Wednesday, April 18, 2018

The Truth of Life

મીઠાપુર ના દરિયા કિનારે જ્યારે સાંજ ના સમેયે કુદરત ના સાનિધ્ય નો આંનદ લેવા જાવ ત્યારે બીચ પર એક વ્યકતિ હમેંશા અચૂક જોવા મળે જ. આ વ્યકતિ એટલે પ્રકાશ ભાઈ જગતિયા, છેલ્લા ૧૭-૧૮ વર્ષ થી બીચ પર છૂટક નાસ્તો વહેંચી ને પોતાનું ગુજરાન ચલાવે છે.
કાલે સાંજે મારા બન્ને ટાબારીયાવ ને લઈ ને દરિયા કિનારે લટાર મારવા ગયો હતો ને એમાં સાંજે બંને જણા સાથે રમત માં એવો મશગુલ થઈ ગયો કે ક્યારે સંધ્યા ઢળી ગઈ અને સાંજ નું રંગબેરંગી આકાશ રાત ના અંધકાર માં ફેરવાઈ ગયું એની ખબર જ ના રહી, દરિયા કિનારે થી નીકળવાનું થયું એટલે બંને ટાબરીયાવ ને ભુખ લાગી હતી ને એવા માં મારી નજર પ્રકાશ ભાઈ પર પડી એટલે હું બંને ને લઈ ને ત્યાં ગયો ને મેં પ્રકાશ ભાઈ પાસે થી રૂપિયા ૧૦ ની વેફર્સ લીધી ને પૈસા ચૂકવવા માટે પાકીટ માં થી ૫૦૦ રૂપિયા કાઢી ને એના હાથ માં આપ્યા, તો સામે થી જવાબ આવ્યો કે સાહેબ છુટ્ટા રૂપિયા નથી એવું કરો કે કઈં વાંધો નઈ તમે છોકરાવ ને વેફર્સ ખવડાવો ,રૂપિયા ક્યાં ભાગી જાય છે કાલે આપી જજો...
જેનું ગુજરાન ફક્ત ને ફક્ત છૂટક નાસ્તો વહેંચી ને ચાલતું હોય એના માટે ૧૦ રૂપિયા જતા કરવા એટલે લાખો રૂપિયા જતા કરવા બરાબર છે....છતાં પણ વિના સંકોચે ને હસતા હસતા આ માણસે બંને બાળકો ને વેફર્સ આપી....
નહીંતર મેં ઘણા એવા મોટા વ્યાપારી ભી જોયા છે કે પેલા પૈસા આપો ને પછી માલ લઈ જાવ, પણ એની સામે આ ધન થી નાના પણ મન થી મોટા એવા પ્રકાશ ભાઈ આપણી સામે માનવતા નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે....
પછી બીજા દિવસે જ્યારે એને પૈસા આપવા ગયો ત્યારે મન ભરી ને એની સાથે એના કુટુંબ ની એના જીવન ની ઘણી વાતો કરી .હું વાતો દરમિયાન સતત એના ચહેરા તરફ જોતો હતો , ઓછી આવક તંગ આર્થિક સ્થિતિ છતાંય આ માણસ કેવો ખુમારી થી વાતો કરતો હતો ને પોતાની સ્થિતિ થી ખુશ હતો...
એનું બીજું એક કુદરત ની સેવા કરવાનું કાર્ય મને બોવ જ ગમે છે અને એ કાર્ય પણ એ બખૂબી નિભાવે છે, આ માણસ વેફર્સ ના પેકેટ ને લીધે દરિયા પર પ્લાસ્ટિક નો કચરો ના ફેલાય એના માટે છેલ્લા કેટલાય વર્ષો થી વેફર્સ ના પેકેટ ને કાગળ ના પડીકા માં ખાલી કરી ને પછી ગ્રાહક ને આપે છે ,અને બધા ને એક નિવેદન ભી કરે કે અહીં પ્લાસ્ટિક નો કચરો કરવો નહીં. આ માણસ પોતાની રીતે જ દર અઠવાડિયે બીચ પર પહોંચી ને જેટલો ભી પ્લાસ્ટિક નો કચરો હોય એને જાતે જ ઉપાડે ને જાતે જ એનો નિકાલ કરે...કેવી પ્રામાણિકતા!!!
કોઈ આપણ ને જોતું ભી ના હોય ને કોઈ ને આપણા વિશે ખબર ભી ના હોય છતાંય પોતાનું કાર્ય પુરી નિષ્ઠા થી નિભાવવું એ જ સાચી પ્રામાણિકતા છે જે પ્રકાશ ભાઈ બખૂબી નિભાવે છે....
પ્રકાશ ભાઈ જેવા માણસો જ અસલ ઝીંદગી ના સુપર હીરો છે કે જેની પાસે પાવર છે પ્રામાણિકતા , નિષ્ઠા, કરુણા અને ઝીંદા દિલી નો....

લી.
અજય બાવીસી

No comments:

Post a Comment