નાતાલ એટલે ઇસુજયંતી કે ખ્રિસ્તજયંતી. ખ્રિસ્તી ધર્મના કેન્દ્રમાં ભગવાન ઇસુ ખ્રિસ્ત. એટલે દુનિયાભરની સમગ્ર ખ્રિસ્તી આલમ ઇસુનું જન્મપર્વ નાતાલ જવે છે. પરંતુ આજે કેવળ ખ્રિસ્તી આલમ જ નહીં પણ ઇતર ધર્મોના લોકો તેમજ કોઇ ધર્મમાં ન માનનારા લોકો પણ નાતાલનું પર્વ જવે છે. ઘણા બધા લોકો એક જ પર્વ ઉજવે ત્યારે એમાં ખૂબ વૈવિઘ્ય અને ભિન્નતા પણ જૉવા મળે છે.
અત્યારે ચાલી રહી છે ક્રિસમસની ઉજવણી ખાસ કરીને પશ્ચિમના દેશોમાં.તો ચાલો આપણૅ પણ તેમની ખુશીમાં સામેલ થઈ જઈએ.આપણાં ત્યાં તો માત્ર ૨૫મી ડીસેમ્બરે જ નાતાલ ઉજવાય છે પણ ખરેખર તો આ તહેવાર પણ આપણી દિવાળી જેવો જ અને લાંબો છે.સાચું કહુ તો આ ખ્રિસ્તી લોકોની દિવાળી જ છે.આ તહેવારની પણ કેટલીયે દંતકથાઓ છે.તેમાં અત્યારે આ ભગવાન ઈસુના જન્મદિન તરીકે મનાવાય છે.તો વળી બાળકો માટે તો તેમના વ્હાલા સાન્તાક્લોઝ દાદાનો કે જે તેમની મનગમતી ભેટ આપી જાય.તો આવો જ એક પત્ર મળેલો કે જેમાં સાન્તાક્લોઝ કોણ છે તેની સમજ આપે છે જે કોણે મોકલેલ તે તો યાદ નથી પણ તે પણ રજું કરું છું તો પછી આપ પણ મારી સાથે સાન્તાક્લોઝ બનવા તૈયાર થાશોને.
સમયના વિરાટ ફલક પર “અમુક સો” વર્ષ એ બહુ મોટો સમય નથી, અને એમ ગણીનેકહીએ તો……
“થોડાં” વર્ષો પહેલાં એક માણસથી રહેવાયું નહી.આ દુનિયા ની તકલીફો અનેમુશ્કેલીઓ જોઇને,અને એણે એક “ભગીરથ” કામ હાથ ધર્યું.કે લોકો ને એમનાં જીવનમાંવધારે નહી તો એક દિવસની ખુશી પણ જો પોતે આપી શકે તો ઘણું થયું.અને બસ, એ ઉપડીપડ્યો..લોકોનાં જીવનમાંથી તકલીફોનું અંધારું દૂર કરવા અને એના માટેનો સમય પણએણે..રાતનો જ પસંદ કર્યો !… એ જતો અને લોકોને એમની હાલત-દશા જોઇને એમને જેકંઈ વધારે કામ લાગી શકે એ આપી આવતો. અને એમ કરતાં કોઇનું “સ્વમાન” ન ઘવાય એમાટે, પેલો માણસ કોઇને કંઈ પણ કહ્યા વગર મદદ કરી આવતો….રાતનાં અંધારામાં…સવારે લોકો જ્યારે જોતાં ત્યારે મનોમન ઈશ્વરને યાદ કરતાં એ મદદ માટે જે કોઇ ઈશ્વરેનહી પેલાં માણસે કરી હતી..અને છતાં credit ની અપેક્ષા વગર પેલો માણસ એ બધાં ને ખુશથતાં જોઇને પોતે પણ ખુશ થઈ જતો…!!!!!!!!!
ખેર, સમય જતો ગયો અને પેલો માણસ ક્દાચ ગુજરી ગયો.પણ એનાં આ કામનેબીજા એના જેવા જ લોકોએ ઉપાદી લિધું અને.બસ, કામ લાગતાં ગયાં,બધાંને. પેલો માણસપછી તો સાન્તા ક્લોઝ કહેવાયો.અને અત્યારે આપણે બધાં જે કંઈપણ સારું જોઇએ છીએદુનિયામાં એ આવાં માણસોના કામનું પરીણામ છે.આપણે પણ હાસ્ય વડે બધાનાં જીવનમાંજો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણ “સાન્તા ક્લોઝ” કહેવાઈશું. છેવટે તો એ કોઇમાણસનું નામ નથી..એ તો એવા “સ્વભાવ” નું નામ છે. તમને બધાંને…સાન્તા ક્લોઝબનવાની આ મૌસમ માટે…. MARRY CRISTMAS..