Saturday, March 12, 2016

ચોખા ના દાણા પર
નામ લખી આપનાર
કલાકાર
ફેરિયા પાસે
મેં મારી
મનગમતી
વ્યક્તિ નું નામ
તો લખાવ્યું ..
પણ
જતી વેળા એને
એ પૂછવા નું તો
રહી જ ગયું , કે
સાંજ પડે
તું બાજરી ના દાણા પર
તારા
આખાય પરિવાર નું
નામ લખી શકે છે ખરો ?

posted from Bloggeroid

No comments:

Post a Comment