Friday, April 29, 2011

Bodhak Varta :: તળાવની માછલી


તળાવનાં પાણીમાં વહેલી સવારના એક માછલી વિચારમાં પડી: પાણી બહાર પશુ-પક્ષીઓ, જીવજંતુઓ કેટલાં આનંદમાં રહે છે.! મનમાં આવે તે પ્રમાણે એઓ કરી શકે છે. મારે કેમ ફક્ત પાણીમા જ રહેવું પડે ? …તે પણ આ તળાવમા જ રહેવું પડે ?”…આવા વિચાર સાથે તળાવ, જેઓનું ઘર હતુ, તે જેલ લાગ્યુ અને એક ધ્યાનમા રહી એણે પ્રભુને પ્રાર્થના કરી : હે પ્રભુ ! તું દયાળુ છે., મને પાણી બહાર જીવી શકાય એવું જીવન આપ.પ્રાર્થના  સાંભળી પ્રભુ પ્રગટ થયા અને માછલીને કહ્યું તથાસ્તુ ! તારી ઇચ્છા પ્રમાણે તને તારુ જીવન અને તારી ઇચ્છા પ્રમાણે તારા સગા-સ્નેહીઓને એઓનુ જીવન તુ આપી શકશે.!આટલી પ્રભુવાણી બાદ, માછલી એના ધ્યાનમાંથી જાગ્રુત થઈ અને એવો કુદકો માર્યો કે સીધી તળાવની પાળે પડી. હવે, પાણી બહાર તે શ્વાસ લેતી હતી. બહાર ઠંડા પવનની મહેંક હતી. એ તો હર્ષથી નાચવા લાગી. અને તળાવ પાણી તરફ નજર કરી પૂકાર કર્યા મિત્રો બહાર આવો હવે આપણે તળાવ ને પાણીની બહાર જીવી શકીયે છીએ. હવે, આપણે તળાવ ના કેદીઓ નથી.આવા શબ્દો સાંભળી તળાવની સર્વે માછલીઓએ પાણી બહાર જોયું….તળાવ બહાર તળાવની એક પાળે માછલીના ન્રુત્યથી સૌને અચંબો થયો. જરા પણ વિચાર કર્યા વગર નાની-નાની અનેક માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ તળાવ પાળે આવવા લાગી.મોટી મા-બાપ માછલીઓ તેમજ વ્રુધ્ધ માછલીઓ થોડા વિચારમાં પડ્યા  “આ કંઈ સ્વપન તો નથીને ?” એમના બાળકોને તળાવ બહાર કાંઈ તકલીફ ન હતી. અનેક માછલીઓ એ તળાવ બહાર જવા નિર્ણય લીધો. કોઈ કુદકાં મારી તળાવ પાળે તો કોઈક ધીરેધીરે પેટે લસરી તળાવ પાળે પહોંચી. તળાવ પાસે થયેલ માછલીઓ ના ટોળામાંથી કોઈએ મોટા ઝાડના થડ નજીક, કોઈએ નાના છોડો નીચે તો કોઈએ પથ્થરો વચ્ચે પોતાના ઘર બનાવી દીધાં. તળાવ તરફ નજર કરી સૌએ તળાવની હાંસી ઉડાવી.
          થોડો સમય આનંદમાં વહી ગયો. શાંત વાતાવરણ હતું. એવા શાંત સમયે ગામના ફળીયાની એક બિલાડી તળાવ નજીક આવી. માછલીઓની સુગંધથી એ લલચાય અને એ તો વહેલીવહેલી તળાવ પાળ આવી ગઈ.એક માછલીને તળાવ પાસે કુદકા મારતી નિહાળી અને એણે તો એક તરાપ મારી અને માછલીને એના મોંમા મૂકી દીધી. શાંતિથી બે-ત્રણ માછલીઓ નુ ભોજન કરી બિલાડી ચાલી ગઈ. ત્યાર બાદ, બે-ત્રણ ગોવાળનાં બાળકો માછલી પકડવાના સાધનો સાથે તળાવ પાસે આવ્યા. તાજીતાજી જીવતી માછલીઓ ને તળાવ પાસે રમતી નિહાળી એ ઓ તો હર્ષથી નાચવા લાગ્યા. અને કહેવા લાગ્યા  : “હવે તો આ સાધનની જરૂર નથી.ખુશી સાથે મનગમતી માછલીઓને પોતપોતાના વાસણોમાં મૂકી તળાવ પાળ છોડી ચાલ્યા ગયા. જતાં-જતાં એઓ કહેતાં ગયા : માછલીઓ માટે ફરી આવીશું !
           હવે સાંજનો સમય થઈ ચૂક્યો હતો. પ્રથમ માછલી જેણે પ્રભુવાણી સાંભળી હતી એ હજું સલામત હતી. એણે બિલાડી અને ગોવાળના બાળકોને તળાવ પાસે  નિહાળ્યા હતા.જે થયુ તેથી એ માછલી ફરી વિચારમાં પડી અને મનમાં કહેવા લાગી : આ જીવન તે કેવું ! જરાપણ સલામતી નથી. આના કરતાં તો તળાવમાં મારૂ જીવન સારૂ હતું.આવા વિચાર સાથે એણે પ્રભુને ફરી યાદ કર્યા. પ્રભુએ દર્શન આપ્યા અને કહ્યું હું તારા પર ખુશ છું . તારી ઈચ્છા પૂર્ણ કરીશ. માંગ જે માંગવુ હોય તે માંગ !પ્રભુના આવા શબ્દો સાંભળી માછલી પ્રભુને કહેવા લાગી  : ” પ્રભુ, તમોએ મોટું તળાવ અમને આપ્યું હતું, તમોએ અમારા રક્ષણનો પણ વિચાર કર્યો હતો. હા, કોઈવાર મુસીબતો હતી, કિંન્તુ અમારૂ જીવન સલામત હતું. તળાવ અમારૂ ઘર છે…. એ જેલ નથી. દયા કરી પ્રભુ અમોને ફરી તળાવમાં જીવન જીવવાની શક્તિ આપો !મુખ પર મીઠાં હાસ્ય સાથે પ્રભુ બોલ્યા: તથાસ્તુ !આટલું કહી પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. માછલીઓએ તળાવ પાસેથી કુદકાં માર્યા અને તળાવના પાણીમાં સૌ આનંદથી તરવાં લાગ્યા.
             સૌ આનંદથી તળાવમાં તરી રહ્યા હતાં ત્યારે એકસ્થાને સ્થિર થઈ પેલી માછલી ફરી વિચાર કરતી હતી પ્રભુએ જે કાયામાં જેવી રીતે જન્મ આપ્યો એને સ્વીકારી આનંદ સહિત પ્રભુનો પાડ માનવો રહ્યોબસ, આટલા વિચાર સાથે એ માછલીના અંધકાર દૂર થઈ ગયા હતા અને તળાવમાં તે આનંદ સહિત તરતી હતી. તળાવનો પોતાના ઘર તરીકે એણે સ્વીકાર કર્યો હતો, તળાવ હવે એને જેલ જેવું લાગતુ ન હતું.

Thursday, April 28, 2011

LIFE :: જીવનની સાર્થકતા (PART III)


તમને જીવનમાં કંઈક 
વિશેષ કરવાની ઈચ્છા હોય તો 
પ્રગતિ કરવાની તક શોધી કાઢો 
અને એ લક્ષ્ય તરફ સતત આગળ વધો 
તો આવી પરિસ્થિતિ અને ઉત્તમ અવસ્થાઓ પર 
પહોંચવાની શક્યતાઓ વધી જશે. 


શું આ પ્રકારનું વહેતી નદી જેવું જીવન દરેક જણ રાખી શકે ખરું ? જો કુદરતી રીતે વિચારવાની આ પ્રકારની પદ્ધતિ વિકસી ન હોય તો પણ યોગ્ય દિશા વિશે જાણ્યા પછી સતત પ્રયત્નો કરીને જાગૃતતા કેળવી શકાય છે. એક વાર મન જાગૃત થઈ જાય પછી એ પોતે જ આપોઆપ ઓછી અગ્રતાવાળા કામોને ઘટાડીને વધુ ને વધુ વિકાસને લગતાં કામો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. બર્થ-ડે પાર્ટી, ગેટ-ટુ-ગેધર, ઘરના સરસામાનની ખરીદી, ગાડીનું સમારકામ વગેરે જેવા અસંખ્ય ટાળી ન શકાયે એવા કામોની વચ્ચે પણ સમય ચોરીને જરૂરી કામો પ્રથમ થાય અને વિકાસને લગતાં કામો સૌથી પહેલાં થાય એવું મન ગોઠવી આપે છે. મનની આ જ તો ખૂબી છે ! પણ તકલીફ એ છે કે મનનો માલિક જ્યાં સુધી આ ખૂબીને વાપરે નહિ ત્યાં સુધી તે વણવપરાયેલી પડી રહે છે. જેમ કે, તમારી ગાડીના ચાર ગિયરમાંથી ચોથા ગિયરમાં વાહનને સૌથી વધારે ઝડપે હંકારવાની શક્તિ રહેલી છે. પરંતુ, જ્યાં સુધી એ ગિયર પાડો નહિ, ત્યાં સુધી ગાડી એ સ્પીડ પર જઈ શકે નહિ. આ પ્રકારની જાગૃત અવસ્થા જેટલી વહેલી આવે, એટલી પુખ્તતા વહેલી આવે અને એટલો જ જીવનનો વિકાસ ઝડપી થાય. જાગૃત અવસ્થામાં મનનો વિકાસ લોગેરિથમિક સ્કેલપ્રમાણે થાય છે; એટલે કે વિકાસ જ્યારે દસગણો થાય ત્યારે એને ડબલ થયો કહેવાય અને સો ગણો થાય ત્યારે ત્રણગણો ! ટૂંકમાં, વિકાસ જેટલો ઝડપી થાય એમ માણસ વધુ ઝડપથી આપોઆપ વધુને વધુ સારી રીતે વિકસ્યા કરે.

આ પ્રકારનું જીવન જીવવાથી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ ઊભો થાય છે. કોઈ એક સમયે તે ભયમુક્ત બનીને જીવન જીવતો થઈ જાય છે. આ ભયમુક્ત જીવન માણસના મનને એવી અવસ્થામાં લઈ જાય છે જેના પર પ્રબુદ્ધ લોકો પહોંચ્યા હોય છે. જ્યારે મનની સંતુલિત અવસ્થા હોય ત્યારે વ્યક્તિ અંદરથી મજબૂત બને છે. એના અવાજમાં ગજબની શાંતિ અનુભવાય છે. સામાન્ય વ્યક્તિઓની જેમ હાંફળા-ફાંફળા થઈને, ચિંતિત બનીને ઊંચા જીવે દોડાદોડ કર્યા કરવાની એની અવસ્થા બદલાઈ જાય છે. ચિંતાને સ્થાને નૂતન દષ્ટિકોણ, આળસના બદલે પ્રવૃત્તિ અને દોડાદોડની જગ્યાએ શિસ્તબદ્ધ આયોજન શરૂ થાય છે. પરિણામની ચિંતાને બદલે સર્જનનો આનંદ મનમાં વ્યાપી જાય છે. આત્મા જેમ સત્ત, ચિત્ત અને આનંદ સિવાય બીજા કશા તરફ ગતિ કરતો નથી એ રીતે મન સૃષ્ટિના સ્પંદનો સાથે તાદાત્મય સાધી લે છે, જેથી મન એના પ્રાકૃતિક મૂળ સ્વરૂપમાં પાછું ફરે છે. આને વગર ધ્યાને સમાધિ કહી શકીએ ! આ સ્થિતિમાં પડકારો તકમાં ફેરવાઈ જાય છે અને જીવનનો અનુભવ દરેક ક્ષણે સાર્થક થતો જાય છે. ડરના સ્થાને હિંમત અને ઉચાટના સ્થાને વિસ્મયનો ભાવ ઊભો થાય છે. જેમ ભગવાન બુદ્ધ માટે આગાહી હતી કે તેઓ ચક્રવર્તી સમ્રાટ અથવા પ્રબુદ્ધ સંન્યાસી થશે.. એવી રીતે જો વિકાસનો સાચો પંથ મળી જાય તો માનસિક અવસ્થા સંસારમાં રહેવા છતાં ધ્યાન કરનારા યોગી જેવી થઈ રહે છે.


શ્રી વિરેનભાઈ શાહ (ટેક્સાસ, અમેરિકા)

Wednesday, April 27, 2011

ઘરનો ઓટલો હોય અને ફેસબુક

માણસની મૂળ પ્રકૃતિ એવી છે કે 
એની પાસે જે કંઈ હોય તે 
અન્યને બતાવ્યા વગર રહી શકતો નથી. 
તે ઈચ્છે છે કે દુનિયા તેની નાનામાં નાની વાતની નોંધ લે. 
દુનિયા તેને સાંભળે, તેને જુએ. 
આ વૃત્તિ કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થતી રહે છે
એ પછી ઘરનો ઓટલો હોય કે ફેસબુક !

AAJNO MARO VICHAR.....
AAJ NA SAMAJ NI SAMASYA E CHHE
KE
TE POTANA PRATVAD NE JATIVAD NE BHULI JAY CHHE..
KADI POTE BHARATIYA CHHE KE HINDU TENU GAURAV LETO NATHI BUS POTANI "NAT" POTANU "RAJYA" POTANU "VATAN", POTANI "GALI", POTANI "SHERI"
AAMA KYATHI "BHARAT" AAGAL AAVE......
..
.
PLEASE AA CLIP JOVANU BHULTA NAHI


http://www.youtube.com/watch?v=lqUZhr0hWvk


.

Tuesday, April 26, 2011

LIFE :: કરેલા કર્મ


જિંદગી મળવી એ 
નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ 
સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ 
કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે… 

Sunday, April 24, 2011

LIFE :: વીતેલી પળો


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી, 

Tuesday, April 19, 2011

LIFE :: જીવનની સાર્થકતા (PART II)


લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.
આમાં વ્યક્તિનો વાંક ઓછો છે કારણ કે માણસ સંજોગોનો શિકાર બનતો હોય છે. પણ તેમ છતાં, અમુક ટકા લોકો એવા છે જે કોઈ પણ સંજોગોમાં પોતાનો વ્યક્તિગત વિકાસ જાળવી રાખે છે. શાળાના દિવસો દરમ્યાન થતી શીખવાની ઈચ્છા, કૂતુહલ કે ઉત્સુકતાને તેઓ આજીવન સાચવી શકે છે. જે લોકો આ જાળવી શકે છે તેઓ બીજા સામાન્ય લોકોથી જુદા પડે છે. આ પ્રકારના લોકોને એક વસ્તુ ખબર હોય છે કે એમને શું જોઈએ છે અને તેથી એ લોકો સતત નવું શીખવાનું અને જાણવાનું ચાલુ જ રાખે છે. દર વર્ષે કે દર મહિને એ લોકો પોતાની જાતને અપગ્રેડકરતા રહે છે અને તેમને એમ કરવાનો આનંદ આવે છે. જીવનમાં કશુંક નવું જાણતા રહેવાની આ પ્રક્રિયા એમને ઘણા ફાયદાઓ કરી આપે છે. જેમ કે, આ પ્રકારના લોકો માનસિક રીતે વધુ તંદુરસ્ત અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી શકે તેવા બની રહે છે. તેઓને શારીરિક તંદુરસ્તીનો લાભ પણ મળતો રહે છે કારણ કે સંપૂર્ણ માનસિક શાંતિ એમના શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ લોકો જીવનના પ્રશ્નોથી ઝટ ગભરાઈ ઊઠતા નથી. તેઓ જીવનમાં પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી જ ન થાય એ પ્રકારનું આગોતરું આયોજન કરનારા હોય છે.
આ સાથે ઉત્સાહથી જીવન જીવનારને બીજો ફાયદો એ થાય છે કે એના વિચારોની સ્થિરતા એને સારો એવો આર્થિક ફાયદો પણ કરી આપે છે. તેઓ જીવનના અંત સમયે પણ પૈસે-ટકે સ્થિર રહી શકે છે. વિશ્વ-પ્રવાસની પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે. વિશ્વની સંસ્કૃતિઓની અનુભૂતિ માણી શકે છે. એમનું નિવૃત્ત જીવન એવી રીતે પસાર થાય છે જેવું અગણિત લોકો પોતાના સપનામાં આદર્શ રૂપે જોતા હોય છે ! જીવનના અંતે એમને પોતાની અંદરથી એક હાશકારો મહેસૂસ થાય છે કે જીવન ખૂબ સફળતાપૂર્વક પસાર થયું અને કોઈ કામ ખોટું થયાનો એમને રંજ રહેતો નથી.

Friday, April 15, 2011

LIFE :: જીવનની સાર્થકતા


માણસમાં સમજણ જેમ જેમ આવતી જાય તેમ તેમ પુખ્તતા આવતી જાય છે. જેમ કે નાની ઉંમરે વ્યક્તિની સમજ, હિંમત અને પુખ્તતા એની ઉંમર જેટલી મર્યાદિત હોય છે. એ પછી જ્યારે ઉંમર વધે ત્યારે સમજ વિકસતી જાય છે. એ સમજ વ્યક્તિને પોતાનો સમય કઈ રીતે પસાર કરવો એનું જ્ઞાન આપે છે. મારી દષ્ટિએ મોટાભાગના લોકો પુખ્તતા અથવા સમજણને ભણવાનું પૂરું થાય એ પછી તાળું મારી દેતા હોય છે ! એ પછી એમનામાં ખાસ વધારો જણાતો નથી. આ રીતનું જીવન જાણે સુખ-સગવડોની કેદમાં બંધાઈ જાય છે. સમજ વિકસિત ન થાય તેથી જાગૃતતા પણ વિકસતી નથી. જીવનનો વિકાસ અટકી જાય છે. છેવટે એક જ રૂઢિમાં સવારથી સાંજ, સાંજથી રાત એમ દિવસો, અઠવાડિયાઓ અને વર્ષો ચાલ્યા જાય છે.
એક ફિલ્મમાં કોઈક જુવાન વ્યક્તિને ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે. લગભગ દોઢ-બે મિનિટ પછી એ જ વ્યક્તિને ફરીથી ગાડી લઈને ઘરે આવતો બતાવવામાં આવે છે, પરંતુ આ બીજીવારના દ્રશ્યમાં ફરક એ છે કે તે વ્યક્તિના વાળ સફેદ થઈ ગયેલા છે, ઘર વીસ વર્ષ જૂનું થઈ ગયું છે અને બાળકો યુવાન અથવા પરિણીત થઈ ગયા છે. આ દ્રશ્યનો અર્થ એ છે કે વચ્ચેના વીસ વર્ષોમાં માણસ રોજિંદી ઘટમાળમાં એવો તો ઘેરાઈ ગયેલો છે કે ફિલ્મમાં વચ્ચેના એ વીસ વર્ષોમાં શું થયું એ બતાવવાની જરૂર જ નથી રહેતી ! આ વાત અહીં કરવાનો ઉદ્દેશ એ છે કે ભણવાનું પૂરું થાય અને વ્યક્તિ નોકરીએ લાગી જાય પછી જીવનમાં જાણે કશું નવું બનતું જ નથી. રૂઢિગત જીવન ચાલ્યા કરે છે. લોકો નોકરી-બાળકો અને સામાજિક જવાબદારીઓની ઘરેડમાં એવા તો જકડાઈ જાય છે કે ચક્કરની જેમ બસ ગોળગોળ ફર્યા કરે છે ! એ બધાની વચ્ચે માણસનો વ્યક્તિગત વિકાસ સાવ શૂન્ય થઈ જાય છે.

Thursday, April 14, 2011

LIFE :: માણસને અસ્વસ્થ કોણ કરે છે ?

માણસને અસ્વસ્થ કોણ કરે છે
બહારની પરિસ્થિતિ
ક્દાચ ખરેખર તો 
એના માટે કારણભૂત હોય છે : 
એના પૂર્વગ્રહો
એની માન્યતાઓ
અપેક્ષાઓ
આગ્રહો
તોફાની વૃત્તિઓ તથા 
એનો દંભ અને 
એવું એકાકીપણું. 

Tuesday, April 12, 2011

સમાજ અને મનુષ્ય


આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ છે કે 
મનુષ્યને બદલે સમાજને વધારે મહત્વનું સ્થાન આપી દીધું છે.
મનુષ્યને નાનો માન્યો છે અને સમાજને મોટો ગણ્યો છે. 
પરિણામ એ આવ્યું છે કે સમાજ મનુષ્યની ઉન્નતિનું સાધન ન બનતાં બંદીઘરની ગરજ સારે છે. 
આ આપણી ભૂલ સુધારીને સમાજ માટે વ્યક્તિ નથી પણ વ્યક્તિ માટે સમાજ છે તેમ સ્વીકારવું જોઈએ.