Thursday, March 31, 2016

નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમયની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો! સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એકબીજાને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે એક નવો જ સંકલ્પ લઈએ,
"એકબીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો! થોડું માણસ-માણસ રમીએ...!!!

posted from Bloggeroid

No comments:

Post a Comment