Wednesday, April 25, 2018

અહંકારની ધજા

એક ગામમાં એક સંત આવ્યા. રસ્તામાં કોઈ હવેલી પર સાત ધજા લહેરાતી દેખાઈ, એટલે કોઇ મંદિર હશે, એમ માની અંદર દર્શન કરવા માટે ગયા. તો ખબર પડી કે એ તો કોઈનું રહેઠાણ છે..!

પરંતુ આટલી બધી ફરફરતી ધજાઓએ એમના આશ્ચર્ય માં વધારો કરી દીધો હતો એટલે છેવટે પૂછી જ લેવું, એમ વિચારી એમણે દરવાજા પરની ઘંટડી મારી.

એક સેવકે દરવાજો ખોલ્યો અને શેઠ પાસે લઈ ગયો. શેઠે નમન કર્યું અને બેસવા આસન આપ્યું. હવે સંતથી રહેવાયું નહીં એટલે રહેઠાણ પર આટલી ધજાઓ રાખવાનું કારણ સીધું પુછી જ લીધું.

શેઠે ગુમાનથી કહ્યું, " સાચું કહું તો મારી પાસે જેટલા લાખ રૂપિયા છે, એટલી ધજાઓ હું હવેલી પર રાખું છું. હવે તૈયારી જ છે નવી એક ધજા ઉમેરવાની.”

સંતને આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. એમણે શેઠને કહ્યું, " મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમે આટલા ધનવાન છો. કેટલાય દિવસથી મને ઊંઘ નહોતી આવતી. હવે મને શાંતિ થઈ. શું હું તમને મારી એક અમાનત સાચવવા આપી શકું?"

શેઠે તો ખુશ થઈને 'હા' પાડી એટલે સંતે એમને પૂછ્યું કે તમે મારી એક અમાનત સાચવશો?

શેઠે થોડા મશ્કરી વાળા ભાવમાં કહ્યું," આ મારી લાખો રુપિયાની મિલકત સાચવું છું, તો તમારી પાસે છે શું? આ કમંડળ, ઝોળી અને ધોતિયું જ ને! એને કોણ લઈ જવાનું હતું? પડી રહેશે એક ખૂણામાં! કશું નહીં થાય. આપો તમતમારે.

સંતે પોતાની ઝોળીમાંથી એક સોય કાઢી અને શેઠને આપતાં કહ્યું," લો શેઠ, આ મારી સોય તમને સાચવવા આપું છું, એને બરાબર સંભાળીને રાખજો અને આવતા જન્મમાં મને પાછી આપજો.”

હવે ચોંકવાનો વારો શેઠનો હતો. આવતો ભવ?
અરે! હું મારું શરીર પણ લઈ જઈ નહીં શકું અને એમની સોય ક્યાંથી આપી શકીશ?

આ વિચાર આવતા જ હવે શેઠ ની આંખ ખુલી ગઈ અને તે સીધો સંતના ચરણમાં ઝૂકી ગયો.

સંતે એને ઉભો કર્યો અને કહ્યું, " આ તારી હવેલી પર ધજાઓ નહીં પણ તારો અહંકાર ફરકે છે, એને જલ્દીથી દૂર કર."

મિત્રો ! એ શેઠની જેમ આપણે પણ કેટકેટલી ધજાઓ સતત સાથે લઈને ફરીએ છીએ! એક સોય પણ મૃત્યુ પછી લઈ જવાની ત્રેવડ નથી. આ 'મારું મારું' નીકળી જાય પછી જીવન સરસ જ છે.*

આપણી સાથે આવશે ફક્ત આપડા કરેલા કર્મો , માટે મન વચન અને કર્મ થી જીવન જીવો , એ જ સાથે આવશે .

Thursday, April 19, 2018

जिस दिन हम ये समझ जायेंगे कि
सामने वाला गलत नहीं है सिर्फ
उसकी सोच हमसे अलग है
उस दिन जीवन से
दुःख समाप्त हो जायेंगे

"बड़प्पन" वह गुण है जो पद से नहीं
"संस्कारों" से प्राप्त होता है ।
તક તો સાવ
મફત માં મળે છે

જો ચૂકી જાઓ
તો જ
મોંઘી પડે છે..
સારા માણસો ને કોઈ દીવસ વખાણ ની જરૂર નથી પડતી,

કેમકે સાચા ફુલો પર ક્યારેય અત્તર નો છાંટવુ પડે.

ગઈકાલ પર રડે નહીં..
આવતીકાલ થી ડરે નહીં,
એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં.

Wednesday, April 18, 2018

The Truth of Life

મીઠાપુર ના દરિયા કિનારે જ્યારે સાંજ ના સમેયે કુદરત ના સાનિધ્ય નો આંનદ લેવા જાવ ત્યારે બીચ પર એક વ્યકતિ હમેંશા અચૂક જોવા મળે જ. આ વ્યકતિ એટલે પ્રકાશ ભાઈ જગતિયા, છેલ્લા ૧૭-૧૮ વર્ષ થી બીચ પર છૂટક નાસ્તો વહેંચી ને પોતાનું ગુજરાન ચલાવે છે.
કાલે સાંજે મારા બન્ને ટાબારીયાવ ને લઈ ને દરિયા કિનારે લટાર મારવા ગયો હતો ને એમાં સાંજે બંને જણા સાથે રમત માં એવો મશગુલ થઈ ગયો કે ક્યારે સંધ્યા ઢળી ગઈ અને સાંજ નું રંગબેરંગી આકાશ રાત ના અંધકાર માં ફેરવાઈ ગયું એની ખબર જ ના રહી, દરિયા કિનારે થી નીકળવાનું થયું એટલે બંને ટાબરીયાવ ને ભુખ લાગી હતી ને એવા માં મારી નજર પ્રકાશ ભાઈ પર પડી એટલે હું બંને ને લઈ ને ત્યાં ગયો ને મેં પ્રકાશ ભાઈ પાસે થી રૂપિયા ૧૦ ની વેફર્સ લીધી ને પૈસા ચૂકવવા માટે પાકીટ માં થી ૫૦૦ રૂપિયા કાઢી ને એના હાથ માં આપ્યા, તો સામે થી જવાબ આવ્યો કે સાહેબ છુટ્ટા રૂપિયા નથી એવું કરો કે કઈં વાંધો નઈ તમે છોકરાવ ને વેફર્સ ખવડાવો ,રૂપિયા ક્યાં ભાગી જાય છે કાલે આપી જજો...
જેનું ગુજરાન ફક્ત ને ફક્ત છૂટક નાસ્તો વહેંચી ને ચાલતું હોય એના માટે ૧૦ રૂપિયા જતા કરવા એટલે લાખો રૂપિયા જતા કરવા બરાબર છે....છતાં પણ વિના સંકોચે ને હસતા હસતા આ માણસે બંને બાળકો ને વેફર્સ આપી....
નહીંતર મેં ઘણા એવા મોટા વ્યાપારી ભી જોયા છે કે પેલા પૈસા આપો ને પછી માલ લઈ જાવ, પણ એની સામે આ ધન થી નાના પણ મન થી મોટા એવા પ્રકાશ ભાઈ આપણી સામે માનવતા નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે....
પછી બીજા દિવસે જ્યારે એને પૈસા આપવા ગયો ત્યારે મન ભરી ને એની સાથે એના કુટુંબ ની એના જીવન ની ઘણી વાતો કરી .હું વાતો દરમિયાન સતત એના ચહેરા તરફ જોતો હતો , ઓછી આવક તંગ આર્થિક સ્થિતિ છતાંય આ માણસ કેવો ખુમારી થી વાતો કરતો હતો ને પોતાની સ્થિતિ થી ખુશ હતો...
એનું બીજું એક કુદરત ની સેવા કરવાનું કાર્ય મને બોવ જ ગમે છે અને એ કાર્ય પણ એ બખૂબી નિભાવે છે, આ માણસ વેફર્સ ના પેકેટ ને લીધે દરિયા પર પ્લાસ્ટિક નો કચરો ના ફેલાય એના માટે છેલ્લા કેટલાય વર્ષો થી વેફર્સ ના પેકેટ ને કાગળ ના પડીકા માં ખાલી કરી ને પછી ગ્રાહક ને આપે છે ,અને બધા ને એક નિવેદન ભી કરે કે અહીં પ્લાસ્ટિક નો કચરો કરવો નહીં. આ માણસ પોતાની રીતે જ દર અઠવાડિયે બીચ પર પહોંચી ને જેટલો ભી પ્લાસ્ટિક નો કચરો હોય એને જાતે જ ઉપાડે ને જાતે જ એનો નિકાલ કરે...કેવી પ્રામાણિકતા!!!
કોઈ આપણ ને જોતું ભી ના હોય ને કોઈ ને આપણા વિશે ખબર ભી ના હોય છતાંય પોતાનું કાર્ય પુરી નિષ્ઠા થી નિભાવવું એ જ સાચી પ્રામાણિકતા છે જે પ્રકાશ ભાઈ બખૂબી નિભાવે છે....
પ્રકાશ ભાઈ જેવા માણસો જ અસલ ઝીંદગી ના સુપર હીરો છે કે જેની પાસે પાવર છે પ્રામાણિકતા , નિષ્ઠા, કરુણા અને ઝીંદા દિલી નો....

લી.
અજય બાવીસી

Tuesday, April 17, 2018

સબંધો

માણસ જયારે '' પાતળ પાંદડા ''માં જમતો હતો,
મહેમાનને જોઇને એ ''લીલોછ્મ ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..
પછી જયારે એ ''માટીનાં વાસણમાં ખાવા લાગ્યો ,
સબંધો ને ''જમીન સાથે જોડીને'' નિભાવવા લાગ્યો..
પછી જયારે ''તાંબા-પિત્તળનાં વાસણ'' ઉપયોગમાં લેતો હતો,
સબંધોને વરસે,છ મહીને '' ચમકાવી લેતો હતો..
પણ વાસણ ''કાચ'' ના જયારે વાપરતો થયો,
એક '' હળવી એવી ચોટ ''માં સબંધો વીખરાવા લાગ્યા ..
હવે ''વાસણો થર્મોકોલ,અને કાગળના ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ ''સબંધો પણ યુઝ એન્ડ થ્રો '' થવા લાગ્યા ...

એક મોબાઈલ નું વ્યશન ...

હું પથારી માંથી ઉભો થયો....
અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા.... મને ....હાર્ટ ની તકલીફ તો નહીં હોય.....? તેવા વિચાર સાથે....હું આગળ ના બેઠક રૂમ ગયો...મેં નજર કરી...તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો....

મેં..પત્ની સામે જોઈ કિદ્યુ...કાવ્યા..
થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે...
ડોકટર ને બતાવી ને આવું છું...
હા પણ સંભાળી ને જજો...કામ હોય તો ફોન કરજો...મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા...બોલી...

હું...એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો...
પરસેવો..મને પુષ્કળ થતો હતો....
એકટીવા ચાલુ નહતું થતું....
આવા સમયે...અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો) સાયકલ લઈ આવ્યો...સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું...

કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું.....મેં કીધું ના...

તમારી તબિયત સારી નથી લાગતી સાહેબ...આટલો પરસેવો..કેમ દેખાય છે...?

સાહેબ...સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા...
હું કીક મારી ચાલુ કરી દવ છું...

ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું...
સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું... હા
આવી સ્થિતિ મા એકલા ના જવાઈ...
ચાલો મારી પાછળ બેશી જાવ....
મેં કીધું તને એકટીવા આવડે છે....
સાહેબ...ગાડી નું પણ લાઇસન્સ છે..ચિંતા વગર બેસી જાવ....

નજીક ની હોસ્પિટલે અમે પોહચ્યા...ધ્રુવજી...દોડી ને
અંદર ગયો.. અને વ્હીલ ચેર લઈ બહાર આવ્યો...
સાહેબ ..અત્યરે ચાલતા નહીં આ ખુરશી મા બેસી જાવ......

ધ્રુવજી ની ઉપર...મોબાઈલ ઉપર મોબાઈલ આવી રહયા હતા...
હું સમજી ગયો હતો...ફ્લેટ માંથી બધા ના ફોન આવતા હશે... હજુ કેમ નથી આવ્યો..?
ધ્રુવજી એ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ.... આજે નહીં આવી શકું...

ધ્રુવજી ડોક્ટર ની જેમ જ વર્તન કરતો હતો...તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી..કે સાહેબ..ને હાર્ટ ની તકલીફ લાગે છે.....લિફ્ટ માં થી વ્હીલ ચેર ICU તરહ ધ્રુવજી લઈ ગયો...

ડૉક્ટર ની ટિમ તૈયાર હતી....મારી તકલીફ..સાંભળી.... બધા ટેસ્ટ તાત્કાલિક કરી..ડોક્ટરે..કિધુ.. આપ ઘણા સમયસર પોહચી ગયા છો...
એમાં પણ તમે વ્હીલ ચેર નો ઉપયોગ કર્યો..એ તમારા માટે
ઘણું ફાયદા કારક રહ્યું..
હવે...કોઈ પણ પ્રકાર ની રાહ જોવી...એ તમારા માટે નુકશાન કારક બનશે...માટે...વિના વિલંબે
અમારે હાર્ટ નું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક
દૂર કરવા પડશે..
આ ફોર્મ ઉપર તમારા સ્વજન ની સિગ્નનેચર ની જરૂર છે...
ડોક્ટરે..ધ્રુવજી સામે જોયું...

મેં કીધું..બેટા... હસ્તાક્ષર કરતા આવડે છે....
સાહેબ....આવડી મોટી જવબદારી ના મુકો મારા ઉપર...

બેટા....તારી કોઈ જવબદારી નથી....તારી સાથે કોઈ
લોહી ના સબંધ નથી..છતાં પણ ..વગર કીધે તે તારી જવબદારી પૂર્ણ કરી છે..જે જવબદારી ખરેખર મારા પરિવાર ની હતી..
એક વધારે જવબદારી પુર્ણ કર.. બેટા..
હું નીચે લખી હસ્તાક્ષર કરી..દઈશ.. મને કંઈ પણ થશે..તો.. જવબદારી મારી છે..
ધ્રુવજી એ ફક્ત મારા કેહવથી હસ્તાક્ષર કરેલ છે...બસ હવે...

અને હા...ઘરે ફોન લગાવી જાણ કરી દે...જે.....

ત્યાં તો..મારી સામે ..મારી પત્ની કાવ્યા નો મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો..
ધ્રુવજી. .શાંતિ થી કાવ્યા ને સાંભળી રહ્યો હતો....

થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો..
બેન..આપ..ને પગાર કાપવો હોય તો કાપી નાખજો...કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો.. પણ અત્યરે હોસ્પિટલે ઓપરેશન પેહલા પોહચો...
હા...બેન હું સાહેબ ને હોસ્પિટલે લઈ ને આવ્યો છું..
ડોક્ટરે ઓપરેશન ની તૈયારી કરી દીધી છે....રાહ જોવાય તેવું નથી...

મેં કીધું..બેટા.. ઘરે થી ફોન હતો...?
હા સાહેબ...?
હું મન મા બોલ્યો..કાવ્યા તું કોના પગાર કાપવા ની વાત કરે છે.. અને કોને કાઢી મેલવા ની વાત કરે છે ?
આંખ મા પાણી સાથે ધ્રુવજી ના ખભે હાથ મૂકી ...હું બોલ્યો.. બેટા ચિંતા ના કરતો...

હું એક સંસ્થા મા સેવા આપું છું. તે ઘરડા લોકો ને આશરો આપે છે...ત્યા તારા જેવી જ વ્યક્તિઓ ની જરૂર છે..
તારૂં કામજ વાસણ..કપડાં ધોવાનું નથી...તારૂં કામ તો સમાજ સેવાનું છે....
બેટા...પગાર મળશે ..માટે ચિંતા ના કરતો..

ઓપરેશન પછી..હું ભાન માં આવ્યો...મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો....મેં આંખ મા પાણી સાથે કિધુ...ધ્રુવજી ક્યાં છે ?

કાવ્યા બોલી ..એ હમણાં જ રજા માંગી ગામડે ગયો ..કેહતો ગયો છે..તેના પિતા હાર્ટ એટેક મા ગુજરી ગયા છે..15 દિવસ પછી આવશે.

હવે મને સમજાયું..એને..મારા મા પોતાનો બાપ દેખાતો
હશે....
હે પ્રભુ...મને બચાવી. તે એના બાપ ને ઉપાડી લીધો....

સમગ્ર પરિવાર હાથ જોડી... મુંગા મોંઢે..માફી માંગી રહ્યો હતો....

એક મોબાઈલ નું વ્યશન ...
આપણી વ્યક્તી ને આપના દિલ થી કેટલા દૂર લઈ જાય છે..તે પરિવાર જોઈ રહ્યો હતો...

ડોક્ટરે આવી કિધુ... પેહલા ધ્રુવજી ભાઇ તમને શું થાય ?

મેં કીધું ..ડૉક્ટર સાહેબ...અમુક સબંધ ના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ.. આણી ના સમયે..મારા માટે ફરીસતા બની આવ્યો હતો..

પિન્ટુ બોલ્યો...અમને માફ કરો .પપ્પા..જે ફરજ અમારી હતી..તે ધ્રુવજી એ પુરી કરી.....જે અમારા માટે સરમજનક છે..હવે થી આવી ભૂલ ભવિષ્ય મા કયારેય નહીં થાય.....

બેટા.. જવબદારી..અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે..
જયારે લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે...

રહી મોબાઈલ ની વાત...
બેટા.. એક નિર્જીવ રમકડાં એ ...જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે...સમય આવી ગયો છે...તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..
નહીંતર.
પરિવાર...સમાજ...અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..

લી.
પાર્થિવ