"ગુરુ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરઃ,ગુરુ સાક્ષાત્ પરબહ્મા તસ્મયસે શ્રી ગુરુવે નમઃ"
ગુરુ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પહેલાં જેની પૂજા કરવામાં આવે છે તે.
એટલે ત્રણેય દેવોનાંએકમાં જ દર્શન થાય તે ગુરુ.
ગુરુ અને શિષ્યનાં મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા.
ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ અષાઢ પૂનમનાં દિવસે આવે છે.
ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમાં.
ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે
'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે તેનું નામ ગુરુ.
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. જે વ્યક્તિને યોગ્ય ગુરુ મળ્યા નથી તેનું જીવન
દિશા વિહીન હોય છે, ગુરુ બધી જ રીતે જીવને પરમાત્માની દિશા તરફ લઇ જાય છે.
આવા ગુરુને સત્ સત્ પ્રણામ
nice
ReplyDelete