Sunday, June 30, 2019

મદદ

મદદ...

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?" તેણે પૂછ્યું. મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?"

સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "

રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં.

મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.

તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."

"કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."

મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."

પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.

વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."

"ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.

જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."

મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."

મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!

મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે...
કરે છે કામ નકશા પણ, દિવાલો બાંધવા માટે,
તને નાહકનો વાંધો છે , બિચારા એક કડિયા થી.

ફાલતુ અર્થહીન સવાલ (શબ્દોમાં બહુ તાકાત છે)

એક સહેલી એ બીજી પૂછ્યું : - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી?
સાહેલીએ કહ્યું - કંઈ નહીં
તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે?
શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેનાય પૈસા નથી ? શું તેની નઝર માં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ..

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા , અંતે મનમુટાવ ની શરુવાત.....
આજ મુદ્દા પર વારંવાર ની લડાઈ ઝગડા આખર માં વાત છૂટાછેડા સુધી પહુંચી
જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલ થી

બીજો કિસ્સો...
રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું : - ક્યાં કામ કરો છો?
પવન ફલાણી ફલાણી દુકાનમાં ..
રવિ :- બોસ કેટલી પગાર આપે છે?
પવન :- 18 હજાર ..
રવિ :-18000 બસ !!!, તમે આટલા અમથા પગાર માંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો ...
પવન :- (એક ઊંડો શ્વાસ લઇ ને ) યાર મુશ્કેલી તો છે જ !
પવન ને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી .. શેઠએ પગાર વધારવાની ના પડી , પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો ..

ત્રીજો કિસ્સો :-
એક સાહેબે એક માણસને કહ્યું . તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે.. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?
પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે .. તેને એક નાનું બાળક પણ છે, બિચારા ને સમય જ નથી મળતો .

પ્રથમ માણસ કહ્યું :- વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ?. આતો બધા બહાના છે
વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી .. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે, ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે ..
આખિર મન નો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી,

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે. આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે
ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ , પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમ ના બીજ મુકતા આવીએ છીએ
વિચાર જો ..............

તિરંગાનો પાંચમો રંગ

"બોલો તિરંગામાં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો.

બધા હસવા લાગ્યા, "તિરંગામાં ત્રણ જ રંગ હોય ને ?"
ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું " તારો જવાબ અલગ છે ?"
એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી " પાંચ."

અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફથી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકોને સ્પર્ધક તરીકે મોકલાવીને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા "બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ " જીતવાની હોડમાં રહેતાં. આ સ્પર્ધાનું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને "ગ્રાન્ડ ફિનાલે" કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો. સૌ જાણતા જ હશો કે આવી સ્પર્ધાઓનું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબરરૂપે પહેલાથી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિકથી એડિટ કરીને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલેનો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાકના સમયની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાકનો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શકને, જુના સ્પર્ધકને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકોને એક સવાલ પૂછ્યો . "બોલો તિરંગામાં કેટલા રંગ છે ?"
આપણી ચાર્મીએ જવાબ આપ્યો "પાંચ."

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરત જ ચાર્મીને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવામાં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલમાં એની અને એની સ્કૂલની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુમાં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલનું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સ્પર્ધા કેટલાં લેવલ સુધી હતી ?
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરીથી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્યની છોળો ફરી વળી આખા ઑડિટોરિમમાં. કેટલાક ચતુર લોકોએ એની મુર્ખામીને તાળીઓથી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભામાં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલમાં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારીમાં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાથી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગામાં સૌથી ઉપરના ભાગમાં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.

ચાર્મી : બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગાના વચલાં ભાગમાં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.

ચાર્મી : ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગાના સૌથી નીચલા ભાગમાં હોય છે.
હવે હોલમાં આનંદની ચરમસીમા હતી, સૌએ ઉભા થઈને તાળીઓ ચાલુ જ રાખી. સૌને હવે આગળનો ફિયાસ્કો માણવાની આતુરતા પરાકાષ્ઠાએ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.

ચાર્મી : ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગાના વચલા ભાગમાં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?

ચાર્મી : પાંચમો રંગ છે "લાલ" જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓનો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરીને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગામાં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ? (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાવીને ના પાડી). ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ?

ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.

આખા હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુમાંથી. એક એક આંખમાં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મીને તેડી એને પપ્પીઓથી નવડાવી દીધી અને બોલ્યો *"જે દિવસે આખા દેશને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદનો છેલ્લો દિવસ હશે."*

-ગિરિશ મેઘાણી

કથા બીજ : નિરંજનભાઈ કોરડીયા

मेरा बेटा मेरा अभिमान

મારો દીકરો મારું ગૃહસ્થંભ

આજકાલ "મારી દીકરી મારુ અભિમાન"
ખાસ્સુ ચાલ્યુ છે, એના સંદર્ભે થોડી વાત ..

આપણા સમાજમા અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે કે કરવામા આવ્યુ છે કે,
જે પૂણ્યશાળી હોય એના ઘર મા જ દિકરી હોય તો શું દિકરો હોય એ પાપી???

હા બેટી બચાવો અભિયાન ચાલતું જ રહેવું જોઈએ પણ તેમાં દીકરાના અવગુણના પ્રચાર કરવા જેવા કે માં બાપને વૃદ્ધાશ્રમમાં મુકવા, માં બાપ ને તરછોડનાર, માં બાપ પ્રત્યે કઠોર, વગેરે જેવી ઘણી બાબતો કહીને આપણે દિકરાને અન્યાય કરીએ છીએ, ઉતારી પાડીએ છીએ..
ઈશ્વર ની એ કૃપા પ્રસાદ ને ગાળ દઈએ છીએ..

જ્યારે હકિકત એ છે કે અમુક અપવાદ ને બાદ કરતા સામાજિક બધીજ જવાબદારી એક દિકરો જ ઉઠાવે છે...

સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી લાગણી દિકરી ને હોય તેટલી દિકરાને ન હોય,
પણ...એ તો પ્રકૃતિ એ પુરુષ નુ ઘડતર જ એવુ કર્યુ છે...

વાત રહી માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલવા ની..
શું પરણ્યા પહેલાં કોઈ દીકરા એ પોતાના માં બાપ ને તરછોડી ને વૃદ્ધાશ્રમ માં મૂક્યા હોય એવુું સાંભળ્યું છે?
... ના..

કેમકે એની પાછળ પણ દીકરાની પત્નીનું જ હાથ હોય છે.. કોઈપણ કેશ તપાસી લેવાની છૂટ ... ( દીકરી કે જે કોઈક પિતાની લાડલી, સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને!)

બીજી માં બાપ માટે એક મહત્ત્વની વાત કે, જેટલુ આપણે દિકરી જમાઈ સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ દિકરા વહુ માટે કરીએ છીએ???
એક વાર કરી તો જુઓ...

દિકરી લગ્ન પછી સાસરે જતી રહેશે,
પણ...
દીકરો આખુ જીવન સંઘર્ષ કરી મા બાપ ની સેવા કરે છે...
તથા તેના પરીવાર માટે રાત દિવસ મહેનત કરી પોતાનું આખુ જીવન મા બાપ તથા પરીવાર માટે સમર્પણ કરે છે...

😄 દીકરો એટલે શું???

દીકરો એટલે પાંગરેલી કૂંપળ...

દીકરો એટલે વજ્ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ...

દીકરો એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ...

દીકરો એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ...

દીકરો એટલે રફટફ બાઇકમાં ઝૂલતું કીચેઇન...

દીકરો એટલે માં બાપ સહિત પૂરા પરિવાર ને પોતાના ખભે લઈ જતો ભીમ સેન

દીકરો એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું...

દીકરી નું રુદન Whatsapp, FaceBook, ની દિવાલને ભિંજવતું હોય છે,
પણ દીકરા નું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!

કહેવાય છે કે દીકરી ને ચાહતા રહો સમજવાની જરુર નથી...
હું કહુ છું દીકરા ને બસ સમજી લો...આપોઆપ ચાહવા લાગશો...

Saturday, June 29, 2019

માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

એક શેઠે મોટી શોરૂમ ખોલ્યો....
અને શોરૂમના ઉદ્દઘાટન માં એક "બુઝુર્ગ" ને બોલાવ્યા.

બધી વિધિ પતી ગયા પછી શેઠે તેમને કહ્યું કે આ દુકાનમાં "એકવીસ હજાર" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"બુઝુર્ગ " હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..

મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

એરફ્રેશનર વગર કેટલા જણાનો
શ્વાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની
લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઈને
મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો
કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ
મુલાયમ અને કાળા થયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને
શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા દાદા ને કરમીયા થયાં હતા ?

ડિઓ છાંટીને નીકળ્યા પછી આપણને
કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે
આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયાં શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયું વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કે દિ' મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈ દિ' બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી દવા લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુ:ખી કરવો બહુ સહેલો છે.

માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુ:ખી,

લાઈટ જાય તો દુ:ખી,

મોબાઈલનું ચાર્જર બગડે દુ:ખી,

ટીવીનો કેબલ કપાઈ તો દુ:ખી,

મચ્છર મારવાની દવા ન મળે તો દુ:ખી,

બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,

કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુ:ખી કરી શકાય.

જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુ:ખી કરવો હોય તો ખુદ ચૌદ-ભુવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુ:ખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચારજો".

મેસેજ મારો બનાવેલો નથી મને પણ બીજા એ મોકલેલ છે મને સાચો અને સારો લાગ્યો એટલે મેં તમને મોકલ્યો........

આભાર....

Friday, June 28, 2019

સુવિચાર તો છે... પણ વિચારવા જેવો છે... ફક્ત વાંચી વોટ્સએપ કે ફેસબુક સ્ટેટ્સ માં મુકવા માટે નથી... હાલો વાંચી લ્યો....

શરીરમાં કોઈ દર્દ ન હોય છતાય ઉંઘ ન આવતી હોય તો બે કારણ હોય..

1. કરવાનું કામ બાકી રહી ગયું હોય,
2. ન કરવાનું કામ થઈ ગયું હોય.

🎊🎊

Tuesday, June 18, 2019

સૅમ્યુઅલ મોર્સ.

સહાધ્યાયીઓની ટીખળનું નિશાન બનનારા વિદ્યાર્થીએ પોતાનું નામ અમર કરી દીધું!
લોકો હાંસી ઉડાવે તો પણ પોતાની માન્યતા ન છોડવી જોઈએ

એક નાના છોકરાને વિજ્ઞાન પ્રત્યે બહુ લગાવ હતો. નાની ઉંમરથી જ તેણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું હતું.

તે વિદ્યાર્થીની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ તેની ટીખળ કરતા અને ઘણી વાર હાંસી પણ ઉડાવતા. જોકે તે છોકરો બધાને ગણકાર્યા વિના પોતાને ગમતા વિષયનાં પુસ્તકો વાંચતો રહેતો.

એક વાર તેના શિક્ષકે પણ તેને પૂછી લીધું કે તું માત્ર વૈજ્ઞાનિકો વિશેનાં અને વિજ્ઞાનના જ પુસ્તકો કેમ વાંચ્યા રાખે છે? બીજા વિષયનાં પુસ્તકો પણ વાંચવા જોઈએ ને ક્યારેક?

તે છોકરાએ જવાબ આપ્યો: ‘મારે વિજ્ઞાની બનવું છે એટલે મને વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવામાં જ રસ પડે છે.’

તે છોકરાનો એ જવાબ સાંભળ્યા પછી તેના સહાધ્યાયીઓએ તેની બહુ મજાક ઉડાવી. તે છોકરો હોશિયાર નહોતો એટલે બધાએ તેને કહ્યું કે વિજ્ઞાની બનવા માટે તો બુદ્ધિ જોઈએ!

તે છોકરો શિક્ષક અને સહાધ્યાયીઓની ટીકાટિપ્પણીઓથી સહેજ પણ ઢીલો ના પડ્યો. તેણે પોતાની એ માન્યતા ન છોડી કે મોટો થઈને પોતે વિજ્ઞાની બનશે.

તે છોકરો મોટો થઈને માત્ર વિજ્ઞાની નહીં, મહાન વૈજ્ઞાનિક બન્યો. ટેલીગ્રાફના સંશોધન દ્વારા તેણે દુનિયાને નાનકડી બનાવી દીધી. તે મહાન વૈજ્ઞાનિક એટલે સૅમ્યુઅલ મોર્સ.

સૅમ્યુઅલ મોર્સની ટીખળ કરનારા ઘેટાં જેવા સહાધ્યાયીઓ કોઈને યાદ નથી, પણ સૅમ્યુઅલ મોર્સે પોતાના પ્રદાન દ્વારા પોતાનું નામ અમર કરી દીધું.

સાભાર...
સુખનો પાસવર્ડ
આશુ પટેલ

Sunday, June 16, 2019

વિશ્વની સાત અજાયબીઓ

7 માં ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની 7 અજાયબીઓની નોંધ કરવાનુ વિદ્યાર્થીઓને કહ્યું. દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ 7 અજાયબીઓ લખી,

૧) ઈજિપ્તના પિરામિડ

૨) તાજમહાલ

૩) પિઝાનો ઢળતો મિનારો

૪) પનામા નહેર

૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડીંગ

૬) બેબીલોનના બગીચા

૭) ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. શિક્ષકે પુછ્યું, “કેમ બેટા, કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?…”

છોકરી એ જવાબ આપ્યો, “નહીં …એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી હોય એવું મને લાગે છે.”

શિક્ષકને નવાઇથી પૂછ્યું, “ચાલ બોલ જોઉં તો…, તેં કઈ સાત અજાયબીઓ લખી છે?”

પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી…
મારા માનવા મુજબ વિશ્વ ની સાત અજાયબીઓ છે,

૧) સ્પર્શવું

૨) સ્વાદ પારખવો

૩) જોય શકવું

૪) સાંભળી શકવું

૫) દોડી શકવું , કુદી શકવું

૬) હસવું અને

૭) ચાહવું , પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંતિ છવાઈ ગઈ....

મિત્રો ! ખરેખર વિચારવા જેવી વાત છે ને !

આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલી અદભૂત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ ! ! !

સાવજની ભાઇબંધી (ગીરના માલધારી)

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથીએક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો, માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં. આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. આ મિત્રતા હતી.

એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો.

પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.

જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા દ્યે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.

જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.

અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.

સાભાર :- આપણું ગીર fb ગ્રુપ
આલેખન .. અપૂર્વ બુચ
કોઈ ચાદર કામ નથી આવતી
જ્યારે સમય જ ખેંચતાણ કરે છે.

Saturday, June 15, 2019

આજનું શિક્ષણ વાલીઓ અને બાળકો

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે.

આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર ગર્વ લઇ રહી છે! પ્રાઈવેટ શાળાઓ અને કલાસીસનો રાફડો ફાટ્યો છે, અને વાંક એમાં શાળા કે કલાસીસ વાળા નો નથી. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક ફૂલ ને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે, અને કહે છે કે, અમારૂ બાળક કેટલું ટેલેન્ટેડ છે! અરે આ તો પોપટીયું જ્ઞાન છે.



માતા-પિતા જે પોતે મહેનત કરી પણ પોતાના લક્ષ્ય સુધી ન પહોચી શક્યા અને પોતાના જન્મ આપેલા જીવને મોંઘીદાટ સ્કૂલમાં ભણવા પર ભાર દેશે. વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટયુશનમાં: આતે કેવી જિંદગી આપો છો તમારા જીવથી વ્હાલા સંતાનને. ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક “સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં મા-બાપે પસંદ કરેલા મિત્રો સાથે જ રમવાનું, રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું! આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે!



જો તમે તમારી પ્રતિકૃતિને સફળ અને એક અલગ વ્યક્તિત્વ આપવા માંગો છો તો તેને ધીરજ, સંયમ, સહનશીલતા અને પડકાર સામે ઝઝૂમવાનું કૌશલ્ય આપો એ જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ નહિ છોડે.

આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહીં પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટયુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફો મારીને આવે એવી અંદરની તાકાત તે એકલા કેળવવા દો.

આજે એ શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં કયારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી બહાર રખડ્યો હશે તો કાલે ઉઠીને મૂછે વડ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે.

આ એકવીસમી પેઢીના મા-બાપ કઈ ગમાર કે અભણ તો નથી જ ! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની મહેનતુ જિંદગી માં સવારથી સાંજ સુધી કશું મેળવી શક્યા નથી એટલે સંતાનોના બાળપણ જીવન છીનવી લેવા ઉભાં થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજ કાલ આવી રીતે જ ભણે છે. અરે ભાઈ બધા ની વાત છોડો તમે તમારા ફૂલ ને કઈક નવા રંગો આપોને… બેટા તારી ભૂલ થોડી થાય એમ કહીને સમજાવવા ની શરૂઆત કરો તો જિંદગીઓ બદલાઈ જાશે.



દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક દીકરો હોય, અને રસ્તે રખડતાં કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવો ડર લાગતો હોય તો સંતાન જ ન કરાય. આ દુનિયામાં લાવ્યા છો તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવીસાઈકલ-સ્પોર્ટ્સ-બુકસ-ક્રિકેટ-ગલ્લીદંડા, કેરમ, ચેસ રમવા કે ધમાલ મસ્તી કરવા દો. એમને ભવિષ્યની તાલીમ દેવાની જરૂર નથી. એનામાં ખૂમારીહિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને તમે ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો.

ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને કયાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો. બાળકનું કરિયર તમે પ્લાન ન કરો. એને સમય પર છોડી દો. પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે.

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે “એને ગમે ત્યારે જ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ બનાવેલ છે.) એની ચર્ચા ના હોય કેહજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ હેરાન કરશે. એ કયાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ ફાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગપ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે.

એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો તો પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેશે. એ બેડ ટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો.

સાભાર
– રાકેશ નાકરાણી
Patelsamaj.co.m

Friday, June 14, 2019

प्राक्रतिक चीजों को अपनाओ

भारत के बड़े कलाकार और खिलाड़ी जो किसी गंभीर बीमारी से जूझ रहे है या भूतकाल में उन्हें ये बीमारी हो चुकी है।

पहले ध्यान से ये लिस्ट देख लीजिए👇🏼
सोनाली बेंद्रे - कैंसर
अजय देवगन - लिट्राल अपिकोंडिलितिस (कंधे की गंभीर बीमारी)
इरफान खान - कैंसर
मनीषा कोइराला - कैंसर
युवराज सिंह - कैंसर
सैफ अली खान - हृदय घात
रितिक रोशन - ब्रेन क्लोट
अनुराग बासु - खून का कैंसर
मुमताज - ब्रेस्ट कैंसर
शाहरुख खान - 8 सर्जरी (घुटना, कोहनी, कंधा आदि)
ताहिरा कश्यप (आयुष्मान खुराना की पत्नी) - कैंसर
राकेश रोशन - गले का कैंसर
लीसा राय - कैंसर
राजेश खन्ना - कैंसर

ये वो लोग है या थे। जिनके पास पैसे की कोई कमी नहीं है।खाना हमेशा डाइटीशियन की सलाह से खाते है। दूध भी ऐसी गाय या भैंस का पीते है जो AC में रहती है और बिसलेरी का पानी पीती है। जिम भी जाते है। रेगुलर शरीर के सारे टेस्ट करवाते है। सबके पास अपने हाई क्वालिफाइड डॉक्टर है।

अब सवाल उठता है। कि आखिर अपने शरीर की इतनी देखभाल के बावजूद भी इन्हें इतनी गंभीर बीमारी अचानक कैसे हो गई।

क्योंकि ये प्राक्रतिक चीजों का इस्तेमाल बहुत कम करते है। या मान लो बिल्कुल भी नहीं करते। जैसा हमें प्रकृति ने दिया है उसे उसी रूप में ग्रहण करो वो कभी नुकसान नहीं देगा। कितनी भी फ्रूटी पी लो वो शरीर को आम के गुण नहीं दे सकती। अगर हम इस धरती को प्रदूषित ना करते तो धरती से निकला पानी बोतल बन्द पानी से लाख गुण अच्छा था।

आप एक बच्चे को जन्म से ऐसे स्थान पर रखो जहां एक भी कीटाणु ना हो ।
बड़ा होने से बाद उसे सामान्य जगह पर रहने के लिए छोड़ दो वो बच्चा एक सामान्य सा बुखार भी नहीं झेल पाएगा

क्योंकि उसके शरीर का तंत्रिका तंत्र कीटाणुओ से लड़ने के लिए विकसित ही नही हो पाया। कंपनियों ने लोगो को इतना डरा रखा है। मानो एक दिन साबुन से नहीं नहाओगे तो तुम्हे कीटाणु घेर लेंगे और शाम तक पक्का मर जाओगे। समझ नहीं आता हम कहां जी रहे है।

एक दूसरे से हाथ मिलाने के बाद लोग सेनिटाइजर लगाते हुए देखे है मैंने। इंसान सोच रहा है। पैसों के दम पर हम जिंदगी जियेंगे।

कभी गौर किया है 🤔 👇🏼पिज़्ज़ा बर्गर वाले.....

शहर के लोगों की एक बुखार में धरती घूमने लगती है। और वहीं दूध दही छाछ के शौकीन गांव के बुजुर्ग लोगों का वही बुखार बिना दवाई के ठीक हो जाता है। क्योंकि उनकी डॉक्टर प्रकृति है। क्योंकि वे पहले से ही सादा खाना खाते आए है।

प्राक्रतिक चीजों को अपनाओ विज्ञान के द्वारा लैब में तैयार हर एक वस्तु शरीर के लिए नुकसानदायक है

पैसे से कभी भी स्वस्थ और खुशियां नहीं मिलती।



Wednesday, June 12, 2019

बलात्कार अचानक इस देश मे क्यो बढ़ गए ?

आओ देखे समस्या कहां है
कुछ समझने की कोशिश करें

#बलात्कार अचानक इस देश मे क्यो बढ़ गए ?

कुछ उद्धरण से समझते हैं

1) लोग कहते हैं कि #रेप क्यों होता है ?

एक 8 साल का लडका सिनेमाघर मे राजा हरिशचन्द्र फिल्म देखने गया और फिल्म से प्रेरित होकर उसने सत्य का मार्ग चुना और वो बडा होकर महान व्यक्तित्व से जाना गया ।

#परन्तु
आज 8 साल का लडका #टीवी पर क्या देखता है ?
सिर्फ #नंगापन और #अश्लील वीडियो और #फोटो ,मैग्जीन मेंअर्धनग्न फोटो ,पडोस मे रहने वाली भाभी के छोटे कपडे !!

लोग कहते हैं कि रेप का कारण बच्चों की #मानसिकता है ।
पर वो मानसिकता आई कहा से ?
उसके जिम्मेदार कहीं न कहीं हम खुद जिम्मेदार है । कयोकि हम #joint family नही रहते ।
हम अकेले रहना पसंद करते हैं । और अपना परिवार चलाने के लिये माता पिता को बच्चों को अकेला छोड़कर काम पर जाना है । और बच्चे अपना अकेलापन दूर करने के लिये #टीवी और #इन्टरनेट का सहारा लेते हैं ।
और उनको देखने के लिए क्या मिलता है सिर्फ वही #अश्लील# #वीडियो और #फोटो तो वो क्या सीखेंगे यही सब कुछ ना ?
अगर वही बच्चा अकेला न रहकर अपने दादा दादी के साथ रहे तो कुछ अच्छे संस्कार सीखेगा ।
कुछ हद तक ये भी जिम्मेदार है ।

2) पूरा देश रेप पर उबल रहा है,
छोटी छोटी बच्चियो से जो दरिंदगी हो रही उस पर सबके मन मे गुस्सा है, कोई सरकार को कोस रहा, कोई समाज को तो कई feminist सारे लड़को को बलात्कारी घोषित कर चुकी है !

लेकिन आप सुबह से रात तक
कई बार sunny leon के कंडोम के add देखते है ..!!
फिर दूसरे add में रणवीर सिंह शैम्पू के ऐड में लड़की पटाने के तरीके बताता है ..!!
ऐसे ही Close up, लिम्का, Thumsup भी दिखाता है #लेकिन_तब_आपको_गुस्सा_नही_आता है, है ना ?

आप अपने छोटे बच्चों के साथ music चैनल पर सुनते हैं
दारू बदनाम कर दी ,
कुंडी मत खड़काओ राजा,
मुन्नी बदनाम , चिकनी चमेली, झण्डू बाम , तेरे साथ करूँगा गन्दी बात, और न जाने ऐसी कितनी मूवीज गाने देखते सुनते है
#तब _आपको_गुस्सा_नही_आता ??

मम्मी बच्चों के साथ Star Plus, जी TV, सोनी TV देखती है जिसमें एक्टर और एक्ट्रेस सुहाग रात मनाते है । किस करते है । आँखो में आँखे डालते है
और तो और भाभीजी घर पर है, जीजाजी छत पर है, टप्पू के पापा और बबिता जिसमे एक व्यक्ति दूसरे की पत्नी के पीछे घूमता लार टपकता नज़र आएगा
पूरे परिवार के साथ देखते है ।-
#इन_सब_serial_को_देखकर_आपको_गुस्सा_नही_आता ??

फिल्म्स आती है जिसमे किस (चुम्बन, आलिंगन), रोमांस से लेकर गंदी कॉमेडी आदि सब कुछ दिखाया जाता है ।
पर आप बड़े मजे लेकर देखते है
इन_सब_को_देखकर_आपको_गुस्सा_नही_आता ??

खुलेआम TV- फिल्म वाले आपके बच्चों को बलात्कारी बनाते है, उनके कोमल मन मे जहर घोलते है ।
#तब_आपको_गुस्सा_नही_आता ?
क्योकि
आपको लगता है कि
रेप रोकना सरकार की जिम्मेदारी है । पुलिस, प्रशासन, न्यायव्यवस्था की जिम्मेदारी है ....
लेकिन क्या समाज, मीडिया की कोई जिम्मेदारी नही । अभिव्यक्ति की स्वतंत्रता की आड़ में कुछ भी परोस दोगे क्या ?

आप तो अखबार पढ़कर, News देखकर बस गुस्सा निकालेंगे, कोसेंगे सिस्टम को, सरकार को, पुलिस को, प्रशासन को , DP बदल लेंगे, सोशल मीडिया पे खूब हल्ला मचाएंगे, बहुत ज्यादा हुआ तो कैंडल मार्च या धरना कर लेंगे लेकिन....

TV, चैनल्स, वालीवुड, मीडिया को कुछ नही कहेंगे । क्योकि वो आपके मनोरंजन के लिए है ।
सच पुछिऐ तो TV Channels अशलीलता परोस रहे है ...
पाखंड परोस रहे है ,
झूंठे विषज्ञापन परोस रहे है ,
झूंठेऔर सत्य से परे ज्योतिषी पाखंड से भरी कहानियां एवं मंत्र , ताबीज आदि परोस रहै है ।
उनकी भी गलती नही है, कयोंकि आप खरीददार हो .....??
बाबा बंगाली, तांत्रिक बाबा, स्त्री वशीकरण के जाल में खुद फंसते हो ।

3) अभी टीवी का खबरिया चैनल मंदसौर के गैंगरेप की घटना पर समाचार चला रहा है |

जैसे ही ब्रेक आये :
पहला विज्ञापन बोडी स्प्रे का जिसमे लड़की आसमान से गिरती है ,
दूसरा कंडोम का ,
तीसरा नेहा स्वाहा-स्नेहा स्वाहा वाला ,
और चौथा प्रेगनेंसी चेक करने वाले मशीन का......
जब हर विज्ञापन, हर फिल्म में नारी को केवल भोग की वस्तु समझा जाएगा तो बलात्कार के ऐसे मामलों को बढ़ावा मिलना निश्चित है ......

क्योंकि
"हादसा एक दम नहीं होता,
वक़्त करता है परवरिश बरसों....!"
ऐसी निंदनीय घटनाओं के पीछे निश्चित तौर पर भी बाजारवाद ही ज़िम्मेदार है ..

4) आज सोशल मीडिया इंटरनेट और फिल्मों में @पोर्न परोसा जा रहा है ।
तो बच्चे तो बलात्कारी ही बनेंगे ना
😢😢😢

ध्यान रहे समाज और मीडिया को बदले बिना ये आपके कठोर सख्त कानून कितने ही बना लीजिए ।
ये घटनाएं नही रुकने वाली है ।

इंतज़ार कीजिये बहुत जल्द आपको फिर केंडल मार्च निकालने का अवसर
हमारा स्वछंद समाज, बाजारू मीडिया और गंदगी से भरा सोशल मिडीया देने वाला है ।

अगर अब भी आप बदलने की शुरुआत नही करते हैं तो समझिए कि ......

फिर कोई भारत की बेटी
निर्भया
गीता
ट्विं‍कल
असिफ़ा
संस्कृति
की तरह बर्बाद होने वाली है
🙏भारतीय संस्कृति भारतीय सभ्यता का विनाश ना होने पाए बचाए इसे🙏

कृपया जो सहमत ना हो ग्यान ना देवे.......

અભણ માઁ

દીકરા નું 12 મા નું પરિણામ આવ્યું....

પપ્પા બોલ્યા વાહ બેટા સરસ....

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ મા લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% સાથે પાસ થયો છે..."

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ English માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

માઁ ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..

ત્યારે તેના પપ્પા બોલ્યા;

" બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે,

તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે."

તારી માઁ ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે...

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે...

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે...

આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે...

તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે...

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે....

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁ એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે...

દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો:

" માઁ " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...

માઁ આજે 90% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે...

કારણ કે આજે મેં અભણ માઁ ના સ્વરૂપ માં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે.....

Monday, June 10, 2019

ડિયર મોન્સૂન એટલે ..... ચોમાસું

કેરળ-તમિલનાડુથી
ગુજરાત સુધી પહોંચતાં
આટલી બધી વાર?

જલ્દી આવ ભાઈ,
અહીંયા એસીનાં બિલો વધે છે.

રસ્તાઓ ધોવાઈ જવા માટે
બેબાકળા બન્યા છે.
કોન્ટ્રાક્ટરોનાં છોકરાં
નવી ગાડી માટે કજિયો કરે છે,
ને એના પપ્પાઓ
એક વરસાદ પડી જવા દે
એવા વાયદાઓ કરે છે..

ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે,
રેઇનકોટ-છત્રીઓ
માર્કેટમાં ખડકાઈ ગયાં છે,
પણ તારા અભાવે
વકરો શરુ થવાને વાર છે.

દાળવડાં-ભજિયાં વગર
લોકોની આંતરડી કકળે છે.

ફેસબુક પર સેલ્ફીઓ પણ
સાવ નપાણિયા થઈ ગયા છે...

ટિટોડીનાં ઈંડાંમાંથી
બચ્ચા પણ આવી ગયાં
'ને
સૂકવેલા ગોટલાના
મુખવાસ પણ બની ગયા...

તારા વગર
'અમીછાંટણાં',
'ધડાકાભેર',
'મેઘસવારી',
'સર્વત્ર શ્રીકાર',
'નવી આવક',
'જળબંબાકાર',
'સાંબેલાધાર', '
ઓવરફ્લો',
'ખતરાના નિશાનથી ઉપર',
'ઉપરવાસમાં',
'નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ'
'ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ'
'પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો',
'ઠેર ઠેર ભૂવા પડ્યા'
જેવા શબ્દપ્રયોગો વિના
ગુજરાતી ભાષા
ઑક્સિજન લેવા માંડી છે.

હજારો દેડકાઓ અને
કરોડો કવિઓ પણ
તારા વિના ટળવળે છે.

તારા વિના
'પલળેલાં ભીનાં બદન'નાં લેખો
સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે...

અમારી ભાષા મરી પરવારશે.

સાભાર
સોશ્યલ મીડિયામાં લેખકના નામ વગરનીવહેતી
બેસ્ટ પોસ્ટ...
એનું તને કંઈ ભાન છે?!

એટલે ભાઈ,
તને પણ
વિજય માલ્યાની જેમ
ભાગેડુ જાહેર કરાય
એ પહેલાં આવી જા...

લિ.ટુવાલથી પરસેવા લૂછતાં
કોરોધાકોર ગુજરાતી

Sunday, June 9, 2019

સફળતાનો સંઘર્ષ (હેન્રી ખાબા ઓલોન્ગા)

આ પોસ્ટ લાંબી છે અને બે અધ્યાયમાં વહેચી છે, છતાં વાંચવા આગ્રહભરી વિનંતી. પોસ્ટ માત્ર ક્રિકેટ પર નથી.
.

યાદ કરો જોઈએ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ઓન/ઓફ ધ ફિલ્ડ, જેન્યુઅલી, સતત એકાદ કલાક સુધી કોઈ પર ગુસ્સે થતા ક્યારે જોયેલો? એક કલાક છોડો, એકાદ મિનીટ પણ યાદ નહીં આવે. હવે, જરા નીચેના ફોટોમાં રહેલા મહાશયને જુઓ. ઓળખી શકો છો? એ મહાશયના નામે સચિનભાઉને ગુસ્સે કરવાનો એકમાત્ર રેકોર્ડ બોલે છે! એટલું જ નહીં, સચિનને સતત બે બોલમાં બે વાર આઉટ કરવાનો પણ એકમાત્ર રેકોર્ડ એમના નામે જ છે.
.
ના ના મિત્રો, આમને આજે યાદ કરવાનું આ એકમાત્ર કારણ નથી. બલ્કે, આજે એમના જેવી જ એમની કેટલીક અજાણી પણ ભાવુક કરી નાખનારી વાતો કરવાનું મન થયું છે.
.

આ મહાશયનું નામ છે : ‘હેન્રી ખાબા ઓલોન્ગા’. જન્મ ઝામ્બિયામાં. વતન ઝીમ્બાબ્વે. શોખ : મ્યુઝિક, સ્પોર્ટ્સ, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી. વ્યક્તિત્વ : ફાઈટર, તરંગી, ધૂની, પ્રેમાળ, સૌમ્ય, રમૂજથી ભરપૂર ટ્રુ આર્ટ લવર, પ્રખર રાષ્ટ્રભક્ત અને એ બધામાં શિરમોર એવું સોલિડ રોક અને અત્યંત ભયાવહ પરિસ્થિતિને ગ્લેડીયેટરની માફક મસળી નાખવાનું ઝનૂન. ૧૯૯૫ માં ઝીમ્બાબ્વેની ક્રિકેટ ટીમમાં પ્રથમ અશ્વેત ખેલાડી તરીકે એનું આગમન થયું. કારકિર્દીના ત્રીજા જ બોલ પર પાકિસ્તાની લેજેન્ડ ક્રિકેટર સઈદ અનવરની વિકેટ લઈને સનસનાટી મચાવી. અને એ જ મેચમાં શંકાસ્પદ બોલીંગ એક્શનને લીધે ભાઈસાહેબ પડતા મૂકાયા અને ડેનીસ લીલી પાસે બોલીંગ એક્શનની તાલીમ લેવા જવું પડ્યું.
.

ક્રિકેટમાં પુનરાગમન થયું અને ૧૯૯૮ માં જ્યારે સચિન તેંડુલકરનો સૂર્ય એકદમ મધ્યાહને તપતો હતો ત્યારે એક ટ્રાઈ સીરીઝમાં શ્રીલંકાને બે વાર હરાવીને ભારત સામેની મેચમાં હેનરી ઓલોન્ગાએ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર સૌરવ ગાંગુલીને આઉટ કરીને, પોતાની બીજી ઓવરમાં રાહુલ દ્રવિડને આઉટ કરીને અને ત્રીજી ઓવરમાં સચિન તેંદુલકરને સતત બે બોલમાં બે વાર આઉટ કરીને (પ્રથમ વિકેટ ટેકિંગ બોલ, નો-બોલ જાહેર થયેલો.) આતંક મચાવી દીધો. કારણ કે તે એક ફાઈટર હતો. ભારત સાવ નજીવો સ્કોર પણ ન આંબી શક્યું અને હારી ગયું.
.

યાદ રહે ૧૯૯૮ નું વર્ષ વિશ્વ આખાના બોલરોએ સચિનના બુલડોઝર નીચે કચડાઈ જવાનું વર્ષ હતું. ઝીમ્બાબ્વે જેવી થર્ડ ગ્રેડ ટીમના સાવ નવાસવા અજાણ્યા બોલરની બોલીંગમાં ઉપરાછાપરી બે વાર જે અપમાનજનક રીતે સચિન આઉટ થયો એ સચિનની તત્કાલીન પ્રતિષ્ઠા અને ધાકને બટ્ટો લગાડનારું હતું. સચિને અગામી મેચમાં પોતાની જાતને સાબિત કરવી જ પડે એમ હતી અને એ પછીની મેચમાં સચિને ખાસ કરીને હેનરી ઓલોન્ગાની વગર સાબુએ જે ધોલાઈ કરી એ ક્રિકેટ ઇતિહાસની યાદગાર ઘટનાઓમાંની એક ઘટના છે. સચિન વારેવારે કશુંક બોલીને ગુસ્સો દર્શાવતો એ એકમાત્ર મેચમાં જોવા મળ્યો છે. એ મેચમાં ઓલોન્ગાની માનસિક સ્થતિ ખોરવાઈ જાય એવી ધોલાઈ થયેલી.
.

ફરી એ બંનેની રાઈવલરી માણવાનો મોકો ૧૯૯૯ નાં વર્લ્ડકપમાં આવ્યો. પણ અફસોસ, એ વખતે જ સચિનના પિતાજીનું અવસાન થયું અને સચિને ઝીમ્બાબ્વે સામેની મેચ ગુમાવી. એ મેચમાં ભારતે છેલ્લે જીતવા માટે ૨૪ બોલમાં ૯ રન કરવાના હતા અને ત્રણ વિકેટ સાબૂત હતી. આદત મુજબ ફાઈટર ઓલોન્ગા ત્રાટક્યો અને માત્ર ચાર રનમાં ભારતની છેલ્લી ત્રણ વિકેટ ખેરવીને, પરાજયનો સ્વાદ ચખાડીને ૧૯૯૮નો મીઠો બદલો વાળી લીધો.
.

ત્યાર પછી આવ્યો વર્ષ ૨૦૦૩નો વર્લ્ડકપ. એ વર્લ્ડકપ સાઉથ આફ્રિકા, કેન્યા અને ઝીમ્બાબ્વેની સંયુક્ત યજમાની હેઠળ રમાયેલો. બરાબર એ જ વખતે ઝીમ્બાબ્વેની રાજકીય હાલત અરાજકતાની ચરમસીમાએ પહોંચેલી. પ્રેસિડેન્ટ રોબર્ટ મગાબીએ એકહથ્થુ રીતે સત્તા પચાવી પાડી અને ઝીમ્બાબ્વેમાં ડીક્ટેટરશીપનો વરવો અધ્યાય શરુ થયો. મગાબીની તાનાશાહીને લીધે ઝીમ્બાબ્વે દિવસે દિવસે નર્ક બનતું જતું હતું. સરેઆમ માનવાધિકારના ભંગના કિસ્સા અને કત્લેઆમ ચાલું હતી. મગાબી જેવા જુલ્મી સરમુખત્યાર સામે અવાજ ઉઠાવવો એટલે મોતને આમંત્રણ! એક સાચા દેશપ્રેમી નાગરિક તરીકે ઓલોન્ગાનું માથું શરમથી ઝૂકી જતું હતું. હૃદયમાં સતત વલોપાત ચાલુ હતો. પોતાના પ્રાણથીય પ્યારા વતનની દુર્દશા મનમાં ને મનમાં કોરી ખાતી હતી. આવા સંજોગોમાં દેશપ્રેમી નાગરિકોના હિતોની રખેવાળી કરનાર કોઈ નહોતું. એકલા હાથે મગાબી જેવા રાક્ષસ સામે પડવાનું કોઈનું ગજું નહોતું. ઝીમ્બાબ્વેમાં આમ નાગરીકો પર વિંઝાતા દમનના કોરડા વિશ્વની મહાસત્તાઓને કાને પડે એ અત્યંત જરૂરી હતું. ઈંગ્લેંડ જેવી ટીમોએ તો પોતાના ભાગની મેચ ઝીમ્બાબ્વેમાં રમવાનો ઈન્કાર કરી દીધેલો.
.

અંતે, એક રાત્રે હેન્રી ઓલોન્ગાએ ગ્લેડીયેટર મૂવી જોતા-જોતા એ નિર્ણય કરી નાખ્યો કે જેના માટે ૫૬ ની છાતી જોઈએ, એક ફાઈટરનું ઝનૂન જોઈએ. ઝીમ્બાબ્વેના એક અન્ય શ્વેત ખેલાડી એન્ડી ફ્લાવર અને હેનરી બીજા દિવસે મેચમાં બાવડાં પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યા. મેચ પત્યા પછી પત્રકારોએ કારણ પૂછતાં હેનરીએ રોબર્ટ મગાબીના કાનમાં ધાક પડી જાય એવો ખુલાસો કર્યો. મગાબીની તાનાશાહી સામે એમણે નોંધાવેલો એ મૂક વિરોધ હતો. વર્લ્ડકપ જેવી મેગા ઈવેન્ટ હોવાથી દુનિયાભરના પત્રકારોની નજર મંડાયેલી. એકી ધડાકે ઓલોન્ગાએ આખા ઝીમ્બાબ્વેની વેદના વિશ્વપટલ પર મૂકી આપી. પછી?
.

એ જ થયું જેના પર ઓલોન્ગાએ આખી રાત વિચાર કરેલો. મગાબી વિફર્યો અને હેનરીના નામનું અરેસ્ટ વોરંટ નીકળ્યું. હકીકતે તે અરેસ્ટ વોરંટ નહોતું પણ ડેથ વોરંટ જ હતું. ઝીમ્બાબ્વેમાં રહેતા હેનરીના પરિવારજનોને સતત મૌતની ધમકીઓ મળવા લાગી. વર્લ્ડકપની બાકીની મેચોમાંથી ઓલોન્ગા પડતો મૂકાયો અને રાતોરાત છૂપાઈને ભાગી છૂટવું પડ્યું. પોતાના પ્યારા વતન સાથે, વહાલાં પરિવારજનો સાથે, ધીકતી ક્રિકેટ કારકિર્દી સાથે અને જીગરજાન મિત્રો સાથેનો કાયમનો નાતો એકઝાટકે તૂટી ગયો.
.

આશરે ત્રણેક મહિના સુધી મોતને હાથતાળી આપતા-આપતા, જીવ બચાવવા ભાગતા ભાગતા, ઓળખ છૂપાવીને રહ્યા બાદ હેનરીને ઈંગ્લેંડમાં કામચલાઉ આશ્રય મળ્યો. ઈંગ્લેંડમાં આશરે બાર વરસ વિતાવ્યા બાદ છેવટે ઓસ્ટ્રેલીયાએ હેનરી ઓલોન્ગાને પરમેનન્ટ સિટીઝનશીપ આપી અને હેનરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો. હવે? કોઈ ઓળખ નહોતી, કોઈ કસબ નહોતો. બધું એકડેએકથી શરુ કરવાનું હતું. ૧૫ વરસના સંઘર્ષે હેનરીના અંદર રહેલા ફાઈટરને ઓર ધાર આપેલી. એ એમ હાર માને એમ નહોતો કારણ કે એ ફાઈટર હતો. ઝૂકી જાય એ ઓલોન્ગા નહીં. અહીંથી શરુ થઈ હેનરીની બીજી ઈનીંગ. ૧૫ વર્ષથી ક્રિકેટ છૂટી ગયું હોવાથી એમાં પાછા ફરવું શક્ય નહોતું. તો હવે?
.

મ્યુઝિક. જી હાં, મ્યુઝિક. સ્કુલ કાળથી જ હેનરીને સીન્ગીગનો ગજબનાક શોખ હતો. ક્રિકેટને લીધે એણે ગાવાનું પડતું મૂકી દીધેલું. થોડો સમય ક્રિકેટ કોમેન્ટરીમાં હાથ અજમાવ્યા બાદ તેણે ફરીથી સંગીતની સાધના આરંભી. ઓસ્ટ્રેલીયાના સૌથી મોટા સિંગિંગ પ્લેટફોર્મ ‘ધ વોઈસ’ માં એણે ઓડીશન આપવાનું નક્કી કર્યું. સંઘર્ષના વર્ષો દરમિયાન ઓસ્ટ્રેલીયન યુવતી તારા રીડ સાથે થયેલો પરિચય લગ્નમાં પરિણમેલો. એ પ્રેમાળ પત્નીએ પણ ખૂબ સાથ આપ્યો. નીચે પ્રથમ કોમેન્ટમાં ‘ધ વોઈસ’માં તાજેતરમાં જ આપેલા ઓડીશનની લીંક છે. વોટ અ માર્વેલસ પરફોર્મન્સ ઇન્ડીડ! જરૂર જોજો. એમાં વર્ષો પછી નવા ક્ષેત્રમાં પદાર્પણ કરતા હેનરીની બોડી લેન્ગવેજ, એનું મજબૂત રોબદાર વ્યક્તિત્વ, એની વિનમ્રતા, જજીસનું તેના પર ઓવારી જવું, આ બધું જોવાલાયક છે.
.

ઓડિશનમાં તેણે પસંદ કરેલું ગીત પણ સિમ્બોલિક છે. સ્ટીવન્સનની પ્રખ્યાત નવલકથા ‘ધ સ્ટ્રેન્જ કેઈસ ઓફ ડૉ. જેકિલ એન્ડ મિ. હાઈડ’ પર આધારિત મ્યુઝીકલ હોરર ડ્રામા ‘જેકિલ એન્ડ હાઈડ’ નું ‘ધીસ ઈઝ ધ મોમેન્ટ’ ગીત હેનરીએ પસંદ કર્યું એ પણ સહેતૂક છે. કથા પ્રમાણે એક સાથે બે-બે વ્યક્તિત્વો જીવતા સજ્જન ડૉ. જેકિલ ત્રાસીને દુષ્ટ મિ. હાઈડના ઓછાયામાંથી કાયમી ધોરણે નીકળી જવાનો સંકલ્પ કરે છે અને એણે બનાવેલું સ્પેશીયલ કેમિકલ પી જતા પહેલાં ડૉ. જેકિલ પોતાની અકળામણ, વ્યથા, વેદના અને નવી આશાનો સંચાર આ ગીતથી પ્રગટ કરે છે. ઈવિલ સામે ફાઈટ આપતા હેનરીના કમબેક માટે આનાથી વધુ સારું કોઈ ગીત હોઈ જ ન શકે! અહીં બીજી કોમેન્ટમાં એ ગીતનું મને આવડે એવું ભાષાંતર રજૂ કર્યું છે.
.

ત્રીજી કોમેન્ટમાં ઓસ્ટ્રેલીયન પત્રકાર માઈક કોવાર્ડે ઓલોન્ગાના લીધેલ ઈન્ટરવ્યૂની લીંક છે. ૨૫ મીનીટના એ ઈન્ટરવ્યુંમાં હેનરીએ પોતાની વિતકકથા રમૂજની છોળો ઉડાડતા કહી છે. ક્યાંય કોઈ કડવાશ નહીં, રોદણાં રડીને સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ નહીં, પોતે જે કર્યું છે એને સાચું ઠેરવવા માટે મગાબીની લીટી ટૂંકી કરવાનો પ્રયાસ નહીં. નાનકડી અણસમજુ દીકરીએ પૂછેલા વેદનાસભર પ્રશ્નનો એક બ્રીલીયન્ટ બાપ કેવી સલૂકાઈથી, એનું બાળમાનસ જરાય જોખમાય નહીં એવી રીતે જવાબ આપે છે એ સાંભળતા તો આંખ ભરાઈ આવે છે. એ ઈન્ટરવ્યું ખાસ જોજો.

.

ચોથી કોમેન્ટમાં સચિન વર્સીસ ઓલોન્ગાની એ યાદગાર ફાઈટ છે. એ પણ જોવાલાયક.

.

આજે ઓલોન્ગા ઓસ્ટ્રેલીયામાં વસવાટ કરે છે, આર્થિક દ્રષ્ટીએ સુખી છે પણ માદરે વતનથી દૂર હોવાનો ધલવલાટ એની આંખોમાં, એના એક્સપ્રેશન્સમાં, એના શબ્દોમાં ડોકાયા કરે છે. એ રમૂજનો બાદશાહ છે પણ એની રમૂજ પાછળ, એના હાસ્ય પાછળ લાખો ઝીમ્બાબ્વીયનની વેદના છૂપાયેલી છે. વતનનું મોં ક્યારે જોવા પામશે એ નક્કી નથી. છતાં, એક અગાધ આશા લઈને જીવતો ઓલોન્ગા, ફાઈટર ઓલોન્ગા જુલ્મી તાનાશાહના વ્યક્તિત્વને વામણું પૂરવાર કરતો જાય છે.
.

અંતે, સચિનથી જ સમાપન કરીએ. મિસ્ટર સચિન તેંદુલકર, રાજ્યસભામાં કોઈ એક પક્ષની કૃપાથી નોમિનેટ થઈ જવું સહેલું છે, ધોકા વડે દડાને ફટકારીને ભારતરત્ન થઈ જવું પણ એટલું અઘરું નથી, એક સાવ નવા છોકરડાને પોતાની રાક્ષસી બેટિંગ તાકાતથી પછાડી દઈને પ્રભુત્વ બતાવવું પણ એટલું અઘરું નથી, અઘરું તો મોતને મુઠ્ઠીમાં રાખીને લડ્યા કરવું એ છે. દેશભક્તિ માટે સર્વસ્વ ત્યાગી દઈને અનિશ્ચિત ભવિષ્ય તરફ ખુમારીથી ધસી જવું અઘરું છે દોસ્ત! શક્ય હોય તો તે જે છોકરડાને પછાડીને મિથ્યા આત્મગૌરવ મેળવેલું એને પૂછજે. જે ખરેખર અઘરું છે એ, એ છોકરડાએ કરી બતાવ્યું છે.

સાભાર :-
આલેખન by નિખિલ વસાણી

Saturday, June 8, 2019

સફળતાનો સંઘર્ષ (નેહા કક્કડ)

ખૂબ જ સંઘર્ષ કરીને લોકો વચ્ચે લોકપ્રિય થઈને સેલેબ્રીટી બનેલી નેહા કક્ક્ડનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો. આજે આખી દુનિયા તેના ગીતોના તાલે ઝૂમે છે જયારે એક સમય હતો કે એ માતાજીના જગરાતામાં ગીતો ગાતી હતી. એક સમયે ઇન્ડિયન આઇડલ શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર આજે એ જ શોની જજ છે. તે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ જજ રહી ચૂકી છે. ઋષિકેશથી મુંબઈ સુધીની સફર નક્કી કરનારી નેહા કક્કરનું જીવન સંઘર્ષથી ભર્યું રહ્યું છે.

નેહા કક્કડ ઋષિકેશ, ઉત્તરાખંડની રહેવાસી છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહા ભણતી હતી એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવારમાં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ન હતા. માતાજીના જગરાતામાં ભજનો ગાઈને નેહાએ પોતાના અવાજને નીખાર્યો હતો. અહીં જ તેની પ્રાથમિક તાલીમ થઇ હતી. નેહાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વાતને લઈને તેને સ્કૂલના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહાએ ક્યારેય પણ પોતાનું મનોબળને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનતના બળે નેહાએ આજે આ મુકામ મેળવ્યો છે.

નેહાએ 4 વર્ષની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશનના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી. એ સમયે નેહા ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સંજોગોવસાત નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પણ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે.

નેહા જયારે ઇન્ડિયન આઈડલમાંથી બહાર થઇ એ પછી તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેને પોતાના કેટલાક ગીતો પણ રિલીઝ કર્યા અને તે સ્ટુડિયોના ધક્કા પણ ખાતી અને સ્ક્રેચ રેકોર્ડ પણ કર્યા એ પછી તેને સચિન-જીગન માટે સેકેન્ડ હેન્ડ જવાની ગીત ગાયું જે તેના માટે મોટો બ્રેક બની ગયું અને પછી યારિયા ફિલ્મનું બ્લુ હૈ પાણી પાણી ગીતથી તેને સફળતા મળી.

નેહા આજે બોલિવૂડની ટોચની અને સૌથી મોંઘી ગાયિકાઓમાની એક છે. નેહા એક ગીત ગાવા માટે 10થી 15 લાખ લઈ રહી છે. જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીત કમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.


https://en.m.wikipedia.org/wiki/Neha_Kakkar

સુપર ૩૦ (પ્રેરણાદાયી સત્ય વાર્તા )

એક બાળક જેનું નામ અનુપ. બિહાર રાજ્યના સાસારામ જિલ્લાના એક નાનકડા ગામમાં વસતો હતો. આ બાળકને એક દિવસ ખૂબ ભૂખ લાગી. ઘરમાં કઈં જ ખાવાનું ન હતું. બાળક રોકકળ કરે છે. મા-બાપ માટે કોઈ વિકલ્પ નથી. પિતા કહે છે,” તુ, ચૂલા પર પાણી ગરમ મૂક. હું ક્યાંકથી ચોખાની વ્યવસ્થા કરું છું. આપણે ભાત અને મીઠું ખાઈ લઈશું.” પિતા ચોખા લેવા ગયા. આજદિન સુધી પાછા આવ્યા નથી. આ બાળકના આગળ જતાં બોર્ડમાં સારા માર્ક્સ આવ્યાં. આગળ ભણવું હતું. પણ જે મા-દિકરાના પગમાં પહેરવાના ચંપલ ન હોય તે શું કરી શકે ? મને ઘણીવાર લોકોની ધાર્મિકતા અને ઉડાઉ ખર્ચા પર એટલે જ ગુસ્સો આવે છે કે ધાર્મિક સંસ્થાઓમાં લાખોનું દાન કરે છે- બેંકકોકમાં જઈને મસાજ કરાવે છે પણ અનુપ જેવાં માટે કઈં જ નહીં.

મા-દિકરો સાસારામથી પટના મદદ મેળવવા માટે આવ્યાં. પાંચ દિવસ ઉઘાડા પગે ફર્યાં. નિરાશા મળી. કોઈકે એક સેવાભાવી શિક્ષકનું નામ આપ્યું. ત્યાં મળવા ગયા. બાળકની ટેલેન્ટ જોઈને એ શિક્ષકે પોતાની સંસ્થામાં રાખી લીધો. આગળ જતાં આ બાળકે ભારતની સૌથી ટફ ગણાતી આઈ.આઈ.ટી.(બોમ્બે) પાસ કરી. તેની પહેલી નોકરી દુબઈના બુર્જ ખલીફામાં લાગી. હવે તેણે નોકરી છોડી દીધી છે. પવઈમાં પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે. આ આખી સ્ટોરીનો મેઈન હીરો પેલો શિક્ષક અને તેની સંસ્થા....આનંદકુમાર અને સુપર ૩૦.

આનંદકુમાર બિહારમાં સુપર ૩૦ સંસ્થા ચલાવે છે. જેમાં દર વર્ષે એક ટેસ્ટ લઈને રાજ્યના અતિ ગરીબ પ્રતિભાશાળી બાળકોને પ્રવેશ આપે છે. દર વર્ષે માત્ર ૩૦ સ્ટુડન્ટને જ પ્રવેશ મળે છે. આ વિદ્યાર્થીઓની પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તમામ વિદ્યાર્થીઓને આનંદકુમાર પોતાના ઘરે રાખે છે, ભણાવે છે, તેઓનો ખાવા-પીવાનો તમામ ખર્ચ ભોગવે છે. આ માટે આનંદકુમાર સરકાર પાસેથી, કોઈ સંસ્થા પાસેથી કે કોઈ ઉધોગગૃહ પાસેથી એક પૈસો લેતાં નથી.

તેમના ભાઈ, માતા, પત્ની વગેરે સૌ આ ગરીબ અને હોનહાર બાળકો માટેની તમામ વ્યવસ્થા કરે છે. આનંદકુમાર માને છે કે, કુદરતે આ બાળકો પ્રત્યે અન્યાય કર્યો છે. તેમને પ્રતિભા આપી પણ સાધનો ન આપ્યાં. સુપર-૩૦ ની સ્થાપના ૨૦૦૨માં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેમાં ૪૮૦ ગરીબ બાળકો કોચિંગ મેળવી ચૂકયા છે તે પૈકી ૪૨૮ બાળકોએ દેશની જુદી-જુદી આઈ.આઈ.ટીઓમાં પ્રવેશ મેળવી પોતાની જિંદગી સુધારી લીધી છે.(આઈ.આઈ.ટીમાં પ્રવેશ મેળવવો કેટલો અઘરો છે તે કોઈ એન્જિનિયરીંગના સ્ટુડન્ટને પૂછી જોજો...) બાકીના પણ ક્યાંક ને ક્યાંક સેટ થઈ ગયા છે.

પૈસાદાર અને રાજકારણીઓએ ગરીબોની પ્રગતિમાં રૂકાવટ માટે ઘણાં મોટાં-મોટાં ખાડા ખોદી રાખ્યા છે. પોતાના લોકો માટે લિસ્સા અને ચમકદાર રસ્તાઓ બનાવી લીધાં છે. આનંદકુમારની એવી ફીલોસોફી છે કે, આ જ ખાડાઓએ સુપર-૩૦ ના બાળકોને મોટી અને લાંબી છલાંગો લગાવતા શીખવી દીધું છે. આનંદકુમારે ધાર્યું હોત તો ....પોતાની શિક્ષક તરીકેની આવડતથી લાખો-કરોડો રૂપિયા કમાઈ શક્યા હોત.

તેઓ એક ઉચ્ચ કક્ષાના ગણિતશાસ્ત્રી છે. બરાક ઓબામાથી લઈને ટાઈમ્સ મેગેઝીને પણ તેઓના કામની નોંધ લીધી છે. દેશના રાષ્ટ્રપતિ થી માંડીને મુખ્યમંત્રીઓ સુધીનાઓએ તેમની સંસ્થાની મુલાકાત લઈ, તેમના કાર્યને બિરદાવ્યું છે. આનંદકુમાર પેલા ૩૦ બાળકોનો બધો ખર્ચ કઈ રીતે કાઢતા હશે ? એ માટે તેઓ પટનામાં જ ‘રામાનુજ સ્કૂલ ઓફ મેથેમેટીક્સ’ કોચિંગ ક્લાસ ચલાવે છે. જેમાં ૩૦૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓ આવે છે. તેની ફીમાંથી જે આવક થાય તે આ ગરીબ બાળકોના ભણતર પાછળ ખર્ચ કરવામાં આવે છે. બોલો, મહેનત કરી પૈસા કમાઈને ગરીબ બાળકોને આગળ વધારવા વાપરવાના.....

આનંદકુમારને સામાજ સામે એક આક્રોશ છે કે, આપણો સમાજ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતો નથી એટલે જ રાજાનો દિકરો રાજા બની રહ્યો છે. હવે રાજાનો દિકરો રાજા નહીં બને. હવે રાજા એ જ બનશે જે હકદાર હશે !!! સુપર-૩૦ ની સોસિયલ ઈમ્પેક્ટ પડી છે. દેશના કેટલાય રાજ્યોમાં આવી સંસ્થાઓ ખુલી છે જે ગરીબ પ્રતિભાશાળી બાળકોને મદદ કરી રહી છે. જો તમે એક શિક્ષક હોવ તો તમને જીવંત દંતકથા સમાન આનંદકુમાર જેવો પ્રેરણાસ્ત્રોત ક્યારેય નહીં મળે. જો દેશના દરેક શિક્ષક આનંદકુમાર જેવી વિચારસરણીવાળા બની જાય તો ???


આભાર
......
ફિલ્મવિવેચક મિત્ર
જે.કે.સાંઈ (તેમની ફેસબુક દીવાલ પરથી)