Saturday, November 30, 2019

વહાલસોયા પુત્રને પત્ર (પ્રખ્યાત લેખક મિત્રશ્રી અંકિત દેસાઈનો પત્ર)

Photo credit :- સંજય વૈદ્ય (દ્રશ્ય અંકિત દેસાઈ અને સ્વર...)


દીકરા સ્વર,

આમ તો આ પત્રમાં લખેલી વાતો મારે તને અંગતમાં કહેવાની થાય છે. અને સમયે સમયે હું તને એ કહેતો પણ રહીશ જ, પરંતુ એ વાતોની ગંભીરતા એવી છે કે મેં તારા નામે આ ઓપન લેટર લખવાનું નકકી કર્યું.

દીકરા તું જન્મ્યો ત્યારથી એક બાબતે મેં હંમેશાં સજાગતા રાખી છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ બનું. તું મને પાપા કે ડેડા નહીં કહે અને માત્ર અંકિત જ કહેશે એ મને વધુ ગમશે, કારણ કે પિતા શબ્દ થોડી મર્યાદાઓ લઈને લાવે છે અને મારે એ પોકળ મર્યાદાઓને બહાને તને અમુક તથ્યો- સત્યો કે કેળવણીથી દૂર નથી રાખવો.

દીકરા, મારે જે વાત ખાસ શીખવવાની થાય છે તે એ કે તારી આસપાસની, તારી સાથેની સ્ત્રીઓની હંમેશાં રિસ્પેક્ટ કરજે. હંમેશાં એ બાબતનું ધ્યાન રાખજે કે તારી સામે જે છોકરી કે સ્ત્રી ઊભી હશે એ તારાથી નબળી કે તારાથી ઉતરતી નથી. સર્જનહારે શરીરના જે બાંધાને કોમળતા આપી છે એ કોમળતાને માનવ ઇતિહાસની શરૂઆતથી નિર્બળતા માની લેવાઈ છે. આ તો ઠીક એ કોમળતાને જાગીર અથવા સંપત્તિ પણ માની લેવાઈ છે. પરંતુ તું એ ભૂલ નહીં કરતો.

તું ભલે એક જવાબદાર દીકરો નહીં બને. પિતા તરીકે હું તારી પાસે આદર્શ દીકરા બનવાની અપેક્ષા રાખીશ પણ નહીં. આમેય મારે તારા પિતા થઈને તારા જેવો દોસ્ત ખોવો નથી. એટલે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે હું તારા વ્યક્તિત્વની કે તારી આગવી લાઈફસ્ટાઈલ અથવા માન્યતાઓની રિસ્પેક્ટ કરીશ. પણ દીકરા, તારા દોસ્ત તરીકે તારી પાસે એક નાનકડી અપેક્ષા હંમેશાં જરૂર રાખીશ કે તું એક આદર્શ પુરૂષ બને. દીકરા, ખરું પૌરૂષત્વ પોતાની તાકાતો દુરુપયોગ કરવામાં નથી, પણ પોતાની તાકાત કોઈનું રક્ષાકવચ બને એમાં સાચું પૌરુષત્વ છે.

મારા દીકરા, તું ટીનએજ થશે ત્યારે મારે તને એ બાબતથી સજાગ કરવો છે કે સેક્સ અને હવસ વચ્ચે ફરક છે. દરેક બાબતની એક ઉંમર હોય છે એટલે તારી યોગ્ય ઉંમરે તું ય એ બધું પામશે જ, એટલે અફેક્શન કે લવની ઉંમરમાં તું તારી શારીરિક જરૂરિયાતને તારા પર સવાર ન થવા દેતો. અને જ્યારે તું એડલ્ટ બનશે ત્યારે તને એક જ વાત કહેવી છે કે, રિલેશનશિપની બહાર કે રિલેશનશિપની અંદર બંને પાત્રોની સહમતિથી સર્વોપરી કશું જ નથી. જો સામેનું પાત્ર જરા પણ ખચકાટ અનુભવે કે જો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તારે એ ખચકાટ અને ઇન્કારનો કોઈપણ ભોગે આદર કરવો પડશે..યાદ રાખજે કે જો તું જે ક્ષણે સામેનાની ઈચ્છાનો આદર નહીં કરી શકીશ એ ક્ષણે તું તારી અંદર રહેલા દુર્જનને તારા પર સવાર થઈ જવાની તક આપી દઈશ. અને તારે ક્યારેય થવા દેવાનું નથી.

મારા મખ્ખનચોર, ઈશ્વરે મને દીકરાનો બાપ બનાવ્યો છે એટલે મારે માથેની જવાબદારી વધી જાય છે. કારણ કે તું પણ કાલ ઊઠીને પુરુષ થઈશ અને આવતીકાલના પુરૂષના વર્તનના મૂળ તારી આજમાં રહેલા છે. એટલે એ મારી નૈતિક જવાબદારી બને છે કે હું તારી સાથે અમુક વાતો ખૂલ્લા દિલે શેર કરું અને તને એ દિશામાં સાચી કેળવણી આપું.

બાકી, તારે મોટા થઈને કરીઅર શું બનાવવી છે કે તારે પ્રેમ કોને કરવો છે કે તારે લગ્ન કરવા છે કે નથી કરવા કે તારે માત્ર અલગારી રખડપટ્ટી જ કરવી છે કે એડલ્ટ તરીકે તારે આલ્કોહોલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, જેવી કોઈ બાબતમાં મને ઈન્ટ્રેસ્ટ નથી. રાધર એક ઈન્ડિવિજ્યુઅલ એડલ્ટની પર્સનલ લાઈક્સ - ડિસ્લાઈક્સમાં માથું મારવાનો મને અધિકાર પણ નથી. પરંતુ એક આ જ એક બાબત તારી પાસે હંમેશાં ઈચ્છીશ કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં તું રહે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ તું જીવે, બસ મર્દ થઈને રહેજે અને મર્દાનગીનો સાચો અર્થ રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જ થાય છે.

બી રિસ્પોન્સિબલ ફોર યોર મેનહૂડ માય ડિઅર સન.

લવ યુ❤❤


(પ્રખ્યાત લેખક અંકિત દેસાઈ દ્વારા પોતાના પુત્ર પર લખેલો પત્ર) સમજણને વંદન..... દરેક બાપ પોતાની મરજીથી આ વાતને અનુસરી શકે છે..

Sunday, October 6, 2019

દેડકો કેમ મર્યો ....??? જીવન અવલોકન

પહેલા સાયન્સમાં પ્રયોગ કરાવવામાં આવતા જે હાલ પ્રતિબંધિત છે... આ પ્રયોગ પરથી જીવનની અમુક બાબતો શીખવા જેવી છે...

ત્યારે 11, 12 સાયન્સમાં પ્રયોગ માટે માનવ શરીર વિશે સમજાવવવા માટે દેડકાનો ઉપયોગ થતો.. એ સમયમાં એક પ્રયોગ થતો.....

કોઈ દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને ધીરે ધીરે વસાણના પાણીને ગરમ કરવાનું શરૂ કરો...જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને પણ બહારના તાપમાન સાથેનું સાનુકૂલન બનાવતો જશે, વાસ્તવમાં જે એની નૈસર્ગીક લાક્ષણિકતા છે ....

જ્યારે પાણી તેના ઉત્કલનબિંદુએ એટલેકે boiling point ઉપર પહોંચશે ત્યારે હવે દેડકા માટે વધુ સાનુકૂલન શક્ય નથી અને પરિણામે દેડકો પાત્ર માંથી બહાર કુદવાનો પ્રયત્ન કરશે પરંતુ તે તાકાતને અભાવે કુદી નહીં કરી શકે કારણકે શરૂઆતમાં તેણે પરિસ્થિતિ સાથે સાનુકૂલન (adjust ) સાધવામાં જ બધી તાકાત ખર્ચી નાખી હતી ...

ઉપરોક્ત પ્રયોગમાં અંતે દેડકો માર્યો જાય છે ....
આ દેડકાનું મોત કયા કારણે થયું ...???
વિચારો ....
ઉકળતા પાણીને કારણે ...???

ના સત્ય એ છે કે દેડકો પોતાની adjust કરી લેવાની પ્રકૃતિને કારણે જ મર્યો અને adjust થવા થવા માં જ જ્યારે જરૂર હતી ત્યારે વાસણમાંથી કૂદકો મારવાનો સમય તેણે ગુમાવી દીધો ....!!

આપણે પણ પરિસ્થિતિ અને આસપાસની વ્યક્તિઓ સાથે સતત adjust થતા રહેવાનો પ્રયત્ન કરતા રહીએ એ છીએ પરંતુ એની સાથે ક્યાં સુધી adjust થવું અને ક્યારે આ adjustment છોડી દેવુ તેની સીમારેખા નથી આંકતા હોતા ... સમયની એક ચોક્કસ ક્ષણે જ આપણે નિર્ણય લેવાનો હોય છે કે હવે આ adjustmwn માં જ રહેવું છે કે બહાર નીકળી જવું છે ....
ઘણી વખત આપણે આપણી આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓ કે જે ક્યાં તો આપણુ શારીરિક ,નાણાકીય , આધ્યાત્મિક, માનસિક કે કુત્રિમ લાગણીઓથી શોષણ કરી રહ્યું હોય તેવું સતત અનુભવાય છે અને આપણે પણ સતત એની સાથે જ adjustment કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખતા હોઈ એ છીએ અને દેડકાની જેમ બહાર નીકળવાની યોગ્ય તક ગુમાવી દેતા હોઈ એ છીએ ...
નક્કી કરો કે ક્યારે કૂદકો મારવો છે ....!!

જ્યારે પણ આપણામાં ભરપૂર તાકાત હોય ત્યારે જ અવશ્ય કૂદકો મારી લેવો..
નોંધ :-
આ લખાણ લખતી વખતે કોઈ પણ પ્રાણીને ઇજા કે શારીરિક ત્રાસ અપાયો નથી ..

Thursday, October 3, 2019

પોઝિટિવ પર્સન ચિત્રકાર શ્રી સામત બેલા

ચિત્રકાર શ્રી સામત બેલા ,
જામકલ્યાણપુર ,
દેવભૂમિ દ્વારકા

ચાલો તો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણને........

ચિત્રકલા જગતની દુનિયામાં જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી એવા શ્રી સામતભાઇ લક્ષ્મણભાઈ બેલા નો જન્મ 26 ફેબ્રુઆરી 1981ના રોજ દ્વારિકા વિસ્તારના એક અંતરિયાળ ગામ કલ્યાણપુરમાં થયો હતો. ખેતી પર આધારિત પરિવારમાં જન્મેલ સામતભાઈ પિતા લખમણભાઇ અને માતા રામીબેન ના સંસ્કારની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હતો પિતા લખમણભાઇ ના મુખે સદા કૃષ્ણ પ્રેમની વાતો સાંભળતાં તે છાપ તેમના હૃદયમાં બાળપણથી જ ગહન બની હતી.
સામતભાઈએ પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુર માં જ પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે ભૂલથી ભાંગનાં બીજ ખાઈ જવાથી તે ત્રણ દિવસ પાગલપનની સ્થિતિમાં રહ્યા હતા. મને લાગે છે એ બાળપણનું પાગલ પણ આજે પણ એની ચિત્રકલામાં જોવા મળે છે. બાળપણમાં તે અભ્યાસમાં ખૂબ જ નબળા હતા ધોરણ ૧ થી ૭ માં તે નાપાસ રહ્યા અભ્યાસના સમયમાં પણ તે ચિત્ર બનાવ્યા કરતા બીજા વિદ્યાર્થીઓ જ્યારે ફટાફટ વાંચન કરતાં ત્યારે તેમને અચરજ જેવું લાગતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો લગાડતા. આવી નબળી પરિસ્થિતિમાં પણ તેણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ પોતાના કાર્યમાં ખુબ જ એકાગ્રતા ધરાવે છે. કક્ષા સાતમા ઓચિંતો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. જે બાળક કક્ષા સાતમા વાંચન શીખ્યો હોય અને કક્ષા 8 માં પ્રથમ ક્રમાંકે આવ્યો એ વાત એમના શિક્ષકોની સમજની બહાર હતી. બાળપણમાં શિક્ષકની ભાષા સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી, તે આજે પોતે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવે છે. તેમણે માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુર ખાતે શ્રી કે કે દાવડા હાઇસ્કુલમાં પૂર્ણ કર્યું. આગળ જતાં તેણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રાવલ જેવા નાના ગામમાં પૂર્ણ કરી સી.પી.ઍડ નો અભ્યાસ વલસાડ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપર ખાતે એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આજે પણ એ સ્વભાવે એક નાના બાળક જેવા સહજ અને રમૂજી છે.
સામત ભાઈ ને ચિત્રની કલા એમને વારસામાં નહોતી મળી અને જે વિસ્તારમાં એમનો જન્મ થયો એ વિસ્તાર માં કોઈ એવા મોટા ચિત્રકાર નો સંપર્ક પણ ન હતો. એમ છતાં પણ એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.
સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. હાલ તે બે ચિત્ર સિરીઝ પર કામ કરી રહ્યા છે. જેમાં એક "સૌરાષ્ટ્રની રંગધારા" અને બીજી "કૃષ્ણમય". તેમની બંને સિરીઝ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે.
સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.
સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.
કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.
કલાનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે હોય છે નહીકે પેટિયું રડવા. જે કલા નો ઉપયોગ માત્ર ગુજરાન ચલાવવા જ કરે છે તે "કારીગર" ને સમાજના હીતમાં કરે તે "કલાકાર" .સામતભાઈ પોતાની કલાની મદદથી કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક મદદરૂપ બન્યા છે. તેમજ આર્થિક સમસ્યાથી ભાંગી ગયેલા લોકોને નિઃસ્વાર્થ આર્થિક મદદ કરી ચિત્રકલા ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. સમાજના હિતમાં તે એક શિક્ષક તરીકેની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શન નું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો નું કલેક્શન અમેરિકા અને લન્ડન જેવા શહેરોમાં પણ છે.
કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .2017માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 2019માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા "આહીર રતન "જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. વિધાનસભા 2019 ના ઇલેક્શન માં તેમને ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના "આઇકોન" તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે.

ગાંધીનગર મેટ્રો દૈનિક નું તોરણ સાપ્તાહિક "રંગો ના તરંગો " ૧૦૩ આર્ટિકલ .

- ગાંધીનગર મેટ્રો દૈનિક "તોરણ"

Wednesday, October 2, 2019

બહુરૂપી ગાંધી...રાજકારણ થી રંગમંચ સુધી...

ગાંધી,એક એવું નામ જે ચેક કે ડ્રાફ્ટ ની જેમ વટાવી શકો, એક એવું પગલુંછણીયું કે જેના પર તમે તમારી ભડાશ કે ગંદકી કાઢી શકો, વોટ થી લઇ નોટ સુધી ગાંધી...ગાંધી...ને ગાંધી જ...
હરી તારા નામ છે હજાર એમ ગાંધી ને દરેકે પોતાના દરેક સ્વાર્થ માટે વાપર્યો...ખુબ જ... નેતા થી લઇ અભિનેતા સુધી દરેક ની સીડી ના એકાદ પગથીયે ગાંધી મળશે જ.પોતાની નેગેટીવ પબ્લીસીટી માટે પણ અખબારો-પત્તરકારોએ ગાંધી ને ઘોંચપરોણા કરવામાં કાઈ બાકી ના રાખ્યું...
પણ ઘેલકાંકરીનાવ તમારો જયારે પ્રેગ્નાન્યુઝ જેવી સ્ટ્રીપ માં પણ નતો જન્મ થયો એ પેલ્લા નો ગાંધી આંધી ની જેમ ફરી વળેલો છે ને તારા આખા ખાનદાન ના લોટા ચાણોદ માં ઠલવાઈ જશે ત્યાં સુધી ગાંધીયન વિચારધારા ચમકતી જ રેવા ની છે.સરદાર જેવો ચરોતરી પટેલ “ઘઉં માં કાંકરા વીણવાનું ગાંધી શીખવાડશે” એવી ગાંધી ની ઠેકડી ઉડાડતો માણસ જ્યારે એના પગે બેસે ત્યારે એ હડ્ડીપસલી માં કઈક તો હોવું જોઈએ ને? ગાંધી બન્યો જ પરદેશ ની ધરતી પર...અહી તો સમજ્યા, બીજી ગલીએ જેને કોઈના ઓળખતું હોય એવા ભાદરવા ના કુતરાવ આજે ગાંધી ને ગાળો આપે છે.પેશાબ પગ પર ના પડે એટલા હાટુ વિયાગ્રા ખાતી ખારેકો ,સુનલો ...એ ડોસો છોત્તેર વરસે જાજરૂ જાતે ધોઈ હડી કાઢતો ને તું તારી ફૂટપટ્ટીએ ગાંધી માપવા નીકળ્યો??? હે ગળફેશ, ગાંધી ની સ્મશાન યાત્રા જેટલા લોકો ને કદીયે તું જીવન માં મળ્યો પણ હોઈશ?
આખીય દુનિયા માં ગાંધી ના નામ પર મરી ફીટનાર કેટલાં... ને બા પોતેય દરેક કાર્ય માં મૂક સાથ આપતા. ને તું કોડા નાગિન જોતી બૈરી ને “તું આવી જ સીરીયલો જોજે” એવી કોમેન્ટ પણ કરી શકતો નથી...હે માનવ ગાંધી પેદા થતા નથી, ગાંધીને સમય-સંજોગો ઘડે છે એના માટે બહુરૂપી બનવું પડે.રંગ બદલી ખો આપતો બહુરૂપી નહિ પણ આ સમાજ નો કર્મમાનવ સાચો કર્મયોગી એવો બહુરૂપી..
ગાંધી વકાલત,દરજીકામ,ધોબીકામ,વાળ કાપવાનું-વગર અરીસે,હરીજન નું કામ, મોચીકામ, રસોઈ, વૈદ્યક, નર્સિંગ, શિક્ષક, કાપડ વણાટકામ, રંગકામ, ખેતી, હરાજી, નામું લખવું, ભીખ માંગવી, લુંટ કરવી-કરાવવી,કેદી સાથે જ સેનાપતિ,લેખન,પત્રકાર,પ્રકાશક,છાપકામ,બાઈડિંગ,મદારી,ફેશન ડીઝાઈનર વગેરે અનેક કામ બખૂબી થી નિભાવતા અને દરેક માં નિપુણ હતા.ગાંધી નો આ એક વિચાર જો સમાજ અપનાવી લે તો અમેરિકા થી ભારત પાછળ ન હોય.વર્ષો થી વિકસિત દેશો માં મૃત્યુ સુધી પોતાનું કામ પોતે કરવાની સીસ્ટમ છે અને એટલે જ એ આગળ છે અહી સાહેબો ખાલી પેન્ટ ની ચેઈન એકલી નોકરો પાસે ખોલાવવાની બાકી રાખે છે.ગાંધી આ ડીપેંડન્ટ રહેવાથી થતા નુકસાન ને પહેલા જાણી ગયો..
ધોબી ના પૈસા પોસાતા નથી એમ નથી પણ ધોબી ની ગુલામી ના કરવી પડે એટલે હું આ કરું છું.આપણે ત્યાં કામદાર વર્ગ ને ભાઈબાપા કરીએ ત્યારે તોછડાઈ પૂર્વક ઉપકાર કરતા હોય એમ કામદાર આવતા હોય છે કમસે કમ નાની નાની બાબત માં ઈન્ડીપેન્ડન્ટ બનીએ...આ એક વિચાર અપનાવી લઈએ - બહુરૂપી ગાંધી...
રહી વાત બ્રહ્મચર્ય ની...તો ગાંધી જેવો ખુલ્લાદિલ સાફ ઇન્સાન કોઈ નથી.ક્યારે સેક્સ ના વિચારો આવતા ને ક્યારે વેશ્યા ની ગલીએ ગયો એ ચોખ્ખું લખ્યું.હાળા જલોટાવ તમે સોશિયલસાઈટો પર કૈક ના રેપ કરી નાંખ્યા , દાણા નાંખવા ભરતી નવરી બજારો ગાંધી માટે તમારા જેવા કૈક તારાઓ રોજ ખરીજાય છે.બ્રહ્મચર્ય માં હજી હું દરેક પ્રયોગો જાહેર કરી શકું એ સ્ટેજ પર પહોચ્યો નથી પહોંચીસ ત્યારે ચોક્કસ સમાજ ને જાહેર કરીશ.આજે આશ્રમ ની કોઈ મહિલા જિંદા નથી અને કોઈનું કોઈ નિવેદન આવેલ નથી ને કદાચ કોઈ પ્રયોગ માં કસોટી ખાતર ખાંડા ની ધાર પર વિચલિત થયા વગર ચાલે તો જલોટા તને ના મળ્યું એની ખંજવાળ છે કે શું? કોઈ પુખ્ત વય થી નીચેનું તો નતું ને...આગ ની જ્વાળાઓ આગળ પીગળ્યા વગર ઘી પડી રહે અને ઘી એ વાત નો દમ મારતું હોય તો આપણે મિયાં ખલીફા ના આશીકો એ કમ સે કમ આવી બાબતો માં ચંચુપાત ન કરવો જોઈએ...
ગાંધી વિચાર રૂપે જીવવાનો, વાણીયો હતો લાંબુ વિચારનારો એના સિદ્ધાંતો,વિચારો એક એક પકડીએ તો દુનિયા પાણી ભરશે.અનાદિકાળ સુધી એના વિચારો જીવવાના જ...સત્ય ના પ્રયોગો મારી ફેવરીટ ચોપડી છે એવી શેખી મારવા કરતા મંગળ પ્રભાત,હિંદ સ્વરાજ,રચનાત્મક કાર્યક્રમ જેવી બુક્સ વાંચો.ગાંધીયન બનો જાતે પાણી પીવા જાવ ને કચ્છા બનિયાન એક વાર જાતે ધોઈ જોવો...
છેલ્લે બાપુ પાછલા વર્ષો માં આપ જડ બનતા ગયા, ઉપવાસે ઉતરેલા આપ પર લોકો છાતીએ રોટલીઓ ફેંકી જાય એટલા લોકો આપના ઉપવાસો થી બેબસ બન્યા, છેલ્લે આપનું વાણીયાત્વ થોડું કમ લાગ્યું, આપમાંનો વાણીયો ૫૫ કરોડ માં થાપ ખાઈ ગયો... ને આખી જિંદગી આ પાકલાવ ની સુવાવડ હિંદે કરવાની આવી...વડાપ્રધાન થી લઇ ભાગલા સુધી થોડુ મોટું મન રાખી ક્યાંક જડતા મુકવી હતી
પણ ખેર ટેઢા હૈ પર મેરા હૈ જૈસા હૈ અપના બાપુ હૈ... કાયદે આઝમ કોની જોડે સુતો હતો એ પણ ખોંચરવું જોઈએ... બાકી બાપ બાપ હોતા હૈ....
હેપ્પી વાલા બ’ડે બાપુ...

Gaurang Darji
ગૌરાંગ દ ૨જી ઓક્ટોબર 2019

Thursday, September 19, 2019

પોઝિટિવ પર્સન મોચી દાદા

રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.

મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.....એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ.


  • રાજકોટ:નિર્મલા કો.સ્કુલના kids વાલીઓ, અહીં બ્રેક કરી બે પ્રોત્સાહિત શબ્દો બોલજો, કેમકે આપણી જ છોકરીઓના રોજ 10₹ ઓછા લે છે અને મીઠું મોઢુ ય કરાવે છે.  રાજકોટના અમીર વર્ગના ગણાતા એરિયામાં દરિયાદીલ દાદા.. કોટેચા ચોક બાજુ, આ સ્કુલ આવેલી છે.



સાભાર... ફેસબુક

Saturday, September 7, 2019

કર્મ

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો અને બીજો પક્ષીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો હતો.

પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો, તે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો.

અને બીજાની દાનત સાચી હતી એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં...

એટલે ક્યારેક કંઇક દેખાય તે સત્ય માની લેવું નહીં ... પણ ક્યાં સંજોગ હતા તે જાણ્યા વગર વાતને આગળ વધારવી નહિ.
ઈશ્વર પણ માત્ર કર્મ જોતો નથી, કર્મ પાછળનો હેતુ ખાસ જુવે છે.

Monday, September 2, 2019

ઇન્ટરવ્યુ

ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો.

આજ તેનો ઇન્ટરવ્યુ હતો.મનોમન નકકી કર્યું હતું કે
જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.
મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:

– સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે ,
– નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,
– નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,
– રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,
વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.

પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.

બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું
તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી.બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.

સીડીની લાઈટ પણ બંધ કરી.

એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.

મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી.

ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું :
ક્યારથી જોઈન્ટ કરશો.
મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ
એપ્રિલફૂલ તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું :
હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથીબસ CCTV મા તમારો Attitude જોયો છે.બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો.

ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ.

ગીતા અને સંસ્કાર

પોતાનાં બાળકોને આજે 'ગીતા' વંચાવશો તો આવતીકાલે એને કોર્ટમાં 'ગીતા'ઉપર હાથ નહીં મુકવો પડે.સંસ્કાર જ અપરાધ રોકી શકે છે પ્રશાસન નહીં.

Friday, August 16, 2019

આજનું મંથન

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને....

ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..

BUSY પણ અને BE-EASY પણ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.🦁

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર....!🐿


એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો. 👍🏽


આમ જ સમય વિતતો રહ્યો....

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.👌🏽


પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?😇


આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !🍎


આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. 👴🏻


ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.👩🏻👦🏻👩🏻👦🏻


શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?😍😍😘😍😘


શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !


આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !



😊એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો,
પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો...🦋☘

👍ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો

👍દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો..

💐દરેક સબંધ ને ઉજવી લો*....

🎂તમારા હોવા ને ઉત્સવ બનાવી લો


BUSY પણ અને BE-EASY પણ રહો

Sunday, August 11, 2019

શિક્ષણ અને શિક્ષક

જુદી જુદી પદ્ધતિઓ, ટેક્નિકલ જાણકારી, ઉચ્ચ ડીગ્રી હોય...પણ એ બધાથીયે વિશેષ જરૂરી છે કે શિક્ષકને વિદ્યાથીૅઓ પ્રત્યે સ્નેહ હોય. એવો ભાવ હોય કે આ બધા બાળકોનું ભવિષ્ય મારે સજાવવાનું છે...તેની આંખોમાં સપના અને હૈયામાં હામ ભરવાની છે. આવો ભાવ ઉદ્ભવવાથી શિક્ષક તેમજ વિદ્યાથીૅઓ બન્નેનું જીવન ઉન્નત બને છે.
કેળવણી એક પવિત્ર હવન સમાન છે તેમાં બન્ને પક્ષે સમાન 'આહુતિ' એટલે કે તત્પરતા હશે તો વાતાવરણ- શિક્ષણ પ્રજ્જવલિત અને ઉજ્જવળ બનશે.

Monday, July 15, 2019

વળતો ઘા

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા.. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.

લેખ આખો વાંચજો
🙏🙏🙏🙏🙏

જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા દુર્ગા બહેન તેમને બોલાવવા આવ્યા.. – ”ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે..”

હસીને વસતંભાઈએ કહ્યુ: ‘’અરે દુર્ગા બહેન, તમે ભુલી ગયા.." આજથી તો હું રિટાયર થઈ ગયો છું, હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી.. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ.’’ વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.

વાલકેશ્વરના ‘ચંદ્રદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.. વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા.. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી..

ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતા..
આજે બસ પરમ શાંતિ છે..
માથા પર કોઇ ભાર નહીં..

વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા..પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એક જ વ્યાખ્યા હતી. કામ.. કામ .. અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી..

દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો.
તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો..

આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે..

હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે, બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે..!!

દીપકને કહ્યું: ‘’બેટા, હવે હું રિટાયર થવા માંગુ છું..! અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..

આજે તેમનો પહેલો દિવસ હતો.

‘’સાહેબ, ચા ઠંડી થઈ ગઈ.. બીજી બનાવીને લાવું ?’’ પાછળથી દુર્ગા બહેનનો અવાજ આવ્યો..

– ‘’ના ના ચાલશે’’ કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો.. ‘’ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો..’’

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી.. તે પણ હવે પૂરી થતી હતી.. સહ ઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દીવસો પસાર થતા હતા.. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા.. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે,
સિંગાપુર ફરવા જઈએ..

વસંતભાઈએ તરત હા ભણી..

બીજે દિવસે દીપકને કહ્યુ: –‘’બેટા... આજે જરા એંસી હજારનો ચેક આપજે.. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે..’’

– ‘’પણ પપ્પા... દીપક જરા અચકાયો, હમણા હાથમા એટલી રોકડ રકમ નથી..’’

‘’રોકડ રકમ નથી?’’

વસંતભાઈને જરા નવાઈ લાગી..
પહેલા થયું દીપકને પૂંછું..
પછી માંડી વાળ્યુ..
હશે, ધંધો છે...
હમણા મેળ નહી હોય..

એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી..

મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાય એ નક્કી કર્યું કે,
આવતા વરસે સાથે જશું..

હમણા વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા..
ઘરે આવતા મોડું થઈ જતું હતું..
પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે..

દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી..

એક રવીવારે તે ઘરે હતા ત્યારે
તેમને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દિકરો, પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠાતો લાગ્યું કે, વહુ મંજરી દુર્ગા બહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે..

દુર્ગા બહેન રોટલી આપવા આવ્યા
એટલે તેમને પૂછ્યુ: ‘’શું વાત છે?’’

– કંઇ નહીં.. ભાઈ-ભાભી બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’

‘’બહારગામ જવાના છે? ક્યારે? ક્યાં?

ત્યાં તો મંજરી રસોડામાથી બહાર આવી.. – ‘’કેમ વહુ બેટા, ક્યાં જવાના છો?

– ‘’પપ્પા અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે.."

"હેં.. ક્યારે?’’

‘’પરમ દિવસે.."

વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો.. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી..

– ‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો..’’ કહી તે ઉભા થઇ ગયા..

દુર્ગા બહેન તેમને જતા જોઈ રહ્યા..

રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો..

– ’’તમે મને બોલાવ્યો પપ્પા?’’

– ‘’હા.. મેં સાંભળ્યુ છે કે, તમે યુરોપ જવાના છો?

– હા પપ્પા.. સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામા વ્યસ્ત થઈ જશે. અને અમારા મિત્રો પણ જાયછે.. એટલે અમે પણ જઈએ છીયે..’’

– ‘’અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી??

– ‘’એમાં પૂછવાનુ શું..??

– ‘’કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે??

– ‘’હા.. થોડી ઘણી થઈ છે..

– "તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’

– ‘’તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવુ?' બાકીનું વાક્ય દીપક ગળી ગયો..

આ ઊમરે એટલે? વસંતભાઇને ઝાળ લાગી ગઈ...

દીપક રૂમની બહાર જતો રહ્યો..

વસંતભાઈ ઘા ખાઇ ગયા..
એમનો દીકરો આવુ કરી શકે તે એમના માન્યમા નહોંતુ આવતું.. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો.. ભરોસો હતો કે, દીપક એમને સાચવશે.. એટલે પોતાની માટે તેમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ..

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા..

હવે શું? આખી જિંદગી આમજ કાઢવી પડશે?ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?

આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા.. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..?

ના..ના..

બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા..

દુર્ગા બહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી ગયા..

વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ..

–‘’સાહેબ, તબીયત બરાબર નથી?’’

–‘’બરાબર છે.."

વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગા બહેનને અણસાર આવી ગયો કે, કઇક ગરબડ છે..

ત્રીજે દિવસે વહેલી સવારે દીપક, મંજરી અને સૌમિત્ર જ્યારે નિક્ળ્યા ત્યારે વસંતભાઈ સુતા હતા..

મંજરીએ હળવા સાદે બૂમ પાડી:
’’પપ્પા - પપ્પા.. અમે નીકળીયે છિયે..’

વસંતભાઈ ઝબકીને જાગી ગયા..

– ‘’હા બેટા.. ખુશી થી જાવ..’’

–‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો.. દુર્ગા બહેનને મેં બધુ સમજાવી દીધુ છે.."

–‘ભલે..'

મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગી ને નિકળ્યા.. દીપક રૂમની બહાર જ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા..

ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો..

દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી..

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા..

–સાહેબ, ચા મૂકું??

– ‘હા બે કપ મુકજો.. મહેમાન આવવાના છે..' કહી વસંતભાઈએ ફોન લગાડ્યો.. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો..

થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધું જ પુછ્યુ: બેટા, મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?

– ‘’આવે લગભગ સાડા પાંચ .છ કરોડ..‘’

– અને મને આજ સાંજ સુધીમા રોકડા રૂપિયા હાથમા જોતા હોય તો??

પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો..

– ‘’અરે જુવે છે શુ?
–હું મશ્કરી નથી કરતો.. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે.. મારે કાલ સવાર સુધીમા બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો છે.. થોડું આમ-તેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમા જોઈએ..‘’

પંકજે ત્યા બેઠાબેઠા બે ત્રણ પાર્ટી ને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો..

– "હવે બેટા.. એક કામ બીજું કર.. "
અત્યારે જ બરોડામાં સારા એરિયામા ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે.."

ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરી નાખ્યો.. ફ્લેટ લીધા પછી પણ ધણી મોટી રકમ હાથમા બચતી હતી... તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઇ શકે તેમ હતો..

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા..
બસ.. દરિયાને જોતા રહ્યા.. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે?? આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કળી શકાય છે??

સાંજના તેમણે દુર્ગા બહેનને બોલાવ્યા. – જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે, તમે કાલથી છુટ્ટા.. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે.. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચ લાખ રૂપિયાનો ચેક છે..
તમે ગામ માં તમારા પરિવાર સાથે જ ને આનંદથી રહો..

દુર્ગા બહેન રડી પડ્યા..
– ‘’સાહેબ, તમે એકલા ક્યાં જશો?"

—‘એક્લો ક્યાં..?? મારો પ્રભુ તો મારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને..'

બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો.. સાથે પોતાની થોડીક વસ્તુઓ
અને પત્ની શાંતિ બહેનનો ફોટો લિધો..
બસ, ફ્લાઇટમાં બરોડા પહોચ્યા.
ફ્લેટ સરસ હતો. Vધીમે ધીમે બધું ગોઠવાતું ગયુ.. જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિયો ચાલુ કરી.. બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો..

મંજરીએ ઘરની બેલ વગાડી..

એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો..
–‘કોનુ કામ છે?'
મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી..
ત્યાં તો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો.. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા..

– ‘અરે ભાઇ, ક્યાં જાવ છો?‘

– અરે મારા ઘરમાં..
–પપ્પા પપ્પા... દુર્ગા બહેન..’
-તેણે બુમપાડી..

બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા..

– ’અરે તમે બધા કોણ છો?

–'આ મારું ઘર છે’

–‘તમારુ ઘર?'

ભાઇ, તમને કઇંક ભૂલ થતી લાગે છે..
હજુ પંદર દિવસ પહેલા જ અમે અહી રહેવા આવ્યા છીયે.. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદીયો છે..’

–દીપકનું માંથુ ચક્કર ખાઇ ગયુ..
તે નીચે ઉતર્યો.
તેણે વોચમેનને પુછ્યુ:
વોચમેનને કઈં ખબર નહોતી..
આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી..
દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો..
ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા..

બિલ્ડીંગના સેક્રેટરીથી ખબર પડી કે,
આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે..!!

દીપક ઘા ખાઈ ગયો..
પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો...

બહુ જ સરસ નિર્ણય..👌🏼👌🏼👌🏼
વસંત ભાઇ...🙏🏼

ફેસબુકમિત્ર રિતેશ દાવડાની દીવાલ પરથી... સાભાર ઉઠાંતરી

Saturday, July 6, 2019

अश्लीलता

बुरा लगे तो #sorry!!
लड़कियो के अधनग्न घूमने पर जो लोग या स्त्रिया ये कहते है की कपडे नहीं सोच बदलो
उन लोगो से मेरे कुछ प्रश्न है !!
1)हम सोच क्यों बदले?? सोच बदलने की नौबत आखिर आ ही क्यों रही है??? आपके अनुचित आचरण के कारण ??? और
आपने लोगो की सोच का ठेका लिया है क्या?? पहली बात
2) दूसरी बात आप उन लड़कियो की सोच का आकलन क्यों नहीं करते?? कि उन्होंने क्या सोचकर ऐसे कपडे पहने कि उसके पीठ जांघे इत्यादि सब दिखाई दे रहा है....इन कपड़ो के पीछे उसकी सोच क्या थी?? एक निर्लज्ज लड़की चाहती है की पूरा पुरुष समाज उसे देखे,वही दूसरी तरफ एक सभ्य लड़की बिलकुल पसंद नहीं करेगी की कोई उसे इस तरह से देखे
3) कुछ लड़किया कहती है कि हम क्या पहनेगे ये हम तय करेंगे....पुरुष नहीं.....
जी बहुत अच्छी बात है.....आप ही तय करे....लेकिन हम पुरुष भी किन लड़कियो का सम्मान/मदद करेंगे ये भी हम तय करेंगे, स्त्रीया नहीं.... और हम किसी का सम्मान नहीं करेंगे इसका अर्थ ये नहीं कि हम उसका अपमान करेंगे
सत्य यह है कीअश्लीलता को किसी भी दृष्टिकोण से सही नहीं ठहराया जा सकता। ये कम उम्र के बच्चों को यौन अपराधो की तरफ ले जाने वाली एक नशे की दुकान है।।और इसका उत्पादन स्त्री समुदाय करता है।
मष्तिष्क विज्ञान के अनुसार 4 तरह के नशो में एक नशा अश्लीलता भी है।
यदि यह नग्नता आधुनिकता का प्रतीक है तो फिर पूरा नग्न होकर स्त्रीया अत्याधुनिकता का परिचय क्यों नहीं देती????
गली गली और हर मोहल्ले में जिस तरह शराब की दुकान खोल देने पर बच्चों पर इसका बुरा प्रभाव पड़ता है उसी तरह अश्लीलता समाज में यौन अपराधो को जन्म देती है।।
इसलिए पूरे समाज का संस्कारित होना अति आवश्यक है !!
Yes or No?

अगर किसी को बुरा लगे तो उसके लिए क्षमा चाहता हूं
और अगर अच्छा लगे तो एक शेयर जरूर करना

🙏🙏🙏🙏 कविता शर्मा

Wednesday, July 3, 2019

બુફે જમણવાર (આજની ખરી વાસ્તવિકતા)

નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. અમે નાના હતાં ત્યારે કોઈ જમણવારમાં જઈએ તો પતરાળાં અને પડીયા પહેલાં આવે પછી એમાં પીરસણીયા વારાફરતી બધું પીરસે આપણે જમવાનું. બધાને ખાવું હોય એટલું સરખું જ પીરસાય. ઘણા વધુ લઈ લે અથવા વધારે પીરસાઈ પણ જાય. બગાડ પણ થાય, પણ કોઈ ભૂખ્યું ના રહી જાય. ઘણી જગ્યાએ પોતાની થાળીઓ લઈને જવાનો પણ રીવાજ હતો. સુખી ઘરના ત્યાં જમણવાર હોય કે જાનમાં મોંઘેરા મહેમાન તરીકે જઈએ તો પાટલા મંડાય ને ચકચકીત થાળીઓમાં જમવાનું પીરસાય. પતરાળાં પછી સ્ટીલની થાળી વાટકા આવ્યાં, ત્યાર પછી મેલામાઈનની ડીસો આવી, જમીન પર બેસવાનું બંધ થયું ટેબલ ખુરશી આવી ગયા પણ પીરસવાનું ચાલું હતું.

હવે બુફે સિસ્ટમ આવી ગઈ છે. ટેબલ પર બધું મૂકેલું હોય એમાંથી જાતે લઈ લેવાનું. જો કે આપણને મદદ કરવા ટેબલ પર મૂકેલું હોવા છતાં, જાતે લેવાનું હોવા છતાં જૂની આદતો જલ્દી જાય નહિ એટલે પાછા ત્યાં પણ પીરસણીયા ઊભા રાખતા હોઈએ છીએ તે અલગ વાત છે.

આ ૧૫૩ શબ્દોની પ્રસ્તાવના ઉપર મુજબ એટલે ઠોકી કે આપણે એવું માની બેઠાં છીએ કે કુદરતના જમણવારમાં બધાને જોઈએ તેટલું મળી રહે છે. કુદરત જાણે જૂના જમાનાના જમણવાર જેવી હોય, આપણે આરામથી બેસવાનું અને કુદરત નવરી હોવાથી દરેકને એના પેટ પ્રમાણે આપણ બાદશાહોને પીરસવા આવે. એટલે આપણા તત્વજ્ઞાનીઓ પણ તત્વજ્ઞાન ઠોકતાં હોય છે કીડીને કણ હાથીને મણ, તને પણ, મને પણ. બધાને જરૂર પૂરતું મળી જ રહે છે. દાંત આપ્યા હોય તો ચાવણું આપે જ છે. ભૂખ્યાં ઊઠાડે પણ ભૂખ્યાં સુવાડે નહિ. વગેરે વગેરે અવાસ્તવિક વારતાઓ માંડતા હોય છે. વાસ્તવમાં એવું હોતું નથી કારણ ભૂખ્યાં સૂનારા કદી તત્વજ્ઞાન પીરસવા આવતા નથી. ભર્યાપેટ વાળા બધાં જ્ઞાન પીરસતાં હોય છે.

ખરેખર કુદરતનું રાજ બુફે ડીનર જેવું છે. એ તમને પીરસવા નવરી નથી, એ ના તમારી થાળીમાં પીરસવા આવે ના થાળીમાંથી છીનવી લેવાં. એના ટેબલ પર બધાને બધુ જ મળી રહે તેટલું બીછાવેલું જ છે. હવે તમારે તમારી રીતે જાતે લેવાનું છે. જરૂર કરતાં વધારે ના લઈને બીજાના ભાગમાં આવવા દેવાની સમજ તમારે જ કેળવવાની છે. પણ આપણે એવું કરતા નથી. કુદરતના ટેબલ પર લૂંટાલૂંટ ચાલી રહી છે. એટલે જે જબરા છે એ જરૂર કરતાં વધારે મેળવી જાય છે ને નબળા ભૂખે મરે છે, ટાઢે મરે છે, તડકે તપે છે. એમાંથી પછી નક્સલ જેવા હિંસક વાદ પેદા થાય છે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં ૧૪૦ કરોડમાંથી ૮૩ કરોડ લોકો રોજના ૨૦ થી ૩૫ રૂપિયામાં જીવન ચલાવે છે ને લગભગ ૨૦ કરોડ લોકો રાતે ભૂખ્યાં સૂઈ જાય છે. ભૂખમરા સૂચકાંકની યાદીના ૧૧૯ દેશોમાં ૧૦૩ નંબર ઉપર આવી ગયાં છીએ, જ્યાં ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ તેવી ફિલોસફી સૌથી વધુ ચાલે છે. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી પણ હોઈ શકે અથવા એમાંના જ એક હોવાની સંભાવનાઓ વધુ હોઈ શકે.
અધિક કામ નહિ પણ
અનિયમિત કામ ને લીધે જ
આપણ ને નિષ્ફળતા અને
તનાવ અનુભવાય છે !!!

Monday, July 1, 2019

ક્લબ ૯૯ (એક પ્રેરણા)

!!! ક્લબ ૯૯ !!!

એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ ફરતાં હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, "હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"
મંત્રી એ હસીને જવાબ આપ્યો, "એ લોકો ક્લબ ૯૯ નાં સભ્યો નથી અને તમે છો ને એટલે!!"
"ક્લબ ૯૯? એ શું છે??" રાજા ને આશ્ચર્ય થયું.
મંત્રી એ કહ્યું, "મને ૯૯ સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ." રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને ૯૯ સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ ૯૯ સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર.....નવ્વાણું.
કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો ૯૯ નો જ આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, "તું આ સોનામહોર ગણ. એને ય આંકડો ૯૯ નો જ આવ્યો."

સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી ૧૦૦ સોનામહોર થઈ જશે." એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણી......તો આંકડો ૯૭ નો જ આવ્યો.
"આમાંથી બે સોનામહોર ઓછી કેવી રીતે થઈ ગઇ?" એણે અતિશય ગુસ્સામાં કહ્યું.
એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, "બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ સાડી ......કેવી લાગે છે ?"
પતિનો પિત્તો ગયો, "તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?"
"તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો", પત્નીએ છણકો કર્યો.
એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

"સોનામહોર ઘટતી ગઈ"......અને......."કંકાસ વધતો ગયો."

બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું.
ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, "શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?"
મંત્રીએ હસીને જવાબ આપ્યો, "રાજન! હવે આ લોકો પણ ક્લબ ૯૯ ના સભ્યો છે." "તમે આપેલી ૯૯ સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ ૯૯ સોનામહોર ને ૧૦૦ કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું."

આપણામાંથી એવા ઘણા છે જેની પાસે ૯૯ સોનામહોર પડેલી જ છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં ને માથાકૂટમાં એ ૯૯ સોનામહોર ખોટી જગ્યા એ વેડફાઈ જાય છે અથવા તો સોનામહોરો એમને એમ મૂકીને પોતે જ ગુજરી જાય છે.

જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો ૯૯ ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને ૯૯ સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!

મારી નમ્ર વિનંતી છે કે.......
જો તમે પણ ક્લબ ૯૯ની સભ્ય ફી ભરી હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેશો.

આભાર. પ્રણામ...

Sunday, June 30, 2019

મદદ

મદદ...

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?" તેણે પૂછ્યું. મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?"

સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "

રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં.

મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.

તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."

"કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."

મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."

પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.

વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."

"ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.

જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."

મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."

મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!

મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે...
કરે છે કામ નકશા પણ, દિવાલો બાંધવા માટે,
તને નાહકનો વાંધો છે , બિચારા એક કડિયા થી.

ફાલતુ અર્થહીન સવાલ (શબ્દોમાં બહુ તાકાત છે)

એક સહેલી એ બીજી પૂછ્યું : - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી?
સાહેલીએ કહ્યું - કંઈ નહીં
તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે?
શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેનાય પૈસા નથી ? શું તેની નઝર માં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ..

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા , અંતે મનમુટાવ ની શરુવાત.....
આજ મુદ્દા પર વારંવાર ની લડાઈ ઝગડા આખર માં વાત છૂટાછેડા સુધી પહુંચી
જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલ થી

બીજો કિસ્સો...
રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું : - ક્યાં કામ કરો છો?
પવન ફલાણી ફલાણી દુકાનમાં ..
રવિ :- બોસ કેટલી પગાર આપે છે?
પવન :- 18 હજાર ..
રવિ :-18000 બસ !!!, તમે આટલા અમથા પગાર માંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો ...
પવન :- (એક ઊંડો શ્વાસ લઇ ને ) યાર મુશ્કેલી તો છે જ !
પવન ને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી .. શેઠએ પગાર વધારવાની ના પડી , પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો ..

ત્રીજો કિસ્સો :-
એક સાહેબે એક માણસને કહ્યું . તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે.. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?
પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે .. તેને એક નાનું બાળક પણ છે, બિચારા ને સમય જ નથી મળતો .

પ્રથમ માણસ કહ્યું :- વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ?. આતો બધા બહાના છે
વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી .. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે, ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે ..
આખિર મન નો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી,

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે. આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે
ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ , પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમ ના બીજ મુકતા આવીએ છીએ
વિચાર જો ..............

તિરંગાનો પાંચમો રંગ

"બોલો તિરંગામાં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો.

બધા હસવા લાગ્યા, "તિરંગામાં ત્રણ જ રંગ હોય ને ?"
ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું " તારો જવાબ અલગ છે ?"
એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી " પાંચ."

અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફથી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકોને સ્પર્ધક તરીકે મોકલાવીને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા "બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ " જીતવાની હોડમાં રહેતાં. આ સ્પર્ધાનું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને "ગ્રાન્ડ ફિનાલે" કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો. સૌ જાણતા જ હશો કે આવી સ્પર્ધાઓનું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબરરૂપે પહેલાથી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિકથી એડિટ કરીને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલેનો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાકના સમયની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાકનો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શકને, જુના સ્પર્ધકને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકોને એક સવાલ પૂછ્યો . "બોલો તિરંગામાં કેટલા રંગ છે ?"
આપણી ચાર્મીએ જવાબ આપ્યો "પાંચ."

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરત જ ચાર્મીને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવામાં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલમાં એની અને એની સ્કૂલની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુમાં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલનું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સ્પર્ધા કેટલાં લેવલ સુધી હતી ?
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરીથી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્યની છોળો ફરી વળી આખા ઑડિટોરિમમાં. કેટલાક ચતુર લોકોએ એની મુર્ખામીને તાળીઓથી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભામાં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલમાં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારીમાં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાથી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગામાં સૌથી ઉપરના ભાગમાં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.

ચાર્મી : બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગાના વચલાં ભાગમાં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.

ચાર્મી : ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગાના સૌથી નીચલા ભાગમાં હોય છે.
હવે હોલમાં આનંદની ચરમસીમા હતી, સૌએ ઉભા થઈને તાળીઓ ચાલુ જ રાખી. સૌને હવે આગળનો ફિયાસ્કો માણવાની આતુરતા પરાકાષ્ઠાએ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.

ચાર્મી : ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગાના વચલા ભાગમાં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?

ચાર્મી : પાંચમો રંગ છે "લાલ" જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓનો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરીને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગામાં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ? (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાવીને ના પાડી). ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ?

ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.

આખા હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુમાંથી. એક એક આંખમાં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મીને તેડી એને પપ્પીઓથી નવડાવી દીધી અને બોલ્યો *"જે દિવસે આખા દેશને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદનો છેલ્લો દિવસ હશે."*

-ગિરિશ મેઘાણી

કથા બીજ : નિરંજનભાઈ કોરડીયા