Wednesday, August 10, 2011

અધૂરું કામ અને હારેલો દુશ્મન


અધૂરું કામ અને હારેલો દુશ્મન,  
આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. 
મોકો મળતાં જ એ આગળ વધશે 
અને એ બેદરકાર માણસને દબાવી દેશે.
अधुरु काम अने हारेलो दुश्मन
आ बन्ने बूजाया वगरनी आगनी चिनगारी जेवा छे
मोको मलता ज ए आगळ वधशे अने
ए बेदरकार माणसने दबावी देशे.

Tuesday, August 9, 2011

આજનો સુવિચાર


પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે,  
પુસ્તક-સંગ્રહમાં નથી. 
શૌર્ય તલવાર વાપરવામાં છે,  
કેડે લટકાવવામાં નથી.

बहादुरी तलवार वापरवामा छे,
केडे लटकाववामाँ नथी
तेम
पांडित्य पुस्तक वांचवामाँ छे,
पुस्तक-संग्रहमाँ नथी.

Monday, August 8, 2011

The Life


સુખ આવ્યા પછી 
માણસ પોતાની પહેલાંની સ્થિતિ ભૂલી જાય છે. 
તેથી જ્યારે સુખ જાય છે 
ત્યારે તે બહુ દુ:ખી થાય છે.
सुख आव्या पछी माणस पोतानी पहेलानी स्थिति भूली जाय छे
तेथी ज्यारे सुख जाय छे त्यारे ते बहु दुःखी थाय छे.

Sunday, August 7, 2011

સફળતાની ચાવી


દુનિયા મને શું આપશે 
એમ વિચારનારા 
મેનેજર બને છે,
દુનિયા ને હું શું આપું 
એમ વિચારનારા 
લીડર બને છે..!!


दुनिया मने शुं आपशे एम विचारनारा मेनेजर बने छे
दुनिया ने हूं शुं आपूं एम विचारनारा लीडर बने छे...

Friday, August 5, 2011

આજનો વિચાર :: ભાગ્ય


જન્મકુંડલી 
કે 
હસ્તરેખાના ભરોસે 
બેસી રહેવાના બદલે 
પ્રયત્નોથી 
ભાગ્ય પલટાવો...

जन्मकुंडली
के
हस्त्रेखाना
भरोसे
बेसी रहेवाना बदले
प्रयत्नोथी
भाग्य पलटावो

Thursday, August 4, 2011

આજનો વિચાર :: ચિંતા


આજના સૂર્યને 
આવતી કાલના 
વાદળ પાછળ સંતાડી દેવો 
એનું નામ 
ચિંતા છે.
आजना सूर्यने 
आवतीकालना वादळ पाछळ 
संताडी देवो 
एनु नाम चिंता छे.

Wednesday, August 3, 2011

સમય અને સમજણ


સમય અને સમજણ નસીબદાર માણસોને જ એક સાથે જ મળે છે કારણ કે સમય હોય ત્યારે સમજણ હોતી નથી 
અને 
જ્યારે સમજણ આવે છે ત્યારે સમય હોતો નથી.

समय अने समजण नसीबदार लोकोने ज एक साथे मले छे,
कारणके समय होय त्यारे समजण होती नथी
अने ज्यारे समजण आवे छे त्यारे समय होतो नथी

Tuesday, August 2, 2011

આજનો વિચાર ::


તમારા જીવનમાં 
વરસો ઉમેરવાની વાત મોટી નથી 
પણ 
તમારાં વરસોમાં 
જીવન ઉમેરવાની વાત મોટી છે.



आजनो विचार
तमारा जिवनमा वर्षों उमेरवानी वात मोटी नथी
पण
तमारा वर्षोमा जीवन उमेरवानी वात मोटी छे.

Monday, August 1, 2011

દુ:ખ


કુદરતી દુ:ખ 
એક કસોટી છે,  
ઊભું કરેલું દુ:ખ 
એક શિક્ષા છે

कुदरती दुःख 
एक कसोटी छे..
ज्यारे
उभु करेलू दुःख 
एक शिक्षा छे...
कम से कम दुःख ने उभु तो न करो..
संतश्री बाघा