Sunday, May 29, 2016

મોરારીબાપુએ કીધેલી વાત !
બે ટાબરીયા નિશાળે મોડા પડતા શિક્ષકે કારણ પૂછતા એકે જણાવ્યું :
"મારાપપ્પાએ વાપરવા આપેલ સિક્કો પડી જતા તેને શોધવામાં રહ્યો અને અંતે સિક્કો ન મળતા નિશાળે આવ્યો એટલે મોડું થયું "
બીજા ટાબરીયાએ કહ્યું :
"એનો સિક્કો મેં મારા પગ તળે દબાવ્યો 'તો..એ નીકળે પછી હું નીકળું ને !"
--અંતે બાપુનું તારણ :
"આપણે પરમને પામવામાં બે રીતે મોડા પડીએ છીએ ;
એક --પૈસો શોધવામાં ..
અને
બીજું
કોઈનો પૈસો દબાવવામાં..
સમય વેડફી નાખીએ છીએ..

posted from Bloggeroid

Saturday, May 28, 2016

બચતનું મહત્વ

અચુક વાંચશો અને વંચાવશો...


વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી ?

પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

વણિક : પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?

પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

વણિક : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.

પટેલ : લે એ કેવી રીતે ?

વણિક : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વિકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.

પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

વણિક : મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળે છે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.

પટેલ : ઓહો....આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?

વણિક : વહુ પાસે માંગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે.

પટેલ : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, બચતનું મહત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ.

આપ પણ યાદ કરશો...

posted from Bloggeroid

Friday, May 27, 2016

🌿
અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે પહેલા..
શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા ,....
હવે એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ.

અમે પહેલા..
મચ્છરો થી બચવા મચ્છરદાની માં સૂતા...
હવે જાત જાત ના કેમિકલ્સ ને શ્વાસ માં ભરીએ છીએ.

અમે પહેલા...
ઉનાળા ની રાતે અગાશી માં સૂતા...
હવે એ.સી. રૂમ મા પૂરાઇ ને રહીએ છીએ.

અમે પહેલા...
રાત પડે ને વાળુ પતે એટલે પરિવાર નાં બધા સભ્યો સાથે બેસી સુખ દુખ ની વાતો કરતા...
હવે અમે ફટાફટ ડીનર પતાવી ટી.વી. સામે ખોડાઇ જાઇએ છીએ.

અમે પહેલા..
મિત્રો ને દિલ ની વાતો કરી ને હળવા થતા....
હવે ફેસબૂક પર 'મૂડ નથી ' નું સ્ટેટસ મુકીએ છીએ.

અમે પહેલા...
સગા-સંબંધીઓ બેસવા આવે તો રાજી રાજી થાતા....
હવે આ ક્યા થી આવ્યા ?
કહી ને નકલી હાસ્ય ફરકાવીએ છીએ.

અમે પહેલા લાગણી ના માણસ હતા..
હવે મોબાઇલ નાં , ઇન્ટરનેટ નાં, ટીવી નાં માણસ છીએ.

સાચ્ચે જ...
અમે સુધરી ગયા છીએ...
હેં ને??
🌿

posted from Bloggeroid

Tuesday, May 24, 2016

. जब भी कोई प्रॉब्लमन आये. उदास मत होना l . इस कहानी को याद करना

👊आज तक का सबसे सुदंर मैसेज .........ये पढने के बाद एक "आह" और एक "वाह" जरुर निकलेगी...👊
👌👌👌👌
((((( भगवान की प्लानिंग )))))
✌✌✌.
एक बार भगवान से उनका सेवक कहता है,
भगवान-
आप एक जगह खड़े-खड़े थक गये होंगे,
.
एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बन
कर
खड़ा हो जाता हूं, आप मेरा रूप धारण कर
घूम
आओ l
.
भगवान मान जाते हैं, लेकिन शर्त रखते हैं
कि
जो
भी लोग प्रार्थना करने आयें, तुम बस
उनकी
प्रार्थना सुन लेना कुछ बोलना नहीं,
.
मैंने उन सभी के लिए प्लानिंग कर रखी है,
सेवक
मान जाता है l
.
सबसे पहले मंदिर में बिजनेस मैन आता है और
कहता है, भगवान मैंने एक नयी फैक्ट्री
डाली
है,
उसे खूब सफल करना l
.
वह माथा टेकता है, तो उसका पर्स नीचे
गिर
जाता
है l वह बिना पर्स लिये ही चला जाता
है l
.
सेवक बेचैन हो जाता है. वह सोचता है
कि रोक
कर
उसे बताये कि पर्स गिर गया, लेकिन शर्त
की
वजह से वह नहीं कह पाता l
.
इसके बाद एक गरीब आदमी आता है और
भगवान
को कहता है कि घर में खाने को कुछ नहीं.
भगवान
मदद करो l
.
तभी उसकी नजर पर्स पर पड़ती है. वह
भगवान
का शुक्रिया अदा करता है और पर्स लेकर
चला
जाता है l
.
अब तीसरा व्यक्ति आता है, वह नाविक
होता
है l
.
वह भगवान से कहता है कि मैं 15 दिनों के
लिए
जहाज लेकर समुद्र की यात्रा पर जा
रहा हूं,
यात्रा में कोई अड़चन न आये भगवान..
.
तभी पीछे से बिजनेस मैन पुलिस के साथ
आता है
और कहता है कि मेरे बाद ये नाविक आया
है l
.
इसी ने मेरा पर्स चुरा लिया है,पुलिस
नाविक
को ले
जा रही होती है तभी सेवक बोल पड़ता
है l
.
अब पुलिस सेवक के कहने पर उस गरीब आदमी
को पकड़ कर जेल में बंद कर देती है.
.
रात को भगवान आते हैं, तो सेवक खुशी
खुशी
पूरा
किस्सा बताता है l
.
भगवान कहते हैं, तुमने किसी का काम
बनाया
नहीं,
बल्कि बिगाड़ा है l
.
वह व्यापारी गलत धंधे करता है,अगर
उसका
पर्स
गिर भी गया, तो उसे फर्क नहीं पड़ता
था l
.
इससे उसके पाप ही कम होते, क्योंकि वह
पर्स
गरीब इंसान को मिला था. पर्स
मिलने पर
उसके
बच्चे भूखों नहीं मरते.
.
रही बात नाविक की, तो वह जिस
यात्रा पर
जा रहा
था, वहां तूफान आनेवाला था,
.
अगर वह जेल में रहता, तो जान बच जाती.
उसकी
पत्नी विधवा होने से बच जाती. तुमने
सब
गड़बड़
कर दी l
.
कई बार हमारी लाइफ में भी ऐसी
प्रॉब्लम
आती है,
जब हमें लगता है कि ये मेरे साथ ही
क्यों हुआ l
.
लेकिन इसके पीछे भगवान की प्लानिंग
होती
है l
.
जब भी कोई प्रॉब्लमन आये. उदास मत
होना l
.
इस कहानी को याद करना और सोचना
कि जो
भी
होता है,i अच्छे के लिए होता है l
👌Must share to everyone....

posted from Bloggeroid

👉 *આ રચના કોની છે*એ જાણી શકાયું નથી.પરંતુ *જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...*👈

*અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
*વેવલાપણાંનાં વાવેતર* કરે.

🔹યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
કર્યાં *ફૅક્ટરીમાં;*
🔸આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
ફીટ કર્યાં *ફોટામાં.*

🔹પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
🔸આપણે *ગ્રહોના નંગ* બનાવી,
મઢી દીધા *અંગુઠીમાં.*

🔹જાપાન *વિજાણુ યંત્રો* થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
🔸આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
ગરીબી રાખી ઘરમાં.

🔹અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
બળવાન બન્યો વિશ્વમાં;
🔸આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
કંગાળ બન્યા દેશમાં.

🔹પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
આ લોકમાં;
🔸આપણે *પુજાપાઠ–ભક્તિ કરી,*
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
નાબુદ કર્યા જગમાં;
🔸આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
મુર્ખ ઠર્યા આખા જગમાં.

🔹 *પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
જગત આખું છે *ચિંતામાં;*
🔸આપણે *વૃક્ષો જંગલો કાપી,*
લાકડાં ખડક્યાં *ચીતામાં..*

🔹 *વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
લોકોને પીડે આ દેશમાં;
🔸 *ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
*ઠગનારા ઘણા* છે આ દેશમાં.

🔹સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
🔸સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
*લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.

🔹 *લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
*પાપ* લાગે આ દેશમાં,
🔸 *આખી ને આખી બેન્ક* ખાવા છતાં
*પાપ ન* લાગે આ દેશમાં.

*( અજ્ઞાત )*

posted from Bloggeroid

Sunday, May 22, 2016

થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છ

આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી.

દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે.

દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે. નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય. આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે. શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને.

આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે. દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી. એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરનું જમી શકે. આ એક વર્ષ દરમ્યાન દિકરી નવા વાતાવરણને અનુકુળ થઇ ગઇ હોય વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દિકરીને થોડી ઘણી તકલીફ હોય તો સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીયે સેટ થઇ જાય.

આ વાત આજે આપણને સાવ વાહીયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદભૂત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે. બહુ દુ:ખ સાથે કહેવુ પડે કે આજે છુટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. તમારી આજુ બાજુ જોજો તમને દેખાશે કે લગ્નજીવન બહુ લાંબુ ટકતું નથી કારણકે સ્વતંત્રતાના નામે આપણે દિકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી. સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઇએ પણ દિકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઇએ. લગ્નજીવન ઢીંગલા-પોતીયાના ખેલ હોય એવી રીતે 'મને એમની જોડે નથી ફાવતુ એમ કહીને છુટા થઇ જાય છે.' હમણા મને એકભાઇએ કહ્યુ, " સાહેબ હજુ 6 મહીના પહેલા અમારા ગામમાં 5 લગ્ન થયેલા જેમાંથી ત્રણના છુટાછેડા થઇ ગયા અને એકની વાત ચાલે છે."

યાદ રાખજો જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે. દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય. આ વાતો થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા.

posted from Bloggeroid

The Truth of Life

છેલ્લે સુધી વાંચજો...!
રડવુંના આવે તો સમજવું કે તમારે દિમાગ છે
પણ દિલ નથી !!
હરખ ભેર કિરીટભાઈ એ ઘરમાં પ્રવેશ
કર્યો…. ‘સાંભળ્યું ?’
અવાજ સાંભળી કિરીટભાઈ
નાં પત્ની નયનાબેન
હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર
આવ્યા.
“આપણી સોનલ નું માંગું આવ્યું છે
ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ
દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”
સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા ક્યારેક કિરીટભાઈનાં સિગારેટ અને
પાન-મસાલાનાં વ્યસન ને લઈને
નયનાબેન અને સોનલ બોલતા પણ
કિરીટભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક
મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ
કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ
કરતી,
હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને
નોકરી કરતી હતી પણ કિરીટભાઈ
એની આવક નો એક રૂપિયો લેતા નહિ…
અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે
રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’
બંને ઘરની સહમતી થી સોનલ અને
દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું
મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
કિરીટભાઈ એ સોનલને પાસે બેસાડીને
કહ્યું
‘બેટા તારા સસરા સાથે મારી વાત
થઇ…એમણે કરિયાવરમાં કઈ જ
લેવાની નાં કહી છે , ના રોકડ,
ના દાગીના અને ના તો કોઈ
ઘરવખરી .
તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત
કરી ને રાખી છે એ આ બે લાખ
રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે
ભવિષ્યમાં કામ લાગશે, તું
તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’
‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને
પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ
દિવસે આંગણે જાન આવી, સર્વે
નાં હરખનો પાર નથી.
ગોરબાપા એ
ચોરીમાં લગ્નની વિધિ શરુ
કરી ફેરા ફરવાની ઘડી આવી….
કોયલનો જેમ ટહુકો થાય એમ
સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા
‘ઉભા રહો ગોરબાપા મારે
તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે
થોડી વાત કરવી છે,’
“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી,
ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું
ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ દિપક અને
મારા સસરાની સહમતીથી તમે
આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું
પાછો આપું છું…
એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ
ઉતારી દેજો અને આ ત્રણ લાખ
નો બીજો ચેક જે મેં
મારા પગારમાંથી કરેલી બચત છે…
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું
નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે
કોઈની પાસે હાથ લંબાવવો પડે !
જો હું તમારો દીકરો હોત તો આટલું
તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર
હતી …
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર
માં જે માંગું એ આપશો ?”
કિરીટભાઈ ભારે આવાજમાં -”હા બેટા”,
એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ
પછી તમે સિગારેટ ને હાથ
નહિ લગાવો….
તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ
થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ
આટલું જ માંગુ છું.”
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે
કન્યા પક્ષનાં સગાઓને
તો રડતાં જોયા હશે પણ આજે
તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને
જોતો જ રહ્યો….
૨૦૧ રૂપિયાનું કવર
મારા ખિસ્સામાંથી બહાર
કાઢી શક્યો નહિ….
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,
“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને
સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય.

posted from Bloggeroid

Friday, May 20, 2016

🍃🍁Be Positive 🍁🍃

स्पीड ब्रेकर कितना भी बड़ा हो, गति धीमी करने से झटका नहीं लगता ।
उसी तरह मुसीबत कितनी भी बड़ी हो शांति से विचार करने पर जीवन में झटके नही लगते ।
चलते रहिए ।

posted from Bloggeroid

Thursday, May 5, 2016

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?😉

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?😋

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી
કોયલ સંગ ટહુકી શકાય છે ?😒

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?😣

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?😏

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે..😞😔😑😶

posted from Bloggeroid

Wednesday, May 4, 2016

રત્નકણિકા-ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!!




આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-
રમેશ પારેખ

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
અનીલ જોશી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
-ઓજસ પાલનપુરી

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.!
-અનિલ ચાવડા

અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
-હરીન્દ્ર દવે

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
–ખલીલ ધનતેજવી

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
– મુકેશ જોશી

બેરુખી ઈસ સે બડી ઔર ભલા ક્યા હોગી
એક મુદ્દત સે હમેં ઉસને સતાયા ભી નહીં
– કતીલ શિફાઈ

મુઝ કો ભી શૌક થા નયે ચેહરોં કી દીદ કા
રાસ્તા બદલ કે ચલને કી આદત ઉસે ભી હૈ
– મોહસીન નકવી

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
-બી.કે. રાઠોડ ‘બાબુ’

ઈસ સે પહલે કી બેવફા હો જાએ
ક્યૂં ન એ દોસ્ત હમ જુદા હો જાએ
– અહમદ ફરાઝ

બેઠ કબીરા બારીએ,સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– રમેશ પારેખ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– મરીઝ

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
– અદી મીરઝાં

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?
-.અનિલ ચાવડા

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– સૈફ પાલનપુરી

અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
-પ્રજારામ રાવળ

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
-મરીઝ

રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
– સુંદરમ

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી ‘બેફામ’

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– ‘મરીઝ’

આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
– રમેશ પારેખ

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

ડો. વિનોદ જોષી

લખ્યું જો હોત કંઈ એમાં તો ઠેબા ખાત પણ આ તો
સૂના કાગળની વચ્ચેથી જવામાં ઠેસ લાગી છે.
– મિલિંદ ગઢવી

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
– મનોજ ખંડેરિયા.

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– રિષભ મહેતા

સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
–લલિત ત્રિવેદી

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
-મરીઝ

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
– જલન માતરી

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
– ડૉ. હરીશ ઠક્કર

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
– બેફામ

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
-રઈશ મનીઆર

તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
-ભગવતીકુમાર શર્મા

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
-બેફામ


ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
-શૂન્ય

ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
-મુકબિલ કુરેશી

અમે વ્યથા અમારી હવે દિલ માં જ દબાવીશું,
તમારી યાદો ને સહારે અમે હવે જીવન વિતવીશુ.
– હેલી

એ ભલે લાગે છે અક્ષર મોકલુ છું .
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.
રાજેશ વ્યાસ

શ્વાસ ને પગભર થવાનો એક મોકો આપજો ,
એ રીતે અવસર થવાનો એક મોકો આપજો …
– અંકિત ત્રિવેદી

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
– મુકુલ ચોકસી

છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
– અમિત વ્યાસ

પેલો સુરજ તો સાંજ ટાણે આથમી જશે ,
આંખો માં તારી ઉગશે એને સલામ છે ..!!
– અંકિત ત્રિવેદી

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
-હરીન્દ્ર દવે

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને,આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
– દિલીપ રાવળ

મારા માં મારા હોવા ની વાતો સૌ પોકળ સાબિત થઇ
કોઈ પછી આ રગરગ માં નિશ્વાસ બની ને ઘૂમે છે
– મિલિન્દ ગઢવી

🌺


અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવીન્દ્ર પારેખ
🌺

થયું મોડું છતાં ય કામ થયું
સૌના મોઢામાં રામ રામ થયું
સઘળા સદગત મને કહે છે મરીઝ
ચાલો મૃત્યુ પછી તો નામ થયું
🌺


શ્વાસમાં સૂંઘું તને ને સાંજ થઇ ઘૂંટું તને,
યાદરૂપે રોમેરોમે લે હવે ફૂંકું તને,

સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને...!

– નયન દેસાઇ

posted from Bloggeroid

सही समय का
'इंतज़ार'
करते - करते -
'ज़िन्दगी' निकल जाएगी . . .
अच्छा होगा कि 'समय' को ही -
'सही' करने की कोशिश की जाए.!

posted from Bloggeroid

કોઇ પણ વ્યક્તિ તમારી પાસે ત્રણ કારણોથી આવે છે.
ભાવથી ,અભાવથી અને પ્રભાવથી.
ભાવથી આવે તેને પ્રેમ આપો.
અભાવથી આવે તેને મદદ કરો.
અને જો પ્રભાવથી આવે તો પોતાને ભાગ્યશાળી માનજો.ભગવાને તમને આટલી ક્ષમતા આપી છે..

posted from Bloggeroid

"સમજી" શકનાર વ્યક્તિના માથે,
સમજવાની "જવાબદારી",
હમેશા વધારે આવતી હોય છે.....

posted from Bloggeroid

Tuesday, May 3, 2016

પ્રશ્ન :
જો ઈશ્વર બધેજ હોય તો મંદિર બાંધવાની અને જવાની શું જરૂર છે?


ઉત્તર:
જેમ હવા બધેજ છે પરંતુ પંખા નીચે ઉભા રેહવાની મજા આવે, એવુજ મંદિરનું છે. 🙏🙏🙏

posted from Bloggeroid

Sunday, May 1, 2016

शारिरिक शिक्षण नी टिप्स नं -10. पहेलु सुख ते जाते नर्या. तंदुरस्ती हवे तमारा हाथ मां. संकलन करेल विविध 16 टिप्स.
⬇ ⬇
पाणी ओछु पीता होय तेमना माटे उपयोगी - पाणी नी उणप नी शरीर पर पडती असर जाणो. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_30.html?m=1
⬇ ⬇
शरीर मां जुदा जुदा अंगों मा थता दुखावा माटे उपयोगी 15 टिप्स. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/15_65.html?m=1
⬇ ⬇
घउं ना ज्वारा नो रस शा माटे पीवो? तेना फायदा जाणो. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_29.html?m=1
⬇ ⬇
जेवा ब्लड ग्रुप तेवी चा पीवो. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_40.html?m=1
⬇ ⬇
ओक्सिजन पूर्ण मात्रा मा जरुरी. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_90.html?m=1
⬇ ⬇
खून (लोही) की कमी को दूर करने के लिए. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_88.html?m=1
⬇ ⬇
ऐसे बनाकर पिएं लौकी का जूस तो दिल से जुड़े रोग नहीं होगे. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_36.html?m=1
⬇ ⬇
वज्रासन को आप दिन में कभी भी कर सकते हैं. जानीऐ इसके बारे में. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_75.html?m=1
⬇ ⬇
बटेटा नो रस पीवाना फायदा - एक वार जरूर वांचो. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_28.html?m=1
⬇ ⬇
पित्त के रोग होने का कारण और उपचार. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_93.html?m=1
⬇ ⬇
मोढा परनी करचली दूर करवा बहु उपयोगी 10 पेज - जरूर पढ़े. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/10_17.html?m=1
⬇ ⬇
व्यक्ति नी सूवा नी रीत परथी जाणो तेमनो स्वभाव. टोटल पेज -10. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/10_27.html?m=1
⬇ ⬇
दिवसमा मात्र 15 मिनिट खडखडाट हसवाथी 92% बिमारिओथी राहत - तमाम माटे वांचवा लायक. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/15-92.html?m=1
⬇ ⬇
चोकलेट थी डायाबिटीस नो खतरो टळे. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_56.html?m=1
⬇ ⬇
एसीडिटी का सरळ इलाज- राजीव दिक्षित. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/05/blog-post.html?m=1
⬇ ⬇
कब्ज (कबजियात ) का इलाज. ⤵ ⤵
http://healthgujrati.blogspot.in/2016/04/blog-post_7.html?m=1
⬇ ⬇
शारिरिक शिक्षण नी टिप्स नं -9. पहेलु सुख ते जाते नर्या. संकलन करेल विविध 13 शारिरिक शिक्षण नी टिप्स. ⤵ ⤵


www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

--------------
શાંતિ થી વાંચો...
----------------

=જે દિવસે તમારી મૃત્યુ થશે, તમારા બધા પૈસા તમારી બેંકો માંજ રહી જવાના.

=જયારે તમે જીવતા હોવ ત્યારે તમને લાગતું હશે કે તમારી પાસે ખર્ચ કરવા માટે પર્યાપ્ત પૈસા નથી.

=સાચું તો એ છે કે, જયારે તમે ગુજરી જશો ત્યારે પણ મોટા ભાગનું ધન ખર્ચ થયા વગરનું રહી જશે.
--------------------------------

એક ચીની સોફ્ટવેર એન્જીનીયર નું મૃત્યુ થઇ ગયું. એ પોતાની વિધવા પત્ની માટે બેંક માં 2.9 મિલિયન ડોલર મૂકી ગયો. પછી વિધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા.
નોકરે કહ્યું: "હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું. પણ હવે મને સમજાણું કે આતો માલિક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા"...

સીખ:
વધારે જરૂરી એ છે કે અધિક ધન ભેગું કરવાની જગ્યાએ અધિક જીવવું...

-સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.
-મોઘાં ફોન ના 70% ફંક્શન બિનઉપયોગી રહી જાય છે.
-મોંઘી કાર ની 70% સ્પીડ નો ઉપયોગજ નથી થઇ શકતો.
-આલીશાન મકાનો નો 70% હિસ્સો હંમેશા ખાલીજ રહે છે.
-પુરા કબાટ માંથી 70% કપડા તો પડ્યા રહે છે.
-પુરા જીવન ની કમાણી નો 70% હિસ્સો બીજાઓ માટે છૂટી જાય છે.
-70% ગુણો નો ઉપયોગ પણ નથી થઇ શકતો.

તો વધેલા 30% નો પૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો?
-સ્વસ્થ હોવા છતાં પણ નિરંતર ચેકપ કરવો.
-તરસ ના હોય તો પણ વધુ પાણી પીવો.
-પોતાના અહં નો ત્યાગ કરો.
-શક્તિશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો.
-ધનિક ના હોવા છતાય પરિપૂર્ણ રહો.

જીવન નો સાચો મતલબ સમજો.
બાકી સબ મોહ માયા હૈ...

posted from Bloggeroid

जिस समय हम किसी का
" अपमान"
कर रहे होते है।....

ठीक उसी समय हम अपना
"सम्मान"
खो रहे होते है।

posted from Bloggeroid

હું ગુજરાત છું.

દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા
સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને
દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી
જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો
ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી
મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના
પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું
પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ
ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર
વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને
ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી
રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું.

જો તમે ગુજરાતી હોવ તો જરૂર બીજાને શેર કરજો
www.rkdangar.blogspot.com
જય જય ગરવી ગુજરાત

posted from Bloggeroid