Monday, January 31, 2011

Bodh : "હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી."

વીમા કંપનીઓ આપણને સતત યાદ દેવડાવે છે કે 
આપણું અસ્તિત્વ જોખમમાં છે 
કારણ કે જો તેઓ એમ ન કરે તો 
એમનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેમ છે ! 
કોઈકે સાચુ જ કહ્યું છે કે 
"હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી."

Sunday, January 30, 2011

Naukri.... સર્વ શિક્ષા અભિયાન મિશન ssagujarat દ્વારા તાલુકા કક્ષા એ )"બ્લોક રિસોર્સ પર્સન " (B.R.P.) ની ભરતી

B.A., B.Sc., B.Ed. લાયકાત ધરાવનાર 
૩૫ વર્ષ ની વય મર્યાદા વાળા ઉમેદવારો માટે 
સર્વ શિક્ષા અભિયાન મિશન ssagujarat દ્વારા 
તાલુકા કક્ષા એ ટીચર્સ ટ્રેઈનીંગ શાખા અંતર્ગત 
પ્રત્યેક તાલુકા દીઠ ૫ (પાંચ )"બ્લોક રિસોર્સ પર્સન " (B.R.P.) ની જગ્યા માટે
વધુ માહિતી માટે તેમજ ONLINE અરજી માટે
અથવા

પર સંપર્ક કરી શકો છો..

GPSC દ્વારા હાલ બહાર પડેલ નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર ની ભરતી વિશે...

GPSC (Gujarat Public Service Commission)
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે શું ????
સંગઠનની વિગતો દર્શાવતો ચાર્ટ : ગુજરાત જાહેર સેવા આયોગનું વહીવટી માળખું.

ભારતના દરેક રાજ્યમાં જાહેર સેવા આયોગની રચના કરવાની જોગવાઈ સંવિધાનની કલમ-૩૧૫(૧)માં થઈ છે. તદનુસાર ગુજરાત જાહેર સેવા આયોગની રચના તારીખ: ૧૮/૦૫/૧૯૬૦ના જાહેરનામાથી તારીખ: ૦૧/૦૫/૧૯૬૦થી કરવામાં આવેલી છે.
જાહેર ઉદ્દેશ/હેતુ:
રાજ્યમાં વહીવટમાં ઉચ્ચ હોદ્દા ઉપર યોગ્ય ઉમેદવારોની નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે પસંદગી થઈ શકે તેવો આયોગની રચનાનો હેતુ છે. આ હેતુના સંદર્ભમાં આયોગને ભારતીય બંધારણની કલમ-૩૨૦માં દર્શાવેલા કાર્યો સોંપાયેલા છે, જેને નીચે મુજબ વર્ગીકૃત કરેલા છે.
આયોગનાં બંધારણીય કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન:
ભારતના સંવિધાનની કલમ-૩૨૦ માં દર્શાવેલ આયોગના કાર્યોને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય:
  1. સેવાને લગતા વૈધાનિક નિયમો : કલમ-૩૨૦(૩)(એ) અને (બી).
  2. સીધી ભરતી : કલમ ૩૨૦(૧).
  3. બઢતી કે બદલીથી નિમણુક : કલમ- ૩૨૦(૩)(બી)
  4. શિસ્ત વિષયક દરખાસ્તો : કલમ-૩૨૦(૩)(સી)
  5. સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ બજાવતા કરેલા કે કરવા ધારેલાં કાર્યો બદલ તેમની સામે કરાતી કાનુની કાર્યવાહીના બચાવમાં તેમણે કરેલ કાનુની ખર્ચ ભરપાઈ કરવાના કક્કદાવા, કલમ- ૩૨૦(૩)(ડી).
  6. સરકારી કર્મચારીઓને ઘા-ઈજા પેન્શન આપવાના હક્કદાવા, કલમ-૩૨૦(૩)(ઈ)
    આ કાર્યો ભારતના સંવિધાનની કલમ-૩૨૦,ખંડ-૩ના પરંતુક અન્વયે ઘડેલા ગુજરાત જાહેર સેવા આયોગ (વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો,૧૯૬૦દ્વારા મુકવામાં આવેલ મર્યાદાઓને આધિન છે.
  7. આ ઉપરાંત અન્ય કામગીરી:
    1.
    ભરતીના હેતુ માટે શૈક્ષણિક લાયકાતને માન્યતા આપવાની બાબત.
    2.
    નિવૃત અધિકારીઓને ૧ વર્ષથી વધારે સમય માટે પુન:નિયુક્તિથી નિમણુક આપવાની બાબત; અને 
    3.
    એક વર્ષથી વધુ હંગામી નિમણુક ચાલુ રાખવા અંગેની બાબતોનો સમાવેશ થાય છે. વિનિયમ- ૩(બી) (૨)- ગુ.જા.સે.આ.(વિચાર વિનિયમમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦.

આયોગનાં કાર્યોનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ કરી શકાય:
૧.    સેવાને લગતા વૈધાનિક નિયમો:
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાના ભરતી નિયમો સંવિધાનની કલમ-૩૨૦(૩)(એ) અને (બ) ની જોગવાઈ અનુસાર આયોગોના પરમર્શમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.
૨.     સીધી ભરતી:
આયોગના ક્ષેત્રાધિકારમાં રહેલ રાજ્ય સેવા હેઠળની જુદી જુદી જગ્યાઓ ઉપર સીધી ભરતી બે પ્રકારે કરવામાં આવે છે:
(ક) સીધી ભરતીએ (રૂબરૂ મુલાકાત, જરૂર પડ્યે પ્રાથમિક કસોટી) તથા
(
ખ) સ્પર્ધાત્મક પરીક્ષા ( લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત)
સીધી ભરતીમાં ભરતી નિયમોની જોગવાઈ અને માગણીપત્રક મળ્યા અનુસાર જાહેરાત આપી જાહેરાતની જોગવાઈ સંતોષતા ઉમેદવારોની સીધે સીધી રૂબરૂ મુલાકાત (ઈન્ટર્વ્યુ) લેવામાં આવે છે. પરંતુ જગ્યાના પ્રમાણમાં અરજીનું પ્રમાણ વધુ હોય તો રૂબરૂ મુલાકાત યોજતા પુર્વે રૂબરૂ મુલાકાત માટેના ઉમેદવારોની સંખ્યા મર્યાદિત કરવાના હેતુથી પ્રાથમિક કસોટી લેવામાં આવે છે અને તેના પરિણામના આધારે ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા નક્કી કરવામાં આવે છે. 
સ્પર્ધાત્મક પરીક્ષા: આયોગ દ્વારા નીચે મુજબ ૧૮ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવે છે:
(૧) ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને/અથવા વર્ગ-૨ની જગ્યાઓ.
(
૨) ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) હેઠળની વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ.
(
૩) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨
(
૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં અંગ્રેજી પ્રતિવેદક, વર્ગ-૨
(
૫) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં હીન્દી પ્રતિવેદક, વર્ગ-૨
(
૬) અંગત સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(
૭) અંગત સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર,કક્ષા-૧), વર્ગ-૨
(
૮) રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-૨
(
૯) નાયબ સેક્શન અધિકારી,નાયબ મામલતદાર અને વાણિજ્યિક વેરા નિરીક્ષક, વર્ગ-૩
(
૧૦) કાયદા મદદનીશ, વર્ગ-૩
(
૧૧) માહિતી ખાતાના ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૨) ભાષા નિયામકની કચેરીમાં ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
(
૧૩) કાયદા વિભાગ હેઠળના ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૪) ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ભાષાંતરકાર, વર્ગ-૩
(
૧૫) ગુજરાતી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(
૧૬) અંગ્રેજી સ્ટેનોગ્રાફર, કક્ષા-૨, વર્ગ-૩
(
૧૭) કારકુન/ટાઈપીસ્ટમાંથી નાયબ સેક્શન અધિકારીની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.
(
૧૮) નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩માંથી સેક્શન અધિકારી, વર્ગ-૨ની જગ્યાઓ પર નિમણુક માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા.
સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ પ્રકારે લેવામાં આવે છે.
(૧) માત્ર લેખિત પરીક્ષા
(
૨) લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટી
(
૩) લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
આ પરીક્ષાઓ સંબંધિત જગ્યાના ભરતી નિયમોમાં જે પ્રમાણે જોગવાઈ થયેલ હોય તે રીતે યોજવામાં આવે છે.
3.     બઢતીથી કે બદલીથી નિમણુક :
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની રાજ્ય સેવામાં વર્ગ-૩માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૨; વર્ગ-૨માંથી વર્ગ-૧ ની તથા વર્ગ-૧માંથી તેની ઉપલી વર્ગ-૧ની જગ્યા પર બઢતી આપવા માટે સરકારશ્રીના જુદાજુદા વિભાગો તરફ્થી આયોગના પરામર્શ માટે દરખાસ્ત કરવામાં આવે છે. બઢતીના કેસમાં આવી દરખાસ્તો વ્યક્તિગત કરવાને બદલે આગામી એક વર્ષમા ખાલી પડનાર જગ્યાઓને ગણતરીમાં લઈને દરખાસ્ત કરવી તેવી જોગવાઈ છે.
૪.     શિસ્તવિષયક કાર્યવાહીની દરખાસ્તો:
આયોગના ક્ષેત્રાધિકાર હેઠળની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા અધિકારીઓને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧હેઠળ નિયત કરાયેલ મોટી શિક્ષા કરતાં પહેલાં તથા ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રમાણે નિવૃતિ બાદ પેન્શન કાપ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા આયોગનો પરામર્શ કરવામાં આવે છે. સરકારે સુચવેલ શિક્ષા યથાવત રાખવા કે તેમાં વધારો/ઘટાડો કરવો જરૂરી હોય તો તે અંગે આયોગ સલાહ આપે છે.
૫.     અન્ય કામગીરી:
આ ઉપરાંત 
(
૧) બદલીથી નિમણુક, 
(
૨) ઘા, ઈજા પે ન્શન, 
(
૩) કોઈપણ જગ્યા/સેવામાં ભરતીના હેતુ માટે કોઈપણ સંસ્થાની પદવી(ડીગ્રી), ડિપ્લોમા, સર્ટિફિકેટ ઈત્યાદિને માન્યતા આપવાની બાબત, 
(
૪) અધિકારી/કર્મચારીની પુન: નિયુકતિ, 
(
૫) સરકારી કર્મચારીઓ સામે કરવામાં આવતી કાનુની કાર્યવાહીના ખર્ચના હક્ક્દાવા,
(
૬) આયોગનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ કરવો વગેરેની કામગીરી આયોગ દ્વારા કરવામાં આવે છે.
આયોગની તમામ કામગીરી/કાર્યવાહી સુવ્યવસ્થિત અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે આયોગની કૂલ ૧૫ શાખાઓમાં કાર્ય વિભાજન્ કરીને આયોજન કરાય છે.
સેવાઓની યાદી અને તેનુ સંક્ષિપ્ત વિવરણ:
આયોગ દ્વારા ઉમેદવારોની ભરતી, બઢતી અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે સરકારને સલાહ આપવાની કામગીરીમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવીને તેની સાથે સંલગ્ન સરકારી વિભાગોમાં પસંદગીનાં ઉચ્ચ ધોરણો સ્થાપવા તથા ઉમેદવારો અને મુલાકાતીઓને જોઈતી માહિતી, નાગરિક અધિકારપત્ર, સુચનાઓ, રૂબરૂ મુલાકાત અને પ્રસારણ માધ્યમો મારફતે તેમજ રૂબરૂ મુલાકાત દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડી તેમની નાગરિક સુવિધાઓ/સગવડોમાં વધારો કરવા તથા ન્યાય કરવા અવિરતપણે પ્રયત્નશીલ છે.

GPSC દ્વારા હાલ બહાર પડેલ ભરતી વિશે....
GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી સચિવાલય, વિધાનસભા, ગુ.જા.સે.આ .તથા નાયબ મામલતદાર ની ખાલી પડેલ જગ્યા માટે તા.૨૮-૧-૨૦૧૧ થી ૨૬-૨-૨૦૧૧ સુધી ONLINE અરજી કરી શકો છો... વધુ માહિતી માટે.... LOG INNNN  કરો .....

GPSC : ગુજરાત જાહેર સેવા આયોગ એટલે શું ????

Friday, January 28, 2011

Safalta ::

જીવન માં જીતવું જ અગત્યનું નથી

હાર સ્વીકારવી પણ અગત્યનું છે. 

તમે જે કઈ કરો એમાં તમારું ૧૦૦% યોગદાન આપો 

અને જે પરિણામ આવે એને સ્વીકારી 

નવેસરથી પૂરા જોમ સાથે આગળ વધો,

એ જ જીવન છે. 

- ગીત શેઠી

Thursday, January 27, 2011

Good thought

સમાજમાં બે પ્રકારના લોકો છે
એક જે કામ કરે છે 
અને બીજા 
જેઓ શ્રેય લઈ જાય છે
પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો
ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે
ઈન્દિરા ગાંધી