Monday, February 28, 2011

MAHA SHIVRATRI :: સામાન્ય એક નિયમ છે બીજા દરેક દેવતાઓના વ્રત, પૂજન દિવસનાં સમયે સૂર્યની હાજરીમાં થાય છે. ત્યારે ભગવાન શંકરને રાત્રી કેમ પ્રિય છે?


મહાશિવરાત્રીનો દિવસ અતિ સુંદર અને પૂણ્ય આપનાર શિવકૃપાનો દિવસ કહે છે. સામાન્ય એક નિયમ છે બીજા દરેક દેવતાઓના વ્રત, પૂજન દિવસનાં સમયે સૂર્યની હાજરીમાં થાય છે. ત્યારે ભગવાન શંકરને રાત્રી કેમ પ્રિય છે? વળી મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી કેમ?
આ સવાલોનો જવાબ ઋષિઓએ શોઘ્યો છે. તેઓનું કહેવું છે, ભગવાન શંકર (રૂદ્ર) સંહાર શક્તિનાં દેવ છે, તમો ગુણનાં અધિષ્ઠતા દેવ છે. વળી તમોગુણી રાત્રી સાથે તેને સહુથી અધિક સ્નેહ છે અને તેથી રાત્રિ તથા કૃષ્ણપક્ષની ચતુર્દશી વધારે પ્રિય છે. તે હોવું સ્વાભાવિક છે. વળી રાત્રી સંહાર કાળની પ્રધિનિધિ છે. રાત્રીનું આગમન થવાની સાથે પ્રકાશનો સંહાર થાય છે તથા દરેક જીવની કર્મ ચેષ્ટાઓ રાત્રી દરમ્યાન બંધ રહે છે. તેથી કર્મ ચેષ્ટાનો અને ચેતનાનો સંહાર થયો મનાય છે. નિંદ્રા આવે તેને ચેતનાનો સંહાર થયો કહેવાય છે. સમગ્ર જગત સંહારિણી રાત્રિની ગોદમાં અચેતન થઈ સુઈ જાય છે. આ રીતે પ્રાકૃતિક દ્રષ્ટિથી શિવજીને રાત્રી અતિ પ્રિય છે. તેના હૃદયને ગમે છે. તેથી ભગવાન શિવજીને રાત્રીના સમયે કરેલ પૂજા, પાઠ, જાપ, આરાધના વધારે પ્રિય સદા સુખ આપે છે. શિવજીના મંદિરે રાત્રીએ જવાનું રાખ્યું હોય તો તે વધારે પ્રસન્ન રહે છે અને શ્રીરામ, શ્રીકૃષ્ણ, બ્રહ્મ-મુહૂર્તના સમયે મંદિર જાયે તો બ્રહ્મ મુહુર્તનાં દર્શન કલ્યાણ કરતાં હોય છે. મનુષ્યની ઉગ્રતા બ્રહ્મ મુહુર્તમાં અને રાત્રી દરમ્યાન ઠંડી રહે છે. તેથી દર્શનમાં લાભ અને શાંતિ રહે છે. શિવપુરાણમાં લખ્યાં પ્રમાણે વ્રત કરનારે પ્રાતઃકાળમાં ઉઠી સ્નાન સંઘ્યા વગેરે શિવલિંગનું વિધિપૂર્વક પૂજન નમસ્કાર કરવા. ત્યાર પછી મહાશિવરાત્રી વ્રતનો પ્રારંભ કરવો.
શિવલિંગ એટલે નિરાકાર બ્રહ્મકા પ્રતિક હોવાથી સર્વ લોકોને પૂજ્યા છે તે નિરાકાર બ્રહ્મરૂપ, રંગ આકાર વગેરેથી રહીત છે અને શિવલિંગ પણ છે. જેમ ગણિતમાં શૂન્યની કોઈ કિંમત નથી છતાં ધારો તેટલી રકમ તેમાંથી થઈ શકે છે. અંક એક શૂન્ય પાસે મુકવાથી દશ ગણું મૂલ્ય થઈ જાય છે. માનવને શિવભક્તિ કરવાથી મહાનતા મળે સાથે શિવકૃપા મળે. અને લાખો, કરોડોનું માનવ મૂલ્ય વધી જાય છે. તેવીજ શિવકૃપાની અમુલ્ય ભક્તિ છે.

PRAYER : God has deposited

God has deposited 
Love 
Joys
Prosperity
Peace 
and 
Laughter 
plus all kind of Blessings 
in your account. 
Use without limit. 
The PIN code is : PRAYER!

CHILDREN :: બાળક

બાળક 
એ 
કોઈ વાસણ નથી 
કે 
એને ભરી કાઢીએ – 
એ 
એક જ્યોત છે
જેને પેટાવવાની છે.

Friday, February 25, 2011

સંસ્કાર

સંતાનને 
સારા સંસ્કાર આપવા
ગમે તેટલા પ્રયાસ કરો.......
આખરે તો એ 

મા-બાપને જ અનુસરશે!!!

Thursday, February 24, 2011

SUCCESS LIFE :: જેણે જીવનમાં કંઈક કરવું છે તેણે.........

જેણે જીવનમાં કંઈક કરવું છે
તેણે પૈસા કમાવવાની બાબતમાં 
પેટ્રોલ ભરાવવા જેવી 
પદ્ધતિ અપનાવવી જોઈએ.
રિઝર્વમાં આવે ત્યારે 
પેટ્રોલપંપ પર જવું !
એ રીતે જરૂર પૂરતું કમાઈને 
બાકીના સમયે 
પોતાના મુખ્ય કાર્યમાં લાગી જવું. 
આ રીત અપનાવાય તો જ 
કંઈક જીવનકાર્ય કરી શકાય. 
બાકી તો 
દુનિયા આપણા ગળે 
વ્યર્થ કામો લગાડવાની
એક પણ તક જતી નહીં કરે !
નિરંતર જાગૃતિ એ જ માત્ર એક ઉપાય.

Wednesday, February 23, 2011

અધૂરું કામ અને હારેલો દુશ્મન

અધૂરું કામ 
અને 
હારેલો દુશ્મન
આ બન્ને બુઝાયા વગરની 
આગની ચિનગારીઓ જેવાં છે. 
મોકો મળતાં જ 
એ આગળ વધશે 
અને 
એ બેદરકાર માણસને 
દબાવી દેશે. 

Tuesday, February 22, 2011

મારું માનવું છે... કે..... (મનના ઘોડા થનગને )

જો પિરામિડ સુખી કરી શકે છે તો તે વેચનાર ફૂટપાથ પર શા માટે જોવા મળે છે. જે દેશમાં તે શોધાયા ત્યાંના રાજાઓએ હજારો વર્ષથી પોતાની કબર તરીકે પણ તેનો ત્યાગ કર્યો છે. વિદેશી વસ્તુથી અંજાયા વિના ભારતીય શાસ્ત્રોને અપનાવવામાં શાણપણ છે કારણ કે આપણાં શાસ્ત્રો શાશ્વત છે.

Good thinking :: એવી વસ્તુઓ ન ખોઈ બેસતા જે પૈસો ખરીદી શક્તો નથી.

પૈસા હોવા
અને 
તેનાથી ખરીદી શકાય 
તેવી વસ્તુઓ હોવી 
એ સારી વાત છે
પણ 
એ મેળવવાની લ્હાયમાં 
એવી વસ્તુઓ 
ન ખોઈ બેસતા 
જે 
પૈસો ખરીદી શક્તો નથી.

Monday, February 21, 2011

Tips of Better Life :: પ્રશંસાના વ્યસની કદી થશો નહિ......



Applause is the
Beginning of abuse
બીજા લોકો તમારાં વખાણ કરે તેમ ઈચ્છતા હો તો કદી જ તમારાં વખાણ જાતે કરતા નહિ. એ પ્રકારે તમારી ટીકા કારણ વગર થતી હોય કે તમે નિર્દોષ હો છતાં ખોટા આક્ષેપ થતા હોય ત્યારે બચાવ કરવાને બદલે ચૂપ રહેજો. જ્યોર્જ બર્નાર્ડ શૉ એ કહેલું કે સાયલન્સ ઈઝ ધી મોસ્ટ પરફેકટ એક્સપ્રેશન ઑફ સ્કોર્નતમે માત્ર ચૂપકીદી ધારણ કરીને શ્રેષ્ઠ વિરોધ નોંધાવી શકો છો. વખાણની લપેટમાં આવી જવાનું બહુ સહેલું છે. પણ જ્યારે તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. વળી તમે પ્રશંસાને પાત્ર ન હોવા છતાં પ્રશંસા થતી હોય તે તો બહુ ખતરનાક છે. એ તો એક જાતનો કટાક્ષ છે અને જ્યારે તમારે માટે તાળીઓ પડવા માંડે ત્યારે ધ્યાન રાખજો કે એ જ તાળી પાડનારા હાથ કદાચ તમારા ગાલ ઉપર આવશે.


Sunday, February 20, 2011

આજનો ટોપિક :: મનોરંજનનું સ્તર

અત્યંત કાળી મજૂરી કરનાર મજૂર જેમ થાક ઉતારવા માટે 
વ્યસનનો સહારો લે છે તેમ ક્યારેક અત્યંત બૌદ્ધિક શ્રમ કરનાર 
શિક્ષિત વર્ગને મનોરંજનની જરૂર પડતી હોય છે. 
મનોરંજનના સાધનોની સૌથી વધુ જરૂર એને પડે છે 
જેને પોતાનું કામ નથી ગમતું 
અથવા તો જે પોતાની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ ચાલે છે. 
જેટલો મગજનો થાક વધુ એટલું મનોરંજનનું સ્તર નીચું.
બિભત્સ દ્રશ્યો, અશ્લીલ સંવાદો પર હસતો સમાજ 
માનસિક રીતે થાકેલો કે અસ્વસ્થ છે 
એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

Saturday, February 19, 2011

પ્રેરક વિચાર :: ધ્યેય

કોઈક દિવસ 
જે ધ્યેયનો પરાજય થવાનો છે 
તેમાં આજે વિજય મેળવવા કરતાં
કોઈક દિવસ 
જેની ફતેહ થવાની છે 
તેવા ધ્યેય કાજે 
અત્યારે હારવાનું 
હું પસંદ કરું.

Thursday, February 17, 2011

LIFE :- જ્ઞાન


ધન કરતાં જ્ઞાન 
એટલા માટે ઉત્તમ છે કે 
ધનની રક્ષા 
તમારે જ કરવી પડે છે. 
જ્યારે 
જ્ઞાન તો 
પોતે જ 
તમારી રક્ષા કરે છે. 
સ્વામી રામતીર્થ

Wednesday, February 16, 2011

GOOD MORNING


Past Is Experience

Present is
Experiment

Future is Expectation.

So
use
Experience in
your Experiment to
achieve your
Expectation.

SUVICHAR :: જીભ

જીભ 
કદાચ 
"તોતડી" હશે 
તો ચાલશે
પરંતુ 


"તોછડી"
હશે 
તો નહિ ચાલે.

Tuesday, February 15, 2011

DHOLAVIRA HARAPPAN METROPOLY


DHOLAVIRA
HARAPPAN METROPOLY


It is a small village situated in Rapar Taluka Near north-western extremity of Khadir, which is a large island in the Great Rann of Kutchh. 


Photograph :: please click here


https://picasaweb.google.com/jasudangar/DHOLAVIRAHARAPPANMETROPOLY#

Friday, February 11, 2011

Jivan Mantra :: બોલવાની કળા

વાદવિવાદમાં 
છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો 
આટલું બોલવાની કોશિશ કરજો : 
મને લાગે છે કે 
તમારી વાત સાચી છે.

Thursday, February 10, 2011

LIFE :: પ્રેમનું ઝરણું


પ્રેમ સિવાય બીજે કયાંય જીવન ધબકતું જોવા મળતું નથી. 
પાડોશમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તમે ખરખરો કરવા જાવ ત્યારે તમે કહો છો કે 
બહુ જ ખોટું થયું, પરંતુ તે ફક્ત ઔપચારિક્તા જ હોય છે. 
તેનાથી તમારા અંતરના ભાવોમાં કોઈ ફરક પડતો નથી. 
પરંતુ કૂતરાના એક નાના બચ્ચા પ્રત્યે પણ જો તમારા અંતરમાં પ્રેમ ભાવ જાગ્યો હશે 
અને તે મરી જશે તો તમે રડશો. તમારું હ્રદય છિન્નભિન્ન થઈ જશે. 
પ્રેમ એ મનુષ્યની ભાવ દશા છે. 
જીવનનું સાચું તત્વ ત્યાં જ જોવા મળે છે જ્યાં માનવી પ્રેમની નજરે જુએ છે. 
પ્રેમનો નાનો એવો સ્પર્શ પણ દુ:ખના પહાડને પિગળાવી દેવા માટે પૂરતો છે. 
પ્રેમના માર્ગે વહેતું જીવન આનંદના ઝરણા જેવું હોય છે. 
પ્રેમ જીવનને હર્યુંભર્યું અને મહેકતું બનાવી દયે છે. 
જીવન પ્રેમની છાયામાં જ સમૃધ્ધ બને છે.

નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.


પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય છે તેમ આકાશનો ગુણ શબ્દ કહેવાયો છે. 
એ તો વિજ્ઞાન સિદ્ધ વાત છે કે આકાશ વગર બોલાયેલા શબ્દો 
ગતિ કરતા નથી અને સાંભળી શકાતા નથી. 
પરંતુ અહીં આકાશનો એક અર્થ અવકાશએમ કરવાનું મન થાય છે. 
અવકાશ એટલે મોકળાશ. 
જ્યારે આપણે નવરાશની પળોમાં એકલાં બેઠાં હોઈએ ત્યારે શબ્દો અને વિચારો સ્ફૂરે છે. 
જેટલો અવકાશ વધારે એટલા નવા વિચારોનું સ્ફૂરણ વધારે. 
નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.

Wednesday, February 9, 2011

GOOD MORNING


LOVELY THING TO LEARN FROM WATER
"ADJUST YOURSELF IN EVERY SITUATION 
& IN ANY SHAPE"
But
Most importantly,
Always find out your
"Own way to flow"

Tuesday, February 8, 2011

IMPORTANT SMS : Hamara Bharat Mahaan ???????


Ek Desh Jahaa  Pizza

Police Aur  Ambulance Ke Pehle Ghar Pahuchta Hai...

Jahaa Car Loan 7 % hai aur Education Loan 12 %...

Jahaa  Chaawal  Rs. 40/kg  me milta  hai aur  Sim card free...

Jahaa Log Durga ki pujaa karte hai aur ladki paidaa hone pe uska khuun...

Jahaa Olympic Shooter ko SwarnPadak (Gold Medal)  Jitne pe Sarkar 3 Crore dete hai,

Aur Dusra Shooter jo aataankwaadi se  ladte shahid hota hai use 1 lakh....

Sach me hamara Bharat Mahaan hai..... !!

Is  SMS  ko Itna forward karo ki apna PM bhi padhe..... !

Jaago India Jaago !!!!

વર્તમાન સમસ્યા :: કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......


સ્વિસ બેન્કો આખા વિશ્વમાં કાળું નાણું છુપાવવાનું સ્વર્ગ છે.
કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......

પ્રસ્તાવના ::

વિદેશી બેન્કોમાં કાળું ધન છુપાવવાના મુદ્દે દેશમાં રાજનીતિ ગરમાવો પકડી રહી છે. પશ્ચિમ જર્મનીની સરકારે જે ભારતીયોનાં નામો ભારત સરકારને સોંપ્યાં છે,તે નામો જાહેર ન કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. એક દિવસ તો બધું સ્પષ્ટ કરવું જ પડશે. આમે ય વિકિલીક્સે પણ ૧૦૦૦ ભારતીયો કે જેમનાં બેનંબરી નાણાં સ્વિસ બેન્કોમાં પડયાં છે તે જાહેર કરી દેવાનું એલાન કરી જ દીધું છે.

સ્વિસ બેન્કો અને તેની કાર્યપ્રણાલી .....
શા માટે કહેવાય છે... ??
સ્વિસ બેન્કો આખા વિશ્વમાં કાળું નાણું છુપાવવાનું સ્વર્ગ છે.
સ્વિટ્ઝરલેન્ડની બેન્કોની સિક્રસી ગજબનાક છે. સ્વિસ બેન્કોમાં જે કાળું નાણું રાખવામાં આવે છે, તે નાણું મોટે ભાગે વિશ્વના શક્તિશાળી પણ ભ્રષ્ટ રાજકારણીઓનું હોય છે. તેના સરમુખત્યારોથી માંડીને પ્રેસિડેન્ટ્સ અને લશ્કરના જનરલ્સ પણ સામેલ છે. વિશ્વમાં આવા ૧૦૦ જેટલાં  ‘ટેક્સ-હેવન છે. જ્યાં આવું કાળું ધન જમા કરાવવાની ઉપર કોઈ જ ટેક્સ નથી. સ્વિટ્ઝરલેન્ડ અત્યંત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો દેશ છે. કેડબરીઝ ચોકલેટ એ સ્વિટ્ઝરલેન્ડની ભેટ છે. બાકી ટૂરિઝમ સિવાય ત્યાં કોઈ મોટો ઉદ્યોગ નથી, પરંતુ બેન્કિંગ તે તેની મોટામાં મોટી આર્થિક પ્રવૃત્તિ છે. બેન્કોને કારણે રોજી છે. સ્વિટ્ઝરલેન્ડની કોઈ એક ભાષા નથી. તે જે જે દેશોથી ઘેરાયેલો છે તે તમામ દેશોની ભાષા ત્યાં બોલાય છે. નિષ્ણાતો માને છે કે ભારતમાંથી અડધો ટ્રિલિયન ડોલર્સનું ધન ગેરકાનૂની રસ્તે બહાર જતું રહ્યું છે. ભ્રષ્ટાચાર, રુશવત, દલાલી અને કમિશન પેટે નેતાઓને મળેલાં અબજોનાં નાણાં ભારતમાં છુપાવી શકાયાં ન હોઈ આ નાણાં સ્વિસ બેન્કોમાં રવાના કરાય છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને પત્ર લખીને માહિતી આપી છે કે સ્વિસ બેન્કોના ભારતીયોના ૭૦ લાખ કરોડ રૂપિયા જમા છે. ભારતીયોનું આવું બે નંબરનું નાણું સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત બ્રિટિશ અમેરિકન ટાપુઓ પર પણ જમા પડયું છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી દેશના મોટા મોટા રાજકારણીઓના પૈસા સ્વિસ બેન્કોમાં જમા છે. તેમાંથી કોઈ રાજકીય પક્ષ બાકાત નથી. સામ્યવાદી પક્ષ પણ નહીં, કારણ કે ડાબેરીઓ પણ રશિયા અને ચીનના હવાલાથી પૈસા લેતા રહ્યા છે.

બીજા દેશોની માફક ગમે તે રહસ્યમય કારણસર ભારતે આ કાળા નાળા ધરાવતા ભારતીય ખાતેદારોનાં નામ હાંસલ કરવા કોઈ રસ જ ન દાખવ્યો.

હવે આખા વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી હોવાથી વિશ્વને પણ લાગે છે કે ત્રાસવાદી સંગઠનો તેમનું કાળું નાણું સ્વિસ બેન્કોમાં રાખે છે. આ કારણથી કાળું ધન વિદેશોમાં સંગ્રહવાના વિરોધમાં જનમત પ્રબળ બનતો જાય છે. અમેરિકા, સ્પેન, જર્મની વગેરે દેશોએ ખાતેદારોનાં નામ પ્રાપ્ત કરવા માટે ટેક્સ - હેવન દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ૧૪ ફેબ્રુઆરી,૨૦૦૯ના રોજ મિયામીમાં આવેલી યુનાઈટેડ બેન્ક ઓફ સ્વિટ્ઝરલેન્ડ (યુબીએસ)ની વિરુદ્ધ એક કેસ દાખલ કરી બાવન હજાર જેટલા અમેરિકન ખાતેદારોનાં નામ જાહેર કરવા જણાવ્યું હતું. અમેરિકન સરકારને એવી શંકા હતી કે કેટલાક અમેરિકનોએ ટેક્સની ચોરી કરવાની ઇચ્છાથી ૧૪.૮ બિલિયન ડોલર સ્વિસ બેન્કોમાં જમા કરાવેલા છે. આ મુકદ્દમા બાદ સ્વિસ બેન્કે એ વાતનો સ્વીકાર કર્યો કે ટેક્સ ચોરી કરવાવાળાઓને બેન્કે મદદ કરી છે. એટલું જ નહીં, પરંતુ સ્વિસ બેન્ક દ્વારા આ એકરાર બાદ એણે ૭૮૦ મિલિયન ડોલરનો દંડ અમેરિકન ગુપ્તચર સંસ્થાઓને ભર્યો. એટલું જ નહીં પરંતુ સ્વિસ બેન્કે ૩૦૦ ખાતેદારોનાં નામ - સરનામાં પણ અમેરિકાને આપ્યાં.
આ જ પ્રમાણે જર્મનીએ કર્યું. જર્મનીના દબાણ બાદ સ્વિસ બેન્કે ૧૪૦૦ જેટલા જર્મન ખાતેદારોનાં નામ પણ જર્મન ગુપ્તચર સંસ્થા વી એન્ડ ડીને સોંપ્યાં. આ ૧૪૦૦ પૈકી ૬૦૦ ખાતેદારો જર્મન છે જ્યારે બાકીના ૮૦૦ ખાતેદારો પૈકી કેટલાક ભારતીય પણ છે. આ ભારતીય ખાતેદારોનાં નામ ભારતને આપવા જર્મન સરકાર ઇચ્છતી હતી, પરંતુ ગમે તે રહસ્યમય કારણસર ભારતે ભારતીય ખાતેદારોનાં નામ હાંસલ કરવા કોઈ રસ જ ન દાખવ્યો.


અમેરિકા અને જર્મનીની આ કાર્યવાહીમાંથી પ્રેરણા લઈ ફિનલેન્ડ, કેનેડા, નોર્વે, સ્વિડન, ઈટાલી,આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડે પણ સ્વિસ બેન્કો પાસે તેમના દેશોનાં ખાતેદારોનાં નામો માંગ્યાં અને તેમને પણ સફળતા મળી. એટલું જ નહીં પરંતુ યુરોપિયન દેશોના નેતાઓએ ગયા એપ્રિલ માસમાં લંડનમાં એક અધિવેશન દરમિયાન કાળા ધન વિરુદ્ધ એક ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લીધો. જે દેશોની બેન્કો બીજા દેશના નાગરિકોનું કાળું નાણું છુપાવે છે તે દેશો સામે પણ સખત કાર્યવાહી કરવા માંગણી થઈ, પરંતુ ગમે તે કારણસર ભારત સરકાર આ બાબતે ઉદાસીન રહી છે. પાછલા છ દાયકા દરમિયાન દેશના ભ્રષ્ટ નેતાઓ, બેઈમાન વેપારીઓ અને લાંચિયા અધિકારીઓએ અબજો રૂપિયા આવા દેશોમાં છુપાવ્યા છે. ભૂતપૂર્વ ઇન્કમટેક્સ કમિશનર કે.વી. એન. પાઈના રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી તથા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ રૂ. ૨૫થી ૭૫ લાખ કરોડનું હોવાનું આકલન કર્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ કે જે વિશ્વના ૩૦ જેટલા ધનાઢય દેશોનો સમૂહ છે. તેણે ૭૭ જેટલા ટેક્સ - હેવન દેશોમાં આખા વિશ્વની આવી ધનરાશિ ૫૪૮થી ૫૯૮ લાખ કરોડ રૂપિયા હોવાનું કહ્યું છે. આ આકલનમાં કયા દેશના કેટલા પૈસા તે આંકડો જણાવાયો નથી. અલબત્ત, ટેક્સ જસ્ટિસ નેટવર્કે ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન ૨૨.૭ બિલિયન ડોલરનું બે નંબરનું નાણું ભારત બહાર પગ કરી ગયું હોવાનું કહ્યું છે.

કેટલું કાળું નાણું સ્વિસ બેન્કોમાં જમા છે. ખબર છે આપને....
ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે તાજેતરમાં જ ટેક્સ ચોરીની વિરુદ્ધ એક સમજૂતી થઈ છે. એ પછી સ્વિટ્ઝરલેન્ડનાં વિદેશ મંત્રી શ્રીમતી માઈકોલિન કેમેલિન રેએ રહસ્ય છતું કરતાં જણાવ્યું છે કે, “સ્વિસ બેન્કોના વિદેશીઓના ૨૦૫૦ બિલિયન ડોલર જમા છે. તેમાંથી ૧૦૨૫ બિલિયન ડોલર્સની રકમ બ્લેકમની છે. આ રકમમાંથી ૫૦ ટકા રકમ ભારતીયોની માનવામાં આવે તોપણ તે રકમ ૫૦૦ બિલિયન ડોલર જેટલી થાય છે. આમ વિવિધ આકલનો પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીયોના ૭૦ લાખ કરોડથી વધુ બે નંબરના રૂપિયા સ્વિસ બેન્કોમાં જમા છે.
ગ્લોબલ ફાઈનાન્સિયલ ઈન્ટરગ્રેટીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડો. દેવકાર અને દેવોન સ્મિથ દ્વારા ફોર્ડ ફાઉન્ડેશન માટે વિકાસશીલ દેશોના અવૈદ્ય નાણાકીય પ્રવાહ પર કરવામાં આવેલા સંયુક્ત અભ્યાસમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ૨૦૦૨થી ૨૦૦૦૬ સુધી વિકાસશીલ દેશોમાંથી ૪૩થી ૫૧ લાખ કરોડ રૂપિયા બહારના દેશોમાં પ્રવાહિત થયા છે. આ આંકડો ડોલરમાં જોઈએ તો ૮૫૬.૬ બિલિયન ડોલરથી ૧.૦૬ ટ્રિલિયન ડોલર જેટલો થાય છે. આ સંસ્થાએ એવો નિષ્કર્ષ પણ કાઢયો છે કે પ્રતિવર્ષ પ્રવાહિત થતા આવા કાળા ધનની ભારતની ટકાવારી ૧૮.૫ ટકા છે.
આઈઆઈએમ, બેંગલુરુના પ્રો. વૈદ્યનાથનના મત મુજબ ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન પ્રતિવર્ષ ભારતમાંથી ૨૭.૩ બિલિયન ડોલર જેટલી ધનરાશિ વિદેશી બેન્કોમાં જમા થઈ છે. આ પાંચ વર્ષની રકમને આધાર બનાવી ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધીનો આંકડો ૧૩૬.૫ બિલિયન ડોલર અર્થાત્ ૭૦ લાખ કરોડ રૂપિયા જેટલો થાય છે.

આ કાળું નાણું રાષ્ટ્રીય સમ્પંતી જાહેર કરી દેવામાં આવે તો... ...
કેવું હશે ??? આવતીકાલનું ભારત ખબર છે... આપને.....
સ્વિસ બેન્ક એસોસિએશનના ૨૦૦૬ના રિપોર્ટ અનુસાર સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં જમા કરવાવાળા દેશોની યાદીમાં ભારત સહુથી ઉપર છે. બહારના દેશોમાં પડેલા ૭૦ લાખ કરોડ રૂપિયા જો પાછા લાવવામાં આવે તો ભારત દેશનું ૧૩ વખત વિદેશી દેવું ચૂકવી શકાય તેમ છે. એટલું જ નહીં, પરંતુ દેશના ૪૫ કરોડ ગરીબ પરિવારોને પરિવારદીઠ એક એક લાખ રૂપિયા આપી શકાય. ભારતનું વાર્ષિક બજેટ એક પણ રૂપિયાનો ટેક્સ નાંખ્યા વિના આપી શકાય અને આવા ટેક્સ જતા રહે તો લોકો ૨૫ રૂપિયે લિટરના ભાવે પેટ્રોલ તેમના વાહનમાં ભરાવી શકે. ભારતનો પ્રત્યેક ગરીબ પરિવાર લખપતિ બની શકે.

પરંતુ એ ૭૦ લાખ કરોડ પાછા લાવશે કોણ?
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર  વિરુદ્ધ આખા વિશ્વમાં લોકમત મજબૂત થઈ રહ્યો છે અને ગુપ્ત ખાતાં રાખનાર દેશો પર દબાણ વધી રહ્યું છે. ત્યારે ભારત આ સંબંધે ચૂપ છે. ખુદ રાષ્ટ્રસંઘે પણયુએન કન્વેન્શન અગેઈન્સ્ટર કરપ્શન દ્વારા પ્રસ્તાવ મૂકીને જણાવ્યું છે કે આવું કાળું નાણું જે તે દેશને પાછું આપવું જોઈએ.
ભારતે પણ આ પ્રસ્તાવ પર ૨૦૦૫માં હસ્તાક્ષર કર્યા છે, પરંતુ આજ સુધી તેની પુષ્ટિ કરી નથી. ભારત સરકાર ધારે તો એ ૭૦ લાખ કરોડ રૂપિયા દેશમાં પાછા લાવી શકે તેમ છે. આ ધન પાછું આવી જાય તો ભારતની ગણતરી વિશ્વનાં પાંચ શક્તિશાળી રાષ્ટ્રોમાં થઈ જાય તેમ છે. અને તેથી દેશની આંતરરાષ્ટ્રીય, રાજનૈતિક તથા આર્થિક હૈસિયત ઘણી ટોચ પર જઈ શકે તેમ છે.
પરંતુ નેતાઓની ઇચ્છા નથી. કેમ? જવાબ એમને જ ખબર છે.


અને તેથી જ ભારતના દરેક વ્યક્તિના સહયોગથી કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......

પણ..... કહેવાય છે..... આમાં આપણા કેટલા ટકા.....????? આ માનસિકતા તોડવી પડશે.........તો જ......................

Monday, February 7, 2011

શું આપ જાણો છો..... અંક- 786 ઈસ્લામમાં ખાસ કેમ?

સેંકડો અથવા તેનાથી પણ વધારે ધર્મ છે પ્તુથ્વી પર. દરેક ધર્મની કોઇ વિશિષ્ટતાઓ અથવા ખાસિયત હોય છે. હિન્દુઓમાં ઓમ, સ્વાસ્તિક અને કાર્યના પ્રારંભમાં શ્રી ગણેશાય નમ:નુ વિશેષ મહત્વ માનવામા આવે છે.



સિખોમાં અરદાસ, ગુરુવાણી, સત શ્રી અકાળ અને પાઘડીનુ ખાસ મહત્વ હોય છે. ત્યાંજ ઈસાઈ ધર્મના માનવાવાળાનુ જીસસ ક્રાઈસ્ટ, ક્રોસનુ ચિહ્ન, માતા મરિયમ અને બાઈબલ વગેરેનુ ઘબુ આત્મિય સમ્માન હોય છે.




જેવી રીતે કોઇ નવા અથવા શુભ કાર્યની શરુઆત કરતા પહેલા હિન્દુઓમાં ગણેશને પુજવામા આવે છે, કેમ કે ગણેશને વિઘ્ન હર્તા અને સદબુદ્ધિના દેવતા માનવામા આવે છે. આવી જ રીતે ઈસ્લામ ધર્મામાં અંક- 786 ને શુભ અંક અથવા શુભ પ્રતિક માનવામા આવે છે. અરબમાથી ઈસ્લામ ધર્મમાં અંક-786નુ ઘણુ જ ધાર્મિક મહત્વ માનવામા આવે છે.



પ્રાચિન કાળમાં અંક જ્યોતિષ અને નક્ષત્ર જ્યોતિષ બન્ને એક ભવિષ્ય વિજ્ઞાનના જ અંગ હતા. પ્રાચિન સમયમાં અંક જ્યોતિષના ક્ષેત્રમા અરબ દેશોમાં પણ ઉલ્લેખનીય પ્રગતિ થઈ હતી. આરબ દેશોમા જ ઈસ્લામનો જન્મ અને પ્રારંભિક સંસ્કારીકરણ થયુ છે. અંક- 786 ને અરબી જ્યોતિષમા ઘણુ જ શુભ અંક માનવામા આવ્યો છે.



અંક જ્યોતિષ પ્રમાણે જ્યારે 7+8+6નો યોગ 21 આવે છે, તથા 2+1નો યોગ કરવા પર 3નો આંકડો મળે છે, લગભગ બધાજ ધર્મામાં અત્યંત શુભ અને પવિત્ર અંક માનવામા આવે છે.



બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંખ્યા ત્રણ, અલ્લાહ, પૈગમ્બર અને નુમાઈદની સંખ્યા પણ ત્રણ તથા આખી સ્રુષ્ટિના મુળમા સમાયેલ પ્રમુખ ગુણ- સત રજ અને તમ પણ ત્રણ જ છે

Sunday, February 6, 2011

LIFE :- આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું.


રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું
મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું
મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું
મારાં નાનાં નાનાં કાર્યને કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું
સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખી મળું
દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું
અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને 
સારું કામ કર્યાનો આનંદ આવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં…. 
આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું.
-
ટૉમસ ડેકર

Friday, February 4, 2011

SPEED - EK BODH PRASANG :: ગતિ


એક મોટી કંપનીનો એક્ઝિક્યુટિવ ઓફિસર પોતાની કારમાં પૂરપાટ વેગે જ ઇ રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર પર કોઇએ પથ્થરો ફેંક્યો. તેણે કાર રોકી અને ગુસ્સાથી રાતોપીળો થતો બહાર નીકળ્યો અને જોયું તો એક નાનો છોકરો ફુટપાથ પર સમસમીને ઊભો છે. તેણે રોષમાં એ છોકરાને પથ્થરો ફેંકવાનું કારણ પુછ્યું, ત્યારે છોકરાએ બે હાથ જોડીને માફી માંગીને કહ્યું "મારો નાનો ભાઇ વ્હીલચેરમાંથી પડી ગયો પણ મારી ઘણી કોશિશ કરવા છતાં હું તેને વ્હીલચેરમાં બેસાડી ન શક્યો માટે મદદ મેળવવા માટે મેં પથ્થરો ફેંક્યો." આ સાંભળી ઓફિસર શાંત થયો અને કહ્યું કે "બેટા, મદદ માટે તારે બુમ પાડવી જોઇએ આમ પથ્થરો ના ફેંકાય."

બાળકે કહ્યું, મેં ઘણી બુમો પાડી પણ બધા ઝડપથી જતા રહે છે કોઇ મને સાંભળતું જ નથી. આ ખુલાસાનો કોઇ જવાબ ઓફિસર પાસે નહોતો પણ જીંદગીભરનો બોધપાઠ બની ગયો. ગતિ એટલી તેજ ન રખાય કે કોઇનો અવાજ પણ ન સંભળાય.

Thursday, February 3, 2011

LIFE Story :: James Cameron

ટર્મિનેટર, ટાઈટેનીક, અવતાર જેવી ફિલ્મો ના નિર્માતા જિદ્દી અને મનમોજી ટ્રક ડ્રાઇવરમાંથી મહાન ફિલ્મસર્જક બનનારા જેમ્સ કેમરોનની જિંદગી એમની ફિલ્મો જેટલી જ એક્સાઈટિંગ છે. પોતાના સમય કરતાં આગળ રહેલા આ જિનિયસ ફિલ્મમેકરની જીવનકિતાબનાં પાનાં ઉથલાવવાં જેવાં છે... 
મઘ્ય કેનેડાના ઓંતારિયો શહેર પાસે આવેલી ચિપાવા નામની એક લોકાલિટી. ઉનાળાની મોસમ છે. સાંજ પડવાની તૈયારીમાં છે. એક મઘ્યમવર્ગીય ઘરના નાનકડા ઓરડામાં અજબ હલચલ છે. અસ્તવ્યસ્ત વિખરાયેલા સામાન વચ્ચે પલંગ પર સૂતેલો એક છોકરો આંખો અડધી બંધ કરીને કલ્પનાની દુનિયામાં વિહાર કરી રહ્યો છે અને એના મોંમાથી સુપરપાવર, રોબો, યંત્રો, યુદ્ધ, વિનાશ જેવા શબ્દો નીકળી નીકળી રહ્યા છે. થોડી વારે છોકરો આખરે બબડવાનું બંધ કરે છે. એના ચહેરા પર એક અજબ શાંતિ છે અને આછો આછો આત્મવિશ્વાસ પણ ડોકિયું કરી રહ્યો છે. 

એકાએક એ ઊઠ્યો અને રસોડામાં કામ કરતી પોતાની મા પાસે જઈને કહે છે, ‘મા, મેં નક્કી કરી લીધું છે - મારે ફિલ્મમેકર બનવું છે.મા પરેશાન થઈ ગઈ. એ કંઈ ન બોલી અને પોતાનું કામ કર્યા કર્યું. છોકરો પાછો બોલ્યો, ‘હું અલગ જ પ્રકારની ફિલ્મો બનાવીશ. જેવી પહેલાં કોઈએ ન બનાવી હોય, એવી. કોમિક્સમાં તો બધું ખોટેખોટું બતાવ્યું હોય છે. હું એ બધું સાચેસાચું બતાવીશ.મા આછું હસી અને બોલી, ‘ભલે. તને જે ઠીક લાગે તેમ કરજે’. 

માનું નામ શર્લી હતું. એ અને એના પતિ ફિલિપ કેમરોન કેટલીય વાત પોતાના સૌથી મોટા દીકરા જેમ્સ ઊર્ફે જિમના મોઢે સાંભળી ચૂક્યાં હતાં કે મોટો થઈને એ પોતાની કરીઅર ફિલ્મોની દુનિયામાં બનાવવાનો છે. જોકે, ઘરની સ્થિતિ અને વાતાવરણ સાવ વિપરીત હતાં. છતાં ૧૫ વર્ષના જેમ્સના દિમાગમાં તો બસ એક જ વાત બેસી ગઇ હતી કે ન તો મારે માની જેમ ચિત્રકાર બનવું છે અને ન તો પિતાની જેમ એન્જિનિયર. આપણને તો બસ, માત્ર અને માત્ર ફિલ્મ ડિરેક્ટર જ બનવું છે! 

બડા બેટા

ફિલિપ અને શર્લી મઘ્યમવર્ગીય પરંપરાગત કુટુંબોમાંથી આવતાં હતાં. તેમણે ૧૯૫૦માં પ્રેમલગ્ન કર્યા અને કેનેડામાં નાયગ્રા ધોધ પાસેના કાપુસકાસિંગ નામના નાનકડા ગામમાં રહેવા લાગ્યાં. ફિલિપ વ્યવસાયે એન્જિનિયર હતા અને શર્લી એક નર્સ. ફિલિપ થોડા જુનવાણી માણસ હતા. શર્લીને પેઈન્ટિંગનો ભારે શોખ. એ આ ક્ષેત્રમાં જ આગળ વધવા માગતી હતી, પરંતુ લગ્ન પછી એણે મહત્વાકાંક્ષાને કુરબાન કરી દીધી. શર્લી પાંચ સંતાનની માતા બની. એમાં સૌથી મોટો અને સૌથી ખાસ જેમ્સ. જેમ્સનું બાળપણ એકદમ સીધુંસાદું હતું. એણે ન કોઈ ઊથલપાથલ સહેવી પડી કે ન એના પર કોઈ મોટી મુસીબત આવી.

કોમિક્સ કી પાઠશાળા

નાનકડા જિમનું ઘ્યાન ભણવાનાં ચોપડામાં ઓછું અને કોમિક્સમાં વધુ રહેતું. એને સ્પાઇડરમેન, ધ એકસમેન જેવાં પાત્રો સૌથી વધુ ગમતાં હતાં. એના કોમિક્સ એ લગભગ ગાંડાની જેમ વાંચતો. ૧૨ વર્ષની કાચી વયથી ફિલ્મો જોવાનો નવો પણ ઝનૂની શોખ એની પર સવાર થઈ ગયો. એ જ દિવસોમાં જેમ્સ એક રાતે મશહૂર દિગ્દર્શક સ્ટેનલી કુબ્રિકની અ સ્પેસ ઓડિસીફિલ્મ જોવા ગયા. અંતરિક્ષ જગતના અજબ-ગજબનાં જીવો અને એવી જ કથા પર બનેલી આ ફિલ્મની સ્પેશિયલ ઇફેકટ્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. આ ઈફેકટ્સ સમજવા જેમ્સે આ ફિલ્મ ૧૦ કરતાંય વધુ વાર જોઈ નાખી. એમને એ જાણવાની લગની લાગી કે આ સ્પેશિયલ ઇફેકટ્સ અપાય છે કેવી રાતે? ફિલ્મોમાં જોયેલાં દ્રશ્યો જાતે અજમાવી જોવાના ઝનૂનને લીધે જેમ્સની પિતાના ૧૬ એમએમ વિડિયો કેમેરા સાથે પાક્કી દોસ્તી થઈ ગઈ. એ પછી ઘરમાં જ રમકડાંના સેટ લાગવા માંડ્યા તથા નાનાં મશીનો અને રમકડાંનું ઢંગધડા વગરની વાર્તાના નામે ફિલ્માંકનથવા લાગ્યું. આ કામમાં નાના ભાઇ માઇકે એમને ખૂબ મદદ કરી. બસ, અહીંથી જ જેમ્સના જીવનની દિશા નક્કી થતી ગઈ. કેમરોન પરિવારનું ભાગ્ય કહો કે નિયતિનો સંયોગ, કે જેમ્સે પોતાના મનની વાત કુટુંબ સામે જાહેર કરી એ જ દિવસોમાં એમના પિતાને કેલિફોર્નિયાથી એક નોકરીની ઓફર મળી. તરત નિર્ણય લેવાયો કે આપણે કેનેડા છોડી અમેરિકા જઈએ છીએ! દેખીતી રીતે જ, આ નિર્ણયથી સૌથી વધુ ખુશ જેમ્સ થયો. હોલીવૂડનું પિયર પણ કેલિફોર્નિયા જ છેને. 

સામાન્ય સ્થિતિ, બાજુમાં હોલીવુડ, ઊંચાં ખ્વાબ

કેનેડા છોડીને કેમરોન કુટુંબ પશ્વિમમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજયના બ્રી નામના શહેરમાં પહોંરયું. ત્યાં ગયા પછી જેમ્સનું કોલેજનું શિક્ષણ હજી શરૂ જ થયેલું એટલામાં તેનું મન ભટકવા લાગ્યું. એક તરફ કેમરોન કુટુંબ નવા દેશમાં સેટલ થવાની કોશિશ કરી રહ્યું હતું અને બીજી તરફ જેમ્સ નવી મુશ્કેલીમાં ધેરાયો હતો. આ દિવસોમાં જ એને બિયર પીવાની લત લાગી ગઇ હતી. અને એ માટે તેઓ એક બારમાં જતા હતા. એક બારમાં તેમની મુલાકાત શેરોન વિલિયમ્સ સાથે થઈ. બન્ને દોસ્ત બની ગયાં અને ટૂંકમાં જ પ્રેમીપંખીડાં તરીકે ઓળખાવા લાગ્યાં. ઘરના લોકોએ જેમ્સને સમજાવ્યો કે પહેલા ભણવાનું તો પૂરું કરો, પછી જે કરવું હોય તે કરજો. જેમ્સ જોકે પ્રેમના એવા તો પાશમાં બંધાઈ ચૂક્યા હતા કે એક તરફ ભણતર છૂટી ગયું અને ઘર પણ દૂર થઇ ગયું. 

તેઓ એક નાનકડા ભાડાના ઘરમાં લગ્ન કર્યા વગર જ શેરોન સાથે રહેવા લાગ્યા. એમની પાસે નહોતા પૈસા કે નહોતો કમાણી કરી શકાય એવો હુન્નર. શરૂઆતમાં તો શેરોને બન્નેનો ખર્ચ કાઢયો, પણ પછી એની હિમ્મત પણ ડગમગી ગઈ. જેમ્સે હિમ્મત ટકાવી રાખવા કેટલાંય નાનાં-મોટાં કામો કર્યા. છેવટે એક ટ્રક-ડ્રાઈવરની નોકરી હાથ લાગી. બન્ને ફરતાં-રખડતાં રહેતાં, પણ વિચારતાં કે એક દિવસ હોલીવુડમાં સ્થાન જમાવીને જ હાશ કરીશું. આ દિવસોમાં જેમ્સને પોતાના વિચારો ડાયરીમાં ટપકાવવાની એક સારી ટેવ પણ પડી. તેઓ સમય મળતો કે કોઈ નવી કથાનો વિચાર સૂઝતો તો તરત ટપકાવી લેતા. તેઓ ખૂબ ઝડપથી વિચારતા અને એટલી જ ઝડપથી એ લખી પણ નાખતા. એકંદરે તેઓ એક હાઈપર-એકિટવ લેખક બનતા જતા હતા. એમણે પોતાના નાના કેમેરાથી થોડી ફિલ્મો બનાવવાની શરૂઆત પણ કરી દીધી હતી. 

જેમ્સના સંઘર્ષના દિવસો લાંબા ને લાંબા ખેંચાતા જતા હતા. આ દિવસોને યાદ કરતાં જેમ્સનાં પહેલાં પત્ની શેરોન કહે છે, ‘જિમ મોટે ભાગે મારી કાર લઇ જતાં અને એને ૧૦૦ માઇલની ઝડપે દોડાવતાં. અચાનક ઇર્મજન્સી બ્રેક મારી દેતા. કાર ૧૮૦ અંશે ફરી જતી. મને આજે પણ નથી સમજાતું કે એવું તેઓ શું કામ કરતા.જેમ્સ શેરોનનો સંબંધ ત્રણ વર્ષગાંઠ ઊજવી ચૂકયો હતો. જોકે બન્નેએ હજી લગ્ન નહોતાં કર્યા અને લિવ-ઇન રિલેશનશિપને જ ગૃહસ્થી માનતાં હતાં. 

વર્ષ કાયાકલ્પનું

૧૯૭૭નું વર્ષ આવ્યું. એક રાતે જેમ્સે જયોર્જ લુકાસની ફિલ્મ સ્ટાર વોર્સજોઈ. આ અનુભવ ૧૫ વર્ષની વયે જોયેલી અ સ્પેસ ઓડિસીજોઈને થયેલા અનુભવ જેવો જ હલબલાવી મૂકે તેવો હતો. સ્ટાર વોર્સજોયા પછી જેમ્સની દુ઼નિયા જાણે કે બદલાઈ ગઈ. એમને સમજાઈ ગયું કે બાળપણથી માંડીને આજ સુધી પોતે જે ફેન્ટસી દુનિયાની કલ્પના કરતા આવ્યા છે એને પડદા પર ઉતારવી સંભવિત છે. એમનો આત્મવિશ્વાસ દ્રઢ થયો અને એમણે પોતાનાં સપનાં સાકાર કરવાનું ખુદને વચન આપ્યું. ટ્રક ડ્રાઇવરની નોકરી ચાલુ રાખીને ફિલ્મી દુનિયા સાથે સંબંધ જોડવાનું મુશ્કેલ હતું, એટલે એમણે નોકરી છોડીને સંપૂર્ણપણે હોલિવુડમાં આગળ વધવાનું પ્લાનિંગ કરી નાખ્યું. 

આ પહેલા એમણે નાની નાની ફિલ્મો શૂટ કરીને કુટુંબીઓ-દોસ્તોમાં બતાવવાનું શરૂ કરી દીધેલું. દરમિયાન એમણે પોતાના નાનકડા કેમેરાથી સિરકાનામની એક એમેરયોર ફિલ્મ શૂટ કરી, જેને સ્થાનિક થિયેટરમાં બતાવાઈ અને લોકોને એ ગમી પણ ખરી. એમની કળા બહાર આવવા લાગી અને હિમ્મત વધતાં બેકારીના ધબ્બા પણ ધોવાવા લાગ્યા. જોકે, હજી કમાણી લગભગ નહીં જેવી જ હતી. આ જ સમયે લગભગ પાંચ વર્ષ સાથે રહ્યાં પછી જેમ્સ અને શેરોને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ૧૯૭૭ની ૧૪મી ફેબ્રુઆરી-વેલેન્ટાઈન્સ ડે - એ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયાં. 

પહેલાં લગ્ન, પહેલું કામ અને મોટો સબક

હવે જેમ્સ દિવસ-રાત એક કરીને નવા નવા આઈડિયા પર કામ કરવા લાગ્યા. લાઈબ્રેરીમાં આખી આખી રાત જાગીને ફિલ્મસર્જનની બારીકાઈ સમજતા. સ્પેશિયલ ઈફેકટ્સ આપતા. લોકોને મળીને નવીનવી જાણકારી મેળવતા. એમણે મોટી ફિલ્મ બનાવવા માટેનાં લેન્સ અને બીજાં ઉપકરણો ખરીદવાની શરૂઆત કરી. ઘરને વર્કશોપમાં ફેરવી નાખીને એમણે સ્પેશિયલ ઈફેકટ્સની આંટીઘૂંટીઓનો પ્રત્યક્ષ સામનો કરવા માંડ્યો. તેઓ પૂરેપૂરા ફિલ્મમાં ડૂબી જવા ઈરછતા હતા અને એની અસર એમના લગ્નજીવન પર પણ પડવા માંડી હતી. શેરોન પોતાની નારાજગી કેટલીય વાર જેમ્સને જણાવી ચૂકી હતી. આમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયાં. જેમ્સ પાસે પ્રતિભા તો હતી, એ પ્રતિભાને જોવા તૈયાર એવા થોડાઘણા લોકો પણ હતા, પણ નહોતું એવું કોઈ કામ જે એમને બ્રેક આપીને ચોક્કસ સ્થાન પર આપી શકે.

૧૯૭૯નું વર્ષ એમને માટે કામની પહેલી તક લઈને આવ્યું. જેમ્સના મિત્ર વિલિયમ વિશર ઊભરતા ફિલ્મરાઇટર હતા. એક દિવસ એમણે જેમ્સને પૂછ્યું: શું તારી પાસે ફિલ્મ માટે કોઈ સરસ સબજેક્ટ છે? મારી પાસે એક ફાઇનાન્સર છે, જે ટેકસ બચાવવા ફિલ્મનિર્માણમાં પૈસા રોકવા ઈરછે છે.જેમ્સે તરત કહ્યું, ‘અરે એક નહીં, ઘણા સબજેક્ટ છે!બન્ને દોસ્તો સાથે બેઠા અને કેટલાય વિષયો પર લમણીઝીંક કરી. છેવટે બન્ને સ્ટાર વોર્સજેવી એક સાયન્સ ફિકશન ફિલ્મની કથા પર એકમત થયા. ફિલ્મની સ્ક્રીપ્ટ ફાઈનલ થઈ એને નામ અપાયું- જીનોન જેનેસિસ.બીજા ગ્રહો પરથી આવતા જીવોની આ કથા હતી. 

જેમ્સ એમાં ભરપૂર સ્પેશિયલ ઈફેકટ્સ ઉમેરવા માગતા હતા. ફિલ્મનો ફાઇનાન્સર કેલિફોર્નિયાનો નામાંકિત ડેન્ટિસ્ટ હતો. શરૂઆતમાં કાગળ પર ફિલ્મ પાછળ ચાર લાખ ડોલર ખર્ચવાનું નક્કી થયું અને શૂટિંગ શરૂ કરવાની લીલી ઝંડી મળી ગઇ. જેમ્સ માટે તો સપનું સાકાર થઈ રહ્યું. તેઓ ઉત્સાહપૂર્વક પોતાની ફિલ્મને કાગળ પર આખરી ઓપ આપી રહ્યા હતા ત્યાં જ ફાઇનાન્સરે પોતાનો વિચાર બદલી નાખ્યો. એ હવે ચાર લાખ ડોલરને બદલે માત્ર ૨૦ હજાર ડોલર જ રોકવા માગતો હતો! 

જેમ્સ અને એમના દોસ્તો માટે હોલીવુડનો પહેલો ઝટકો એક સબક બની ગયો. એમણે પણ પ્રોફેશનલિઝમ બતાવ્યું અને બજેટ વીસમા ભાગનું થઈ ગયા છતાં ફિલ્મ બનાવવા રાજી થઈ ગયા. એમણે કળાકારો તરીકે પોતાના દોસ્તોનો સાથ લીધો અને ફૂલટર્ન કોલેજનું આંખનું દવાખાનું બન્યું સેટ. ટિનના સ્પેસ-સૂટ બન્યાં અને રમકડાંને સ્પેશિયલ ઈફેકટ્સ દ્વારા એલિયન્સ જેવાં દર્શાવાયાં. રસપ્રદ વાત તો એ હતી કે કોઈ મોટી ફિલ્મ બનાવવા માટે જેમ્સની આખી ટીમ અનાડી હતી અને કોઈને કોઇ જ અનુભવ નહોતો. 

શૂટિંગ માટે કેમેરા ભાડે લેવાયા તો અડધો દિવસ તો એ જ ચક્કરમાં નીકળી ગયો કે કેમેરા ઓપરેટ કેવી રીતે થાય છે! ટૂંકા બજેટને કારણે જિનોન જેનેસિસ૩૫ એમ.એમ.ની માત્ર ૧૨ મિનિટની કામચલાઉ ફિલ્મ જ બની શકી, પરંતુ એની સ્પેશિયલ ઇફેકટ્સ એકદમ દમદાર હતી અને જોવાવાળાઓએ એના પેટ ભરીને વખાણ કર્યા. આ આંશિક સફળતાથી જેમ્સ નિરાશ ન થયા. 

દુ:સ્વપ્નમાંથી નીકળી ટર્મિનેટર


હવે જેમ્સ પાછા બેકાર હતા તથા અનુભવના નામે એમની પાસે હતી ૧૨ મિનિટની જીનોન જેનેસિસઅને એના અન-એડિટેડ સિન્સ. એવામાં એમને ખબર પડી કે હોલીવુડમાં ન્યૂ વર્લ્ડ નામનો કોઈ સ્ટુડિયો છે, જે પોતાના જેવા સંઘર્ષ કરી રહેલા ફિલ્મકારોને તક આપે છે. જેમ્સે તરત ત્યાં નોકરી માટે અરજી કરી દીધી. એમને તરત બોલાવવામાં પણ આવ્યા. ઈન્ટવ્ર્યૂમાં તેઓ ન્યૂ વર્લ્ડના માલિક રોજર કોર્મન સામે બેઠા. એમને જિનોન જેનેસિસઅને પોતાની સ્પેશિયલ ઇફેકટ્સ વિષે કહ્યું. કોર્મન જેમ્સથી ખૂબ પ્રભાવિત થયા. 

જેમ્સે સ્પેશિયલ ઇફેકટ્સ કેમેરામેનના પદ માટે અરજી કરેલી, પણ કોર્મને એમને ચકાસવા માટે મિનિએચર સેટ બિલ્ડર (ફેન્ટસી દ્રશ્યોનાં લઘુરૂપ, જેમને સ્પેશિયલ ઈફેકટ્સ દ્વારા અસલી બતાવાય છે)નું કામ આપ્યું. ૧૯૮૦ના આ વર્ષમાં જેમ્સ હોલીવુડના અસલી નિવાસી બન્યા અને હવે તો એમની પાસે એક સ્ટુડિયોની નોકરી પણ હતી. સૌથી પહેલા એમને એક ફેન્ટસી ફિલ્મ બેટલ બિયોન્ડ સ્ટાર્સમાટે મિનિએચર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. 

જેમ્સ પરીક્ષામાં સફળ પુરવાર થયા. એમને વખાણની સાથે બઢતી મળી અને બહુ જલદી એમનો હોદ્દો આર્ટ ડિરેક્ટરનો થઇ ગયો. એમની દિગ્દર્શનની ક્ષમતા પણ પહેલી વાર રોજર કોર્મને જ ઓળખી. ૧૯૮૧માં બનેલી ફિલ્મ ગેલેકસી ઓફ ટેરરમાં જેમ્સને સેકન્ડ યુનિટ ડિરેક્ટર બનવાનો મોકો મળ્યો. ભલે મોડા તો મોડા, પણ હવે તેઓ સાચા રસ્તે હતા. એમની સફળતાથી કુટુંબ પણ ખુશખુશાલ હતું કે છેવટે જેમ્સે જાતને સાબિત કરી બતાવી.

ન્યૂ વર્લ્ડ સ્ટુડિયોમાં ગેલ એની હર્ડ નામની એક સ્ત્રીએ જેમ્સને ખૂબ જ પ્રભાવિત કર્યા. આગળ જતાં એ જેમ્સની બીજી પત્ની પણ બની. જોકે, ન્યૂ વર્લ્ડના સૌજન્યથી જેમ્સને પહેલી વાર એક મોટી ફિલ્મ પિરાન્હા-૨ : ધ સ્પાનિંગના દિગ્દર્શનની તક મળી. ઈટલીના એક નિર્માતા ઓવિડો એસોનિટિસે આ ફિલ્મના દિગ્દર્શન માટે રોજર કોર્મનનો સંપર્ક સાઘ્યો, તો એમણે પોતાની ગૂડ બુકમાં સૌથી ઉપર એવા જેમ્સ કેમરોનને આગળ કરી દીધા. આ એક સિકવલ ફિલ્મ હતી અને શિકારી માછલી પિરાન્હાને કેન્દ્રમાં રાખીને બનાવવાની હતી. ફિલ્મનું શૂટિંગ જમૈકામાં થવાનું હતું અને બધા કળાકાર ઈટલીના હતા. 

એમનામાંથી માંડ એક જ જણ અંગ્રેજી જાણતો હતો. ફિલ્મનું બજેટ ઘણું ઓછું હતું, જયારે નિર્માતાની આશાઓ બહુ ઊંચી હતી. કામ તો શરૂ થયું, પણ શૂટિંગ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ જેમ્સ નિરાશ થતા ગયા. જેમ્સ સમજી ગયા કે પોતાની પહેલી ફિલ્મ ટિકિટબારી પર પીટાઈ જવાની છે. ફિલ્મ એડિટિંગના મુદ્દે એમને નિર્માતા સાથે મતભેદ થઈ ગયા અને એમણે ધમકી પણ આપી દીધી કે આટલા ખરાબ કામ માટે પોતે જેમ્સ સામે અદાલતમાં કેસ ઠોકી દેશે. જેમ્સે રોમમાં રાતોની રાતો જાગીને ખૂબ જ ઝીણવટથી ફિલ્મનું એડિટિંગ કર્યું. 

એ છતાં ફિલ્મ પોતાની અપેક્ષા જેટલી સારી તો ન જ બની શકી. જેમ્સ નિરાશ અને દુ:ખી હતા. એમને ખરાબ સપનાં આવવા લાગ્યાં હતાં. એક ખરાબ સપનું એમને યાદ રહી ગયું, જેમાં ભવિષ્ય કાળમાંથી એક ઇન્સાન માત્ર અને માત્ર એમને મારવા આવે છે. તેજ દિમાગવાળા જેમ્સે સપનું ડાયરીમાં ટપકાવી લીધું અને આગળ જતાં આ જ સપનું એમની પહેલી બેહદ સફળ ફિલ્મ ટર્મિનેટરની વાર્તા બન્યું.

કિંમત એક ડોલર

પિરાન્હા..થી નિરાશ જેમ્સ હોલીવુડ પાછા આવી ગયા પરંતુ આ નિરાશના એક સપનામાં જ ભવિષ્યની મોટી સફળતા છુપાઈ હતી. ભવિષ્યની દુનિયામાંથી એક સાઇબોર્ગના આગમનનું સપનું એમણે એક કમર્શિયલ સ્ક્રીનપ્લે રૂપે લખ્યું અને ફાઇનાન્સરની શોધમાં મચી પડયા. દરમિયાન એમને ન્યૂ વર્લ્ડની જૂની સહકાર્યકર ગેલ હર્ડ પણ મળી, જેણે સ્ટુડિયો છોડીને પેસિફિક વેસ્ટર્ન પ્રોડકશન્સ નામની પોતાની નિર્માણ કંપની બનાવી લીધી હતી. ગેલને જેમ્સનો સ્ક્રીનપ્લે ગમી ગયો અને એ એમની સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ. 

જેમ્સની માત્ર એક શરત હતી કે પોતાના સ્ક્રીનપ્લેનો દિગ્દર્શક પણ પોતે જ હશે. આ શરતે દાવ ખેલતાં ગેલે ટર્મિનેટરનો સ્ક્રીનપ્લે જેમ્સ પાસેથી માત્ર એક ડોલરમાં ખરીદી લીધો! બન્નેએ તરત જ આ ફિલ્મ માટે કોઇ મોટા ફાઇનાન્સરની શોધ શરૂ કરી દીધી. તેઓ ડઝનબંધ લોકોને મળ્યા અને એમને મનાવવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ જેઓ હા કહેતા એમની ઇરછા ફિલ્મનું દિગ્દર્શન કોઈ મોટા દિગ્દર્શક કરે એવી હતી. એમની નજરમાં જેમ્સ કેમરોન કોઇ મોટી હસ્તી નહોતા. આ મોટી શરત સામે જેમ્સે પોતાની શરતને નાની ન થવા દીધી અને તેઓ અડગ રહ્યા. છેવટે એમને જહોન ડેલ મળ્યા, જેઓ હેમડેલ પિકચર્સના માલિક હતા. એમણે ફિલ્મના હક ખરીદીને જેમ્સને દિગ્દર્શક તરીકેના સંપૂર્ણ અધિકાર આપી દીધા. ટર્મિનેટરની ભૂમિકા માટે એવો કોઈ કળાકાર પસંદ કરવાનો હતો, જેનું વ્યક્તિત્વ લોકોની ભીડમાં સહેલાઈથી એકરૂપ થઈ જાય. નામ નક્કી થયું પ્લાન્સ હેનિકસનનું, જે પિરાન્હામાં જેમ્સ સાથે કામ કરી ચૂક્યા હતા... 

પરંતુ આ દિવસોમાં જ જેમ્સની મુલાકાત આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે થઈ. આર્નોલ્ડનું કસાયેલું અને સ્નાયુબદ્ધ શરીર જોઈને જેમ્સનો વિચાર બદલાઈ ગયો. એમણે વિચાર્યું કે ભવિષ્યની દુનિયાનો વિલન કંઈ અલગ જ દેખાવો જોઈએ અને આર્નોલ્ડનું નામ નક્કી થઈ ગયું. ફિલ્મનું બીજું એક મહત્વનું પાત્ર સારા કોર્નર નામની મહિલાનું છે, જે એ સમયની ઊગતી અભિનેત્રી લિન્ડા હેમિલ્ટને ભજવ્યું. ફિલ્મ બનવી શરૂ થઈ અને નિશ્વિત બજેટ અને સમયમર્યાદામાં બનીને પૂરી પણ થઈ. ફિલ્મ સુપરહિટ થઈ અને દુનિયાભરમાં વખણાઈ. જોકે ફિલ્મના વિતરક ઓરિયન પિકચર્સને લાગતું હતું કે એ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે, પણ ૬૫ લાખ ડોલરમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી આઠ કરોડ ડોલરની કમાણી કરી. જેમ્સ માટે હોલીવુડના રસ્તા વધુ પહોળા થઈ ગયા હતા.

હોલીવુડનો નશો

ટર્મિનેટરની સફળતા જેમ્સના અંગત જીવન માટે સારા સમાચાર નહોતા. ફિલ્મનિર્માણ દરમિયાન તેઓ પોતાની નિર્માતા સહયોગી ગેલ હર્ડની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. તેઓ ફિલ્મ અને ગેલના ચક્કરમાં પત્ની શેરોનની ઉપેક્ષા કરી બેઠા અને પરિણામ એ આવ્યું કે ૧૯૮૪માં બન્ને અલગ થઈ ગયાં. એવા પણ સમાચાર આવ્યા કે માત્ર ૧૨,૦૦૦ ડોલર આપીને એમણે શેરોનથી છૂટાછેડા લઈ લીધા. એના બરાબર એક વર્ષ પછી એમણે બીજા લગ્ન ગેલ હર્ડ સાથે કરી લીધાં. હોલીવુડનો નશો એમની પર બરાબર ચડી ચૂકયો હતો. સંબંધો દ્વારા કામ કઢાવી લેવાનું મહત્વ એમને બરાબર સમજાવા લાગ્યું હતું. 

ટર્મિનેટરને કારણે જેમ્સ હોલીવુડમાં એક કાબેલ સ્ક્રીનપ્લે લેખક તરીકે પણ ખાસ્સા વિખ્યાત થયા. ફિલ્મ લખવા માટેની કેટલીય દરખાસ્તો પણ એમને મળવા લાગી. ૧૯૮૦ દરમિયાન એમણે એલિયન્સતથા રેમ્બો : ફસ્ર્ટ બ્લડ પાર્ટ ટૂની કથા લખી. ૧૯૮૬માં એમણે એલિયન્સની કથા પર પત્ની ગેલ સાથે કામ શરૂ કર્યું. આ ફિલ્મનું ડિરેકશન પણ તેમણે સંભાળ્યું, પણ આ ફિલ્મ બનાવવામાં જેમ્સને બેહદ ખરાબ અનુભવોનો સામનો કરવો પડયો, કેમકે ટીમ એમના વ્યવહારને કારણે વિદ્રોહી થઈ ગઈ હતી. ટીમના બહુમતી સભ્યો જેમ્સના આદેશો ન માનીને અસહકાર કરતા હતા. 

બહુ જ મુશ્કેલીઓ પછી આ ફિલ્મ પૂરી થઈ, પણ તે સારી બની હતી. સમીક્ષકોએ એની ટેક્નિક, વિઝ્યુઅલ ઇફેકટ્સ અને આર્ટ ડિરેકશનને ખૂબ પ્રભાવશાળી ગણાવ્યાં. બીજી દુનિયાના રહેવાસીઓને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં અને બેસ્ટ સાઉન્ડ ઈફેકટ્સ એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેકટ્સના ઓસ્કર જીતી પણ લીધાં. આ ફિલ્મ માટે જેમ્સને ૧૯૮૬ના શોવેસ્ટ-નેટો ડિરેક્ટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો.

પહેલો ઘા

ટર્મિનેટરઅને એલિયન્સપછી જેમ્સની ઓળખ જુદા પ્રકારની ફિલ્મો બનાવનાર તરીકે સ્થપાઇ. હવે પછીનો મુકામ હતી ફિલ્મ ધ એબીઝ’, જેની વાર્તાર્ જેમ્સે સ્કૂલના દિવસોમાં લખી હતી. ટ્વેન્ટીએથ સેન્રયુરી ફોકસ સ્ટુડિયોના બેનરમાં બનેલી આ ફિલ્મની કથામાં સમુદ્રના તળિયે માણસ અને એલિયન્સ વચ્ચેનો સંબંધ બતાવાયો છે. આ એવી પહેલી ફિલ્મ હતી, જેનું મોટા ભાગનું શૂટિંગ પાણીની સપાટીથી ૪૦ ફૂટ નીચે થયું હતું. શરૂઆતમાં ફિલ્મનું બજેટ ૪.૧ કરોડ ડોલર હતું અને એ સમયની સૌથી વધુ મોંઘી ફિલ્મ હતી. ફિલ્મમાં ડિજિટલ ટેક્નિકના ઉપયોગથી બહેતરીન વિઝ્યુઅલ અને સ્પેશિયલ ઈફેકટ્સ ઉમેરવામાં આવી. મોર્ફિંગ ઇફેકટ્સનો એમાં પહેલી વાર સમાવેશ કરવામાં આવેલો. આ ફિલ્મમાં જેમ્સના ભાઈ માર્કે પણ ઘણી ટેક્નિકલ મદદ કરી અને એ માટે એમણે પાંચ પેટન્ટ પણ નોંધાવ્યા.

મોટે ભાગે થાય છે એવું કે આશા-અપેક્ષા ખૂબ વધી જાય છે ત્યારે અસફળ થવાનો ડર પણ એટલો જ વધી જાય છે. આ ફિલ્મ માટે પણ એવું જ થયું. ૧૯૮૯માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ બોકસ ઓફિસ પર તો ફસડાઈ પડી, પણ એ છતાં આ ફિલ્મને હોલીવુડમાં કેટલીય નવી ટેક્નિકસની જન્મદાતા માનવામાં આવે છે. એને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેકટ્સનો ઓસ્કર પણ મળ્યો. એબીઝની અસફળતાએ જેમ્સના અંગત જીવનમાં પણ ધરતીકંપ લાવી દીધો. હર્ડ અને જેમ્સનું સાથે રહેવું મુશ્કેલ થઇ ગયું હતું અને ૧૯૮૯ માં બન્નેએ છૂટાછેડા લઈ લીધા. 

જોકે, એ છતાં પ્રોફેશનલી સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. હોલીવુડનું સત્ય એ જ છે કે અહીં મોટાભાગના સંબંધોને દિલથી નહીં, દિમાગથી તોલવામાં આવે છે. હર્ડથી વિખૂટા પડયા પછી થોડાક જ મહિનામાં જેમ્સે કેથરીન બિગેલો નામની હોલિવૂડની ઊભરતી ડિરેક્ટર સાથે ત્રીજાં લગ્ન કરી લીધાં. 

ત્રીજી પત્નીનું અલ્ટિમેટમ

આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે જેમ્સની નિકટતા વધી રહી હતી. બીજા લોકોએ પણ એમને ટર્મિનેટરની સિકવલ ટર્મિનટર ટુ : ધ જજમેન્ટ ડેબનાવવા પ્રેર્યા. ફિલ્મની કાસ્ટ લગભગ પહેલી ફિલ્મની જ રાખવામાં આવી. મુખ્ય તફાવત એ હતો કે આર્નોલ્ડ હવે રક્ષકની ભૂમિકામાં હતા અને એમનું મશીની નામ ટી-૧૦૦૦ હતું. લિન્ડા હેમિલ્ટન પાછી સારા કોર્નર બની. આ ફિલ્મનું નિર્માણ જેમ્સે પોતાના બેનર લાઇટસ્ટોર્મ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરેલું. ૧૯૯૧ની ત્રીજી જુલાઈએ ફિલ્મ રજૂ થઈ અને દુનિયાભરમાંથી લગભગ બાવન કરોડ ડોલરની કમાણી કરી. 

ટર્મિનેટર-ટુની સફળતાએ જેમ્સને નવી ઊંચાઈ પર બિરાજમાન કર્યા, પરંતુ આ સફળતામાં શરીક થવા ત્રીજી પત્ની કેથરિન સાથે નહોતી. ટર્મિનેટર-ટુની સાથે સાથે જેમ્સ પત્ની કેથરિનની પોઇન્ટ બ્રેકનામની ફિલ્મ પર પણ કામ કરી રહ્યા હતા. એમાં એમની ભૂમિકા એક સહાયક તરીકેની જ હતી અને કેથરિન જ સર્વેસર્વા હતી. ફિલ્મ ઠીકઠાક બની અને ઠીકઠાક ચાલી, પણ બન્ને વચ્ચેના સંબંધમાં ટેન્શન પેદા થઈ ગયું હતું. એક જ ક્ષેત્રના બે ધૂરંધરોએ એકસાથે રહેવું એ એક મ્યાનમાં બે તલવાર જેવું હતું. એ ઉપરાંત લિન્ડા હેમિલ્ટન સાથેની જેમ્સની નિકટતા કેથરિન સ્વીકારી શકે એમ નહોતી. 

એણે સ્પષ્ટ કરી દીધું કે જેમ્સે બન્નેમાંથી એકને પસંદ કરવાની રહેશે. જેમ્સે લિન્ડાને પસંદ કરી અને એમણે કેથરિનને છૂટાછેડા આપીને છૂટાછેડાની હેટ્રિક પૂરી કરી. ફિલ્મોની દુનિયામાં નવા પ્રયોગો કરનારા જેમ્સ સંબંધોની દુનિયામાં પણ નવા પ્રયોગો કરતા હતા. લિન્ડાને એમણે ચોથી પત્નીનો દરજજો ન આપ્યો, પણ એ પહેલા જ તેઓ પિતા બની ચૂક્યા હતા. ૧૯૯૩માં લિન્ડાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ જોસેફિન રાખવામાં આવ્યું. બન્નેએ ૧૯૯૭માં ઔપચારિક રીતે લગ્ન કર્યા અને બે વર્ષ પછી અલગ પણ થઇ ગયાં.

ડૂબેલા જહાજે જીતી લીધી દુનિયા

ટર્મિનેટર- પાર્ટ થ્રીબની, પણ જેમ્સ વગર. આ ત્રીજી ફિલ્મનું નામ ટી-૩: રાઇઝ ઓફ ધ મશીનહતું અને એ ૨૦૦૩ના જુલાઈમાં રજૂ થઈ. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ટર્મિનેટરની ભૂમિકામાં હોવા છતાં એ ખાસ કંઇ ન કરી શકી. એ પછી જેમ્સે ટી-૨નું એક થ્રી-ડી સ્વરૂપ ટી-૨ થ્રી-ડી : બેટલ અક્રોસ ટાઈમબનાવી, જે ૧૯૯૬માં રજૂ થઈ. એ ટી-૨ની એક મિનિ સિકવલ હતી. જેમ્સ થ્રી-ડી ફિલ્મોના દીવાના થઈ ગયા અને એમણે કહ્યું કે હવે ભવિષ્યમાં હું બધી ફિલ્મો થ્રી-ડી સ્વરૂપમાં જ બનાવીશ. જોકે એ પછી એમણે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની કથા પર ટ્રુ લાઈઝનામની ફિલ્મ બનાવી, જે ફ્રેન્ચ કોમેડી લા ટોટલેની રિમેક હતી. આ એક જાસૂસી કથા પર આધારિત સાધારણ કક્ષાની ફિલ્મ હતી, પણ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેકટ્સ માટેનું એક ઓસ્કર નામાંકન મેળવવામાં એ જરૂર સફળ થઇ.

૧૯૯૫ સુધીમાં જેમ્સના ખાતામાં છ સફળ ફિલ્મો હતી, જેમાં ચારે તો ઓસ્કર એવોર્ડ પણ મેળવેલા. હવે તેઓ એવું કશું કરવા ઈરછતા હતા, જે આજ સુધીમાં કોઈએ ન કર્યું હોય. એમની આ તડપને શાંતિ મળી ફિલ્મ ટાઈટેનિકથી. આ ફિલ્મ બનાવવાનો વિચાર એમને નેશનલ જયોગ્રોફિકની એક ડોકયુમેન્ટ્રી ફિલ્મમાંથી મળેલો. એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક જહાજને કેન્દ્રમાં રાખીને જેમ્સે એક પ્રેમકથા રચી. જેમ્સ આ ફિલ્મ માટે ગાંડા હતા અને પોતાનું બધું જ એમાં હોમી દેવા ઇરછતા હતા. એમણે એમ જ કર્યું. ફિલ્મને અસલી રૂપ આપવા માટે તેઓ ડૂબેલા અસલી ટાઇટેનિકનું ફિલ્માંકન કરવા એટલાન્ટિક સમુદ્રના તળિયા સુધી ગયા. બધાં જ જોખમો ઉઠાવ્યાં. જેમાં જાન જવાનો અને દેવાળિયા થઇ જવાનો ભય પણ હતો. 

ફિલ્મનું બજેટ ૨૦ કરોડ ડોલરથી પણ વધુ હતું અને એ ૨૦મી સદીની સૌથી વધુ મોંઘી ફિલ્મ બનવા જઈ રહી હતી. આ ફિલ્મ હોલીવુડની જ નહીં આખી દુનિયાનો વારસો બની ગઈ. દુનિયાની તમામ મુખ્ય ભાષાઓમાં એ ડબ થઈ અને એણે જૂના તમામ વિક્રમો જમીનદોસ્ત કરી નાખ્યા. ૧૯૯૭ની ૧૯મી ડિસેમ્બરે રજૂ થયેલી આ ફિલ્મે કુલ એક અબજ ૮૦ કરોડ ડોલરની કમાણી કરી, જે એ સમય સુધીનું સર્વાધિક કલેકશન હતું. આ વિક્રમ ૨૦૦૯માં જેમ્સ કેમરોનની જ ફિલ્મ અવતારએ તોડયો. ટાઈટેનિકમાટે જેમ્સને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો, જે એમની ત્યાર સુધીની સૌથી મોટી સફળતા હતી.

ટાઇટેનિકની સફળતાના સાથે જ એમણે કેટલાક નવા પ્રોજેકટ્સની જાહેરાત કરી. તેઓ સ્પાઇડરમેન સીરિઝની એક ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ વાર્તાના અધિકાર સંબંધે થયેલા વિવાદને કારણે એમની કોશિશ બેકાર ગઈ. ફિલ્મ દિગ્દર્શનથી સ્વેચ્છાએ વિરામ લઈને એમણે નવા પ્રોજેકટ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું. એમાં ડાર્ક એન્જલનામની એક ટીવી સિરિયલ, ‘બિસ્માર્કતથા ઘોસ્ટ ઓફ ધ એબીઝજેવી થ્રી-ડી ડોક્યુમેન્ટ્રી પણ હતી. ૨૦૦૨માં તેઓ સોલેરિસનામની એક ફિલ્મના નિર્માતા પણ બન્યા તથા ધ એકઝોડસ ડિકોડેડફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો. એ ઉપરાંત ધ ડિજિટલ ડોમેનનામક એક વિઝ્યુઅલ ઈફેકટ્સ આપનારી કંપનીના સહ-સંસ્થાપક અને સીઈઓ પણ બન્યા. આજે એમની આ કંપનીનાં કામની દુનિયાભરમાં ધાક છે

અને આજરોજ રીલીઝ થઇ રહેલ તેમની 3D ફિલ્મ SANCTUM પણ કંઇક નવા જ રેકર્ડ સ્થાપશે જ......


......સાભાર ....... અહા જિંદગી