Friday, October 29, 2010

બાળકોનુ વેકેશન યાદગાર બનાવો

જ્યારે બાળકો પરીક્ષા આપીને નવરાં થાય ત્યારે તેમના મનમાં ઘણો ઉલ્લાસ અને ઉમંગ આવી જાય છે. બાળકોને એવુ લાગે છે કે હવે તેઓ પોતાનુ મનફાવે તેવા કામ કરી શકે છે. રોક-ટોક વગર રમવુ, ટીવી જોવુ, ઉંધી રહેવુ વગેરે. 
પરંતુ માતા-પિતા પોતાની આદત મુજબ તેમને ટોકતા રહે છે. તમે તમારા બાળકોને વેકેશનમાં શુ કરવુ તેની ચિંતા સતાવતી હોય તો આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક ઉપાય - 

- 
સૌ પહેલા બાળકોને એ સમજાવો કે વેકેશન માત્ર મસ્તી કરવા નહી, પરંતુ કંઈક નવુ કરવાની તક આપે છે. 
- 
જો તમે તેને વેકેશન કેમ્પમાં મોકલવા માંગતા હોય તો અભ્યાસને લગતો કોઈ કેમ્પ ન કરાવશો. કેમ્પ એવો હોય જે તેની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપે જેવુ કે ડ્રોઈંગ, રમકડાં બનાવવા વગેરે અથવા એવો કેમ્પ જેમા તેની શારીરિક કસરત થાય જેવા કે બેડમિંટન, સ્કેટિંગ વગેરે. 
- 
બાળકને રોજ નહી તો અઠવાડિયામાં એકાદ બે વાર બગીચામાં લઈ જઈને તેમની સાથે મનમૂકીન રમો.
- 
બાળકોને રોજ સૂતા પહેલા એક નવી વાર્તા એવી સંભળાવો જેમાંથી તેમને કંઈક શિખામણ મળતી હોય. 
- 
ટીવી જોવાના શોખીન બાળકોને અકબર-બીરબલની વાર્તા, વિક્રમ વેતાળ જેવી સીડી લાવીને બતાવો. 
- 
બાળકો પાસે નાના-નાના કામ કરાવો, જેવા કે ફૂલછોડને પાણી પીવડાવવુ, પોતાની વસ્તુઓ જગ્યા પર મુકવી વગેરે અને તેમના દરેક કામના વખાણ કરો

Sunday, October 24, 2010

Computer Tips… (Backup your file in Email Account)

તમારા કામની ફાઇલ્સનો બેકઅપ રાખવા માટે આમ તો સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક વગેરે વગેરે ઘણા બધા ઉપાય છે, પણ સૌથી સહેલો ઉપાય કદાચ તમારી ફાઇલને ઇમેઇલ એકાઉન્ટમાં ચડાવી દેવાનો છે. આ કામ તમે ઇમેઇલમાં જઈને ફાઇલ અપલોડ કરીને કરી શકો, બીજો રસ્તો છે તમારા ફોલ્ડરમાં જઈને, જે તે ફાઇલ પર રાઇટ ક્લિક કરીને બેકઅપ ટુ ઇમેઇલ એવો કમાન્ડ આપવાનો! આ માટેનું સોફ્ટવેરhttp://backup2e.com/ પરથી મળશે. સોફ્ટવેર બાયડિફોલ્ટ જીમેઇલને અનુસરે છે, પણ બીજા ઇમેઇલમાં પણ બેકઅપ લઈ શકાશે. સોફ્ટવેર તમારા મેઇલનું યુઝરનેમ અને પાસવર્ડ માગશે, ભરોસો બેસે તો જ આગળ વધવું!

Saturday, October 23, 2010

XP માં ગુજરાતી માં લખો ..... જેમ તમે SMS કરો છો.... બાવા ગુજરાતી માં ....તેમ ...


Installation in  Windows XP

IMEs cannot be installed or upgraded on a system that doesn't already support IMEs in the same language that you are installing. To enable Indic IME, go to control panel - > regional and Language. Select Language Tab, and check the option “Install files for complex scripts and left-to-right language and insert Win XP CD in your CD-ROM drive.
  1. Run Google Gujarati Setup.exe (download in google website) and follow the instructions in the setup program.
  2. Reboot your system.

Adding Input Locale


Note: Please perform the below listed steps even if you have V5.0 or any other older version already installed on your machine. Repeat the same after running setup for V5.1

1.  Open Text Services in Control Panel.
  1. Select Keyboard under GU in Installed Services. Click Add. 
  1. Select Gujarati in Input Language, check Keyboard Layout /IME box. And Select Gujarati Indic IME 1 [V5.1].
અથવા Google GUJARATI INPUT SETUP


  1. Click OK.
  1. After installing Gujarati Indic IME start any Office application, WordPad or Notepad.
  2. Click the Language Indicator located in the System Tray on the right side of the Windows taskbar, and click to select “Gujarati Indic IME 1” from the shortcut menu that appears.
Start typing in Gujarati.
Keyboards
Gujarati Indic IME provides support for five types of keyboard:
·        Gujarati Transliteration – Using phonetic typing, the user can type his message in Roman using the Standard English keyboard, which is transliterated on-the-fly to Gujarati. It works on the logic of phonetics and is most effective when you spell the word the way it is spoken.

Google Gujarati Setup File
Click this link and 


http://www.4shared.com/file/y7uv-7R3/googlegujaratiinputsetup.html


Thursday, October 21, 2010

રૂપિયાનું છે રાજ

રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ
રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ
રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે
લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે
રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ.
દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા
રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા
બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ…. રૂપિયાનું છે રાજ.
ખભા ઉપર રૂપિયો ઊગ્યો : પગની પાસે રૂપિયો
શાહમૃગના ઈંડા જેવો રૂપિયો બડો છે બળિયો
મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ….રૂપિયાનું છે રાજ.
રૂપિયો શાણી સત્તા છે ને રૂપિયો એ જ મહત્તા
રૂપિયા વિના હડધૂત થાતા : ખાતાં બધાંય ખત્તા
ખુશામતિયાઓ ટોળે વળે : એ છે રૂપિયાનો અંદાજ….રૂપિયાનું છે રાજ.
ઊંઘવા માટે સ્લીપિંગ પિલ્સ ને વાતવાતમાં ટૅકસ
અહીં બધાને એક જ ઝંખના: ધનિકા સાથે સૅકસ
શેષનાગ પણ કરી શકે શું ? બધાં જ સમડી, બાજ…..રૂપિયાનું છે રાજ

Monday, October 18, 2010

વિશ્વનાં 'મધર'

અમને લાયક બનાવો,હે પરમાત્મા!
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભૂખમાં જીવતા ને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.
અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
અમારા સમજયુકત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.

વિશ્વના દીનદુઃખિયાઓમાં પ્રેસિડેન્ટ ઓબામા કરતાં પણ  પૃથ્વી પરનો કોઈ સૌથી જાણીતો ચહેરો હોય તો તે મધર ટેરેસાનો છે. મધર ટેરેસાની ૧૦૦મી વર્ષગાંઠ આખું વિશ્વ ઊજવી રહ્યું છે.  ૧૦૦ વર્ષ પહેલાં તા. ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ અલ્બેનિયા (હાલ મેસેડોનિયા)માં જન્મેલી અગ્નેસ બાયાહુ નામની એક દીકરી એક દિવસ આખા વિશ્વ માટે 'મધર' બની જશે અને ભારતને જ તેમણે પોતાનું વતન બનાવી દેશે તેવી કોઈને ખબર નહોતી.  અગ્નેસનાં માતા-પિતા રોમન કેથલિક ખ્રિસ્તી હતાં. પિતાનું નામ નિકોલા અને માતાનું નામ દ્રાના હતું. પિતા પાંચ ભાષાના જાણકાર હતા અને રાજકીય આગેવાન પણ હતા. અગ્નેસની માતા નિયમિત બાળકોને લઈ નજીકના એક ચર્ચમાં જતી અને રોજ પ્રાર્થના કરતી હતી.  અગ્નેસની માતા અવારનવાર અનાથ બાળકોને મદદ કરવા શેરીઓમાં જતી અને અગ્નેસ આ બધું નિહાળી રહેતી. અગ્નેસની ઉંમર ૯  વર્ષની હતી ત્યારે તેના પિતાનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું.  તે પછી અગ્નેસની માતા પાસે તેમનાં ત્રણ સંતાનોને બચાવવા માટે સંઘર્ષ કરવો પડયો. નાનકડી અગ્નેસને પણ પોતાના જીવન અને ભાવિ અંગે અનિશ્ચિતતાઓ જણાતી હતી, પરંતુ શિસ્ત, નમ્રતા અને દયાના ભાવ એને નાનપણમાંથી પ્રાપ્ત થયાં હતાં. અગ્નેસ ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેને ગરીબો માટે અનુકંપા હતી. અગ્નેસે ક્યાંક લખ્યું છે : “જિસસ વોઝ માય ફર્સ્ટ લવ.” આજે વિશ્વની ટીન-એજ કન્યાઓ સ્કૂલમાં કયો અભ્યાસક્રમ લેવો તે અંગે દ્વિધા અનુભવે છે ત્યારે ૧૯ વર્ષની અગ્નેસે એ જમાનામાં મિશનરી માટે કામ કરવાનો નિર્ણય લઈ લીધો. થોડાં વર્ષો પછી તેનો ભાઈ આર્મીમાં જોડાયો, પરંતુ અગ્નેસે ફાધર ફ્રેન્જો નામના એક પાદરીની પ્રેરણાથી સેવા માટે ભારતને પોતાનું  કાર્યક્ષેત્ર બનાવવાનું  નક્કી કરી નાંખ્યું.

૧૭ વર્ષની ઉંમરે એણે એના ભાઈએ કહ્યું : “તું જે મ્યુઝિક લેસન્સ આપીને કમાય છે તેમાંથી મને થોડા પૈસા આપ. મારે ગરીબોની મદદ માટે ભારત મોકલવા છે.” ૧૮ વર્ષની ઉંમરે અગ્નેસ ખૂબ વિચારશીલ જણાતી હતી. એ બધાંને કહેતી હતી : “મારે હવે અહીંથી દૂર દૂર જવું છે અને જિસસ ક્રાઈસ્ટના જીવનને લોકો સુધી લઈ જવું છે.” અગ્નેસે પોતાનો આ વિચાર તેની માતાને કહ્યો ત્યારે મા પણ વિચારમાં પડી ગઈ. માતાએ પુત્રીને સાધ્વી બનવાના વિચારમાં સંમતિ ના આપી અને ૨૪ કલાક સુધી એક રૃમમાં રાખી ફરી વિચાર કરવા કહ્યું, પરંતુ છેવટે માતાએ પણ અગ્નેસને મિશનરી કામ કરવા સંમતિ આપી દીધી. એ વખતે લોરેટો સિસ્ટર્સ બંગાળ (ભારત)માં કામ કરતી હતી.
એક દિવસ આર્મીમાં જોડાયેલા તેના ભાઈએ અગ્નેસને પત્ર લખી કહ્યું : “એક આર્મી ઓફિસરની બહેન આ બધું શું કરે છે ?”- તો અગ્નેસે જવાબ આપ્યો હતો : “તમે એક અફસર તરીકે ૨૦ લાખ લોકોના રાજાની સેવા કરો છો, પરંતુ હું આખા વિશ્વના રાજા (ઈશ્વર)ની સેવા કરવા માગું છું.”
અગ્નેસે ખ્રિસ્તી સાધ્વી- 'નન' બનવાનો નિર્ણય લીધો અને માત્ર ૧૯ વર્ષની વયે ઇ.સ. ૧૯૨૮માં કોલકાતાની લોરેટો કોન્વેન્ટમાં પ્રવેશ મેળવી લીધો. હવે તેમનું નામ અગ્નેસ નહીં, પરંતુ સિસ્ટર ટેરેસા બની ગયું. પરંતુ સિસ્ટર લોરેટાના જૂથમાં જોડાયા બાદ સિસ્ટર ટેરેસા બની લોરેટા સ્કૂલનાં બાળકોને ભણાવવાનું કામ શરૃ કર્યું.  આ કામ સિસ્ટર ટેરેસાએ પૂરાં ૨૦ વર્ષ સુધી કર્યું.
એવામાં ૧૯૪૬માં કોલકાતામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આખું શહેર ભડકે બળતું હતું. કોઈ પણ શહેરમાં આવી કોમી આગ ફાટી નીકળે ત્યારે કેથલિક સિસ્ટર્સ સામાન્ય રીતે બહાર નીકળતી નથી, પરંતુ સિસ્ટર ટેરેસા કે જેઓ તે વખતે સ્કૂલમાં હેડ મિસ્ટ્રેસ હતાં તેઓ ફૂડ લેવા બહાર નીકળ્યાં. શહેરમાં લોહીલુહાણ લોકોની દયાજનક હાલત જોઈ તેઓ દ્રવી ગયાં. તેઓ માનસિક આઘાતમાં સરી પડયાં. તેમના સુપિરિયરે તેમને થોડા દિવસ આરામ કરવા દાર્જીલિંગ મોકલ્યાં. તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ ટ્રેનમાં બેસી દાર્જીલિંગ જતી વખતે ફરી એક વાર સિસ્ટર ટેરેસાનો અંતરઆત્મા જાગી ઊઠયો. તેમના આત્મામાંથી અવાજ આવ્યો કે, “હવે તારે જીવનનો ઉત્તમ સમય ગરીબો, નિઃસહાય અને દુઃખિયારા લોકોની સેવામાં જ આપવાનો છે.”
મધર ટેરેસાના મૃત્યુ પછી જ જ્યારે તેમનાં પત્રો પ્રગટ થયા ત્યારે જ લોકોએ જાણ્યું કે,દાર્જીલિંગ જતી વખતે ટ્રેનમાં કાંઈક બન્યું હતું. “એ પત્રો દ્વારા લોકોને ખબર પડી કે, પર્વતોની ગિરિકંદરાઓમાંથી પસાર થતી ટ્રેનમાં સિસ્ટર ટેરેસાએ જીસસ ક્રાઈસ્ટનો અવાજ સાંભળ્યો હતો અને તે પછી સિસ્ટર ટેરેસાએ બાળકોને ભણાવવાનું અને બીજાં બધાં જ કામ પડતાં મૂકી દીનદુઃખિયારા લોકોની સેવા કરવાનું બીડું ઝડપી લીધું. શારીરિક રીતે કમજોર હોવા છતાં એક મક્કમ નિર્ણયવાળી મહિલાએ કોલકાતાની સડકો પર રહેતા નિઃસહાય લોકોની સેવા કરવાનું શરૃ કર્યું. લોરેન્ટો કોન્વેન્ટની તમામ સુખ-સગવડો તેમણે છોડી દીધી. એક નાનકડી થેલીમાં માંડ પાંચ રૃપિયા લઈને તેમણે લોરેન્ટો કોન્વેન્ટનું પ્રાંગણ છોડી દીધું.
ઈ.સ. ૧૯૪૮થી તેમની મિશનરીઝ ઓફ ચેરિટી શરૃ થઈ. કહેવાય છે કે, કોઈ 'વિઝન' દરમિયાન જિસસ ક્રાઈસ્ટ ઘણી વખત તેમને 'માય લિટલ વન' કહેતા અને મધર ટેરેસા તેમને 'માય ઓન જિસસ' કહેતાં. મધર ટેરેસાએ લખ્યું છે કે, “જિસસ ક્રાઈસ્ટે મને એક ઝાંખી દરમિયાન કહ્યું હતું :“રિમેમ્બર, આઈ એમ વિથ યુ.” મધર ટેરેસાને જિસસને વધસ્તંભ પર ચડાવાયા હતા તે દૃશ્યની ઘણી વખત ઝાંખી થઈ હતી અને તે પછી 'મિશનરીઝ ઓફ  ચેરિટી' નામની સંસ્થા ઊભી કરી. શરૃઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. મધર ટેરેસાને થયેલી અનુભૂતિ સાબિત કરવી મુશ્કેલ છે, પરંતુ મધર ટેરેસાએ તે પછી આખા વિશ્વમાં નિઃસહાય અને ગરીબોમાં પણ ગરીબ લોકો માટે કરેલું કામ ચમત્કારથી જરાયે કમ નથી.

ઈશ્વર હ્રદયના મૌનમાંથી બોલે છે; અને આપણે સાંભળીએ છીએ. જે વ્યક્તીને જીસસે પોતાના કાર્ય માટે પસંદ કરી હોય તેને ખબર છે કે, ઈશ્વરે કહ્યું છે,
      ” મેં તને તારા નામથી સાદ દીધો છે. તું મારી છે. તને પાણી ડુબાડી નહીં શકે. તને આગ બાળી નહીં શકે. હું તને દેશોના દેશો આપી દઈશ. તું મારે માટે અમુલ્ય છે. હું તને પ્રેમ કરું છું. એક મા કદાચ પોતાના બાળકને ભુલી જાય; પણ હું તને નહીં ભુલું. મેં તારું નામ મારી હથેળીમાં કોતરી રાખ્યું છે. “



·                                 કોલકાતાથી દાર્જીલિંગ જતી વખતે ટ્રેનમાં એમને એક આધ્યાત્મિક અનુભૂતિ થઈ !

એ પછી મધર ટેરેસાએ તેમની સંસ્થામાં ભારતીય સાધ્વીઓને પ્રવેશ આપ્યો. ભારત દેશને જ તેમણે પોતાનો દેશ બનાવી દીધો. મધર ટેરેસાએ તેમના સંગઠનમાં આવતી સાધ્વીઓને ભારતીય વસ્ત્રો પરિધાન કરાવરાવ્યાં. ભારતીય જેવા જ દેખાવાનું કહ્યું. સાધ્વીઓ પણ ગરીબ મહિલાઓ જેવી દેખાવી જોઈએ. તેવા ખ્યાલના કારણે તેમણે ખ્રિસ્તી સાધ્વીઓનો પરંપરાગત ડ્રેસ છોડી
બધાંએ  ભૂરી કિનારીવાળી સાડી જ અપનાવી. તેમણે બાઈબલમાં લખવામાં આવેલો જિસસ ક્રાઈસ્ટનો એક જ સંદેશો તેમની સાધ્વીઓને આપ્યો : “જે ભૂખ્યા છે તેમને અન્ન આપો, જે નગ્ન છે તેમને વસ્ત્ર આપો. જેઓ તરસ્યા છે તેમને પાણી આપો. જે બીમાર છે તેમની સેવા કરો.”
શરૃઆતમાં મધર ટેરેસાની આ નવી ર્ધાિમક વ્યવસ્થા અંગે ચર્ચ સંમત નહોતું, પરંતુ છેવટે ૧૯૪૮માં નામદાર પોલ તરફથી 'ધી મિશનરીઝ ઓફ ચેરિટી'ને વેટિકનની મંજૂરી મળી. એમની આ નવી સંસ્થાનો પ્રથમ આરંભ દિન તા. ૨૧ ડિસેમ્બર-૧૯૪૮ હતો. તે વખતે ટેરેસાની વય માત્ર ૩૮ વર્ષની જ હતી. તેમણે જ આ નવા સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું. તેમની સેવાનો પ્રથમ માનવી કોલકાતાની સડક પર પડેલો એક માણસ હતો, જે બીમાર હતો, કીડા પડી ગયા હતા. અંતિમ શ્વાસ લઈ  રહ્યો હતો. મધર ટેરેસાએ તેને બેઠો કર્યો. તેના ઘા ધોયા. પાણી પીવરાવ્યું. દવા અને ભોજન આપ્યું. ત્યાંથી તેઓ બીજી એક શેરીમાં ગયાં. જ્યાં ભૂખથી બાળકો કણસી રહ્યાં હતાં. એ વખતે કોલકાતામાં સૌથી વધુ ગરીબો હતાં. ૩૦૦૦ જેટલી તો ઝૂંપડપટ્ટીઓ હતી. બીમાર લોકો શેરીઓમાં જ મૃત્યુ પામતાં હતાં. કોલકાતાની મ્યુનિસિપાલિટીને આ પ્રશ્ન હલ કરવો હતો અને એ કામ મધર ટેરેસાએ ઉપાડી લીધું અને કોલકાતાની સડકો પર જઈ મૃત્યુની સમીપ ગયેલા માનવીઓ માટે મધર ટેરેસાએ જે કામ કર્યું તેની ખ્યાતિ આખા વિશ્વમાં પ્રસરી ગઈ. એ પછી મધર ટેરેસાએ દુઃખિયારા લોકોની સેવા કરવામાં પાછું વળીને જોયું જ નહીં. મૃત્યુની નજીક પહોંચેલા માણસો માટે આવું કામ આજ સુધી કોઈએ કર્યું નહોતું. પશ્ચિમ બંગાળના તે વખતના ચીફ મિનિસ્ટર ડો. બી. સી. રોયે મધર ટેરેસાની કામગીરી બિરદાવી. તે પછી એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ મધર ટેરેસાને 'પદ્મશ્રી' એવોર્ડ એનાયત કરાવરાવ્યો. તે પછીના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુએ પણ તેમને પૂરેપૂરી સહાય કરી. મધર ટેરેસાએ ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું. ૧૯૭૯માં તેમને માનવતાવાદી કામ કરવા બદલ નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ૧૯૮૦માં તેમને ભારતનો સર્વોચ્ચ 'ભારતરત્ન એવોર્ડ' પણ એનાયત થયો. ૧૯૯૭માં ૮૭ વર્ષની વયે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમની અંતિમક્રિયા સરકાર દ્વારા સન્માનપૂર્વક કરવામાં આવી. જેમાં હિલેરી ક્લિન્ટને પણ હાજરી આપી. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગન, સેનેટર એડવર્ડ કેનેડી, ક્વિન એલિઝાબેથ, પ્રિન્સેસ ડાયના, પ્રિન્સ ચાર્લ્સ, યાસર અરાફાત, દલાઈ લામાથી માંડીને ડેસમન્ડ ટુટુ જેવી વિશ્વની અનેક હસ્તીઓ તેમને રૃબરૃ મળી હતી અને મધર ટેરેસાની કામગીરીને બિરદાવી હતી. મધર ટેરેસાના અવસાનને આજે ૧૩ વર્ષ થઈ ગયાં, પરંતુ દુનિયા આજે પણ બહુ જ ભાવથી તેમને યાદ કરે છે. મધર ટેરેસાએ સ્થાપેલા 'મિશનરીઝ ઓફ ચેરિટીની સિસ્ટર્સની સંખ્યા આજે ૪૮૨૬ છે.  વિશ્વના ૧૬૪ જેટલા દેશોમાં આ સંસ્થાનાં ૭૬૬ જેટલાં કેન્દ્રો દ્વારા સિસ્ટર્સ મધર ટેરેસાએ શરૃ કરેલાં કામો આગળ ધપાવી રહી છે.
મધર ટેરેસાનું એક વાક્ય ઘણું બધું કહી જાય છે : “ઈશ્વર આપણને બધાને ખૂબ મોટાં કામો કરવાનું કહેતો જ નથી. તે તો આપણને પ્રેમથી નાનાં નાનાં કામો પણ કરવાનું કહે છે.” મધર ટેરેસા કેથલિક ખ્રિસ્તી હતાં, પરંતુ તેમની 'નિર્મળ હૃદય' સંસ્થામાં આવનારાં દુઃખિયારાં લોકો કયા ધર્મમાંથી આવે તે કદી પૂછવામાં આવતું નહીં અને તેથી જ તેઓ આખા વિશ્વનાં 'મધર' બની ગયાં.


અંતરની વાણીને ઉજાગર કરવા ઇચ્છુક વ્યક્તિના પાયામાં ભાવ અને કરૂણા ધરબાઇને જ પડેલાં હોય. આ બેય જેમણે પોતાના વ્યક્તિત્વમાં સર્વતઃ આત્મસાત્  કરેલા હતા તેવા, માત્ર ભારતના જ નહીં પણ સમસ્ત વિશ્વના, આપણા જમાનાના, સંતની આ વાણી આપણને ભાવ અને કરૂણાથી સભર કરી દે!

ચાલો આજ તેમના જન્મદિન નિમિતે તેમના સદગુણો ને અપનાવી ખરા અર્થ માં ઉજવણી કરીએ 

Saturday, October 16, 2010

>> જો મનમાંથી એકવખત " રાવણ " નીકળી જાય તો…

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.

રામે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. સીતાને અશોક વાટિકામાંથી છોડાવી. રાવણનો સંહાર કર્યો. અયોધ્યાવાસીઓ ખુશ થયા. સહુથી વધુ ખુશી કૈકેયી પુત્ર ભરતને થઈ. તેનું તપ ફળ્યું, રામ, લક્ષમણ અને સીતા પાછા પધાર્યા. ઉર્મિલા, રામાયણની એક માત્ર જીવંત સ્ત્રી જેણે વિના વાંકે ૧૨ વર્ષ પતિના વિયોગમાં ગાળ્યા. મુખેથી એક હરફ પણ ઉચ્ચાર્યા વગર. વિજયા દશમી યા દશેરાનો મહાન ઉત્સવ અસ્તિત્વમાં આવ્યો.  પ્રતીકાત્મક રીતે જોઈએ તો શ્રી રામનો વિજય એ આસુરી તત્ત્વો અને આસુરી અવગુણો ઉપરનો ભવ્ય વિજય છે.
દશ-હરા એટલે દશ માથાને હરી લેવામાં આવ્યું.  આ દસ અવગુણો એજ રાવણનાં દશ માથાં હતાં. દશ માથાનો નાશ થયો. શ્રી રામે દસ અવગુણોનો નાશ કર્યો.રાવણના દસ માથામાં અહંકાર, ઈર્ષા, મદ, રાગ, સત્તા લાલસા, લાભ, કામ, વાસના, સંગ્રહખોરી, આડંબર, અને સંહારની ભાવના હતી. માણસે વાસ્તવમાં દશ અવગુણો ઉપર વિજય મેળવવાની જરૂર છે. દશ અવગુણો જીવનને હણે છે તે ગમે તે પ્રકારે માનવ ના મસ્તકને નુકશાન કરે છે. મસ્તકનું એક સ્વરૂપ માનવીની આભા છે. આભા-પ્રતિષ્ઠા હણાય તો જીવન બરબાદ થાય.
વિજયાદશમી વિજયનું પર્વ છે તેનો ગુઢાર્થ જીવનમાં વિજય માટે ‘અહંકાર’નો ત્યાગ અહંકાર કોઈનો ટકતો નથી આજે કહેવત પડી છે કે,
‘‘અભિમાન તો રાવણનું ટક્યું નથી’’ શું કામ ગર્વ કરવો ?
આજે વિશ્વમાં ‘લાદેન’ જેવા રાવણો છે કાશ્મીરમાં અનેક રાવણોરૂપી આતંકવાદીઓ પ્રજાને કનડે છે. નિર્દોષ નાગરીકોની હત્યા એ રાવણનું લક્ષણ છે. આવા રાવણોને નાથવાની જરૂર છે.
સમાજમાં સ્ત્રી ઉપર ખરાબ નજર કરનારા અનેક રાવણો છે. સ્ત્રીને વિકારોની ‘‘અશોક વાટિકા’’માં રાખનારા રાવણોના માથાનો વધ કરવા યુવાનો બહાર આવે એ જ વિજયાલક્ષ્મી છે.
‘આપણ રામે’શું કર્યું? સાપ ગયાને લીસોટા રહ્યા ઉક્તિ  મુજબ  દર સાલની માફક ગાંઠીયા અને જલેબી ખાધા. સાંભળ્યું છે કે ગુજરાતીઓ દર દશેરાએ તેનો સવારે ચા સાથે નાસ્તો કરે છે. જાણવા મળ્યું તેથી લખું છું. કદાચ મનની ઉપજ પણ હોઈ શકે. રામે તો રાવણનો સંહાર કર્યો.. સૂચવે છે ધર્મ નો વિજય. વહેલું કે મોડું અધર્મને ધર્મ સામે પરાજિત થવું પડે છે. કાંઈ નહી તો આપણે દશેરા જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીશું. હલકા વિચારોને તિલાંજલી આપી ઉન્નત વિચારો મનમાં સ્થાપીશું. હર દિવસે વિચારીશું
 ૧. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને શાંતિથી વિચારવાની શક્તિ અર્પે.
૨. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ અને સાહસ પૂર્વક કાર્ય કરવાની શક્તિ આપે.
૩.  હું ઈશ્વરનો આભાર માનીશ મને તક તથા લક્ષ્મીની સહાય મળી છે.

ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં દશ માથાવાળા રાવણો છે - તેના માથાં ઉડાડી રામરાજ્યની સ્થાપના કરીએ  દશેરા બધા માટૅ ખુશી લઈ ને આવે.
એ જ શુભ કામનાં

Monday, October 11, 2010

બાળકોને આપો તેમનું બાળપણ

આદરણીય વાલીગણ 

તમારાં બાળકો આજે નાનાં છે, કાળક્રમે તે યુવાન થઈ જશે અને તેમનું બાળપણ કાળની ગર્તામાં ખોવાઈ જશે. શું તમે નથી ઇચ્છતા કે તમારાં બાળકોનું બાળપણ વીતી જાય તે પહેલાં તેના બાળપણના સાક્ષી બનો. બાળકો સાથે વિતાવેલો એ સમય તમારી જમા પૂંજી છે અને તે તમને વ્યાજ સાથે પરત મળશે, જ્યારે તમારાં બાળકો તમારા આપેલા સંસ્કારો અને મૂલ્યો પર ચાલશે. તો પછી ચાલો આજથી જ તમારાં બાળકોને બાળપણની ભેટ આપવાની શરૂઆત કરીએ.

આજે જાતે સ્કૂલે મૂકવા જાઓ

બાળકોને સમય આપવાની શરૂઆત તેને સવારે જગાડવાથી કે સ્કૂલે જવા માટે તૈયાર કરવાથી કરો. આજે એવું ન થાય કે તેને સ્કૂલબસમાં મોકલવાની જગ્યાએ તમે જ મૂકવા જાઓ. તે સમય દરમિયાન તેની સાથે થોડી મસ્તી પણ કરી લો. તેને વાતો પણ કહેવી હશે, પપ્પા હું આજે સ્કૂલમાં ક્રિકેટ રમ્યો હતો. 

મેં સૌથી વધારે રન કર્યા હતા. ટીચરે મને મેથ્સમાં ૧૦માંથી ૧૦ માર્ક આપ્યા હતા, મારું ચિત્ર બધાને ગમ્યું હતું અને સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવ્યું છે. તેની આ વાતો સાંભળીને તમને થશે કે તેને દરરોજ સ્કૂલે મૂકવા જાઉં. 

ઓફિસમાંથી ફોન કરો 

કામની વ્યસ્તતા હોવા છતાં તેને દિવસમાં એક વખત ફોન કરો. વિચારો કે તે ઘરે શું કરતો હશે, તે ફોન પર કેવી વાત કરશે, તેની વાત સાંભળીને તમે શું વિચારશો. એ જાણવાનો પ્રયત્ન કરો કે તે સાંજે શું કરવાનો છે? તે ક્યાંક ફરવા તો નથી જવાનો ને. જો તે હોય તો તેને કંપની આપવા તમારું કામ તે રીતે સેટ કરીને તેની પાસે પહોંચી જાઓ. ઓફિસમાંથી નીકળતાં જ તેની ચિંતાઓ ભૂલી જાઓ. કારણ કે તમે તમારી સાચી દુનિયામાં જઈ રહ્યા છો. 

બાળપણને સમજો

ક્યારેક સાંજે ઘરે જતી વખતે બાળકો માટે તેમની મનગમતી કાર્ટૂન ફિલ્મની સીડી કે તેની ગમતી કોમિક બુક કે સ્ટોરી બુક લઈ જાઓ. ઘરે ગયા પછી ટીવી જોયા વગર તેની સાથે વાતો કરો, તેની લાગણીઓ જાણવાનો પ્રયત્ન કરો. તેના વિચારોને સમજવાનો આ સરળ રસ્તો છે. તે સિવાય પણ તમારી અને બાળકોની વચ્ચે લાગણીઓનો સેતુ બાંધવાનો આ જ સમય છે. 

સાથે મળીને કંઈક કરીએ

તમે બાળપણમાં કાગળની હોડી, ફૂલ, માસ્ક, ફ્લાઈંગ ઓબ્જેકટ જેવી ઘણી વસ્તુઓ બનાવી હશે. બાળકો સાથે રમતાં રમતાં તેમને પણ તે બનાવતા શીખવો. તેમાં પણ જો મા-દીકરી સાથે મળીને રસોઈ બનાવે તો સૌથી સારી વાત છે. ગાર્ડનિંગમાં પણ બાળકો સાથે સમય પસાર કરો. 

કંઈક સ્પેશિયલ કરીએ

એમ લાગે કે આજે ખાસ કંઈ કામ નથી તો બાળકો સાથે કામ કરવાનું વિચારો. તેમના મિત્રોને ઘરે બોલાવો. તેમની સાથે ગેટ ટુ ગેધર રાખો. તેમને કહો કે તમારે જે કરવું હોય તે કરો. આજે બધું જ તેમની મરજી પ્રમાણે થશે. 

સાથે ડીનર કરો

ઓફિસના કામકાજમાંથી સમય કાઢીને બાળકો સાથે ડીનર કરવાનું આયોજન કરો. તે દરમિયાન તેમની પરેશાનીઓ, ગુસ્સો અને મજાકને હળવેથી સાંભળો. તેમની વાત સાંભળીને ગુસ્સો ન કરો અને ખાસ તો તમારા વિચારો તેની પર ઠોકી ન બેસાડો. જો તેમની વાત ખોટી હોય તો તેને પ્રેમથી સમજાવો. 

આભાર મને વાંચવા બદલ......