Thursday, March 31, 2016

બાળપણ માં સૌથી વધારે
વાર પૂછાયેલો સવાલ :
મોટા થઈ ને શુ બનવુ છે?
એનો જવાબ હવે મળ્યો છે
બસ.................
ફરીવાર બાળક બનવું છે...

posted from Bloggeroid

નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમયની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો! સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એકબીજાને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે એક નવો જ સંકલ્પ લઈએ,
"એકબીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો! થોડું માણસ-માણસ રમીએ...!!!

posted from Bloggeroid

ज़िंदगी ऐसे जियो के
अपने भगवान् को पसंद आ जाओ
क्योंकि.....
दुनिया वालो की पसंद तो
पल भर मे बदल जाती है..

posted from Bloggeroid

સમય અને સંજોગો

સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .

posted from Bloggeroid

કળીયુગમાં કેવી સ્થિતી હશે

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ. તમને સમજાણું હોય તો કરો શેર !!

posted from Bloggeroid

Wednesday, March 30, 2016

કેવો નાદાન છે માણસ....

દુખ આવે તો અટકી જાય

અને

સુખ આવે તો ભટકી જાય..!

posted from Bloggeroid

Tuesday, March 29, 2016

કોઇ ને ' સારા ' લાગશો,
કોઈ ને ' ખરાબ ' લાગશો,
પણ
ચીંતા ના કરશો...
જેવા જેનાં વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

posted from Bloggeroid

"चकित हूँ भगवान , तुझे कैसे रिझाऊं,,,
कोई वस्तु नहीं ऐसी जिसे तुझ पर चढाऊं...!!

भगवान ने उत्तर दिया :
"संसार की हर वस्तु तुझे मैनें ही दी है। तेरे पास अपनी चीज सिर्फ तेरा अहंकार है, जो मैनें नहीं दिया, उसी को तूं अर्पण कर दे...

तेरा जीवन सफल हो जाएगा.

posted from Bloggeroid

चलने वाले दोनों पैरों में कितना फर्क है ...

एक आगे तो एक पीछे,

फिर भी न आगे वाले को अभिमान ...

न पीछे वाले का अपमान,

क्युकी उन्हें मालूम है की एक पल में ही ये बदलने वाला है,

शायद ज़िन्दगी इसी को कहते हैं.

posted from Bloggeroid

જીવન હસતું ક્યાં દોડે છે ?
રડતાં રડતાં દમ તોડે છે.

શબ્દો પણ ઘાયલ છે છતાં
એ દુઃખના બાણો છોડે છે. !

જયારે સપના સાચા તૂટે ,
શ્રદ્ધા ની સાંકળ જોડે છે .

છાતીમાં શ્વાસો હાંફેને ,
કાયા ખુદનું ઘર ફોડે છે .

કાગળ પર ચીતરું ને હાસ્ય,
પીડા પણ રસ્તો મોડે છે.

કવિ જલરૂપ
મોરબી
૯૯૭૯૩૧૨૩૮૩

posted from Bloggeroid

માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે .

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે .

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે .

રખે માનશો, હૈવાનીયત હૈવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણાં, શૈતાનો નીકળે .

ઘા, બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો
કદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે .

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.....

😊

posted from Bloggeroid

Sunday, March 27, 2016

ક્યારેક......
જીવન જીવવાની રીત અણગમતી
અપનાવી લઉં છું
સત્ય ને મૂકી રેઢું
સમાધાન તરફ ઢસડાઈ જાવ છું

સાભાર

posted from Bloggeroid

હું" ને "તું" થયા પછી
સંબંધનો બોજ ઉચકાતો નથી...!!!
જ્યાં સુધી "આપણે" છીએ
જિંદગીનો ભાર વર્તાતો નથી.

posted from Bloggeroid

Saturday, March 26, 2016

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ
પણ,
દીશાઓ તો

ભુલો કરવાથી જ મળે છે.

posted from Bloggeroid

मेहनत लगती है
सपनो को सच बनाने मे
हौसला लगता है
बुलन्दियों को पाने मे
बरसो लगते है जिन्दगी बनाने मे
ओर जिन्दगी फिर भी कम पडती है रिश्ते निभाने मे.

posted from Bloggeroid

🌹जिंदगी एक परीक्षा है !
. . सफल होने के लिए ज्यादातर लोग
दूसरों की नक़ल करते हैं,

वे यह नहीं समझ पाते
सबके प्रश्नपत्र अलग-अलग होते हैं ..

posted from Bloggeroid

"समय", "सेहत" और "संबंध"..
इन तीनों पर कीमत का..
लेबल नहीं लगा होता है

लेकिन

जब हम इन्हे खो देते हैं
तब इनकी कीमत का
अहसास होता है।

posted from Bloggeroid

કોઇ ને ' સારા ' લાગશો,
કોઈ ને ' ખરાબ ' લાગશો,
પણ
ચીંતા ના કરશો...
જેવા જેનાં વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

posted from Bloggeroid

આવી છે દુનિયા?

💕🙏🌹આવી છે દુનિયા?🌹🙏


બધુ જ સારું હોય છે જ્યાં સુધી તમારો સિતારો ઝળહળે છે,
એક વાર પનોતી બેસે પછી આખું આકાશ માથા પર પડે છે.

સારું હોય ત્યારે અજાણ્યા લોકો પણ પાછળ પાછળ ફરે છે,
એક વાર નિષ્ફળતા મળે પછી સગાઓ પણ ઉચાળા ભરે છે.

સિતારો બુલંદ હોય ત્યારે બધા બહુ નમ્ર થઈને મળે છે,
પગ ધરતી પર આવી જાય પછી એ બધા આંખોથી કરડે છે.

સમય હોય સારો ત્યારે તો સિંહ પણ તમારાથી ડરે છે,
જો નીચે પછડાયા તો પછી ગલીનું કૂતરુંય દાદાગીરી કરે છે.

તમારા સુવર્ણ કાળમાં કેટલાય માણસો તમારા પર મરે છે ,
અને નસીબ ખરાબ હોય ત્યારે લોકો તમારા માથા પર ચડે છે.

સુખના દિવસોમાં તમારો સમય બહુ ઝડપથી સરે છે,
દુખના દિવસો જલ્દી પતે એ માટે તમારું મન રીતસર કરગરે છે.
vah re Duniya vah👌👌👌💕💫

posted from Bloggeroid

Friday, March 25, 2016

किसी ने मुझसे पुछा की :
“तुम इतने खुश कैसे
रह लेते हो…??”

तो मेने कहा :-
“मैनें ज़िन्दगी  की गाड़ी
से वो साइड ग्लास
ही हटा दिया,
जिसमे पीछे छूटे रास्ते नज़र आते हैं..

posted from Bloggeroid

પુરુષ માંથી બાપ બને છે.....

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે....માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે
.

નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે.....,માણસ.....,

" પુરુષ માંથી બાપ બને છે "
.

રાત- અડધી રાતે પત્ની સાથે બાળક ના ડાયપર બદલવા જાગવું, અને બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા ચુપ કરે ત્યારે..........,માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "
.

મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં જ્યારે ઘર તરફ દોટ મુકે ત્યારે........, માણસ......,

"પુરુષ માંથી બાપ બને છે "
.

" અરે લાઈન કોણ લગાડે " અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ......, માણસ....,

" પુરુષ માંથી બાપ બને છે "
.

જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે......,માણસ...,

" પુરુષ માંથી બાપ બને છે "
.

સાચા જીવનમાં એકજ ઝાપટ માં કોઈને બી ભોય ભેગો આળોટતો કરનારો,
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે......
માણસ........,

" પુરુષ માંથી બાપ બને છે "
.

પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
" હોમ વર્ક બરાબર કરજે "
કડકાઈ થી કહે ત્યારે....માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે ".

આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યારે......
માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે ".

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે.....માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "
..

પોતાના પ્રમોસન કરતા પણ તે શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે......માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે ".

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ કરતા, છોકરાના બર્થડે પાર્ટી ની તૈયારીમાં મગ્ન થાય ત્યારે.....
માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે "
..

સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે......
માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "
..
પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે......માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે
..

છોકરાના કોલેજ ના પ્રવેશ માટે ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે હાથ જોડે ત્યારે.......માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે ..

"તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, "
" This is generation gap "
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે.....માણસ........,

" પુરુષ માંથી બાપ બને છે "
.
છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે....માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "

છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે......,માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે.....

Dedicate to all Father

posted from Bloggeroid

Thursday, March 24, 2016

मैं खुद बदलूँगा । दुनिया बदलेगी

एक दिन सारे कर्मचारी जब ऑफिस पहुंचे तो उन्हें गेट पर एक बड़ा-सा नोटिस लगा दिखा :-

'इस कंपनी में अभी तक जो व्यक्ति आपको आगे बढ़ने से रोक रहा था कल उसकी मृत्यु हो गई।
हम आपको उसे आखिरी बार देखने का मौका दे रहे हैं,
कृपया बारी-बारी से मीटिंग हॉल में जाएं और उसे देखने का कष्ट करें।'

जो भी नोटिस पढ़ता उसे पहले तो दुख होता
...लेकिन फिर जिज्ञासा होती कि आखिर वो कौन था, जिसने उसकी ग्रोथ रोक रखी थी... ??

और वो हॉल की तरफ चल देता...।

देखते-देखते हॉल के बाहर काफी भीड़ इकठ्ठा हो गई |
गार्ड ने सभी को रोक रखा था और उन्हें एक-एक करके अंदर जाने दे रहा था।

सबने देखा कि अंदर जाने वाला व्यक्ति काफी गंभीर होकर बाहर निकलता,
मानो उसके किसी करीबी की मृत्यु हुई हो!

इस बार अंदर जाने की बारी एक पुराने कर्मचारी की थी...|
उसे सब जानते थे। सबको पता था कि उसे हर एक चीज़ से शिकायत रहती है।
कंपनी से,
सहकर्मियों से,
वेतन से,
तरक्की से,
हर एक चीज़ से !!

...पर आज वो थोड़ा खुश लग रहा था !!

उसे लगा कि चलो जिसकी वजह से उसकी लाइफ में इतनी समस्या थीं वो गुज़र गया।

अपनी बारी आते ही वो तेज़ी से ताबूत के पास पहुंचा और बड़ी जिज्ञासा से उचक कर अंदर झांकने लगा।

पर यह क्या...!!!

अंदर तो एक बड़ा-सा आईना रखा हुआ था....

यह देख वह कर्मचारी क्रोधित हो उठा और जोर से चिल्लाने को हुआ,

तभी उसे आईने के बगल में एक संदेश लिखा दिखा-

"इस दुनिया में केवल एक ही व्यक्ति है जो आपकी ग्रोथ... आपकी उन्नति... आपकी तरक्की रोक सकता है...

... और वो आप खुद हैं !!"

इस पूरे संसार में आप वो अकेले व्यक्ति हैं
जो आपकी जिंदगी में क्रांति ला सकते हैं।

आपकी जिंदगी तब नहीं बदलती...
जब आपका बॉस बदलता है,
जब आपके दोस्त बदलते हैं,
जब आपके पार्टनर बदलते हैं, या
जब आपकी कंपनी बदलती है...।

ज़िंदगी तब बदलती है
जब हम बदलते हैं,
जब हम अपनी सीमित सोच तोड़ते हैं,
जब हम इस बात को रियलाइज करते हैं कि अपनी जिंदगी के लिए सिर्फ़ और सिर्फ हम ज़िम्मेदार हैं।


🌹🌹🌹🌹 मैं खुद बदलूँगा । दुनिया बदलेगी ।। 🌹🌹🌹🌹

posted from Bloggeroid

Wednesday, March 23, 2016

ગણિત જિંદગીનું ન સમજાય એમ કદી;
સરવાળા કરવાના છે,
ત્યાં બાદ ન કર.
સુવા દે પ્રભુને એના આલીશાન મંદિરે;
એય બહેરો છે,
વારે વારે ઘંટનાદ ન કર.

posted from Bloggeroid

ઍક-બે ઉછીના ..
કોઈને શ્વાસ આપ,

જે ન માંગે... દોસ્ત,
ઍને ખાસ આપ !

સોય તો છે ..
સાંધવા તૈયાર આજ,

ફક્ત દોરા જેટલો..
વિશ્વાસ આપ !

સાભાર

posted from Bloggeroid

एक बात समझ में नहीं आतीं की
लोगों को भूत प्रेत आता है
चुड़ैल आती है पीतर आते है
पर शिवाजी क्यूँ नहीं आते ?
महाराणा प्रताप क्यूँ नहीं आते?
लक्ष्मीबाई क्यूँ नहीं आती?
जिस दिन ये लोग आने लग गये ना
समझ लेना की कोई माई का लाल देश के ख़िलाफ़
आँख उठा के नहीं देखेगा।

posted from Bloggeroid

કશેક અટકું છું...
તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...
તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ...
એક પછી એક,
વધતી રહે છે.

દર વખતે ...
ઠોકરખાધા પછી,
હાથ આપે છે કોઈ.

આભને આંબવા...
હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને...
નીચું કરી આપે છે કોઈ.,

હે ઈશ્વર...
તું જે આપી શકે છે ,
ક્યાં આપી શકે છે કોઈ...!!!

સાભાર

posted from Bloggeroid

🙏
કયાં છે સમય આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો ?
અને
એટલે જ તો
એના મર્યા પછી
આપણે "બેસવા" જઈએ છીએ..!!!!!
🙏🙏

posted from Bloggeroid

ગેમ

મને એક વાત સમજાતી નથી...
જો લોકો મોબાઈલ 📱માં ,
ગેમ રમતી વખતે હારી જાય તો ,
જ્યાં સુધી જીતે નહિ ત્યાં સુધી ગેમ વારંવાર નિરાશ થયાવગર રમ્યા જ કરે છે...

જો એક સામાન્ય ગેમ માં આવું કરી શકે ..

તો જીવન માં કેમ નહિ ?
........


લડી💪 લેવું …જ્યાં સુધી હ્રદયમાં❤ થોડી ઘણી 'હોપ' હોય,
ભલે ને પછી… સામે ગમે તેવી મોટી 💣'તોપ' હોય...😝

posted from Bloggeroid

હોળી

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી ,
આજે "save environment" અને "save water" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે facebook પર લખાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

posted from Bloggeroid

Saturday, March 19, 2016

જો મનોબળ મજબૂત હોય

🙏 જય મુરલીધર 🙏

સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય કરતા પણ નીચો હતો. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો. ૧૦ના એના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં ૧૦૦માંથી ૩૫ માર્કસ આવ્યા આ બંદાને. સ્વાભાવિક છે કે માર્કશીટ જોઈને કોઈ સ્કૂલ એડમિશન આપવા તૈયાર નહોતી કારણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઈ શાળા પોતાનું પરિણામ બગાડે ?

સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય. આ પરિણામના આધારે, એટલે આપણે આ મિત્રએ આર્ટ્સ રાખ્યું. અંગ્રેજી તો એવું સારું કે ફોર્મ ભરતી વખતે એના નામનો પહેલો અક્ષર કેપીટલને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલને બદલે કેપીટલ કરેલો. આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટ્સ કરવાનો વિચાર કર્યો.
બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે. મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખત મહેનત શરૂ કરી. બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું. વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરૂ કરી.

અહીંયા એના દિમાગમાં એક સ્વપ્નબીજ રોપાયું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઈએએસ બનીને કલેક્ટર તરીકે કામ કરવું છે. ધો.૧૦માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાકની મહેનત. નોકરી પણ મૂકી દીધી.

પ્રથમ વાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજી વાર નાપાસ, ત્રીજી વાર નાપાસ, ચોથી વાર નાપાસ… હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ. કદાચ આ પંક્તિઓ આપણા એ મિત્ર માટે જ લખાઈ હશે.

“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,
હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”

પાંચમાં પ્રયાસે આપણા આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી. યુપીએસસી પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી અને ગુજરાત રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યમાં મોરબી શહેરમા આઈ.એ.એસ. અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી તુષાર સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય નહીં કરતા.

🙏 RKDangar
www.rojgarjobinfo.blogspot.com

posted from Bloggeroid

Friday, March 18, 2016

फिल्मों के संवाद

फिल्मों के 10 ऐसे संवाद, ये आपको कभी हिम्मत नहीं हारने देंगे और सफलता पाने का जज्बा हमेशा जगाए रखेंगे..

1. 3 Idiots:
कामयाबी के पीछे मत भागो, काबिल बनो, कामयाबी तुम्हारे पीछे झक मार कर आएगी

2. Dhoom 3:
जो काम दुनिया को नामुमकिन लगे, वही मौका होता है करतब दिखाने का

3. Badmaash Company:
बड़े से बड़ा बिजनेस पैसे से नहीं, बल्कि एक बड़े आइडिया से बड़ा होता है

4. Yeh Jawaani Hai Deewani:
मैं उठना चाहता हूं, दौड़ना चाहता हूं, गिरना भी चाहता हूं.. बस रुकना नहीं चाहता

5. Sarkar:
नजदीकी फायदा देखने से पहले दूर का नुकसान सोचना चाहिए

6. Namastey London:
जब तक हार नहीं होती ना.. तब तक आदमी जीता हुआ रहता है

7. Chak De! India:
वार करना है तो सामने वाले के गोल पर नहीं, सामने वाले के दिमाग पर करो.. गोल खुद ब खुद हो जाएगा

8. Mary Kom:
कभी किसी को इतना भी मत डराओ कि डर ही खत्म हो जाए

9. Jannat:
जो हारता है, वही तो जीतने का मतलब जानता है

10.Happy New Year:
दुनिया में दो तरह के लोग होते हैं विनर और लूजर.. लेकिन जिंदगी हर लूजर को एक मौका जरूर देती है जिसमें वह विनर बन सकता है

posted from Bloggeroid

છેલ્લો દિવસ

~: મારું મૃત્યુ :~

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો.

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે...

અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.

કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’
મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.

બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી.

તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ?

એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ?

ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ?

ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ?

‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.

મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા !

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?

કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ તો ?

read on

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

Saturday, March 12, 2016

"पहचान" से मिला काम
बहुत कम समय के लिए टिकता है..!

लेकिन "काम" से मिली
पहचान उम्र भर कायम रहती है.....।।

posted from Bloggeroid

ચોખા ના દાણા પર
નામ લખી આપનાર
કલાકાર
ફેરિયા પાસે
મેં મારી
મનગમતી
વ્યક્તિ નું નામ
તો લખાવ્યું ..
પણ
જતી વેળા એને
એ પૂછવા નું તો
રહી જ ગયું , કે
સાંજ પડે
તું બાજરી ના દાણા પર
તારા
આખાય પરિવાર નું
નામ લખી શકે છે ખરો ?

posted from Bloggeroid

એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.

વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું"

વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાંખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરુ અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખુ અને નવરાશના સમયે એને વાંચુ"

હવે પેલા વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યુ , " ભાઇ આ મેસેજની જેમ આપણા જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતુ હોય એને તુંરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી મર્યાદીત ન રાખતા મિત્રો વચ્ચે વહેંચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઉંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી."

મિત્રો, આપણે બધા મોબાઇલનો ઉપયોગ કરીએ જ છીએ.મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજને તુંરત જ ડીલીટ કરી નાંખનારા આપણે બધા જીવનની ફાલતુ ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાંખીએ છીએ. કોઇ બાળકે આપેલુ સ્મિત ભૂલાઇ જાય છે અને કોઇએ આપેલી ગાળ જીંદગીભર યાદ રહે છે.

posted from Bloggeroid

બધા શિક્ષકો ખાસ વાંચે (via whats app)
શું આપણી શાળા તો આવી નથી ને !!!

એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે,“મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !” પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ.” રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. “વાહ! વાહ! શું શિક્ષણ છે !” ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે “ હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “ અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો “ મહારાજ ! પંખીને મળ્યા?” રાજા પંડિતજીને કહે “ અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો ! બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !” કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે “આને એના ભવિષ્યની પડી જ નથી !” બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!
j
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે

“પંખી શિક્ષિત થયું!”

posted from Bloggeroid

Wednesday, March 9, 2016

🌹एक सेब क्या गिरा और न्यूटन ने "ग्रेविटी"की खोज कर ली...
यहाँ इंसान हर रोज गिरता जा रहा है और कोई "इंसानियत"नही खोज पा रहा है!!!🌹

posted from Bloggeroid

ઘણીવાર સારું જીવન જીવવા માટે,
ઘણું યાદ રાખવા કરતાં
ઘણું ભુલી જવામાં મજા છે...!!!

પડછાયા સાથે રેસ લગાવી ,
છેક સાંજે જીત્યો...
પણ એ મારો ભરમ હતો
સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો.....

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,
અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી.

ખબર છે કે મારું કશું પણ નથી, ...
છતાં છોડવાનું ગજું પણ નથી.’...

posted from Bloggeroid

મોહ નથી,
માયા નથી,
અમર તમારી કાયા નથી..
સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...
દુઃખની અહીં કોઈ છાયા નથી..

posted from Bloggeroid

ભાવ ખાવાનો સ્વભાવ
રાખવા કરતા
ભાવ ભરેલો સ્વભાવ
રાખતા શીખો
ખૂબ ખુશ રહેશો...

posted from Bloggeroid

ધ્યાનથી જો જો ...
દુ:ખ ના દસ્તાવેજ
અને સુખ ના સોગંદનામા ની
નીચે આપણા પોતાના જ હસ્તાક્ષર હશે.

posted from Bloggeroid

उनके लिये सवेरे नही होते
जो जिन्दगी मे कुछ भी पाने की उम्मीद छोड चुके है...

उजाला तो उनका होता है
जो बार बार हारने के बाद कुछ पाने की उम्मीद रखे है.

posted from Bloggeroid

Tuesday, March 8, 2016

Nice Story

👉👈
गाँव में एक किसान रहता था जो दूध से दही और मक्खन बनाकर बेचने का काम करता था..

एक दिन बीवी ने उसे मक्खन तैयार करके दिया वो उसे बेचने के लिए अपने गाँव से शहर की तरफ रवाना हुवा..

वो मक्खन गोल पेढ़ो की शकल मे बना हुवा था और हर पेढ़े का वज़न एक kg था..

शहर मे किसान ने उस मक्खन को हमेशा की तरह एक दुकानदार को बेच दिया,और दुकानदार से चायपत्ती,चीनी,तेल और साबुन व गैरह खरीदकर वापस अपने गाँव को रवाना हो गया..

किसान के जाने के बाद -

.. .दुकानदार ने मक्खन को फ्रिज़र मे रखना शुरू किया.....उसे खयाल आया के क्यूँ ना एक पेढ़े का वज़न किया जाए, वज़न करने पर पेढ़ा सिर्फ 900 gm. का निकला, हैरत और निराशा से उसने सारे पेढ़े तोल डाले मगर किसान के लाए हुए सभी पेढ़े 900-900 gm.के ही निकले।
अगले हफ्ते फिर किसान हमेशा की तरह मक्खन लेकर जैसे ही दुकानदार की दहलीज़ पर चढ़ा..
दुकानदार ने किसान से चिल्लाते हुए कहा: दफा हो जा, किसी बे-ईमान और धोखेबाज़ शखस से कारोबार करना.. पर मुझसे नही।
900 gm.मक्खन को पूरा एक kg.कहकर बेचने वाले शख्स की वो शक्ल भी देखना गवारा नही करता..
किसान ने बड़ी ही आजिज़ी (विनम्रता) से दुकानदार से कहा "मेरे भाई मुझसे बद-ज़न ना हो हम तो गरीब और बेचारे लोग है,
हमारी माल तोलने के लिए बाट (वज़न) खरीदने की हैसियत कहाँ" आपसे जो एक किलो चीनी लेकर जाता हूँ उसी को तराज़ू के एक पलड़े मे रखकर दूसरे पलड़े मे उतने ही वज़न का मक्खन तोलकर ले आता हूँ।
👍👍👍👍👍👍👍👍👍
जो हम दुसरो को देंगे,
वहीं लौट कर आयेगा...

चाहे वो इज्जत, सन्मान हो,
या फिर धोखा...!!👌👌

posted from Bloggeroid

अपनी ‘उम्र’ और ‘पैसों’ पर कभी ‘घमंड’
मत करना…
क्योंकि जो चीज़ें ‘गिनी’ जा सकें वो यक़ीनन
‘ख़त्म’ हो जाती हैं…

posted from Bloggeroid

Sunday, March 6, 2016

मैने एक बुजुर्ग से पूछा..?
आज के समय में सच्ची इज्जत किसकी होती है...?
बुजुर्ग ने जवाब दिया:-इज्जत किसी इंसान की नहीं होती,जरुरत की होती है....
"जरुरत ख़त्म तो इज्जत ख़त्म!"

posted from Bloggeroid

એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર

★ આયુષ્ય એટલે શું ❓

◆ જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.

બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આયુષ્ય"

👆આનું નામ જીંદગી👆

posted from Bloggeroid

Saturday, March 5, 2016

"આન્ગણે આવી ચકલીએ🐧 પુછયુ
આ બારણુ🚪
પાછુ ઝાડ🌳 ના થાય.....???"

posted from Bloggeroid

Friday, March 4, 2016

સમય અનેક જખમ આપે છે….
એટલે તો ઘડિયાળ માં કાટા હોય છે…
ફૂલ નથી હોતા …..!!
અને એટલેજ તો દુનિયા પૂછે છે કે ….
“કેટલા વાગ્યા?”

posted from Bloggeroid

આટલું બધું શું ગભરાવાનું
દુઃખ આવવા થી.

જિંદગીનો તો આરંભ જ થાય છે રડવાથી.🍁

posted from Bloggeroid

કોને ખબર શું ખોયું ને શું લાવ્યા

ѷιѷɛk ℘ąɬɛℓ😎
પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...

રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...

ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...

મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...

શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...

ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...

ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...

પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...

"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...

posted from Bloggeroid

Thursday, March 3, 2016

दरिया" बनकर
किसी को डुबाना बहुत आसान है
मगर
"जरिया" बनकर
किसी को बचायें तो कोई बात बने..

posted from Bloggeroid

Wednesday, March 2, 2016

માટી નો ઘડો અને કુટુંબ,
બન્ને એક સરખા જ છે.....
તેની કિંમત તેના બનાવનાર,
ને જ હોય છે,
તોડનાર ને નહિ.
બન્ને તોડ્યા પછી જોડવા,
બહુ મુશ્કેલ હોય છે......

posted from Bloggeroid

આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને
સમજમાં બીજાને આવે છે!" :

posted from Bloggeroid

"समय और स्थिति कभी भी बदल सकते हैं।
कभी किसी का अपमान मत करो
व कभी किसी को कम मत समझो।
आप शक्तिशाली हो
पर
समय आपसे भी अधिक
शक्तिशाली है...!!!"

posted from Bloggeroid

जिंदगी हमेशा एक नया
मौका देती है...
सरल शब्दों में उसे 'आज'
कहते हैं !!

posted from Bloggeroid

Tuesday, March 1, 2016

સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી કયારેય ડીપ્રેશનમાં નથી આવતી...!!

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે...

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ.....

"મન ભરીને જીવો,

મનમાં ભરીને નહી.''.

posted from Bloggeroid

તમે બાળક નથી છતાં પણ,
તમને એક સવાલ સતાવે છે.....
લોકો હજુ પણ તમને કેમ "રમાડે છે ?"

posted from Bloggeroid

મહોરા બની જવાય છે કોઈવાર
અજાણ્યા ખેલ ના..
ને કોઈવાર જાણીતા માણસો
ખેલ ખેલી જાય છે ."

posted from Bloggeroid

आयुर्वेदीक नुस्खे

जीवन निरोग
250 ग्राम मैथीदाना
100 ग्राम अजवाईन
50 ग्राम काली जीरी

उपरोक्त तीनो चीजों को साफ-सुथरा करके हल्का-हल्का सेंकना(ज्यादा सेंकना नहीं) तीनों को अच्छी तरह मिक्स करके मिक्सर में पावडर बनाकर डिब्बा-शीशी या बरनी में भर लेवें ।
रात्रि को सोते समय चम्मच पावडर एक गिलास पूरा कुन-कुना पानी के साथ लेना है।
गरम पानी के साथ ही लेना अत्यंत आवश्यक है लेने के बाद कुछ भी खाना पीना नहीं है।
यह चूर्ण सभी उम्र के व्यक्ति ले सकतें है।
चूर्ण रोज-रोज लेने से शरीर के कोने-कोने में जमा पडी गंदगी(कचरा) मल और पेशाब द्वारा बाहर निकल जाएगी ।
पूरा फायदा तो 80-90 दिन में महसूस करेगें, जब फालतू चरबी गल जाएगी, नया शुद्ध खून का संचार होगा । चमड़ी की झुर्रियाॅ अपने आप दूर हो जाएगी। शरीर तेजस्वी, स्फूर्तिवाला व सुंदर बन जायेगा ।
‘‘फायदे’’
1. गठिया दूर होगा और गठिया जैसा जिद्दी रोग दूर हो जायेगा ।
2. हड्डियाँ मजबूत होगी ।
3. आॅख का तेज बढ़ेगा ।
4. बालों का विकास होगा।
5. पुरानी कब्जियत से हमेशा के लिए मुक्ति।
6. शरीर में खुन दौड़ने लगेगा ।
7. कफ से मुक्ति ।
8. हृदय की कार्य क्षमता बढ़ेगी ।
9. थकान नहीं रहेगी, घोड़े की तहर दौड़ते जाएगें।
10. स्मरण शक्ति बढ़ेगी ।
11. स्त्री का शारीर शादी के बाद बेडोल की जगह सुंदर बनेगा ।
12. कान का बहरापन दूर होगा ।
13. भूतकाल में जो एलाॅपेथी दवा का साईड इफेक्ट से मुक्त होगें।
14. खून में सफाई और शुद्धता बढ़ेगी ।
15. शरीर की सभी खून की नलिकाएॅ शुद्ध हो जाएगी ।
16. दांत मजबूत बनेगा, इनेमल जींवत रहेगा ।
17. नपुसंकता दूर होगी।
18. डायबिटिज काबू में रहेगी, डायबिटीज की जो दवा लेते है वह चालू रखना है। इस चूर्ण का असर दो माह लेने के बाद से दिखने लगेगा ।
जीवन निरोग,आनंददायक, चिंता रहित स्फूर्ति दायक और आयुष्ययवर्धक बनेगा ।

posted from Bloggeroid

👌 સત્ય વચન 👌
સામે ઉભેલો પહાડ નહીં,
જૂતામાં રહેલો કાંકરો
ચઢાઈમાં થકવી નાંખે છે.

posted from Bloggeroid

પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...

રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...

ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...

મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...

શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...

ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...

ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...

પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...

"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...jn

posted from Bloggeroid

એક વાર જરુર વાંચજો... ખાસ બહેનો

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. 

પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે 'બા'નું બરોબર ધ્યાન રાખતા નથી...." 

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? " 

પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? " 

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે,

 મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા આ ઘરમાં ના જોઇએ." 

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. 

એણે પતિને પુછ્યુ, "આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ?" પતિએ દબાતા અવાજે કહ્યુ, "મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી "મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ." 

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, "બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા." 

પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી. 

પતિએ પત્નિ કહ્યુ, "તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ?" 

દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

posted from Bloggeroid

લોકો જીવન થી કંટાળે ત્યારે કહેતા હોય છે કે...

સાધુ થઈ જવુ છે...

હવે તેમને કોણ સમજવે કે ..સાધુ નહીં પણ સીધા થવાની
જરૂર છે ❜

posted from Bloggeroid