને કોઇને સલાહ કે સુફિયાણી વાતો કરવા નથી આવ્યો.. પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું ? તે આપણે વિચારવું પડશે.. જ્વલંત તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું ?.. બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઇએ.. આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી... અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઇ ફર્ક નહી પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જુની પ્રથા શરુ થશે.. સામે જ્વલંતની દિકરી તેના પપ્પાની રાહ જોઇને બેઠી છે.... તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે.. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે.. જ્યારે આજે નથી, તો આ બેસણાંમાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ... મારો મતલબ કોઇ પાર્ટી કરવાનો નથી.. પણ જ્વલંતની તસ્વીર પર ફુલ ચઢાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ..’ પેલા ભાઇ થોડીવાર ચુપ થઇ ગયા..

‘તો શું કરવું જોઇએ..?’ એક વ્યક્તિએ પુછ્યું.

‘મદદ.. મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો.. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડીઘણી મદદ કરતા જઇશું તો તેના પરિવારને આવનારા કપરાં સમયનો ટેકો મળી જશે.. પોતાનાથી બનતી મદદ... સમાજ એટલે એકમેકનો સહયોગ.. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દિકરીને કોઇક ગિફ્ટ લાવીને આપી હોત.. પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઉભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે.’ અને પેલા ભાઇએ પોતાની વાત પુરી કરી.

થોડીવાર સૌ એકમેકની સાથે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઇ ગઇ..

અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો.

પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસ્વીર સામે મુકી અને તેની દિકરીને બોલાવી અને કહ્યું, ‘ બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે, તેમને આવતાં વર્ષો લાગશે, તેમને આ કેક મોકલાવી છે. લે તુ આજે કાપીને બધાને ખવડાવી દે.’
તે અણસમજુ દિકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા.. બધાએ વ્હાલથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા..

છેલ્લે તે દિકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, ‘ અંકલ, બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે, હવે તે પાછા નહી આવે. પણ મને ખબર છે કે તે મને મુકીને ક્યાંય જાય નહી. તે એકવાર જરુર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ.. પણ કોઇને સફેદ કપડાં પહેરીને નહી બોલાવું, મારી મમ્મી બહુ રડે છે.. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે.’ અને તે પેલા વ્યક્તિને વળગી પડી.

પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘ હા દિકરી..! પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે.’ અને એકઠી કરેલી રકમ દિકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે.

પેલા વડીલે આ દ્રશ્ય જોઇને તેમની નજીક આવ્યાં અને પૈસા ભરેલું કવર જોઇને પરિસ્થિતિને પામી ગયા અને પુછ્યું, ‘તમારો પરિચય..?’

પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું જ્વલંતની સાથે કામ કરું છું.. મારી દિકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા… ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઉભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ મારી દિકરીનો પ્રસંગ સચવાઇ ગયો હતો.. જ્વલંતે મારી દિકરીને ખુશ કરી હતી તો તેની દિકરીન દુ:ખી થતા હું કેમ જોઇ શકું ?’
અને જ્વલંતની વ્હાલસોયી દીકરીને વળગી પડ્યાં.

*સ્ટેટસ*
*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*

કરેલું ફોગટ જતું નથી

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો. લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો ની બંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હે કે કોઈ પચાસ સાલ સે બંદગી કર રહા હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં...
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે, એટલે ફળ તો જરૂર આપશે જ...!!!
"કરેલું ફોગટ જતું નથી" - આ ગીતાજીનો સિદ્ધાંત યાદ છે ને !
---------
મિત્રો વાત ગમે તો શેર જરૂર કરજો...

cocktailzindagi (આમિર ખાનને ગુજરાતી નાટકમાંથી તગડી મુકાયો હતો!)

LIGHTS, CAMERA, ACTION




એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! યસ, આપણે સુપરસ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ. ઉપરના શબ્દોથી અનેક સવાલો તમારા દિમાગમાં ધૂમરાઇ ગયા હશે, પણ એ શબ્દો અક્ષરશ: સાચા છે.

વેલ, આવી થોડીક વધુ આશ્ચર્યજનક વાતો તમને સડસડાટ કહી દઈએ.

આમિર ખાને તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બેકસ્ટેજથી કરી હતી અને એ દરમિયાન તેણે સ્ટેજ પર ઝાડુ મારવાની ‘ડ્યુટી’ પણ બજાવી હતી.

આમિર તેની મોટી બહેન નિખત ખાનને કારણે ગુજરાતી રંગભૂમિમાં આવી ચડ્યો હતો. આમિરની એરહોસ્ટેસ બહેન નિખત મુંબઈના ધુરંધર ગુજરાતી નાટ્યદિગ્દર્શક (1993માં જેમનું મૃત્યુ થયું હતુ એ) મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડી હતી અને પછી તેમને પરણી હતી.

આમિરને બે ગુજરાતી નાટકમાં અભિનય કરવાની તક મળી હતી અને એમાંથી એક નાટકમાં તેનો લીડ રોલ નહીં બલકે સાઇડ રોલ હતો અને બીજા નાટકમાં તો તેનો સાઇડ રોલ પણ નહોતો, માત્ર એકસ્ટ્રા આર્ટિસ્ટ જેવો રોલ તેને મળ્યો હતો; પણ પછી એ નાટકમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી!

હવે આમિર ખાનના ગુજરાતી સ્ટેજ એટલે કે ગુજરાતી રંગભૂમિ સાથેના કનેક્શનની વાત વિગતે માંડીએ.
આમિર ખાન મુંબઈના જુહુ વિસ્તારમાં ગુજરાતી મેનેજમેન્ટવાળી વિલે પાર્લે કેળવણી મંડળની એન. એમ. કાલેજમાં ભણતો હતો. એ વખતે તેની બહેન નિખતને કારણે તે ગુજરાતી રંગભૂમિના મહારથી મહેન્દ્ર જોશીના સંપર્કમાં આવ્યો હતો. આમિરનો પિતરાઈ મનસૂર ખાન (આમિરની પહેલી અને સુપરહિટ ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’નો દિગ્દર્શક) અને મહેન્દ્ર જોશી પણ બહુ સારા દોસ્ત હતા. એ દોસ્તીને કારણે અને પછી સાથે નાટકો કરવાને કારણે આમિરની બહેન નિખતની દિગ્દર્શક મહેન્દ્ર જોશી સાથે દોસ્તી જામી. એ દોસ્તી પ્રણયમાં અને પછી પરિણયમાં પરિણમી હતી. એટલે કે આમિર ખાન મહેન્દ્ર જોશીનો સાળો બન્યો હતો.

એ વખતે આમિર એન. એમ. કોલેજમાં નિખતના ભાઈ તરીકે ઓળખાતો હતો અને નિખતને સૌ મહેન્દ્ર જોશીની પ્રેમિકા તરીકે ઓળખતા હતા. આમિરને નાટકોમાં કામ કરવાનો શોખ જાગ્યો અને તેણે મહેન્દ્ર જોશી પાસે કામ માગ્યું, મહેન્દ્ર જોશીએ તેને બેકસ્ટેજની જવાબદારી સોંપી દીધી. બેકસ્ટેજ એટલે ઝાડુ મારવાથી માંડીને નાનીમોટી વસ્તુઓ લાવી આપવાનું અને કલાકારોનાં કપડાંની કન્ટિન્યુટી ધ્યાન રાખવા સુધીનું કામ. સ્ટેજ પાછળની આ પ્રવૃત્તિ માટે ચણામમરા જેવી રકમ વળતરરૂપે મળે અને એ રકમમાંથી ચણામમરા ન ખરીદવા હોય તો ચાનો અથવા પાણીનો ખર્ચ નીકળે શકે!

મહેન્દ્ર જોશીના ‘ખેલૈયા’ નાટકમાં આમિરે બેકસ્ટેજ કર્યું હતું. એ નાટકમાં આમિરે કૃત્રિમ વરસાદ વરસાવવાનો હતો. આમિરને રંગબેરંગી કાગળો અપાયા હતા. એ કાગળોના નાના-નાના ટુકડા કરીને હીરો-હિરોઇન ગીત ગાતાં હોય ત્યારે તેમનાં પર વરસાવવાના હતા. આમિર એ કામ ઉદય શેટ્ટી નામના વિદ્યાર્થી સાથે કરતો. ‘ખેલૈયા’ ના શોઝ દરમિયાન આમિરે બાકાયદા સ્ટેજ પર ઝાડુ મારવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી હતી!
આમિર ખાન તેની આત્મકથા લખે તો ‘મારા ગુજરાતી રંગભૂમિના પ્રયોગો’ નામનું ખાસ ચૅપ્ટર લખી શકે એમ છે. મહેન્દ્ર જોશીએ ‘કેસરભીના’ નાટક કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આમિરને સાઇડ રોલ આપ્યો હતો. ‘કેસરભીના’ નાટક વિશે અને એ નાટકમાં આમિરના રોલ વિશે વધુ વાતો સાંભળવી હોય તો વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસર ભરત નાયકને મળવું પડે.

ભરત નાયક કહે છે, ‘સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધરાયું હતું એના પરથી મહેન્દ્ર જોશીને ‘કેસરભીના’ નાટક કરવાનો વિચાર આવ્યો હતો. જોકે ટોમ સ્ટોપાર્ડના નાટક ‘સોલ્જર્સ સ્ટોરી’ પરથી પ્રેરણા લઈને એ નાટકની સ્ક્રિપ્ટ લખાઈ હતી. એ નાટકનો પહેલો શો પૃથ્વી ફેસ્ટીવલમાં થયો હતો અને એના કુલ દસ શો થયા હતા. ‘કેસરભીના’ની કથા એવી હતી કે આર્મીની પંજાબ રેજિમેન્ટમાં ગરબડ થાય છે અને એક સૈનિકનું ખૂન થઈ જાય છે. એની તપાસ માટે સીબીઆઈનો એક ઑફિસર આવે છે. ઑફિસર સૈનિકના ખૂનનું રહસ્ય શોધી કાઢે છે. એ નાટકમાં મહેન્દ્ર જોશી, મકરંદ દેશપાંડે, આતિશ કાપડિયા અને અમિત ઠાકુરની સાથે આમિર ખાને સરદારજીનો સ્વાંગ સજીને નાનકડો રોલ નિભાવ્યો હતો અને સીબીઆઇના ઓફિસરનો રોલ હોમી વાડિયાએ કર્યો હતો.’

ભરત નાયક પાસેથી આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશનની વાતો સાંભળવા મળે એ જ રીતે જાણીતા-નાટ્ય- ટીવીસિરિયલ અને ફિલ્મલેખક મિહિર ભુતા અને તેમનાં પત્ની (બીજેપી લીડર) માધવી ભુતાને મળો તો પણ આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશન વિશે રસપ્રદ અને રોમાંચક વાતો જાણવા મળે.

1982માં ઇન્ટર-કૉલેજ ડ્રામા કોમ્પિટિશનમાં મહેન્દ્ર જોશીનું એક નાટક હતું, ‘પસિયો રંગારો’. એન. એમ. કોલેજ વતી એ નાટક બનાવાયું હતું. એના લેખક હતા ચંદ્ર શાહ. વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાના જમાઈ અને ‘જીન્સ’ કાવ્યોના સર્જક. એ નાટકમાં પસિયા રંગારાનો લીડ રોલ અમોલ ગુપ્તેએ કર્યો હતો (આ અમોલ ગુપ્તે એટલે જેમણે આમિરની ‘તારે ઝમીં પર’ ફિલ્મ લખી હતી અને તેમની તથા આમિરની વચ્ચે ક્રિએટિવ મતભેદ થયા એ પછી આમિરે ડિરેકશન જાતે સંભાળ્યું હતુ). ‘પસિયો રંગારો’માં અમોલ ગુપ્તેની હિરોઇન પ્રીતિ નામની ગુજરાતી સ્ટુડન્ટ હતી. જોકે મુંબઈના પુથ્વી થિયેટરમાં ‘પસિયો રંગારો’ના કમર્શિયલ શો થયા ત્યારે અમોલ ગુપ્તેની સાથે શંકર નાગની સાળી અને અરુંધતી નાગની બહેન પદ્માવતી રાવ હિરોઇન બની હતી. એ નાટકમાં માધવી ભુતાએ પસિયા રંગારાની માનો રોલ કર્યો હતો અને જનક જાનીએ પસિયા રંગારાના પિતાનો રોલ કર્યો હતો.

રંગારો એટલે કે કલર કરવાવાળો દર વર્ષે નગરના પુલને રંગ કરે છે. સમય જતાં રંગારાને નગરના પુલ સાથે પ્રેમ થઈ જાય છે. વર્ષો પછી નગરના શાસકો બદલાઈ જાય છે અને નવા શાસકો પસિયા રંગારાનો ‘પ્રેમ’ છીનવી લે છે એવી કથા એ નાટકની હતી.

એ નાટકમાં આમિર ખાનને શું રોલ અપાયો હતો? એ નાટકમાં પંદર-સત્તર રંગારાનું ટોળું બતાવવાનું હતું. એમાંથી એક આમિર ખાન હતો! (જોકે એ વખતે તેણે પોતાનું નામ આમિર હુસેન રાખ્યુ હતું. કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં પણ તેણે ક્રેડિટમાં આમિર હુસેન નામ રાખ્યું હતું. આમિર ઉપરાંત જમનાદાસ મજીઠિયા (જે હવે જે.ડી. તરીકે જાણીતા પ્રોડ્યુસર-એક્ટર બની ગયા છે) અને હવે જાણીતા અભિનેતા પરેશ ગણાત્રા પણ એ ટોળામાં રંગારો બનીને પીંછી ફેરવવાનો અભિનય કરતા હતા.

‘પસિયો રંગારો’નાં રિહર્સલ્સ દરમિયાન આમિર સહકલાકારોના ટિફિનમાંથી લંચ શેર કરતો હતો. માઘવી ભુતાને આટલાં વર્ષો પછી પણ યાદ રહી ગયું છે કે આમિરને ટીંડોળા અને ભીંડા સહિતનાં કેટલાંક ગુજરાતી શાક બહુ ભાવતા હતા. માધવી કે બીજા કોઈ સ્ટુડન્ટના લંચ બોક્સમાં તે ગુજરાતી જુએ તો સફાચટ કરી દેતો હતો. આમિર સહકલાકારો સાથે કયારેક ફિલ્મો જોવા પણ ઉપડી જતો હતો. પોતે હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર તાહિર હુસેનનો દીકરો છે એવો ફાંકો તેને નહોતો. તે મોટે ભાગે શાર્ટ્‌સ પહેરીને ફરતો રહેતો હતો. માધવીને કે બીજી કોઈ સહકલાકારોને રિહર્સલ વખતે મોડું થઈ જાય તો તે તેમને મૂકવા માટે તેમના ઘર સુધી રિક્ષામાં જતો હતો. એક વાર ગૌરી વિસર્જનના દિવસે આમિર અને બીજા સહકલાકારો માધવી ભુતાના ઘરે ગયાં હતાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ગપ્પાં મારતા હતા ત્યારે માધવી ભુતાના ઘરમાં પહેલા માળેથી ત્રણ મહેમાન હિન્દી નાટક જોવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. બાળાસાહેબ દેવરસ (આર. એસ.એસ.ના નેતા), અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી! (માધવીના પિતા રમેશ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા છે.) તેમના વિશે અછડતો ઉલ્લેખ પણ આમિર અને માધવી તથા અન્ય મિત્રો વચ્ચે થયો અને ઓ.કે. ‘રાજકારણીઓ કયારેક નાટકો જોતા પણ હોય છે!’ એવી કંઈક ટિપ્પણી કરીને આમિર-માધવી મંડળી પાછી અલકમલકની વાતે ચડી ગઈ.

મુંબઈના જુહુ વિસ્તારમાં એન. એમ. કોલેજની અડોઅડ જશોદા રંગમંદિરમાં દોઢ મહિના સુધી ‘પસિયો રંગારો’ નાટકના રિહર્સલ્સ દરમિયાન આમિર ખાને નિયમિત રીતે હાજરી આપી હતી. આવી બધી મજાકમસ્તી અને ધમાલ સાથે પણ રિહર્સલના થેલ્લા દિવસે કોઈ કારણે આમિરે જુહુ સુધી લાંબા થવાનું માંડી વાળ્યું એટલે મહેન્દ્ર જોશી ભડકી ગયા અને તેમણે આમિરને ‘પસિયો રંગારો’ નાટકમાંથી કાઢી મૂક્યો! મહેન્દ્ર જોશીએ સાળા આમિરને શાબ્દિક રીતે ઠમઠોરીને નાટકમાંથી રવાના કરી દીધો ત્યારે આમિર નાના બાળકની જેમ રડી પડ્યો હતો!

વર્ષો પછી આમિર જ્યારે મોટા ગજાનો ફિલ્મસ્ટાર બની ગયો ત્યારે પણ મહેન્દ્ર જોશીએ તેને ડઝનબંધ ફિલ્મસ્ટાર્સ અને રંગભૂમિના અનેક ખેરખાંઓ સહિત સેંકડો માણસોની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યો હતો અને એ પણ જશોદા રંગમંદિરની બાજુમાં બનેલા સંતોકબા હોલમાં. ઓક્ટોબર 1993માં મહેન્દ્ર જોશી મૃત્યુ પામ્યા પછી તેમની શોકસભા જુહુના સંતોકબા હોલમાં યોજાઈ હતી. ઓ શોકસભામાં ઘણા કલાકારોએ મહેન્દ્ર જોશીને શબ્દાંજલિ આપી. એ પછી આમિર ખાન બનેવી મહેન્દ્ર જોશી વિશે બોલવા ઊભો થયો. તે થોડાક શબ્દો બોલ્યો અને તેનું ગળું ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. એ વખતે ત્યાં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટીઝની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મારી નવી કોલમ cocktailzindagi.com પર દર શુક્રવારે.

by AASHU PATEL



શ્રીમાન આશુતોષની દીવાલ પરથી સાભાર

Thursday, October 12, 2017

જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જોઈએ..

સુર બદલી ને બોલવા થી પણ

ઘણુ બધૂ તુટી જાય છે..
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને........

સાહેબ....

એ વ્યક્તિ કોઇ દિવસ
બીજા નું ખરાબ નહીં કરે...
*रिश्ते और रास्ते*
तब ख़त्म हो जाते हैँ
जब *पाँव* नहीं
*दिल* थक जाते है.

લેણ-દેણના સંબંધ

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે જોઈ
હસવાનું કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

*દિલની વાત કરું છું...*
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
*"તેરે બીના ભી ક્યાં જીના"*

સાહેબ મને કહો કે-
*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*
*આ યુવાન વર્ગ લાગણી ને સમજે છે શુ ?*

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

*કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.*

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
*"તેરે બીના ભી ક્યાં જીના".*

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) *આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.*

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.*

*પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે.*
અને
*એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય.*

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
👇
*"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.*
*તો જ જિંદગી આનંદથી જશે."*
🙏🙏
👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો.* 🙏🌹🌸🍀

B.K.Chudasama ની પોસ્ટ પરથી સાભાર

Sunday, October 8, 2017

આરોગ્ય

5 mint nikaalo aur padho

*1. सुबह उठ कर कैसा पानी पीना चाहिए*

उत्तर - हल्का गर्म

*2. पानी पीने का क्या तरीका होता है*

उत्तर - सिप सिप करके व नीचे बैठ कर

*3. खाना कितनी बार चबाना चाहिए*

उत्तर. - 32 बार

*4. पेट भर कर खाना कब खाना चाहिए*

उत्तर. - सुबह

*5. सुबह का नाश्ता कब तक खा लेना चाहिए*

उत्तर. - सूरज निकलने के ढाई घण्टे तक

*6. सुबह खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - जूस

*7. दोपहर को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - लस्सी / छाछ

*8. रात को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - दूध

*9. खट्टे फल किस समय नही खाने चाहिए*

उत्तर. - रात को

*10. आईसक्रीम कब खानी चाहिए*

उत्तर. - कभी नही

*11. फ्रिज़ से निकाली हुई चीज कितनी देर बाद*
*खानी चाहिए*

उत्तर. - 1 घण्टे बाद

*12. क्या कोल्ड ड्रिंक पीना चाहिए*

उत्तर. - नहीं

*13. बना हुआ खाना कितनी देर बाद तक खा*
*लेना चाहिए*

उत्तर. - 40 मिनट

*14. रात को कितना खाना खाना चाहिए*

उत्तर. - न के बराबर

*15. रात का खाना किस समय कर लेना चाहिए*

उत्तर. - सूरज छिपने से पहले

*16. पानी खाना खाने से कितने समय पहले*
*पी सकते हैं*

उत्तर. - 48 मिनट

*17. क्या रात को लस्सी पी सकते हैं*

उत्तर. - नही

*18. सुबह खाने के बाद क्या करना चाहिए*

उत्तर. - काम

*19. दोपहर को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - आराम

*20. रात को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - 500 कदम चलना चाहिए

*21. खाना खाने के बाद हमेशा क्या करना*
चाहिए

उत्तर. - वज्रासन

*22. खाना खाने के बाद वज्रासन कितनी देर*
*करना चाहिए.*

उत्तर. - 5 -10 मिनट

*23. सुबह उठ कर आखों मे क्या डालना चाहिए*

उत्तर. - मुंह की लार

*24. रात को किस समय तक सो जाना चाहिए*

उत्तर. - 9 - 10 बजे तक

*25. तीन जहर के नाम बताओ*

उत्तर.- चीनी , मैदा , सफेद नमक

*26. दोपहर को सब्जी मे क्या डाल कर खाना*
*चाहिए*

उत्तर. - अजवायन

*27. क्या रात को सलाद खानी चाहिए*

उत्तर. - नहीं

*28. खाना हमेशा कैसे खाना चाहिए*

उत्तर. - नीचे बैठकर व खूब चबाकर

*29. चाय कब पीनी चाहिए*

उत्तर. - कभी नहीं

*30. दूध मे क्या डाल कर पीना चाहिए*

उत्तर. - हल्दी

*31. दूध में हल्दी डालकर क्यों पीनी चाहिए*

उत्तर. - कैंसर ना हो इसलिए

*32. कौन सी चिकित्सा पद्धति ठीक है*

उत्तर. - आयुर्वेद

*33. सोने के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - अक्टूबर से मार्च (सर्दियों मे)

*34. ताम्बे के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - जून से सितम्बर(वर्षा ऋतु)

*35. मिट्टी के घड़े का पानी कब पीना चाहिए*

उत्तर. - मार्च से जून (गर्मियों में)

*36. सुबह का पानी कितना पीना चाहिए*

उत्तर. - कम से कम 2 - 3 गिलास

*37. सुबह कब उठना चाहिए*

उत्तर. - सूरज निकलने से डेढ़ घण्टा पहल

*38.इस मैसेज को कितने ग्रुप में भेजना चाहिए ।
उत्तर . सभी ग्रुप में,वह भी जरूर से जरूर।
👏👏👏👏👏👏

Saturday, October 7, 2017

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैस

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैसे ....
बादल टूटने पर पानी की फुहार आती है ......
मिट्टी टूटने पर खेत का रुप लेती है....
फल के टूटने पर बीज अंकुरित हो जाता है .....
और बीज टूटने पर एक नये पौधे की संरचना होती है ....
इसीलिये जब आप ख़ुद को टूटा हुआ महसूस करे तो समझ लिजिये ईश्वर आपका इस्तेमाल किसी बड़ी उपयोगिता के लिये करना चाहता है ।

Wednesday, October 4, 2017

તમારા અભિપ્રાય ની નોંધ ત્યારેજ લેવાશે
જ્યારે તમે તમારી પ્રતિષ્ઠા ઉભી કરી હશે!!!

Wednesday, August 23, 2017

"અંતિમ યાત્રા"નો અંત પણ નજીક છે?

ઘેર ઘેર આ હાલત છે..!

આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે .

બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે..

જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે, "બેસણું ક્યારનું રાખ્યું છે" ?

સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!

સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

બધું જ સરખું રૂટીન માં આવે પછી જ સ્વજનો ઘર છોડતા !

આ બધું જ ઓછું થતું જાય છે..

આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે નામશેષઃ થતી જાય છે, "કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી" એવી ભાવના..!

ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે..!

હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!
આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે.

મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!
આજે ઘણા ફેમિલી મા મરણ એ લાખ સવાલાખ નુ થતુ જાય છે. સમાજ ના કારણે વટ વૈવાર પણ કરવો પડે છે. ના કરતો મારા તમારા જેવા વાતો કરે મઘ્યમ વગઁ ના માણસ ની બહુ કફોડી હાલત ગંભીર બને છે. જો તમારી સમતા હોય તો 5 કે 10 હજાર ની મદદથી તેને ટેકો રહેશે મઘ્યમ વગઁ નો માણસ તમારા પૈસા ખઈ નહિ જાય તે તમને જરુર થી પરત કરશે. કેમ કે તે મરણ ના પૈસા છે.
જે આપણો સભ્ય સમાજ બાવાશ્રી મહારાજ ના ચરણે લાખો નુ દાન કરીને સમાજ મા વટ પાડે છે. ગરીબ મઘ્યમ વગઁ ના એક માણસ ને મદદ કરજો એ એક વ્યક્તિ નહી આખુ ફેમિલી તમને દીલ મા જગ્યા આપશે ને તમે આપેલ પૈસા પણ પરત કરશે.

અને, માણસને માણસની હૂંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે! ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.

ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ એજ ચાલતું હોય.

સોશિયલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?

પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરાઓનું શું?

નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ. "ભણતર", "ક્લાસ" કે "હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..?"

આ બધા બહાના ખોટા છે…

જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?

તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?🙏

The Truth of Life

કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો.
(શાંતિથી વિચારજો )


બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.


તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.


કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.



રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે.




શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....
ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે....!!!!!

Tuesday, August 22, 2017

The Truth of Life

થાક હરેક વ્યક્તિને લાગે છે
કોઇકને જીંદગીથી તો
કોઇકને જવાબદારીઓથી

ઝુમતાં નહી આવડે તો ચાલશે ,
પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.

Good Morning