Thursday, January 20, 2011

‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’


‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’ 
આ વાક્ય સાંભળી જમનાલાલ બજાજે વિનોબાજીને પૂછ્યું કે 
‘આ “કુછ બાત હૈ” એટલે એવી કઈ વાત છે જે ભારતની તાકાત છે ?’
વિનોબાજીએ કહ્યું. ‘એ છે ભારતની શબ્દ અને સાહિત્ય શક્તિ’  
ભારતની ઓળખ સ્કાયવોક, ફલાયઑવર, મૉલ કે મલ્ટીપ્લેસ નથી. 
ભારતની ઓળખ છે, 
છેવાડાના માણસનું ‘આજે અમારે ત્યાં રોકાઈ જાઓ ને…….’ એમ કહેતું લાગણીભીનું હૈયું. 
ભારતને સમજવું હોય તો આમ આદમીના હૃદય સુધી યાત્રા કરવી પડે.

LIFE :- LIFE JO "COMPUTER" HOT TO.......


મન માં જો "Sim card" હોત તો યાદો ને delete કરી શકાતી હોત...

મગજ માં જો "printer" હોત તો, વિચારો ની print out કાઢી શકાતી હોત...

હૈયા માં જો "pen drive" હોત તો જીન્દગી નો data એમાં સમાયો હોત...

મોઢામાં જો "blue tooth" હોત તો, વાતો ને transfer કરી શકાતી હોત...

આંખો માં જો "SMS" હોત તો, તસ્વીરો ને receive કરી શકાતી હોત...

કદાચ...

જીન્દગી જો "computer" હોત તો, તેને પણ restart કરી શકાતી હોત...


Wednesday, January 19, 2011

Navyug.......Something Change: LIFE :- જીવન જીવવાનું પતંગિયા પાસેથી શીખો......

Navyug.......Something Change: LIFE :- જીવન જીવવાનું પતંગિયા પાસેથી શીખો......: "એક પતંગીયું મહત્તમ 140 દિવસ જીવે છે, પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, ઘણાં હૈયા જીતી શકે છે. જીવનની દરેક ક્ષણ કિમતી ..."

LIFE :- જીવન જીવવાનું પતંગિયા પાસેથી શીખો......


એક પતંગીયું 
મહત્તમ 140 દિવસ જીવે છે, 
પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, 
ઘણાં હૈયા જીતી શકે છે. 
જીવનની દરેક ક્ષણ કિમતી છે. 
ખુશ રહો, 
હ્રદય જીતતા રહો.
Ek Patangiyu 
Mahatam 140 Divas Jive Chhe,
Pan Chhatay te
AnandPurvak Jivi Shake Chhe,
Ghana Heiya Jiti Shake Chhe..
Jivanni Darek Kshan Kimanti Chhe,
Khush Raho,
Hruday Jitata Raho..

Tuesday, January 18, 2011

SUVICHAR :: JYOT

બીજી મીણબત્તીને જ્યોત આપવામાં 
પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, 
પણ 
તેના કામમાં એક સાથીદાર મળશે.

Monday, January 17, 2011

The Essay :: આજના બાળકની વેદના એક નિબંધ દ્વારા

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.
નિબંધનો વિષય છે
”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું??? કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.” 

Sunday, January 16, 2011

ANAND & SANTOSH


આનંદ અને સંતોષ વચ્ચે તફાવત શું? 
જીવનમાં જે ગમે તે મળે તે આનંદ 
અને 
જીવનમાં જે પણ મળે તે ગમે તેનું નામ સંતોષ


ANAND ANE SANTOSH VACHHE TAFAVAT SHU ?
JIVAN MA JE GAME TE MALE TE ANAND
ANE
JIVANMA JE PAN MALE TE GAME TENU NAM SANTOSH

Friday, January 14, 2011

Maths of Life : જીવનનું ગણિત થોડું મેળવી લઈએ

પગથીયું ચઢ્યા પહેલું જીવનનું ત્યારે,
લક્ષ્ય હતું કૈક મેળવવાનું ,
કરવાનું હતું શું અને કર્યું શું ,
....
આજે એનું ગણિત થોડું મેળવી લઈએ
રીતો હતી સરળ જ જીવવાની 
તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં 
....
થોડોક સમય ફાળવી લઈએ
છોડી નહિ એક પણ તક,
બીજાને નીચા જોવડાવાની
સામે ખુદ કેટલા પાણીમાં છીએ 
....
એનું માપ... એકવાર જ બસ કાઢી લઈએ
તોડી અને તોડવી ઘણી,
બંધાયેલી હતી જે પ્રેમ ની ગાંઠો 
આ.. લો, એ તૂટેલા તાંતણાંઓ,
....
ફરી પાછા સીવી લઈએ
તડકો અને છાયો ,ખુશી ને ગમ,
ક્રમ છે આ તો જગત નો
તો સુખ હોય કે દુખ હમેશા,
....
હસવાની તાલીમ કેળવી લઈએ
હું જ સાચો, હું જ બરાબર,
એવી ઘણી માન્યતાઓ આપણી,
તોડીને તે સૌ આપણી જાતને 
...
બીજા સાથે ભેળવી લઈએ
માણસને વિસરીને આપણે,
રહ્યા સ્વાર્થમાં જ જીવનભર,
સ્વાર્થ ભૂલી એકવાર હવે,
....
જરા ઇન્સાન બનીને જીવી લઈએ ..............

Thursday, January 13, 2011

Navyug.......Something Change: HARTLY INVITATION : PATANGBHAI NI KANKOTRI ::

Navyug.......Something Change: HARTLY INVITATION : PATANGBHAI NI KANKOTRI ::: "પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથીશ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર ચરંજીવી પતંગના શુભલગ્નશ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી ..."

HARTLY INVITATION : PATANGBHAI NI KANKOTRI ::

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2011 ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા
લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી….

Wednesday, January 12, 2011

Makarsankranti :: મકરસંક્રાતિ ના તહેવાર ને ચાલો વાગોળીએ ....

મકરસંક્રાતિ- ઉત્તરાયણ પર્વના દિવસે દાન કરી પૂણ્ય કરવાના ભાગરૃપે સમગ્ર હિન્દુઓ માતા સમાન ગાયને ઘુઘરીને લીલો ઘાસચારો ખવડાવવામાં આજે વહેલી સવારથી જ વ્યસ્ત બનશે ત્યારે પૂણ્યનો લહાવો પ્રાપ્ત કરવામાં કયારેક ઘાસ કે ઘુઘરીની એક જ દિવસમાં ખોરાકમાં ગૌમાતા ને આફરો સર્જવાની સાથે અકાળે મોતને ભેટવાના બનાવો પણ બનતા હોય છે. જેથી જાહેર જનતાને સપ્રમાણમાં ગૌ માતાને ઘુઘરી કે ઘાસચારો પીરસવા અપીલ કરી છે
ર્ધાિમક અને યુવાવર્ગ, બાળકો અને વૃધ્ધા વર્ગના સૌનો મનગમતો તહેવાર ઉજવણીના ઉબંરે આવી પહોંચતા આજે આકાશી યુધ્ધ ખેલવા સજજ બની જશે. વહેલી સવારથી ધાબાઓ પર સાઉન્ડ સિસ્ટમોના ખડકલા થઈ જશે. ઉંધીયુ, જલેબી અને તલસાંકળીની ધાબાઓ પર જ જયાફત માણવા પરિવારજનોના ખડકલા ધાબાઓ પર જોવા મળશે ‘કાપયો છે, લપેટ... લપેટ...’ના ગગનભેદી સંગીતના સથવારાની ગુંજોથી આકાશ રંગીન બની જશે. વિવિધ પૌરાણિક ગાથાઓ સાથે ર્ધાિમક મહાત્મય ધરાવતા ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પૂણ્યનો લહાવો કમાવવા સમગ્ર હિન્દુઓ વ્યસ્ત બની જશે. પર્વને અનુલક્ષી ચાલુ વર્ષે જાણે લીલા ઘાસચારાના વહેપારીઓ પણ મોંઘવારીનો ફાયદો ઉઠાવવાના સંકલ્પ સાથે નાણા કમાય લેવા ભાવ બમણો કરી દધો છે અવનવા પોશાકો,ચશ્મા અને ટોપી સાથે શહેરીજનો ધાબાઓ પર જોવા મળતા જાણે એક અલૌકિક શહેરનું નિર્માણ રંગબેરંગી પતંગોના આકાશ વચ્ચે સર્જાશે ઉત્તરાયણની ઉજવણી ટાણે આજે પતંગ લૂંટનારાઓ પણ અગાઉથી સાધન સજજ બન્યા છે. તેઓ પણ પોતાના મનની મુરાદો પુરી કરી લેશે.
આજે અને ગઇકાલે પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હોટલોમાં ચટાકેદાર ઉંધીયું સહિતની વાનગીઓ પીરસવા તૈયારીઓ થઈ ચુકી છે પતંગોત્સવને યાદગાર બનાવવા પતંગ રસિયાઓ તૈયારીમાં લાગી ગયા છે. ઠેર ઠેર પતંગ દોરાની મંડાયેલી દુકાનોમાં બે દિવસથી ધૂમ ખરીદી નીકળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રંગબેરંગી પતંગોથી ઉભરાયેલા બજારમાં ભીડ ઉમટતા મનપસંદ પતંગો ચપોચપ ઉપડી રહી છે.
સાથે સાથે દોરો સુતાવવા માટે પણ લાઈનો પડી રહી છે. સામેવાળાનો પતંગ કપાય તેવો દોરો સાથે ઉત્સવને મનાવવા ગૃહિણીઓ તલ, સાંકળી, ચીક્કી વગેરે આઈટમો અને વાનગીઓ બનાવવામાં વ્યસ્ત બની છે. સાથે સાથે બ્રાહ્મણોને દાન માટેની વ્યવસ્થા અને વહેલી સવારે ગાયને ઘુઘરી, ખવરાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે. ઉત્તરાયણને દિવસે સૂર્ય મકરસક્રાંતિ તરીકે પણ ઓળખતા પર્વમાં ધાબા ઉપર સ્ટીરીયો સીસ્ટમ પણ ગોઠવાઈ રહ્યા છે. બાળકો અને યુવાનો પર્વને લઈને વિશેષ થનગનાટ કરી રહ્યા છે. જો કે આનંદના અતિરેકમાં બાળકો છત,ધાબા અને પતરા પર દોડાદોડી કે પતંગ લૂંટવાની લ્હાયમાં પડે નહીં. માર્ગો પર પતંગ લૂંટનારાઓ વાહન સાથે અથડાય નહીં અને માર્ગો પર પડેલા દોરાઓથી વાહન ચાલકોને ગળાના ભાગે વાગે નહીં તેનું વિશેષ ધ્યાન રાખે તે જરૃરી છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે હોટલોમાં ખાસ ઉંધીયું જલેબી બનાવી ગ્રાહકોને ચટાકો કરવાની તક પુરી પાડશે. મોંઘવારીની માઠી અસરો પતંગ બજાર જોરી ઉપર પડે છે. પરંતુ યુવાનો પરંપરાગત પર્વની ઉજવણી માણવાનું ચુકતા નથી. પતંગ પર્વ એક દિવસીય વન- મે મેચની માફક જ જાહેર આકાશના સ્ટેડીયમ ઉપર ખુલ્લા મને ઉજવણી કરવામાં યુવાન વર્ગ ભારે તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ સૂર્યનુ મકર રાશીમાં પ્રવેશના પ્રારંભે ગૃહીણીઓ ગૌ પૂજા તેમજ બાજરીની ઘુઘરી, ગોળ ખાસ ખવડાવે છે. ગાયનો ઉછેર કરતો વર્ગ અહીં ઉત્તરાયણ નિમિત્તે ગાયોને ખાસ ઝૂંડમાં લઈ નીકળે છે.
છેલ્લા બે દિવસથી માત્ર પતંગ દોરા જ નહીં પરંતુ ઉત્તરાયણના દિવસે ખુલ્લા વાતાવરણમાં મીજબાની માણવા માટે શેરડી બોર જેવી ખાણી પીણીની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ હતી.
ઉત્તરાયણ પર્વ આવતા શેરડી અને બોર વેચનારાઓ એકાએક આવી પડે છે. નવી શેરડી તૈયાર થાય એટલે એ ભગવાનને સૌ ચઢાવે છે. એજ રીતે બોર તલ પણ ચઢાવવામાં આવે છે. આ દિવસે તલ વસ્ત્ર અને ધાન્ય ધાનનો ભારે એક મહીમા છે. એનું અનુસરૃપ થઈ બધા મહાદેવજીના મંદિરે જઈ ધાન્ય ફળનું દાન કરતા હોય છે.
જેઓ ખેતરમાં શેરડી પકવતા હોય તેઓ ઉત્તરાયણ પર્વના દિવસે પોતાનો માલ બજારમાં વેચવા અર્થે મુકતા હોય છે પરંતુ જેઓ ધર્મપ્રિય વ્યકિતઓ છે. તેઓ ગમે ત્યાંથી શેરડી બોર શોધી લાવીને ભગવાનને ચઢાવતા હોય છે.
ખરૃ મહત્વ તો આ પર્વના દિવસે ગાયને ઘાસ અને ઘુઘરી ખવડાવીને મહીલાઓ પૂજા કરે છે. ઉત્તરાયણ પર્વ પહેલા સારા કામો થતાં નથી પરંતુ એ પર્વ પુરો થતાં સૌ દરેક કામ કોઈ પણ જાતની શંકા વગર પ્રારંભ કરી દે છે.

LOVE, LIFE & PREM

પ્રેમ, 
ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, 
ઘણી વાર જીવનભર માટે, 
પણ 
ઘણી વખત તમે જેને પ્રેમ કરો 
તેની સાથેની એક ક્ષણ 
જીવનભર માટે હોય છે.



Prem
Ghani Var Ek Kshan Mate Hoy Chhe,
Ghani Var Jivanbhar Mate,
Pan
Ghani Vakhat Tame Jene Prem Karo,
Teni Satheni Ek Kshan 
Jivanbhar Mate Hoy Chhe...

Tuesday, January 11, 2011

Swami Vivekanand : વિવેકાનંદના જીવનના આખરી દિવસોનો એક પ્રસંગ

સ્વામી વિવેકાનંદે અગિયારસને દિવસે ઉપવાસ કર્યો હતો, પરંતુ તેમણે ભગિની નિવેદિતાને ફરાળી વાનગી પીરસીને દરેક વાનગીની મીઠી-મધુરી વાત કરીને પ્રેમથી ખવડાવી. નિવેદિતાનું ભોજન પૂરું થતાં તેમણે જાતે જ હાથ ધોવડાવ્યા અને પછી લૂછી આપ્યા. અત્યંત સંકોચ પામતાં નિવેદિતા બોલી ઊઠયાં કે ‘‘સ્વામીજી, અમારે તમારી સેવા કરવાની હોય, તમારે અમારી નહીં.’’ ત્યારે સ્વામીજીએ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો હતો કે ‘‘ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા ને!’’
નિવેદિતા આ જવાબ સાંભળીને ચમકી ઊઠયાં પણ બોલી શક્યાં નહીં કે ‘‘પણ એ તો લાસ્ટ સપરની વાત છે.’’ એ ઘટનાના બે દિવસ પછી ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદ મહાસમાધિમાં લીન થઈ ગયેલા

Swami Vivekanand : વિવેકાનંદ માણસ માણસ વચ્ચેનો ભેદભાવ સ્વીકારતા નહીં.

સ્વામી વિવેકાનંદના જીવનનો બીજો એક પ્રસંગ પણ જોરદાર છે. તેઓ આગ્રાથી વૃંદાવન પગપાળા જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં શરીરને થાક વર્તાતો હતો. એવામાં તેમણે એક માણસને વૃક્ષ નીચે ચલમ ફૂંકતો જોયો. તેમને ચલમમાં બે-ચાર ફૂંક મારીને થાક ઉતારવાની ઇચ્છા થઈ. તેમણે પેલા માણસ પાસે ચલમની માગણી કરી ત્યારે તેણે કહ્યું કે હું તો દલિત છું. નાતજાતના પૂર્વસંસ્કારને કારણે તેમણે પહેલાં તો ચાલવા માંડયું, પણ ચાર-પાંચ ડગ માંડતા તેમનું અદ્વૈતનું જ્ઞાન જાગ્યું. તે તરત પાછા ફર્યા અને દલિતે પીધેલી ચલમમાંથી ખુશી ખુશી બે-ચાર દમ ખેંચ્યા. વિવેકાનંદ માણસ માણસ વચ્ચેનો ભેદભાવ સ્વીકારતા નહીં.

Swami Vivekanand : રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ પર પણ આંધળો વિશ્વાસ મૂક્યો નહોતો

રામકૃષ્ણ પરમહંસ પહેલી જ નજરમાં નરેન્દ્રમાં રહેલું હીર પારખી જાય છે અને તેને પોતાને ત્યાં મળવા આવવાનું ઇજન આપે છે. નરેન્દ્ર તેને મળવા જાય છે, પણ ત્યારે તેના પર બ્રહ્મોસમાજની વિચારધારા હાવી હતી, અજ્ઞોયવાદ તરફ તેને ખેંચાણ હતું. પૂજા-ભક્તિ વગેરે પરંપરાગત વાતોમાં તેને બહુ રસ નહોતો. રામકૃષ્ણના વિચારો અને વાત્સલ્ય તેને આકર્ષતા છતાં તેમના અમુક પ્રકારના વર્તનમાં વિશ્વાસ બેસતો નહોતો. તીવ્ર તર્કશક્તિ ધરાવતો નરેન્દ્ર એમ કોઈની વાતમાં આવી જાય એવો નહોતો. નરેન્દ્રે રામકૃષ્ણ વિશે સાંભળ્યું હતું કે તેઓ પૈસાને સ્પર્શ સુધ્ધાં કરતા નથી, તેમને મન પૈસાનું કોઈ મૂલ્ય નથી. પૈસો તો ભલભલાને ચલિત કરી નાખે છે ત્યારે નરેન્દ્રે તેમની કસોટી લેવાનું વિચાર્યું. એક વાર અન્ય શિષ્યો સાથે નરેન્દ્ર પણ ગુરુ રામકૃષ્ણના ઓરડામાં બેઠા હતા. કોઈ કામસર ગુરુ જ્યારે ઓરડાની બહાર ગયા ત્યારે નરેન્દ્રે એક રાણીછાપ સિક્કો કાઢીને ગુરુના પલંગ પરના ગાદલા નીચે મૂકી દીધો. થોડી વાર પછી ગુરુ પાછા આવીને જેવા પલંગ પર બેસવા ગયા કે વીજળીનો ઝાટકો વાગ્યો હોય તેમ તરત ઊભા થઈ ગયા. અહીં ક્યાંય કોઈએ પૈસા મૂક્યા છે, એવું બોલી ઊઠયા. નરેન્દ્ર તો ઓરડામાંથી બહાર સરકી ગયા પણ રામકૃષ્ણ સમજી ગયા કે શિષ્ય ગુરુની કસોટી કરી રહ્યો હતો. આમ, વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ પર પણ આંધળો વિશ્વાસ મૂક્યો નહોતો. આની સામે આજે શિક્ષિત લોકો ઠાલા ખોખા જેવા અને જોકરછાપ ગુરુઓ પર આંધળો વિશ્વાસ મૂકતા જોઈને હસવું કે રડવું, એ સમજાતું નથી.

Swami Vivekanand : તેમના બાળપણનો આદર્શ કોણ હતો તમે જાણો છો?

આજે અનેક યુવાનોના આદર્શ વિવેકાનંદના બાળપણનો આદર્શ કોણ હતો તમે જાણો છો? ત્રણ-ચાર વર્ષના બાળ નરેન્દ્રનો આદર્શ હતો, તેમના ઘરની ઘોડાગાડી ચલાવતો ગાડીવાન! ઘોડાગાડીમાં સૌથી આગળ થોડા ઊંચા આસને બેસતો અને ઘોડાઓને કાબૂમાં રાખીને સડસડાટ ગાડી ચલાવતો સારથિ તેમનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતો. બાળ નરેન્દ્રને રામ-સીતાની કથા સાંભળીને તેમના પ્રત્યે ભાવ જાગ્યો હતો અને તે રામ-સીતાની માટીની ર્મૂિત લાવીને પૂજા કરવા લાગ્યો હતો. 
એ ગાળામાં પેલા ગાડીવાનને કદાચ ઘરમાં કોઈ ઝઘડો થયો હશે, તેણે લગ્નસંસ્થા વિરુદ્ધ નરેન્દ્રને કંઈક આડુંઅવળું કહ્યું. નરેન્દ્રના ભોળા મને તો તે સ્વીકારી લીધું,એટલું જ નહીં પણ રામે સીતા સાથે લગ્ન કર્યાં હોવાથી તેણે તેમની પૂજા કરવાનું બંધ કરી દીધું હતું અને શિવને આરાધ્ય દેવ ગણવા લાગ્યો હતો. જોકે ત્યારે એ બાળબુદ્ધિને ક્યાં ખબર હતી કે શિવ પણ પાર્વતીને પરણ્યા હતા!

Swami Vivekanand : નરેન્દ્રનાથ નામ કેવી રીતે નક્કી થયું .....?

‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો’ના તેમના વાક્યે કેટકેટલા યુવાનોને આળસ અને અકર્મણ્યતામાંથી જગાડયા અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહેવાની પ્રેરણા પૂરી પાડી હશે? માત્ર ઓગણચાલીસ વર્ષનું આયુષ્ય,છતાં તેમણે યુગો યુગો સુધી યાદ રહે એવી વાતો કરી છે અને માત્ર વાતો જ નથી કરી,મહાનતમ કાર્યોને પણ અંજામ આપ્યો છે.
ચાલો, આજે વિવેકાનંદની જન્મતિથિ નિમિત્તે તેમના જીવનના કેટલાક અજાણ્યા છતાં રસપ્રદ પ્રસંગોને જાણીએ.

૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ સૂર્યોદય થવામાં પાંચ-છ મિનિટો બાકી હતી ત્યારે ભુવનેશ્વરીદેવીએ પુત્રને જન્મ આપ્યો. એ દિવસ પિતા વિશ્વનાથ દત્ત માટે બહુ ખુશીનો હતો. દીકરાનું નામ પાડવાનો દિવસ આવ્યો ત્યારે એના દાદાની સ્મૃતિમાં તેનું નામ દુર્ગાદાસ રાખવાનું વિચારાયું હતું, પણ માતાએ કહ્યું કે જેની કૃપાથી મને દીકરો પ્રાપ્ત થયો છે,તેમનું નામ આપવું એટલે ‘વીરેશ્વર’ નામ પસંદ કરવામાં આવ્યું પણ આખરે નરેન્દ્રનાથ નામ નક્કી થયું. જેની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદનું નામ દુર્ગાદાસ રાખવાનું વિચારાતું હતું, તે વિશ્વનાથના પિતાએ પચીસ વર્ષની વયે સંસાર ત્યાગીને સંન્યાસ ગ્રહણ કર્યો હતો. આમ,સ્વામી વિવેકાનંદના લોહીમાં સંન્યાસ હતો! વિવેકાનંદ નાના હતા ત્યારે ખૂબ તોફાની હતા. ભુવનેશ્વરી દેવી તેની ધીંગામસ્તીથી કંટાળી જતાં ત્યારે કહેતાં કે મેં શંકર ભગવાન પાસે પુત્ર માગ્યો હતો અને તેમણે પોતાના એક ભૂતને જ મોકલી આપ્યો લાગે છે!

Monday, January 10, 2011

SUNDAR VICHAR ::.....તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે

આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ 


તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે, 


પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ 


તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે


AAPNE BANE EK BIJANE EK RUPIO AAPIYE
TO AAPNI BEYNI PASE EK EK RUPIYO HASHE,
PAN AAVU JO KOI SARA VICHAR MATE KARIYE
TO AAPNA BEY PASE BE SUNDAR VICHAR HASHE..


www.rkdangar.blogspot.com

Sunday, January 9, 2011

Jivan Mantra : સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી


સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી, 
તેઓ તેમના કામ કરીને આરામ અનુભવે છે, 
સ્વપ્નો સાથે સૂવે છે 
અને 
તેમને પૂરા કરવાના ધ્યેય સાથે ઉઠે છે.

SAFAL LOKO KHURCHI MA AARAM KARTA NATHI,
TE LOKO TEMNA KAM KARINE AARAM ANUBHAVE CHHE,
SWAPNO SATHE SUVE CHHE,
ANE 
TEMNE PURA KARVANA DHYEY SATHE UTHE CHHE....

www.rkdangar.blogspot.com

Friday, January 7, 2011

>> BEST THOUGHTS..... MANZIL


જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે 
તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, 
પણ જો મંઝિલ સુંદર હોય તો 
ગમે તેવો રસ્તો હોય, 
ચાલી નીકળો….

Jo Rasto Sundar Hoy to Khatri Karo Ke
Te Joiti Mazil Taraf Jay Chhe Ke Nahi,
Pan Jo Manzil Sundar Hoy to,
Game Tevo RAsto hoy,
Chali Niklo......

Thursday, January 6, 2011

જાણવા જેવું.... General Knowledge

આપ જાણો જ છો છતાં...

જાણવા જેવું....
ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા

એકબીજા સાથે અડીને બેસે છે

કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.

ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.

પ્રેરણારૂપી સંદેશ ..... Motivational Quotes


જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે,
તો હતાશ ન થશો, 
આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, 
“હું એ બધાનો આભારી છું જેમણે 
મને મદદ કરવાની ના પાડી, 
એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”

Jo vishva tamne madad karvani na padi de,
to hatash na thasho
Einstein Na Shabdo Yaad karo,
"Hu e Badhano Aabhari Chhu, 
Jemne Mane Madad Karvani Na padi,
Emna j Karne Me aa Karya Mari Jate Karyu"

Wednesday, January 5, 2011

SUVICHAR

સખત મહેનત વાળું જીવન એ 
દૂધના ભરેલા પ્યાલા જેવું છે, 
અને નસીબ ખાંડ જેવું, 
પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે,
જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

Saturday, January 1, 2011

Jo mile usi ko apna takdir samjo

Zindagi ke safar mein har insan,
Khusi ke talash mein rehta hain,
Ish baje se woh anjane mein,
Hazar gum ko apnata hain,
Jina hai to khul kar jiyo,
Gum aur khusi ka hisab kyon karta hain,
Jo mile usi ko apna takdir samjo,
Phir dekho gum kaise khusi mein badlta hain.