Wednesday, April 25, 2012


આશાના એક જ તાંતણે દુખોની વણઝારને,

જીરવી જતા માણસને મેં જોયો.

મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે

આ જગતમાં નાનું કાંઈ છે જ નહી.


Friday, April 20, 2012


શિક્ષણની આરપાર :: શું સ્કૂલો જેટલી મોંઘી, એટલું શિક્ષણ સારું?


સમાજમાં સ્ટેટસ સિમ્બોલ્સનો કોઈ પાર નથી. ફાઈવ કે ઇવન ફોર સ્ટાર હોટેલમાં પણ મારુતિ ૮૦૦ કે સેન્ટ્રો જેવી નાનકડી કાર લઈને જનાર અમીરની કાર પાર્ક કરી આપવાના મામલે ગણવેશધારી સહાયક નાકનું ટેરવું ચડાવે છે પણ મર્સિડિઝ કે સ્કોડા જેવી મોટી કાર લઈને આવનાર વ્યક્તિ દેખાવમાં લઘરવઘર હોય તો પણ તેનું કામ અત્યંત આદરભેર, લળીલળીને કરી આપવામાં આવતું હોય છે.

આવું થવું સહજ છે. પરંપરા માનવજાત જેટલી જૂની છે. અમીરી એટલે સફળતાની સાબિતી. સમાજના મોટા ભાગના લોકો માટે સફળતા અત્યંત પૂજનીય બાબત હોય છે, ભલે રહી. સફળતાને ઓળખવામાં લોકોને સરળતા રહે એટલા માટે સ્ટેટસ સિમ્બોલ ઊભા કરવામાં આવે છે. જેમ કે, કારનું કદ એક સ્ટેટસ સિમ્બોલ થયું. વેકેશનમાં તમે ક્યાં ફરવા જાઓ છો, તમે કઈ કલબના સભ્ય છો ત્યાંથી માંડીને તમે કઈ બ્રાન્ડનાં જૂતાં પહેરો છે બધું સ્ટેટસ સિમ્બોલ છે. એમાં હવે એક મોભાપ્રતીકે બહુ જોર પકડ્યું છે, છે તમારાં સંતાન કઈ સ્કૂલમાં ભણે છે.

માં તો કોઈ શંકા નથી કે આવી મોંઘી સ્કૂલોમાં ભણતરનાં સાધનો ઉમદા હોય છે પણ મોંધેરાં ઉપકરણો પર ભલે મોંઘી સ્કૂલોનો ઇજારો રહ્યો, મોંધેરા શિક્ષકો પર આવો કોઈ ઇજારો નથી હોતો. ગામડાંની નિ:શુલ્ક કન્યાશાળામાં પણ સાચા શિક્ષકોમળી શકે. અલબત્ત, આજના યુગમાં, શિક્ષણના પ્રચંડ વિસ્ફોટના માહોલમાં સાચા શિક્ષકોની કારમી તંગી વર્તાઈ રહી છે, પરંતુ જે કોઈ થોડાઘણા સારા શિક્ષકો છે કંઈ મોંઘી સ્કૂલોમાં હોય જરૂરી નથી. બાળકોને માત્ર ગોખણવીર બનાવવા પર કે એમને સારા માકર્સ અપાવવા પર નહીં, પરંતુ તેઓ ઉમદા નાગરિકો તરીકે વિકસે, સારા ઇન્સાન બને એવું શિક્ષણ આપનારા શિક્ષકો ગામડાંની સ્કૂલમાં પણ હોઈ શકે ને લાખો રૂપિયાની ફી લેનારી સ્કૂલોમાં પણ.

જે સ્કૂલો વધુ પૈસા લે છે એમાંના શિક્ષકો તેજસ્વી હોવાની શક્યતા વધુ હોવાનું સ્વીકારીએ તો પણ, સાથોસાથ પણ સ્વીકારવું રહ્યું કે સારો શિક્ષક એકદમ તેજસ્વી હોય એટલું પૂરતું નથી, સાથોસાથ પૂરતા પ્રમાણમાં પ્રેમાળ અને સાચા દિલથી બાળકોને ચાહનારો હોય એટલું જરૂરી છે. આવું કોમ્બિનેશન શૈક્ષણિક લાયકાતથી નથી આવતું. મહાન લેખકો-ચિત્રકારોની જેમ મહાન શિક્ષકો પણ કોલેજોમાં તૈયાર નથી થતા, માની ગોદમાં પાકે છે.

આખી વાતનો સાર એટલો કે જેમનાં સંતાનો પ્રમાણમાં સસ્તી શાળામાં ભણતાં હોય એવાં માતા-પિતાએ ખરાબ લગાડવાની જરૂર નથી. કારણકે મોંઘી સ્કૂલમાં ભણેલા બાળકો વધુ આગળ આવી શકે જરૂરી નથી. બોર્ડની પરીક્ષામાં ઘણી વાર મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતાં અને ઝૂંપડપટ્ટી કે ચાલીમાં રહેતા છોકરા-છોકરી પહેલો નંબર લાવે છે.  સ્કૂલમાં જે ભણાવાય છે એના જોરે બાળક ભવિષ્યમાં પ્રગતિ કરતું નથી, સ્કૂલોમાં મુખ્યત્વે બાળકની ગોખવાની ક્ષમતા વિકસાવવા પર ભાર અપાતો હોય છે અને બાળક કેટલી હદે ગોખણપટ્ટી કરી શકે એના આધારે એને માકર્સ આપવામાં આવે છે. એટલે, આજનું બાળક આવતી કાલે કેટલું આગળ નીકળી શકશે એનો આધાર સ્કૂલના ભણતર પર નહીં, એની આંતરિક પ્રતિભા પર રહેલો છે. મોંઘી સ્કૂલોમાં છોકરું સારી રીતે વિકસશે એવું માનવાને કોઈ કારણ રહેતું નથી.
જાજા માં થોડું મોંઘાં સાધનો પર મોંઘી સ્કૂલોનો ઇજારો હોઈ શકે, પણ મોંધેરા શિક્ષક સસ્તી શાળાઓમાં પણ જોવા મળી શકે.
હા, મોંઘી સ્કૂલો એટલે ખરાબ સ્કૂલો એવી ગેરસમજ કરવાની કોઈ જરૂર નથી.

એવી અનેક સ્કૂલો છે જયાં અત્યંત ઊંચી ફી લેવાની સાથે બાળકની પ્રતિભા ખીલવવા પર વૈજ્ઞાનિક ઢબે ઘ્યાન આપવામાં આવે છે. મુદ્દો ફકત એટલો છે કે કમળ કાદવમાં પણ ખીલી શકે છે. એના માટે સેવન સ્ટાર સ્વીમિંગ પૂલની જરૂર નથી હોતી. શિક્ષણ કોઈ ગળી વાનગી નથી કે એમાં જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય