એક વખત દેડકાંઓની એક હરીફાઈ યોજવામાં આવી
હતી. આ હરીફાઈ ઊંચા મિનારાની ઉપર પહોંચવાની હતી. ઘણા દેડકાંઓ આમાં ભાગ લેવા આવેલ
હતા. થોડા ઘણા હરીફાઈ જોવા અને મીનારાની બાજુ ઉપર ઊભા રહી આ બૂમો પાડવા અને બધાને
ઉશ્કેરવા આવ્યા હતા. એકઠા થયેલ ટોળામાંથી બધાને ખબર હતી કે આ દેડકામાંથી કોઈ
મીનારા ઉપર ચઢી શકે તેમ નથી કારણ કે તે ખૂબ ઊંચે છે અને ચઢવો અઘરો છે. કેટલાક બૂમો
પાડતા હતા કે મીનારો ખૂબ ઊંચે છે અને કોઈ પહોંચી નહીં શકે, તેથી નાહકનો જાન
ગુમાવશો નહીં.
આ સાંભળી હરીફાઈમાં ભાગ લીધેલ ઘણા દેડકાંઓ
ગભરાવા લાગ્યા અને ખરેખર તેમને આ જીવ ગુમાવવા જેવું લાગ્યું. તેઓ પાછા વળવા
લાગ્યા. થોડા નાના દેડકાંઓ હજુ આગળ વધતા હતા પરંતુ એક પછી એક તેમની સંખ્યા ઓછી થવા
લાગી. છેવટે થોડા દેડકાંઓ જ હરીફાઈમાં રહ્યા પરંતુ બહાર અવાજો વધતા જતા હતા. જે
છોડી ગયા તે પણ બૂમો પાડતા કે મીનારાના ચઢાણ અઘરા છે,
કોઈ નહીં પહોંચી શકે. અને જીવ વહાલો હોય તો
પાછા ફરો. અંતે એક વખત એવો આવ્યો કે છેક નજીક સુધી પહોંચેલ બે-ત્રણ દેડકા આ બુમો
સાંભળી હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. એક દેડકો છેક સુધી ખૂબ મહેનત કરી ગમે તે રીતે
મુકામે પહોંચી ગયો અને હરીફાઈ જીતી ગયો. આખી મેદનીમાં હાજર રહેલા બધાને આશ્ચર્ય
થયું કે ખરેખર અદ્દભુત કહેવાય કે આટલે ઊંચે એક દેડકો પહોંચી શક્યો જે શક્ય નહોતું
લાગતું. બધાએ તે દેડકાને ખૂબ અભિનંદન આપ્યા. કેટલાક પત્રકારોએ તેનો ઈન્ટરવ્યુ લીધો
અને તેની સફળતાનું રહસ્ય પૂછતા માલુમ પડ્યું કે તે દેડકો તો જન્મજાત બહેરો હતો.
દેડકો બહેરો હતો તે આશીર્વાદરૂપ થઈ પડ્યું
Moral of the Story
જ્યારે લોકો તમારા
સ્વપ્નાઓ પર હસતા હોય અને મોટેથી કહેતા હોય કે તમારા માટે મંજીલ પર પહોંચવાનું
અશક્ય છે ત્યારે આ લોકો પુરતા તમે જરૂર બહેરા થઈ જજો.
તેમની નકારાત્મક બુમો સાંભળશો નહીં.
Negativity is poison that kills your DREAMS.