એક મહાન શાસ્ત્રીય સંગીતકાર જ્યારે ખૂબ સફળ થયા અને
તેમનું નામ દેશભરમાં
જાણીતું થયું ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં એક પત્રકારે પૂછ્યું : ‘તમને
રાતોરાત આવી ભવ્ય સફળતા મળી તેનું રહસ્ય શું છે ?’ ત્યારે સંગીતકારે જવાબ
આપેલો કે, ‘દોસ્ત, મારી એ
રાત ખૂબ લાંબી હતી.’ મતલબ
કે મેં વર્ષો સુધી
સંગીતસાધના કરી હતી અને સંઘર્ષ કર્યો હતો પણ હજુ સુધી કોઈએ એની નોંધ લીધી
નહોતી. માટે અહીં શીખવાનું એ છે કે જ્યારે તમે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા
છો અને પરિશ્રમ કરી રહ્યા છો ત્યારે કદાચ કોઈ તમારી નોંધ પણ નહિ લે. ત્યારે
કદાચ કોઈ તમને અભિનંદન પણ નહિ આપે. કદાચ તમે જે કાર્યને વળગી રહ્યા છો, તેને
કારણે લોકો તમને મૂર્ખ અથવા બુદ્ધિ વગરના પણ કહેશે. પણ આપણે ધીરજપૂર્વક
આપણા ધ્યેયને વફાદાર રહેવું. સંઘર્ષના સમયમાં દરેકની આવી જ પરિસ્થિતિ
હોય છે. પણ ખાસ વાત કે ધીરજ ગુમાવશો નહિ. આજે કોઈ પણ શાસ્ત્રીય સંગીતકારોના
જીવનચરિત્રો વાંચો, તેમના
વિશે જાણો તો તમને ખ્યાલ આવશે કે તેમણે પંદરથી વીસ વર્ષ સુધી
દરરોજના બાર-બાર કલાક કે તેનાથી વધુ રિયાઝ કર્યો હોય છે. ત્યારે તેઓ સફળ
થયા હોય છે અને સફળ થયા પછી પણ રિયાઝ કરતા રહે છે.
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Wednesday, June 13, 2012
Monday, June 4, 2012
ખાડો જોઈને રોકાઈ ન જશો
ખાડો જોઈને રોકાઈ ન જશો
ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે. આવા
કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.
જિંદગીની કિતાબના હવે પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ કોણ જાણી શકે છે? અડાબીડ અંધકારમાં પણ ધ્રૂજતા પગે, ડગુમગુ ચાલતા રહેવું જોઈએ
Friday, April 20, 2012
શિક્ષણની આરપાર :: શું સ્કૂલો જેટલી મોંઘી, એટલું શિક્ષણ સારું?
સમાજમાં સ્ટેટસ સિમ્બોલ્સનો કોઈ પાર નથી. ફાઈવ કે ઇવન ફોર સ્ટાર હોટેલમાં પણ મારુતિ ૮૦૦ કે સેન્ટ્રો જેવી નાનકડી કાર લઈને જનાર અમીરની કાર પાર્ક કરી આપવાના મામલે ગણવેશધારી સહાયક નાકનું ટેરવું ચડાવે છે પણ મર્સિડિઝ કે સ્કોડા જેવી મોટી કાર લઈને આવનાર વ્યક્તિ દેખાવમાં લઘરવઘર હોય તો પણ તેનું કામ અત્યંત આદરભેર,
લળીલળીને કરી આપવામાં આવતું હોય છે.
આવું થવું સહજ છે. આ પરંપરા માનવજાત જેટલી જૂની છે. અમીરી એટલે સફળતાની સાબિતી. સમાજના મોટા ભાગના લોકો માટે સફળતા અત્યંત પૂજનીય બાબત હોય છે, ભલે રહી. આ સફળતાને ઓળખવામાં લોકોને સરળતા રહે એટલા માટે સ્ટેટસ સિમ્બોલ ઊભા કરવામાં આવે છે. જેમ કે, કારનું કદ એક સ્ટેટસ સિમ્બોલ થયું. વેકેશનમાં તમે ક્યાં ફરવા જાઓ છો, તમે કઈ કલબના સભ્ય છો ત્યાંથી માંડીને તમે કઈ બ્રાન્ડનાં જૂતાં પહેરો છે એ બધું જ સ્ટેટસ સિમ્બોલ છે. એમાં હવે એક મોભાપ્રતીકે બહુ જોર પકડ્યું છે, એ છે તમારાં સંતાન કઈ સ્કૂલમાં ભણે છે.
એમાં તો કોઈ શંકા નથી કે આવી મોંઘી સ્કૂલોમાં ભણતરનાં સાધનો ઉમદા હોય છે પણ મોંધેરાં ઉપકરણો પર ભલે મોંઘી સ્કૂલોનો ઇજારો રહ્યો, મોંધેરા શિક્ષકો પર આવો કોઈ ઇજારો નથી હોતો. ગામડાંની નિ:શુલ્ક કન્યાશાળામાં પણ ‘સાચા શિક્ષકો’ મળી શકે. અલબત્ત, આજના યુગમાં, શિક્ષણના પ્રચંડ વિસ્ફોટના માહોલમાં સાચા શિક્ષકોની કારમી તંગી વર્તાઈ રહી છે, પરંતુ જે કોઈ થોડાઘણા સારા શિક્ષકો છે એ કંઈ મોંઘી સ્કૂલોમાં જ હોય એ જરૂરી નથી. બાળકોને માત્ર ગોખણવીર બનાવવા પર કે એમને સારા માકર્સ અપાવવા પર જ નહીં, પરંતુ તેઓ ઉમદા નાગરિકો તરીકે વિકસે, સારા ઇન્સાન બને એવું શિક્ષણ આપનારા શિક્ષકો ગામડાંની સ્કૂલમાં પણ હોઈ શકે ને લાખો રૂપિયાની ફી લેનારી સ્કૂલોમાં પણ.
જે સ્કૂલો વધુ પૈસા લે છે એમાંના શિક્ષકો તેજસ્વી હોવાની શક્યતા વધુ હોવાનું સ્વીકારીએ તો પણ, સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે સારો શિક્ષક એકદમ તેજસ્વી હોય એટલું પૂરતું નથી, સાથોસાથ એ પૂરતા પ્રમાણમાં પ્રેમાળ અને સાચા દિલથી બાળકોને ચાહનારો હોય એ એટલું જ જરૂરી છે. આવું કોમ્બિનેશન શૈક્ષણિક લાયકાતથી નથી આવતું. મહાન લેખકો-ચિત્રકારોની જેમ મહાન શિક્ષકો પણ કોલેજોમાં તૈયાર નથી થતા, માની ગોદમાં જ પાકે છે.
આખી વાતનો સાર એટલો કે જેમનાં સંતાનો પ્રમાણમાં સસ્તી શાળામાં ભણતાં હોય એવાં માતા-પિતાએ ખરાબ લગાડવાની જરૂર નથી. કારણકે મોંઘી સ્કૂલમાં ભણેલા બાળકો જ વધુ આગળ આવી શકે એ જરૂરી નથી. બોર્ડની પરીક્ષામાં ઘણી વાર મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતાં અને ઝૂંપડપટ્ટી કે ચાલીમાં રહેતા છોકરા-છોકરી પહેલો નંબર લાવે છે. સ્કૂલમાં જે ભણાવાય છે એના જોરે બાળક ભવિષ્યમાં પ્રગતિ કરતું નથી, સ્કૂલોમાં મુખ્યત્વે બાળકની ગોખવાની ક્ષમતા વિકસાવવા પર જ ભાર અપાતો હોય છે અને બાળક કેટલી હદે ગોખણપટ્ટી કરી શકે એના આધારે એને માકર્સ આપવામાં આવે છે. એટલે, આજનું બાળક આવતી કાલે કેટલું આગળ નીકળી શકશે એનો આધાર સ્કૂલના ભણતર પર નહીં, એની આંતરિક પ્રતિભા પર રહેલો છે. મોંઘી સ્કૂલોમાં જ છોકરું સારી રીતે વિકસશે એવું માનવાને કોઈ કારણ રહેતું નથી.
જાજા માં થોડું મોંઘાં સાધનો પર મોંઘી સ્કૂલોનો ઇજારો હોઈ શકે,
પણ મોંધેરા શિક્ષક સસ્તી શાળાઓમાં પણ જોવા મળી શકે.
હા, મોંઘી સ્કૂલો એટલે ખરાબ સ્કૂલો એવી ગેરસમજ કરવાની કોઈ જરૂર નથી.
એવી અનેક સ્કૂલો છે જયાં અત્યંત ઊંચી ફી લેવાની સાથે બાળકની પ્રતિભા ખીલવવા પર વૈજ્ઞાનિક ઢબે ઘ્યાન આપવામાં આવે છે. મુદ્દો ફકત એટલો જ છે કે કમળ કાદવમાં પણ ખીલી શકે છે. એના માટે સેવન સ્ટાર સ્વીમિંગ પૂલની જરૂર નથી હોતી. શિક્ષણ એ કોઈ ગળી વાનગી નથી કે એમાં જેટલો ગોળ નાખો એટલું એ ગળ્યું થાય
Wednesday, February 22, 2012
Life :: જીવન માં રહેલું કુત્રિમ દુઃખ
એક તત્વચિંતક ચાલતો ચાલતો જંગલ માં જઈ ચડ્યો.
મનમાં ચાલતા વિચારને પોતાના મુખ પર લાવી દીધું કે
"જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?"
જવાબમાં
વડલો ધીમું ધીમું મનમાં હસ્યો,
નાનકડા છોડ પર રહેલા ફૂલે થોડું સ્મિત કર્યું,
નદી પણ આ વાત પર હસતી હસતી રમતી રમતી ચાલતી રહી,
પહાડે પોતાની આગવી છટામાં અટ્ટહાસ્ય કર્યું,
આકાશમાં ફરતું વાદળ પણ થોડું મરક્યુ
છેવટે એક નાનકડા પંખીએ હસતા હસતા કહ્યું. :
"દુઃખ ? દુઃખ એટલે શું ? અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર !"
તો શું આપને લાગે છે કે આ દુનિયા માં દુઃખ છે... ના દુઃખ નથી પણ
આપણે હાથે કરીને દુઃખ ઉભું કરીએ છીએ... અને દુઃખી થઈએ છીએ....
એ આપણા હાથની વાત છે કે સુખી થવું કે દુઃખી !!!!!!
મનમાં ચાલતા વિચારને પોતાના મુખ પર લાવી દીધું કે
"જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?"
જવાબમાં
વડલો ધીમું ધીમું મનમાં હસ્યો,
નાનકડા છોડ પર રહેલા ફૂલે થોડું સ્મિત કર્યું,
નદી પણ આ વાત પર હસતી હસતી રમતી રમતી ચાલતી રહી,
પહાડે પોતાની આગવી છટામાં અટ્ટહાસ્ય કર્યું,
આકાશમાં ફરતું વાદળ પણ થોડું મરક્યુ
છેવટે એક નાનકડા પંખીએ હસતા હસતા કહ્યું. :
"દુઃખ ? દુઃખ એટલે શું ? અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર !"
તો શું આપને લાગે છે કે આ દુનિયા માં દુઃખ છે... ના દુઃખ નથી પણ
આપણે હાથે કરીને દુઃખ ઉભું કરીએ છીએ... અને દુઃખી થઈએ છીએ....
એ આપણા હાથની વાત છે કે સુખી થવું કે દુઃખી !!!!!!
Tuesday, February 21, 2012
શુકન-અપશુકન, દોરા ધાગા, જંતર મંતર, મુઠ, માદળિયાં અને મેલી વિદ્યાનો જમાનો હજી ગયો નથી..
નર્મદના જમાનામાં એક માણસે ઘેર ઘેર પોસ્ટકાર્ડ લખેલા કે અમુક દિવસે સવારે પ્રલય થવાનો છે.
તે દિવસે લોકો મરી જવા માટે વહેલી સવારથી ઓટલા ઉપર બેસી ગયા હતા.
આવી જ વાતો આજે મોટાભાગના શિક્ષિત લોકોના ગળે શીરાની જેમ ઉતરી જાય છે.
સંખ્યાબંધ બાબાઓ અને ચમત્કાર કરતા સાધુઓનો રાફડો ફાટ્યો છે.
એક આખી પેઢી ભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓના અખાડામાં ઉછરી રહી છે...
તે જોતા સવાલ જાગે છે કે મધ્યયુગ ભરતમાં હજી આથમ્યો છે ખરો ????
નર્મદના જમાનામાં એક માણસે ઘેર ઘેર પોસ્ટકાર્ડ લખેલા કે અમુક દિવસે સવારે પ્રલય થવાનો છે.
તે દિવસે લોકો મરી જવા માટે વહેલી સવારથી ઓટલા ઉપર બેસી ગયા હતા.
આવી જ વાતો આજે મોટાભાગના શિક્ષિત લોકોના ગળે શીરાની જેમ ઉતરી જાય છે.
સંખ્યાબંધ બાબાઓ અને ચમત્કાર કરતા સાધુઓનો રાફડો ફાટ્યો છે.
એક આખી પેઢી ભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓના અખાડામાં ઉછરી રહી છે...
તે જોતા સવાલ જાગે છે કે મધ્યયુગ ભરતમાં હજી આથમ્યો છે ખરો ????
Sunday, February 19, 2012
ભગવાન શંકર અને વિષ
પુરાણકાળમાં ભગવાન શંકરે વિષ પીધું હતું..
અને આજનો માનવી ખોરાક, પાણી, હવામાં વિષપાન કરતો રહે છે...
શિવજી એકવાર વિષ પીધું ને પચાવી ગયા હતા..
અને આજનો માનવ રોજ ઝેર પીવે છે અને પચાવી જાય છે..
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાયુક્ત ખોરાક, પાણીનું તો પૂછો જ નહિ ,
ને હવા પુરેપુરી પ્રદુષિત .. છતાં માણસ લહેરથી જીવે છે..
આટઆટલું વિષપાન કરતા આજના માનવીને
ભગવાન શિવજી આજના પવિત્ર દિવસે સલામ કરે છે..
અને આજનો માનવી ખોરાક, પાણી, હવામાં વિષપાન કરતો રહે છે...
શિવજી એકવાર વિષ પીધું ને પચાવી ગયા હતા..
અને આજનો માનવ રોજ ઝેર પીવે છે અને પચાવી જાય છે..
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાયુક્ત ખોરાક, પાણીનું તો પૂછો જ નહિ ,
ને હવા પુરેપુરી પ્રદુષિત .. છતાં માણસ લહેરથી જીવે છે..
આટઆટલું વિષપાન કરતા આજના માનવીને
ભગવાન શિવજી આજના પવિત્ર દિવસે સલામ કરે છે..
Friday, February 17, 2012
Wednesday, February 15, 2012
Thursday, February 9, 2012
LIFE :: ભૂલ તો થાય જ !!!!
ઘણા લોકોથી કોઈ કાર્ય દરમ્યાન ભૂલ થાય છે, તો પોતાની જાત પ્રત્યે સંકોચ અનુભવતો હોય છે.. તેવા લોકો ને એટલું જ કહેવાનું કે... તમે કાર્ય કરશો તો ભૂલ થવાની છે.. પણ તે થયેલી ભૂલ ફરીવાર ન થાય તે ધ્યાને રાખવાનું છે.. બાકી તો તમે જો કાઈ કરશો જ નહિ તો ભૂલ થવાની જ નથી... માટે ભૂલ થશે તેવી બીક નાં માર્યા કઈ ન કરવા કરતા ભૂલ કરી કોઈ કાર્ય કરતા રહેવું વધુ સારું છે..
મહાન તત્વચિંતક થોમસ હકસલી એ પોતાના વક્તવ્ય માં કહ્યું છે...કે
" કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી."
Wednesday, February 8, 2012
LIFE :: નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી પરંતુ....
નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી,
પરંતુ ત્યાં જ પડી રહેવું એ ચોક્કસ ખતરનાક અને શરમ જનક છે.
જીવનની કોઈપણ મહત્વની બાબત હોય જ્યાં નિષ્ફળતા મળતા માણસ હતાશ થઇ જાય છે. પછી ભલે તે ભણતરની પરીક્ષા, નોકરીની બાબત કે સગપણ કે ધંધામાં સેટ થવાની... મોટાભાગે માણસ હમેશા નિષ્ફળતા પછી હતાશ થતો જોવા મળે છે.. તે પોતે શરમ કે સંકોચ કે પોતાની જાત પ્રત્યે ધિક્કારની લાગણી અનુભવતો જોવા મળે છે. પણ ખરેખર તો માણસ નિષ્ફળ ગયા પછી ત્યાં ને ત્યાં જ પડી રહે છે એ વધુ ખતરનાક અને શરમજનક બાબત છે. એટલે જ કોઈ જ્ઞાનીએ કીધેલ છે... કે
To fall is neither dangerous nor shameful;
to remain lying down is both.
Tuesday, February 7, 2012
हम भी अगर बच्चे होते..
એક તો માંડ માંડ હાલ TET અને TAT ની પરીક્ષાઓની જેમ
અરજીપત્રકો (હમણાં BIODATA નું જે ચલણ નીકળ્યું છે)
અને ત્યારબાદ કસોટીઓ આપી ક્યાંક મુરતિયાનું ગોઠવાણું હોય
ત્યાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ને જેમ નોકરી ટાણે CCC ની પરીક્ષા નું સર્ટી જરૂરી કે બાધારૂપ બને છે, તેમ મુરતિયાઓને લગ્ન ટાણેજ કોઈક ગ્રહ નડતો જ હોય.. છે..
તેના નિરાકરણ માટે જેમ CCC નું સર્ટી મેળવવા ઘણી દુકાનો બની ગઈ છે.. તેમ મુરતિયાઓને ગ્રહ મેળ દુર કરવા માટે ગોરબાપા મંત્ર જાપ નો સરળ રસ્તો બતાવી માર્ગ કાઢી આપે છે..
અંતે સંગો પંગો પાર ઉતરી ભાઈ વાજતે ગાજતે લગ્ન માંડવે પહોંચે છે..
ટૂંક માં અત્યારે નોકરી અને છોકરી (કન્યા) મેળવવા માટે મહંદઅંશે એક જ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે....
Sunday, February 5, 2012
જીવન ઘડતર :: કંઇક અલગ તરી આવવાની હિમંત કરો.
Dare to take a stand for
what you know is right !
મિત્રો તમારી પાસે સુસુપ્ત અવસ્થા માં કોઈને કોઈ ખૂબી રહેલી જ છે.. તેનો ઉપયોગ કરી બીજા કરતા કંઇક અલગ તરી આવવાની હિમંત કરો અને તે દિશામાં તમારી આવડતને કામે લગાડી દો, સફળતા તમારા કદમ જરૂર ચૂમશે ચૂમશે.. તેનો મને અનુભવ છે.. એકવાર અજમાવી તો જુઓ...
પણ હા!! ખ્યાલ રાખજો કદી જુઠાણા પર પોતાની સફળતાની ઈમારત ચણવાની કોશીસ ન કરતા... તમે જે સત્યને ઓળખો છો, તમારી ઓળખને જાણો છો તેને જ પકડી રાખજો..
પછી છે કોઈની હિમંત કે તમને કોઈ આગળ વધતા રોકી શકે....
Best of luck...... my all friends..

Wednesday, February 1, 2012
HTAT પરીક્ષા માળખું (HTAT EXAM SYLABUS)
રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે HTAT પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.. જેના આજરોજ તારીખ ૧-૨-૨૦૧૨ થી ફોર્મ ભરવાનું ચાલુ થયેલ છે.. અને પરીક્ષા તારીખ ૨૫-૨-૨૦૧૨ ના રોજ લેવામાં આવનાર છે.. જેનું માળખું નીચે મુજબ છે..
પરીક્ષાની તેયારી માટે સમય ઓછો છે.. તો માળખા મુજબ આયોજન કરી કરવા માંડો તેયારી......
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, દરેક વિભાગમાં ૭૫-૭૫ ગુણ ના કુલ સળંગ ૧૫૦ પ્રશ્નો નું એક જ પેપર હશે જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે જેનો સમય ૧૨૦ મિનિટનો રહેશે
વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
(ક) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો ::
- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
- ખેલકૂદ અને રમતો
- સંગીત અને કળા
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
(ખ) વહીવટી સંચાલન
- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
- અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ
(ગ) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી
- રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે
વિભાગ - ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)
Subscribe to:
Posts (Atom)












