Friday, May 3, 2019

સંવેદનાના ઝરણાઓ

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણેએમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી.

વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રુપીયા 1 ભિખારીના હાથમાં મૂકી દીધાં ! સવાર-સવારમાં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારીને ય ક્યાંથી હોય !? એ ખુશ-ખુશાલ થઈ ગઈ, કાલની ભૂખીને ભૂખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા દોડયો. રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને, પરવા કયૉ વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો !

આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે !? અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર - એ બધાની ઉપેક્ષા કરનારો હું - શ્રીમંત કયાંથી કહેવાઉ !?!? એ શ્રીમંતે ખુશ થઇને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 - 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા...! શેઠના ખુશ - ખુશાલ સ્નેહ-ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઇ BEACH પર ફરવા ગયો ! આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાંથી ઉતયૉ ત્યા એક યુવાન ઊભો હતો !!! બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો ડ્રાઈવરે પુછયું : 'કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા?'

આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ....!! ( પણુ શું? ) મેં એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો ! તમારી ખુશીએ મારી જીંદગી ) બચાવી છે,

THANK YOU

આપણા ચહેરા પરનું એક સ્માઇલ અનેકના જીવનમા અપરંપાર = કેટલી ખુશી સજીઁ શકે છે કે જેની કલ્પના પણ નહિ કરી શકીએ !! કયાં છીએ આપણે !?

જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ ; એટલે જ દરેક ક્ષણ ખુશ રહેતાં શીખીએ!

Let's All Keep Smiling as it has no cost

No comments:

Post a Comment