Thursday, July 28, 2011

આજનો વિચાર :: અનિયમિતતા


વધારે પડતા કાર્યનો બોજો નહિ 
પણ 
અનિયમિતતા માનસને મારી નાખે છે.
ગાંધીજી
 
वधारे पड़ता कार्यनो बोजो नहीं
पण
अनियमितता
मानसने मारी नाखे छे...
-गांधीजी

Wednesday, July 27, 2011

આજનો વિચાર ::


સફળતાનો કોઈ શોર્ટકટ નથી. 
બીજાની નકલ કરીને 
તમે તમારી જાતને 
ક્યારેય મહાન બનાવી શકો નહીં

सफलतानो कोई शोर्टकट नथी,
बिजानी नक़ल करीने 
तमे तमारी जातने क्यारेय महान बनावी शको नहीं ..

Tuesday, July 26, 2011

TET સામાજિક વિજ્ઞાન


સામાજિક વિજ્ઞાન ની
શિક્ષક ની જગ્યા માટે
TET ની ONLINE EXAM  ના ફોર્મ
આજ થી ભરવાના શરુ થયેલ છે..
વધુ માહિતી માટે...
નીચેની લીંક પર ક્લિક કરો.....


Monday, July 25, 2011

આજનો વિચાર ::


જેટલા દિવસ જીવો 
તેટલા દિવસ ફૂલ બની જીવો 
કાંટા બનીને નહી .
आजनो विचार :
जेटला दिवस जीवो 
तेटला दिवस फुल बनी जीवो 
कांटा बनीने नहीं...

संत श्री बाघा
(बाकि तो जैसी जिसकी सोच)

Friday, July 15, 2011

વિશ્વાસ

જે લોકોને પોતાની જાત પર 
વિશ્વાસ નથી હોતો 
તેમના પર 
કોઈ વ્યક્તિ વિશ્વાસ કરતી નથી.





जे लोकोने 
पोतानी जात पर 
विश्वास नथी होतो
तेमना पर 
कोई व्यकती 
विश्वास करती नथी...

Thursday, July 14, 2011

ગુરુ પૂર્ણિમા

"ગુરુ બ્રહ્માગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરઃ,ગુરુ સાક્ષાત્ પરબહ્મા તસ્મયસે શ્રી ગુરુવે નમઃ"

ગુરુ એટલે બ્રહ્માવિષ્ણુ અને મહેશ્વર પહેલાં જેની પૂજા કરવામાં આવે છે તે 
એટલે ત્રણેય દેવોનાંએકમાં  દર્શન થાય તે ગુરુ. 
ગુરુ અને શિષ્યનાં મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.
ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ અષાઢ પૂનમનાં દિવસે આવે છે
ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમાં. 
ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે

'ગુએટલે અંધકાર અને 'રૂએટલે પ્રકાશજે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે તેનું નામ ગુરુ.
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છેજે વ્યક્તિને યોગ્ય ગુરુ મળ્યા નથી તેનું જીવન
દિશા વિહીન હોય છેગુરુ બધી  રીતે જીવને પરમાત્માની દિશા તરફ લઇ જાય છે.

આવા  ગુરુને સત્ સત્ પ્રણામ

Wednesday, July 13, 2011

જીવન

સમજ 
અને 
ગેરસમજ 
વચ્ચેની 
સંતાકૂકડી 
એટલે 
જીવન

Tuesday, July 12, 2011

અરીસો

અરીસો મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે
કારણ કે 
હું જ્યારે રડું છું 
ત્યારે તે હસતો નથી.

Monday, July 11, 2011

સત્ય બોલવાનો મોટો લાભ


સત્ય બોલવાનો 
સૌથી મોટો લાભ એ છે કે,  
આપણે એ યાદ નહીં રાખવું પડશે કે 
મેં પહેલાં શું કહ્યું હતું.

Sunday, July 10, 2011

The Life : બાળક, યુવાન, વૃદ્ધ

ઉંમર ગમે તે હોય,
પણ તમે હંમેશાં ભવિષ્યનો જ વિચાર કરનારા હો
તો તમે બાળક જ છો...
સતત ભૂતકાળ જ વાગોળ્યા કરતા હો
તો તમે વૃદ્ધ જ છો
અને
જિંદગીની પ્રત્યેક પળ
જો તમે વર્તમાનકાળમાં જ જીવતા હો
તો તમે ચીર યુવાન જ ગણાવ..!!

Thursday, July 7, 2011

જીવનરૂપી વાનગી



સૌ પ્રથમ ૧ કિલો પ્રેમ લઇ 
એમાં બરાબર ૨૦૦ ગ્રામ સ્મિત ઉમેરો.
આથો ચડી રહે પછી આમાં ૪ ચમચી વિશ્વાસ 
અને ૩૦ ગ્રામ જેટલી સહાનુભૂતિ ઉમેરો તેમજ 
અડધો લીટર સચ્ચાઈ ઉમેરો 
જે મિશ્રણ તૈયાર થાય.
એને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો પછી 
એમાં એટલા જ વજન જેટલો આનંદ રેડીને 
ઠીકઠાક સમય સુખ વૈરાગ્યના ફ્રીઝમાં મૂકી રાખો.  
કલાક પછી યોગ્ય કદના ચોસલા પાડીને 
શત્રુઓ તથા મિત્રોમાં વહેચવા માંડો
આ સ્વાદિષ્ટ વાનગીનું નામ છે...

જીવન


Paisa Kamavo…. Vagar Rokane
AA WEBSITE PAR THI AAP
.
.




.
.