Friday, May 22, 2015

એ બહુ જરૂરી છે

શબ્દો સમજાય
અને ન વાગે,
એ બહુ જરૂરી છે,
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે,

નીકળી જાઉં હું ગમે
તેટલું આગળ
સત્યની શોધમાં,
સમય રહેતા પાછું
વળાય,
એ બહુ જરૂરી છે,

લંબાય માપીને શું કરીશું આ જિંદગીની?
દુખના દિવસો જલ્દી, સુખના ધીરે-ધીરે જાય,
એ બહુ જરૂરી છે,

અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાય દોડે જાવ છુ,
કારણ કે દીપક બુજાય એ પહેલા જળહળી જાય,
એ બહુ જરૂરી છે,

મિત્રતાનું ક્ષેત્રફળ માપવાનુ સમીકરણ અલગ પણ હોય શકે,
લંબાય અને પહોળાય માપવામાં, ઉંડાય વિસરાય ન જાય,
એ બહુ જરૂરી છે,

સંવાદ સર્જાય કે નહિ
એ અગત્યનું નથી,
એક-મેક ને જોય ને
આંખો ચમકી જાય,
એ બહુ જરૂરી છે,

એકરાર થાય-નથાય,
એ મળે-નામળે,
ને છતાય, શ્વાસમાં
પહેલો પ્રેમ છલકાય,
એ બહુ જરૂરી છે,

આપતા જેની ઓળખ
હોઠ ધ્રુજે, દિલ ધડકે
શરીર મહેકી જાય,
મળે મનેય એવો
એક દિલદાર,
એ બહુ જરૂરી છે,

હસું-રડું,
અથડાવ-પછડાવ,
જાઉં ઉપર કે નીચે
પડી જાઉં,
અસ્તિત્વ થી અંત સુધી વ્યક્તિ એ જજુમતા રહેવું,

એ બહુ જરૂરી છે,

શબ્દો સમજાય અને
ન વાગે, એ બહુ જરૂરી છે,
સંબંધ સચવાય
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે...!!!

No comments:

Post a Comment