Monday, May 30, 2011

નસીબ

આખી જીંદગી 
આંકડા તમે માંડો 
અને 
છેલ્લે 
સરવાળો કોઈ બીજું  કરી જાય 
એનું નામ નસીબ 

ખેડૂતનો કટાક્ષ


એક ગામમાં ખેડૂતોની એક સભા ભરાવાની હતી. અને એક મિનિસ્ટર સાહેબ ત્યાં ભાષણ આપવા આવવાના હતા. પણ બન્યું એવું કે એ વિસ્તારમાં આગલે દિવસે એટલો બધો વરસાદ પડી ગયો કે બધા રસ્તા બંધ થઈ ગયા. મિનિસ્ટર કહે, ‘મારે તો ગમે તેમ કરીને સભામાં ભાષણ આપવા જવું જ છે. કાર ના જાય તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો.
છેવટે મિનિસ્ટર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને સભાના સ્થળે પહોંચ્યા. પણ અહીં જુએ તો આખા મેદાનમાં ખાલી બે જ ખેડૂત આવેલા !
મિનિસ્ટર મૂંઝાયા : શું કરું ? બે જણા આગળ ભાષણ કરું કે ના કરું ?’
ખેડૂતો કહે : સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એક વાત છે. જો અમારાં સો ઢોર હોય એમાંથી બે જ ઢોર આવે તો પણ અમે એમને ઘાસ તો ખવડાવીએ જ.
આ સાંભળી મિનિસ્ટરે કહ્યું : ઓકે. તો હું ભાષણ કરું છું.એમ કહીને મિનિસ્ટર સાહેબ ભાષણ કરવા લાગ્યા. પંદર મિનિટ થઈ, વીસ મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો…. ભાષણ પૂરું થાય જ નહિ.

છેવટે બરાબર સવા કલાકે મિનિસ્ટર સાહેબે ભાષણ પૂરું કર્યું. પછી પેલા ખેડૂતોને પૂછે, ‘કેવું લાગ્યું મારું ભાષણ ?’
ખેડૂતો કહે : સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !

Friday, May 27, 2011

જો બાપુ આજે જીવતા હોત તો???


પહેલા સ્કુલ મા ,નિબંધ લેખન માટે ની કસોટી કે સવાલ આવતા અને એમાં વિષય રહેતા….
·                     હું શિક્ષક હોત તો…..
·                     હું પ્રધાનમંત્રી હોત તો….
·                     હું ડોક્ટર હોઉં તો…..

પરંતુ આજના સમય ને અનુરૂપ મહાત્મા ગાંધી બાપુ(….યાર આજકાલ બાપુ શબ્દ મજાક થઇ ગયો છે..)
આપણી વચ્ચે હયાત હોત તો શું થાત…..??? કરોડ રૂપિયાનો સવાલ છે….!!! વિચારો તો ખરા…..!! 
મેં ફેસબુક માં આ અંગે મિત્રોના મંતવ્યો મંગાવ્યા.... અને ઘણી કોમેન્ટ પણ આવી... તો આવેલી કોમેન્ટ વાંચો...

Facebook Friends
Karan Suva Bharat pa6u Gulam na that
Harsh Ahir to chali na sakta ho..umar pan bou thai gai hot tn bhai..gandhi g ne koti koti vandan..
Yaju Jadeja to hu mari nakhat
Ramde Dangar કોંગ્રેસવાળા , દરેક ચૂંટણીમાં ( ગ્રામ પંચાયત હોય કે સંસદની) ગાંધીજી ને આખા ભારતમાં બળજબરી થી ફેરવત…!!!
Gaurav Ahir RAMDE BHAI TAMARI SECOND COMMENT MANE GAMI. INDIA IMPROVE BETTER
Mahesh Ahir jo gandhiji jivta hot to satya ane ahisa satat jagrut hot
Gojiya Bharat Jo gandhiji jivata hot to ae pan anna hazare ni jem thoda divas kudi ne besi jat
Sanatkumar Dave dear Ramdeji gandhiji ne a s...........o.....olakahta j nahi ke dambh karat na olkhavano..bichhar a gandhi pachha vennanti kari jata rahet.....jsk sanatbhai...
Raj Ahir gandhiji jivta hot to desh ni aa halat na hot
Jenti Vadoliya आज गाँधीजीकी तो जरुरत है साथ मेँ सरदार वल्लभभाई .चन्द्रशेखर आजाद की भी जरुरत है
Raj Ahir waah jenti
Arvind Bhanderi shat me aap ki bhi jarurt he..bhai................
Vikram Ahir to khotu na thatu hot
Ahir Shamji gandhiji vise game tem lakhnara o ne a khabar nathi ke atyar na samay ma dikro bap ne bapu kehva tiyar nathi jayare gandhiji ne to akhi duniya ye bapu tarike savikarya 6e etale aavi vaykati vise halki bhasa na vapravi joiye 
100 me se 80 bhey man fir bhi MERA BHARAT MAHAN
Bhojubhai Boricha ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની .........................aa badha par cantro aavi jat.
Karshan Modhvadia bapu jivta hot to digvijay sinh sabaratmati ashram chalavva ma ketlo kharch aave chhe ne kon aape chhe ano hisab manget...
Jenti Vadoliya वैष्णव जन तो तेने कहीए जे पीड पराई जाणे
Meraman Ahir TO ANA HAZARE AVI MATHAKUT NA KARVI PADAT ...........
Apurv Ahir Jo bapu jivta hot to kasmir aapnu na hot.
Punit Padsumbiya Jo bapu jivta hot to bapu ni age 141 yrs hot ane made in china ne badle world ma made in india ni bolbala hot...
Dinesh Jogal to ae halani condition joine khub dukhi that
Dinesh Jogal ane jo gadhiji jivta hotato moghvari same satyagra that
Manish Jalu Jo bapu hayat hot to, 100% RAM RAJYA hot .
Gautam Karangiya to bhastrachari na hot
Jenti Vadoliya TO BAPUNU NAM LADENNA LISTMA PHELU HOT
Nikunj Soni jai hind satya mev jayte!
Amit Kumar Rajurkar bapu ki jai ho
Dev Max aaila bapu......wo bhi gandhi bapu.........isko bolte he man mohandas karamchand gandhi........
Ria Shah my all time favourite hero.
Lo Shailesh dukhi that...................
Manish Ahir to sucide kari let,
Premal Bhatiya swish bank ma aatla nana na hot 1
Premal Bhatiya RAMDEBHAI,AAPANI KARUNTA CHHE K AAJE BAPU VISHE BE SHABDO BOLVA AAJ NI YUVA PEDHI TAIYAR NATHI...ATHVA BOLE TO PAN 'ASTM PASTAM 'AYOGY COMMENT AAPECHHE...
Ram Ahir જો આજે બાપુ હયાત હત તો પહેલિ વાત તો આ ખાવુઝાડ નેતા નિ સામે કેટલા ઝઝુમત એ પ્રસ્ન બિજો આ ઝડપિ યુગ અને આમ વધતિ વસ્તિ માં બાપુ રેટિયો ના તાતણે ખાદિ પહેરવા નુ કહેત તો આજ ના આળશુ માનવિ એક જ કાપડ પેહરત અને રાખિ મલિકા જેવિ નારિ ના ગાંડા ભરાત...
Vala Alpesh atyare je aapno desh 6e ena karta kaik vadhare saro hot.....
bapu na swapna nu bharat bani gayu hot......
pan kadach evu bhagvan ne manjur nai hoy.....
Lo Shailesh to ginius book of world record banat sauthi vadhare jivavno??? by t way sir some contravarcy r always with all hero.....
Jignesh Dangarwala to khara arth ma gujarat gandhi nu gujarat hot
Sanjay Vaniya to aje aa des politic level ae sadhar ane neta loko ava n hot
Rohit Suva to a seela ne muni na hot.......
Nilesh Joshi agar wo jinda hote to bhi is desh ka kuch nahi ho sakta tha
Sunil Jaru Ahir to bapu upar ketlay khota iljamo dhari ne bapu ne jel bhega kari didha hot aa riswat khor neta ane police e ane bapu des ne nai pan potane aa jalimo thi kem azad karavva e vicharta hot
Marthivsinh Sarvaiya jo bapu aaje sdehe jivta hoy to sau pratham to hu ae vishv vandniya vyakti na darshan kari dhaneyta anubhavu...baki teo aaj pan MHATMA j HOT.

આ ઉપરાંત મારા મિત્રોના મૌખીક ચર્ચા ની કોમેન્ટ આ મુજબ હતી

બાપુએ અંગ્રેજો ને પાછા બોલાવી, ભારત એમને પાછું આપી દીધું હોત…..!!! અંગ્રેજો ,અત્યારના નેતા થી સારા હતા….
બાપુને, ઓછામાં ઓછો સો વાર તો હાર્ટ એટેક આવ્યો જ હોત….આજની સ્થિતિ જોઈને….!!!
બાપુ, ઓછામાં ઓછી, ૯૦-૧૦૦ જેટલી મળતી નેશનલ કંપનીના બ્રાન્ડએમ્બેસેડર તો હોત જ…..!!
કોંગ્રેસવાળા , દરેક ચૂંટણીમાં ( ગ્રામ પંચાયત હોય કે સંસદની) ગાંધીજી ને આખા ભારતમાં બળજબરી થી ફેરવત…!!!
કોંગ્રેસવાળા, ગાંધીજીને ,એમની આત્મકથા ને, એમના ફાયદા અનુસાર લખવા દબાણ જરૂર કરતઅને એનો કોન્ટ્રાક્ટ અર્જુનસિંહ ને આપત….!!!
આ બાજુ ભાજપ વાળા, બાપુ ના છુપા-ઉભાકરેલા કિસ્સા છાપી ને ,એમને બદનામ કરવાનો ભરપુર પ્રયાસ કરત……
વિધુ વિનોદ ચોપરા, એમની લાગે રહો મુન્નાભાઈ ની સિક્વલ ૧ થી ૨૦ સુધીમાં ઓરીજીનલ બાપુને સાઈન કરવાનો ભરપુર પ્રયત્ન કરત…..
ન્યુઝ ચેનલવાળા , બાપુને કોઈને કોઈ વિવાદમાં….સ્ટીંગ ઓપરેશનમાં સંડોવવા નો પ્રયત્ન જરૂર કરત…..


છેવટે ….શું આ બધું જોઈનેબાપુ ની શી હાલત થાત…..!!! કોઈએ વિચાર્યું છે…??? હું હૃદય થી માનું છું કે ,આ તો સારું છે કે ગાંધીજી જેવો મહાન આત્મા,અત્યારના કલુષિત વાતાવરણ મા નથી…..નહીતર, બિચારાદેશ અને દેશવાસીઓ ની લાય મા ને લાય મા , ક્યારનાયે….આઘાત પામીને રામ શરણ થઇ ગયા હોત…..!!
હે રામ….!!!
વિચારવા નું આપણે છે,કે ગાંધીજી ને સાચી શ્રદ્ધાંજલિ કે માન ક્યારે આપ્યું કહેવાય…..!!!




Thursday, May 5, 2011

LIFE FUNDA :: બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય

ઉંદરડા જો 
બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય 
તો તેઓ મૂર્ખ ગણાય 
પણ 




બિલાડી જો 
તેમને ઘંટ બાંધવા દે તો 
તે મહામૂર્ખ ગણાય.

Tuesday, May 3, 2011

વેકેશન એટલે મામાનું ઘર, ધમાચકડી ને મોજમસ્તી.....પણ ....


ગુજરાતની મોટાભાગની શાળામાં આજથી વેકેશન શરુ થઇ ગયું છે... સાથે સાથે ઉરચ માધ્યમિક અને કોલેજ માં પણ વેકેશનનો માહોલ છવાઈ ગયો છે.. બાળકો પણ ભારેખમ થોથાં મૂકીને મોજમસ્તીના મૂડમાં આવી ગયાં હશે..
વેકેશન એટલે મામાનું ઘર, ધમાચકડી ને મોજમસ્તી...,વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય એ પહેલાં તો ઉનાળુ વેકેશનનું આયોજન થઈ ગયું હોય! મહિનાઓ પહેલાં પ્લાનિંગ કરી જ દીધું હોય. વેકેશન એટલે એમના માટે ભારેખમ થોથાંને એક બાજુ મૂકીને માનસિક રાહત માણવાનો સમય. મોજ જ મોજ, ધિંગામસ્તી, હલ્લાગુલ્લા, શોરશરાબા, પિકનિક, વિડિયોગેમ્સ, ટીવી પ્રોગ્રામ્સ જોવા, થિયેટરમાં નવી આવેલી બધી જ ફિલ્મો જોઈ નાંખવી, કુટુંબ કે દોસ્તો સાથે હરવા ફરવાના સ્થળે જવું. બાળકો સહિત માતા-પિતા પણ આતુરતાથી  વેકેશનની રાહ જોતાં હોય છે કે ક્યારે બાળકો ભણતરના ભારમાંથી બહાર નીકળીને થોડા હળવાં બને.
પરંતુ આજકાલ વેકેશનમાં પોતાના બાળકને વિવિધ કલાસીસમાં મુકવાનો ક્રેઝ વધતો જાય છે.. માબાપ ઈચ્છે છે કે તેમનાં સંતાનો સુપરમેન કે શ્રીકૃષ્ણની જેમ સર્વગુણસંપન્ન બની જાય. એટલે તેમને તેમનાં બાળકોને કરાટે શીખવીને બ્રુસ લી પણ બનાવવા છે અને ડાન્સિંગ શીખવીને માઇકલ જેક્સન પણ. પેઇન્ટિંગ શીખવીને રાજા રવિ વર્મા બનાવવા છે અને વેદિક મેથ્સ શીખવીને શકુંતલાદેવી બનાવવા છે.  કોઈ ખોટી વાત નથી. આ જમાનો મલ્ટિટેલન્ટનો જ છે. આ સ્પર્ધાના જમાનામાં જો મલ્ટિ ટેલન્ટ નહીં હોય તો સંતાન ફેંકાઈ જશે તેવી માબાપને ભીતિ છે જે ઘણા અંશે સાચીય છે. અને આ ભીતિની રોકડી કરવા માટે ઘણા વેકેશનમાં સમર કેમ્પ લઈને કે ક્લાસ ખોલીને બેસી જાય છે. તેમાંથી કેટલાક જેન્યુઇન હોય છે તો ઘણા ઉપરછલ્લું શીખવે છે.



        એક સવાલ માબાપની નિષ્ઠાનો પણ છે. શું તેઓ તેમના બાળકને માત્ર એટલા કારણસર જ વેકેશનમાં આ બધી પ્રવૃત્તિમાં મોકલે છે કે જેથી તેનો વિકાસ થાય? ક્યાંક એવું તો નથી ને કે વેકેશનમાં બાળક ઘરે ધમાલ કરે માટે, ઘરે શાંતિ મળે તે માટે તેને તગેડીદેવાય છે? એક પરિવારમાં માત્ર ૩ વર્ષના બાળકને જેને હજુ કે.જી.માં ભણવાનું ચાલે છે તેને ટ્યૂશનમાં પણ મોકલવામાં આવે છે. કેમ? તો કહે, ઘરે ભણતો નથી. ભણતો નથી કે માબાપને ભણાવવા બેસવું ગમતું નથી? કે પછી માબાપને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી છે એટલે બાળકને આ પ્રવૃત્તિઓમાં ધકેલી દેવામાં આવે છે. અથવા તો અત્યારના વર્કિંગ પેરન્ટ્સઘરે બાળક એકલું રહે તે મેનેજ કરી શકતા નથી? કે પછી ઘરે બાળક રહે તો કાર્ટૂન ચેનલ જોયા કરે અને માબાપને પોતાની ગમતી ચેનલ નથી જોવા મળતી તે પ્રશ્ન છે? અથવા તો વિડિયો ગેમ જ રમ્યા કરે છે એ પ્રશ્ન છે?  આજનાં બાળકો પાસે શું નથી તે પ્રશ્ન છે. ફિલ્મ જોવી છે તો ડીવીડી છે. ટીવી પર ૨૪ કલાક મનોરંજન છે. વિડિયો ગેમ અને પ્લેસ્ટેશન છે. સમરકેમ્પ સહિતની ઢગલાબંધ એક્ટિવિટિઝ છે. નાસ્તો કરવો છે તો મેગી સહિતના ઇન્સ્ટન્ટ વિકલ્પો છે. કાર્ડબોર્ડ સહિતની ઇન્ડોર ગેમ્સ છે. કદાચ નથી તો રમવાવાળા ભાઈબહેનો?  સવાલ એ પણ છે કે, આજની ત્રીસી વટાવી ચૂકેલી પેઢી નાની હતી ત્યારે વેકેશનમાં કેવી ધમાલમસ્તી થતી? લખોટીઓ લઈને અગલ (એક નાનો ખાડો) ખોદાતો. શું લખોટી કે પછી ગોટીની રમતમાં નિશાન સાધવાનું નહોતું શીખવા મળતું? મોઇ ડાંડિયામાં પણ કસરત નહોતી મળી રહેતી? ‘આંબલી પીપળીતો હવે રમી શકાય એમ જ નથી. આઇસપાઇસઅને થપ્પો દાકે સંતાકૂકડીમાં સાવધાની શીખવા મળતી હતી. તમે એક તરફ કોઈને શોધવા જાવ ત્યારે બીજી તરફથી કોઈ આવી ન જાય તેનું ધ્યાન રાખવું પડતું. નદી પર્વતકે લોઢું લાકડુંજેવી રમતમાં કોઈ સાધનની જરૂર પડતી નહોતી. ખોની રમત પણ આવી જ સાધન વગરની રમત હતી. તેમાંય વેરિએશન. ઊભી ખોઅને બેઠી ખો’. ‘કેપ્ટન કેપ્ટન સાઇન બદલજેવી રમતમાં ઈશારો ઈશારો મેં બાતથઈ જતી.ધમાલિયો ધોકો ધમ ધમ થાય, પાછળ જુએ એની તુંબડી રંગાયએવા ગીત સાથે રમાતીરૂમાલ દાપણ રમત મજાની નહોતી? પાછળ રૂમાલ મૂકાઈ જાય એટલે રૂમાલ લઈને ભાગવાનું અને રૂમાલ મૂકનારને પકડવાનું. ન પકડાય તો દાદેવાનો. નારગોલ, હુતુતુ કે પછી કબડ્ડી, લંગડી, દોરડાકૂદ આવી બધી રમતો કૌશલ્ય વિકસાવતી અને સાથે સાથે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રાની જેમ અલ્પ ખર્ચાળ હતી.  બેડમિન્ટન, કેરમ, વ્યાપાર જેવી રમતો પણ આવી જ ઓછી ખર્ચાળ રમતોમાં સ્થાન પામે. ક્રિકેટમાં નાઇટ ક્રિકેટ રમાય. અને દિવસેય ક્રિકેટ રમાય. વીજળીનો થાંભલો એ સ્ટમ્પ! રસ્તાના સામે છેડે ફૂટપાથ (હવે તો ફૂટપાથ પર જ લારીગલ્લાવાળા ઊભા હોય છે!)ની કિનારી નોન સ્ટ્રાઇકર એન્ડ! એમાં ઘરના નિયમોપણ ચાલે. અમુક ઘરના માલિક બહેન કે ભાઈ ઘરમાં દડો આવે તો પાછો ન આપે કે બહુ ખીજાય તો એવો નિયમ બને કે જો એ ઘરમાં દડો જશે તો આઉટ! કટે રનજેવો પણ નિયમ હોય, જેમાં બેટને અડે એટલે રન લેવા ભાગવાનું. એક ટપ્પી આઉટમાં, બેટને અડીને પછી દડાની એક જ ટપ્પી પડી હોય ને ફિલ્ડર કે બોલર પકડી લે તો આઉટ. આઈપીએલમાં જેમ ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે તેમ એ શેરી ક્રિકેટમાં ય કેપ્ટન ખેલાડીઓને વારાફરતી માગે. એમાં જે કેપ્ટન બને તે બળુકો હોય. તેનામાં નેતા બનવાના નાનપણથી જ જાણે ગુણ હોય. ક્રિકેટમાં આઈપીએલનો પ્રયોગ કરાયો છે તેમ આવા પ્રયોગ કરીને પણ ક્રિકેટ રમાય તો મજો મજો થઈ જાય. અમારા જમાનામાં તો અમે વેકેશનમાં સાઇકલ શીખવાનો અને શીખ્યા પછી સાઇકલ ચલાવવાનીય મજા માણતા હતા.  સાઇકલ પાછી ૨૫,૫૦ પૈસા પ્રતિ કલાકના ભાવે ભાડે લવાતી.  કદાચ આજથી પચ્ચીસ વર્ષ પછી વેકેશન વિશે કોઈ પત્રકાર (અથવા તો બ્લોગર) લખશે ત્યારે તેના શબ્દો હશે  :
કાર્ટૂન ચેનલો જોવામાં કેવી મજા પડતી! બોબ ધ બિલ્ડર, રેન્જર્સ અને સ્કૂબી ડુ! આ હા હા! અને વોરિયર્સની વિડિયો ગેમ રમવામાં તો મનની સાથે આંગળીઓનું કૌશલ્ય પણ વિકસતું. સમર કેમ્પમાં કેવા કેવા નવા મિત્રો મળી રહેતા અને ટ્રેકિંગમાં કેવો જલસો પડતો
દરેક પેઢીને તેનું બાળપણ વહાલું જ લાગે છે અને તે દિવસો સોનેરી જ હોય છે, નહીં? તમે બાળક/કિશોર છો? તો આ એક એક દિવસને મન ભરીને માણજો. અને માબાપ હો તો બાળકને માણવા દેજો.

Monday, May 2, 2011

The Truth of Life : આગાહી


આવનારી મુશ્કેલીની
પ્રથમથી આગાહી ન કરો,
ભવિષ્યમાં જે
કદાચ કદી બનવાનું નથી
તેની ચિંતા ના કરશો.