Friday, October 30, 2015

પરીક્ષા

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા
એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ
પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

posted from Bloggeroid

આયુષ્ય એટલે શું ??

એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર
આયુષ્ય એટલે શું ??
જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આ યુ ષ્ય"

posted from Bloggeroid

Thursday, October 29, 2015

સંબંધ પર હંમેશા વિશ્વાસ નુ સ્ક્રિન ગાર્ડ લગાડેલુ રાખુ છુ...

😁તો પણ ન જાણે કેમ ...
શંકા ના સ્ક્રેચ તો પડી જ જાય છે..😔

posted from Bloggeroid

Tuesday, October 27, 2015

હિમ ઓગળી ગયું ઝરણાના ગાનમાં
ને પર્વતો રહી ગયા ખોટા ગુમાનમાં

અફસોસ ના કરો
કે સમાજ માં તમારુંનામ નથી,

આભાર ઈશ્વરનો માનો કે
તમે અહિયાં બદનામ નથી....!
आज कल लगभग हर
जगह लिखा होता है
आप कैमरे की नज़र में है
जिसको पढने के साथ ही हम
सतर्क हो जाते है ।

परन्तु हम यह भूल जाते है
कि हम हर समय भगवान
की नज़र में हे

जीन्दगी

केवल नदी में गिरने मात्र से
किसी की जान नहीं जाती.......
बल्कि जान तभी जाती है
जब तैरना नहीं आता.......

उसी प्रकार परिस्थितियाँ कभी समस्या नहीं बनती.......
समस्या तभी बनती है
जब हमें परिस्थितियों से निपटना नहीं आता..!!
मुसीबतों से निखरती है शख्सियत यारों...
जो चट्टानों से न उलझे...
वो झरना किस काम का...

Monday, October 26, 2015

" તું માણસ જેવો છે"

એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ,
કૂતરાએ આપઘાત કર્યો.
જંગલમાં ખળભળાટ મચી ગયો.!
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું
કૂતરાને ગાળ દિધેલી.
સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું
" તું માણસ જેવો છે"
એવી હીન કક્ષાની ગાળ દીધી હતી,
જેથી કૂતરાને લાગી આવ્યું.
સિંહે સભા બોલાવી,
કાગડાના આગેવાનોએ જણાવ્યું શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના પિતૃ પદેથી પણ રાજીનામું આપવું.
ત્યાં વચ્ચે શિયાળ બોલી ઊઠયું કે
અમે એક પણ વખત લુચ્ચાઈ કર્યાનો દાખલો નથી છતાં બિજા ધોરણથી 'લુચ્ચો શિયાળ' પાઠ ભણાવે છે,
જે તાકીદે અભ્યાસક્રમમાથી દુર કરવો.
ત્યાં વાંદરાએ સોગંદનામું સિંહના હાથમાં ધરતાં જણાવ્યું કે
અમો માણસના પૂર્વજો હોવાનો માણસોનો દાવો પાયા વિહોણો અને અમોને બદનામ કરવાનો કારસો છે તેની નોંધ લેવી.
બધા પ્રાણીઓનો કોલાહલ વધી ગયો
થોડી અવ્યવસ્થા સર્જાય,
આ જોઈ સિંહ તાડૂક્યો,
જો તમારે માણસવેડા કરવા હોઈ તો જવા દયો.
મારે જંગલને શહેર નથી બનાવવું!!!!

કયારેક હસી પણ લઈએ

શનીની પનોતી લોખંડના પાયે,
તાંબાના પાયે કે
સોનાના પાયે
હોય છે,

પણ
લગ્ન પછી જે
પનોતી બેસે છે
તે પાકે પાયે
હોય છે!

😂😂

जिंदगी का झूला

"झूला जितना पीछे जाता है,
उतना ही आगे भी आता है।
ठिक वैसे ही...

सुख और दुख दोनों ही जीवन में बराबर आते हैं।

अगर जिंदगी का झूला पीछे चला जाए,
तो बिलकुल डरो मत,
वह आगे भी आएगा...

Monday, October 5, 2015

જીંદગીની આ ઝડપી ટ્રેઇન

દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા અને દિલ્લી જવા તૈયાર થયા.

દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઇને દિલ્હી બતાવવા નીકળી પડ્યો. દાદાને દિલ્હી કરતા પણ પૌત્રનો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો. પૌત્ર દાદાને એક રેલ્વે સ્ટેશન પર લઇ ગયો અને કહ્યુ , " દાદા , હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ. ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ. આ સ્ટેશનથી ટ્રેઇન ઉપડશે અને જે સ્ટેશન પર ઉભી રહેશે એ બંને વચ્ચે 30 કીમીનું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેઇનને માત્ર 5 મીનીટનો સમય લાગશે."

ટ્રેઇન આવતા જ પૌત્ર અને દાદા એ સુપરફાસ્ટ ટ્રેઇનમાં બેઠા. ટ્રેઇન ઉપડી અને થોડી સેકન્ડમાં જ કલ્પનાતિત ઝપડથી ટ્રેઇન પોતાની આખરી મંઝીલ તરફ આગળ વધી. ટ્રેઇની ઝડપને કારણે અવાજ પણ એટલો મોટો હતો કે કોઇ વાત થઇ શકતી નહોતી એટલે દાદા અને પૌત્ર એકબીજાની સામે જોઇને મુંગા જ બેસી રહ્યા. થોડા સમયમાં સ્ટેશન આવ્યુ એટલે બધા ઉતરી ગયા.

ટ્રેઇનમાંથી બહાર આવતા જ પૌત્રએ દાદાનો આ અનોખા અનુભવનો પ્રતિભાવ જાણવા પુછ્યુ , " દાદા કેવી મજા આવી તમને આ ટ્રેઇનમાં મુસાફરી કરવાની ? "

દાદાએ કહ્યુ , " બેટા સાચુ કહુ તો મને તો બીલકુલ મજા ન આવી. તારી આ ફાસ્ટ ટ્રેઇન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેઇને મેં બારીમાંથી બહાર જોવાનો પ્રયાસ કર્યો તો કંઇ દેખાતું ન નહોતું. બધુ જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઇ રહ્યુ હતુ કે હું એને બરોબર જોઇ પણ નહોતો શકતો. બેટા હું માનું છું કે સમયની સાથે બદલાવ બહું જરુરી છે પણ એ બદલાવ એવો પણ ન હોવો જોઇએ કે જે તમારી જીવવાની મજા જ છીનવી લે. " પૌત્ર તો એક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો.

દાદાએ વાત આગળ વધારતા કહ્યુ , " બેટા , હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેઇન નહી ગાડાઓ હતા. અમે ગાડામાં બેસીને એકગામથી બીજે ગામ જતા. ગાડાની ગતી એટલી ધીમી હોય કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા. પક્ષીઓના અવાજો સાંભળી શકતા. ફુલ પર બેઠેલા પતંગીયાઓને જોઇ શકતા. ગાડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા. તારી આ ટ્રેઇનમાં આ શક્ય જ નથી."

આપણે પણ જીંદગીની આ ઝડપી ટ્રેઇનમાં બેસી ગયા છીએ. જીવનની ઘટનાઓને નીરખીને જોવાનો સમય જ ક્યાં છે ? દિવસે દિવસે ઝડપ એવી વધતી જાય છે કે નથી ગીતો ગાઇ શકાતા કે નથી વાતો થઇ શકતી બસ એમ જ સમય પસાર થતો રહે છે. યાદ રાખજો મિત્રો , મજા ' થ્રીલ ' ની નહી સાચી મજા ' ફીલ ' ની હોય છે.

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. - કલાપી

जिन्दगी

🌻जिन्दगी एक गिफ्ट है,
कबूल कीजिए.
🌻जिन्दगी एक एहसास है,
महसूस कीजिए.
🌻जिन्दगी एक दर्द है,
बाँट लीजिये.
🌻जिन्दगी एक प्यास है,
प्यार दीजिये.
🌻जिन्दगी एक मिलन है,
मुस्करा लीजिये.
🌻जिन्दगी एक जुदाई है,
सबर कीजिये.
🌻जिन्दगी एक आसू है,
पी लीजिये.
🌻जिन्दगी आखिर जिन्दगी है…
जी लीजिये.👌😊👍

Thursday, October 1, 2015

लालबहादुर शास्त्री

छः साल का एक लड़का अपने दोस्तों के साथ एक बगीचे में फूल तोड़ने के लिए घुस गया। उसके दोस्तों ने बहुत सारे फूल तोड़कर अपनी झोलियाँ भर लीं। वह लड़का सबसे छोटा और कमज़ोर होने के कारण सबसे पिछड़ गया। उसने पहला फूल तोड़ा ही था कि बगीचे का माली आ पहुँचा। दूसरे लड़के भागने में सफल हो गए लेकिन छोटा लड़का माली के हत्थे चढ़ गया।बहुत सारे फूलों के टूट जाने और दूसरे लड़कों के भाग जाने के कारण माली बहुत गुस्से में था। उसने अपना सारा क्रोध उस छः साल के बालक पर निकाला और उसे पीट दिया।नन्हे बच्चे ने माली से कहा – “आप मुझे इसलिए पीट रहे हैं क्योकि मेरे पिता नहीं हैं!”

यह सुनकर माली का क्रोध जाता रहा। वह बोला – “बेटे, पिता के न होने पर तो तुम्हारी जिम्मेदारी और अधिक हो जाती है।”

माली की मार खाने पर तो उस बच्चे ने एक आंसू भी नहीं बहाया था लेकिन यह सुनकर बच्चा बिलखकर रो पड़ा। यह बात उसके दिल में घर कर गई और उसने इसे जीवन भर नहीं भुलाया।

उसी दिन से बच्चे ने अपने ह्रदय में यह निश्चय कर लिया कि वह कभी भी ऐसा कोई काम नहीं करेगा जिससे किसी का कोई नुकसान हो।

बड़ा होने पर वही बालक भारत के स्वतंत्रता प्राप्ति के आन्दोलन में कूद पड़ा। एक दिन उसने लालबहादुर शास्त्री के नाम से देश के प्रधानमंत्री पद को सुशोभित किया।