Tuesday, January 31, 2012

‘‘કોણ કહે છે મારો હાથ ખાલી છે ?

તત્વજ્ઞાની ડાયોનિયસ પોતાના મિત્ર સાથે એક મેળામાં ગયો હતો. મેળામાં જાતજાતની ચીજ-વસ્તુઓ હતી, પણ ડાયોનિયસે તે પૈકી કશું જ ન ખરીદ્યું. એટલે પેલા મિત્રએ કહ્યું: ‘‘આપણે મેળામાંથી ખાલી હાથે જઈશું ?’’


‘‘કોણ કહે છે મારો હાથ ખાલી છે ? મારા હૃદયમાં માનવજાત પ્રત્યેની લાગણી અને તેમના કલ્યાણ માટેની ભાવના છે. આવી કશી વસ્તુઓ તો મેળામાં મને ક્યાં વેચાવા માટે આવેલી દેખાઈ નહીં. આ જગતમાં એવી અઢળક વસ્તુઓ છે, જેની ડાયોજીનિસને કશી જ જરૂર નથી

Monday, January 30, 2012

એક ફેસબુક મિત્રને ઓપરેશન કરાવવું છે

એક ફેસબુક મિત્રની મારા પર પોસ્ટ આવી છે અને મારી મદદ માંગી છે જે કંઇક મુજબ છે...


ગાંઠ શેરડીમાં, ત્યા રસ મળ્યા
ગાંઠ દોરામાં, સૉયમાં પરોવાઈ શકાયો.
ગાંઠ ગળામાં, તંદુરસ્ત રહી શક્યો.
ગાંઠ રુમાલ માં, કાંઈ ઝીલી ના શક્યો.
મારા મનને મેં તપાસ્યું છે.
ત્યાં મને વ્યક્તીઓ પ્રત્યે બંધાઈ ગયેલ દુશ્મનાવટની પુષ્કળ ગાંઠો દેખાઈ છે.
તાત્કાલિક મારે તમામ ગાંઠોનું ઓપેરશન કરાવી લેવું છે.

કારણ કે ગાંઠોએ મારા જીવનને
રસહીન ધર્મહીન અને ઉત્સાહહીન કરી નાખ્યું છે.
ઓપેરશન કરી શકનાર ડોકટરનું સરનામું જોઈયે છે.


મિત્ર .... મારે ફક્ત એટલું કહેવું છે.... કે આવી ગાંઠ ના ઓપેરેશન પોતે જાતે કરવા પડશે... બાકી...... દોસ્ત મારે તો એટલું કહેવાનું કે માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ, બસ હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં....

સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી "મોહન " નામે બે વિભૂતિઓ

સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી "મોહન " નામે બે વિભૂતિઓ થઇ
એક "મોહન" એટલે ભગવાન શ્રીકૃષ્ણ
અને
એક "મોહન" એટલે મોહનદાસ કરમચંદ ગાંધી




ભગવાનશ્રી કૃષ્ણ નો જન્મ "મથુરા" માં યમુના કાંઠે થયો
અને
મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ "પોરબંદર" સૌરાષ્ટ્રના "સમુન્દ્ર કાંઠે" થયો.


એજ "મોહન" એટલે ભગવાન શ્રીકૃષ્ણનો દેહ વિલય સૌરાષ્ટ્રના "સમુન્દ્ર કાંઠે" થયો
અને
મોહનદાસ કરમચંદ ગાંધીનો દેહ વિલય યમુના કાંઠે થયો

Friday, January 27, 2012

પાનખર પછી વસંત

પાનખર પછી હંમેશા વસંત આવે છે.
કોયલના ટહુકાર, આંબે મંજરી,
વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે
એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ.
એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

Thursday, January 26, 2012

જરુર છે જીવનમાં નિષ્ફળતાની

માનવી ને જલ્દીથી અને તાત્કાલિક સફળતાનો સ્વાદ ચાખવો છે...  પણ તમે સફળ વ્યક્તિઓના જીવનને નજીક થી જોશો તો ખયાલ આવશે કે તેઓની સઘર્ષમય દિવસો પસાર કરી સફળતાના શિખરો સુધી પહોચ્યા છે... જેમ  કરોળિયો જાળ ગુથવાની મહેનત કરેછે.. તે અનુસાર એક પ્રયત્ને કાર્ય સિદ્ધ થતું નથી. અવિરતપણે અનેક પ્રયત્ન કરવામાં આવે ત્યારે માણસ કાર્ય સિદ્ધ કરી શકે છે. પચ્ચીસમાં ફટકાએ વૃક્ષનું થડ જમીન પર કપાઇને પડે ત્યારે અગાઉના ચોવીસ ફટકા વ્યર્થ હતા એમ માની ન લેવું અને  આ પચ્ચીસમો ફટકો પહેલા માર્યો હોત તો વૃક્ષ એક જ ફટકે જમીન પર પડ્યું હોત  એમ પણ માનવું મુર્ખાઇભર્યુ છે ! આથી જ જીવનમાં સફળતાની જેટલી અગત્ય છે તેટલી જ નિષ્ફળતાની જરુર છે.

Friday, January 20, 2012

સાચો આનંદ

મોંઘીદાટ ચીજવસ્તુઓથી ઘર ભરવા છતાં
માનસિક શાંતિ કે આનંદ ન મળતો હોય તો,
માણસે એ યાદ કરી લેવું જોઈએ કે
બાળપણમાં લાકડાની ગાડી,
શીશીઓના ઢાંકણા અને
તૂટેલી પેનો સાથે કેટલો બધો આનંદ આવતો હતો....

Thursday, January 19, 2012

પ્રેરણા :: ધ્યેય

કેટલાક લોકો નસીબ ઉપર આધાર રાખીને વિવિધ ઈચ્છાઓ કર્યા કરે છે. પરંતુ માત્ર ઈચ્છાઓ કરવાથી કંઈ વળતું નથી. કદાચ તમે કોઈ સારા કૉન્ટ્રક્ટ, સારી નોકરી, સારો ધંધાનો સોદો કે સારી પેઢીની અપેક્ષા કરો અને તે મળી પણ જાય. પરંતુ એ નોકરી કે સારા ધંધાને જાળવી રાખવા કે તેને સારી રીતે ચલાવવામાં નસીબ કામ લાગતું નથી. તેમાં તો તમારે તનતોડ મહેનત કરવી પડે છે. વળી માત્ર મહેનત કરવાથી બહુ મળતું નથી. દરેક વ્યવસાય કે ધંધો ઉપાડો ત્યારે તેમાં કંઈક ધ્યેય હોવું જોઈએ.
મોટા મનનાં માણસો પાસે હંમેશાં કશુંક ધ્યેય હોય છે ત્યારે સરેરાશ શક્તિવાળા માત્ર ઈચ્છાઓ રાખે છે. તમે ઈચ્છાઓ રાખવા કરતાં ઊંચાં ધ્યેય રાખો. ઊંચું ધ્યેય માણસને પૈસાથી જ નહિ પણ અનેક રીતે સમૃદ્ધ બનાવે છે


Tuesday, January 10, 2012

SUVICHAR

તમારા મોંમા શું જાય છે
તે મહત્વનું નથી
પણ તમારા મોમાંથી શું નીકળે છે
તે મહત્વનું છે.
જે. કૃષ્ણમૂર્તિ

Monday, January 9, 2012

આજનું જીવન


જેમ જેમ
સ્વાર્થનું સર્કલ વધતું જાય છે
તેમ તેમ
સુખનું સર્કલ સાંકડું થતું જાય છે.

જોર કા ઝટકા

છોડી નહિ એક પણ તક,
બીજાને નીચા જોવડાવાની
સામે ખુદ કેટલા પાણીમાં છીએ 
....એનું માપ
. . . . . . .એકવાર જ બસ કાઢી લઈએ

Saturday, January 7, 2012

કચ્છ :: KUTCHH

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો લડાખ છે) કચ્છ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ એટલે?



 
કચ્છડો ખેંલે ખલકમેં જીમ્ મહાસાગરમેં મચ્છ
જિત  હિકડો  કચ્છી  વસે  ઉત ડિયાંડીં  કચ્છ

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે, કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે, પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે..
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાજાએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાંચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું એક મહત્વનું બંદર છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છનો પહેલો ધરતીકંપ નોંધાયો છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો.


Monday, January 2, 2012

LIFE :: કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?

वो हीरा मैं हूँ और वो अँधेरा कोयले की खान है
जिंदगी बस कुछ देर मुझे मेरे साथ अकेला छोड़ देती है |

જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર 1983માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઇડ્સનો રોગ લાગુ પડ્યો.
એની અંતિમ અવસ્થામાં કોઇકે પૂછ્યું , “ તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યોમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી?”
આર્થર એશનો જવાબ કોઇ મહાત્માને શોભે તેવો હતો. એણે કહ્યું, “ આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે અને એમાંના ફક્ત ચાર જ સેમીફાઇનલમાં પહોંચે છે. એમાંથી બે જણા ફાઇનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?”