Wednesday, February 22, 2012

Life :: જીવન માં રહેલું કુત્રિમ દુઃખ

એક તત્વચિંતક ચાલતો ચાલતો જંગલ માં જઈ ચડ્યો.
મનમાં ચાલતા વિચારને પોતાના મુખ પર લાવી દીધું કે
"જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?"
જવાબમાં
વડલો ધીમું ધીમું મનમાં હસ્યો,
નાનકડા છોડ પર રહેલા ફૂલે થોડું સ્મિત કર્યું,
નદી પણ આ વાત પર હસતી હસતી રમતી રમતી ચાલતી રહી,
પહાડે પોતાની આગવી છટામાં અટ્ટહાસ્ય કર્યું,
આકાશમાં ફરતું વાદળ પણ થોડું મરક્યુ
છેવટે એક નાનકડા પંખીએ હસતા હસતા કહ્યું. :
"દુઃખ ? દુઃખ એટલે શું ?  અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર !"
તો શું આપને લાગે છે કે આ દુનિયા માં દુઃખ છે... ના દુઃખ નથી પણ
આપણે હાથે કરીને દુઃખ ઉભું કરીએ છીએ... અને દુઃખી થઈએ છીએ....
એ આપણા હાથની વાત છે કે સુખી થવું કે દુઃખી !!!!!!

Tuesday, February 21, 2012

શુકન-અપશુકન, દોરા ધાગા, જંતર મંતર, મુઠ, માદળિયાં અને મેલી વિદ્યાનો જમાનો હજી ગયો નથી..
નર્મદના જમાનામાં એક માણસે ઘેર ઘેર પોસ્ટકાર્ડ લખેલા કે અમુક દિવસે સવારે પ્રલય થવાનો છે.
તે દિવસે લોકો મરી જવા માટે વહેલી સવારથી ઓટલા ઉપર બેસી ગયા હતા. 
આવી જ વાતો આજે મોટાભાગના શિક્ષિત લોકોના ગળે શીરાની જેમ ઉતરી જાય છે. 
સંખ્યાબંધ બાબાઓ અને ચમત્કાર કરતા સાધુઓનો રાફડો ફાટ્યો છે. 
એક આખી પેઢી ભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓના અખાડામાં ઉછરી રહી છે...
તે જોતા સવાલ જાગે છે કે મધ્યયુગ ભરતમાં હજી આથમ્યો છે ખરો ????

Sunday, February 19, 2012

ભગવાન શંકર અને વિષ

પુરાણકાળમાં ભગવાન શંકરે વિષ પીધું હતું..
અને આજનો માનવી ખોરાક, પાણી, હવામાં વિષપાન કરતો રહે છે...
શિવજી એકવાર વિષ પીધું ને પચાવી ગયા હતા.. 
અને આજનો માનવ રોજ ઝેર પીવે છે અને પચાવી જાય છે..
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાયુક્ત ખોરાક, પાણીનું તો પૂછો જ નહિ ,
ને હવા પુરેપુરી પ્રદુષિત .. છતાં માણસ લહેરથી જીવે છે..
આટઆટલું વિષપાન કરતા આજના માનવીને
ભગવાન શિવજી આજના પવિત્ર દિવસે સલામ કરે છે..

Friday, February 17, 2012

LIFE :: વાત છે સમજવાની....

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે
કોઈક તેને સમજે
પણ એ ભૂલી જાય છે કે,
કોઈ તમને સમજે
તેની પહેલી શરત એ છે કે
તમે કોઈને સમજો.

Wednesday, February 15, 2012

LIFE :: સમય બરબાદ કરવો એટલે

જિંદગી જેના વડે બનેલી છે તે છે સમય.
છતાં આપણે સૌથી વધારે બેદરકારીપૂર્વક જો
કશું વેડફતા હોઈએ તો તે સમય છે.
સમય બરબાદ કરવો એટલે જીવન બરબાદ કરવું.
આપણામાંના ઘણા રોજ આ રીતે આત્મહત્યાકરે છે.

Thursday, February 9, 2012

LIFE :: ભૂલ તો થાય જ !!!!

ઘણા લોકોથી કોઈ કાર્ય દરમ્યાન ભૂલ થાય છે, તો પોતાની જાત પ્રત્યે સંકોચ અનુભવતો હોય છે.. તેવા લોકો ને એટલું જ કહેવાનું કે... તમે કાર્ય કરશો તો ભૂલ થવાની છે.. પણ તે થયેલી ભૂલ ફરીવાર ન થાય તે ધ્યાને રાખવાનું છે.. બાકી તો તમે જો કાઈ કરશો જ નહિ તો ભૂલ થવાની જ નથી... માટે ભૂલ થશે તેવી બીક નાં માર્યા કઈ ન કરવા કરતા ભૂલ કરી કોઈ કાર્ય કરતા રહેવું વધુ સારું છે..
મહાન તત્વચિંતક થોમસ હકસલી એ પોતાના વક્તવ્ય માં કહ્યું છે...કે
" કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી."

Wednesday, February 8, 2012

LIFE :: નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી પરંતુ....

નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી,
પરંતુ ત્યાં  જ પડી રહેવું એ ચોક્કસ ખતરનાક અને શરમ જનક છે.

જીવનની કોઈપણ મહત્વની બાબત હોય જ્યાં નિષ્ફળતા મળતા માણસ હતાશ થઇ જાય છે. પછી ભલે તે ભણતરની પરીક્ષા, નોકરીની બાબત કે સગપણ કે ધંધામાં સેટ થવાની... મોટાભાગે માણસ હમેશા નિષ્ફળતા પછી હતાશ થતો જોવા મળે છે.. તે પોતે શરમ કે સંકોચ કે પોતાની જાત પ્રત્યે ધિક્કારની લાગણી અનુભવતો જોવા મળે છે. પણ ખરેખર તો માણસ નિષ્ફળ ગયા પછી ત્યાં ને ત્યાં જ પડી રહે છે એ વધુ ખતરનાક અને શરમજનક બાબત છે. એટલે જ કોઈ જ્ઞાનીએ કીધેલ છે... કે
To fall is neither dangerous nor shameful;
to remain lying down is both.

Tuesday, February 7, 2012

हम भी अगर बच्चे होते..

હાલ લગ્નની સીઝન પુરબહાર માં ખીલી છે.
એક તો માંડ માંડ હાલ TET અને TAT ની પરીક્ષાઓની જેમ
અરજીપત્રકો (હમણાં BIODATA નું જે ચલણ નીકળ્યું છે)
અને ત્યારબાદ કસોટીઓ આપી ક્યાંક મુરતિયાનું ગોઠવાણું હોય
ત્યાં  પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ને જેમ નોકરી ટાણે CCC ની પરીક્ષા નું સર્ટી જરૂરી કે બાધારૂપ બને છે, તેમ મુરતિયાઓને લગ્ન ટાણેજ કોઈક ગ્રહ નડતો જ હોય.. છે..
તેના નિરાકરણ માટે જેમ CCC નું સર્ટી મેળવવા ઘણી દુકાનો બની ગઈ છે.. તેમ મુરતિયાઓને ગ્રહ મેળ દુર કરવા માટે ગોરબાપા મંત્ર જાપ નો સરળ રસ્તો બતાવી માર્ગ કાઢી આપે છે..
અંતે સંગો પંગો પાર ઉતરી ભાઈ વાજતે ગાજતે લગ્ન માંડવે પહોંચે છે..

ટૂંક માં અત્યારે નોકરી અને છોકરી (કન્યા) મેળવવા માટે મહંદઅંશે એક જ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે....

Sunday, February 5, 2012

જીવન ઘડતર :: કંઇક અલગ તરી આવવાની હિમંત કરો.

Dare to be different,
Dare to take a stand for
what you know is right !

મિત્રો તમારી પાસે સુસુપ્ત અવસ્થા માં કોઈને કોઈ ખૂબી રહેલી જ છે.. તેનો ઉપયોગ કરી બીજા કરતા કંઇક અલગ તરી આવવાની હિમંત કરો અને તે દિશામાં તમારી આવડતને કામે લગાડી દો, સફળતા તમારા કદમ જરૂર ચૂમશે ચૂમશે.. તેનો મને અનુભવ છે.. એકવાર અજમાવી તો જુઓ...



પણ હા!! ખ્યાલ રાખજો કદી જુઠાણા પર પોતાની સફળતાની ઈમારત ચણવાની કોશીસ ન કરતા... તમે જે સત્યને ઓળખો છો, તમારી ઓળખને જાણો છો તેને જ પકડી રાખજો..
પછી છે કોઈની હિમંત કે તમને કોઈ આગળ વધતા રોકી શકે....
Best of luck...... my all friends..

Wednesday, February 1, 2012

થોડોક સમય ફાળવી લઈએ

રીતો હતી સરળ જ જીવવાની 
તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં 
....
થોડોક સમય ફાળવી લઈએ

शुभ शरुआत के लिए कुछ मीठा हो जाये ..

HTAT પરીક્ષા માળખું (HTAT EXAM SYLABUS)

રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે  HTAT પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.. જેના આજરોજ તારીખ ૧-૨-૨૦૧૨ થી ફોર્મ ભરવાનું ચાલુ થયેલ છે..  અને પરીક્ષા તારીખ ૨૫-૨-૨૦૧૨ ના રોજ લેવામાં આવનાર છે.. જેનું માળખું નીચે મુજબ છે..
પરીક્ષાની તેયારી માટે સમય ઓછો છે.. તો માળખા મુજબ આયોજન કરી કરવા માંડો તેયારી......


આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, દરેક વિભાગમાં ૭૫-૭૫ ગુણ ના કુલ સળંગ ૧૫૦ પ્રશ્નો નું એક જ પેપર હશે જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે જેનો સમય ૧૨૦ મિનિટનો રહેશે

વિભાગ ૧   (ત્રણ પેટા વિભાગ છે..)
(ક) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો ::
- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
- ખેલકૂદ અને રમતો
- સંગીત અને કળા
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯  (આર ટી આઈ)
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
(ખ) વહીવટી સંચાલન
- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
-  અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ


(ગ) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી
- રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે


વિભાગ - ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.


(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે.  અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)