🌹દઈ વચન પછી નઈ અવતરવાનું?
હેં, હરિ, સાવ માણસ જેવું કરવાનું?
લીલાની વાતો ને ચમત્કારની આશમાં
આમ રોજ ઉઠીને અમારે કરગરવાનું?
ગીતાનું જ્ઞાન બધું પોથી માં રાખી ને
તારું કીધું સાચું માની રોજ રટવાનું?
નથી કોઈ પ્રમાણ, ગોવર્ધન ઉપડ્યાનું
જે આવી પડે તે બધું અમારે સહેવાનું?
ના કોઈ પ્રમાણ, કે ના કોઈ ઠેકાણું
તોય સર્વવ્યાપ્ત છે એવું અમારે કહેવાનું?
સૌ શૃંગાર ને છપ્પનભોગ ધરીએ તોય
શિખરની ધજાની જેમ રોજ ફફડવાનું?
મળી નવરાશ તો લખી બે લીટી ફરિયાદની
જવાબ મળશે માની, આમજ ભટકવાનું?
દઈ વચન પછી નઈ અવતરવાનું?
હેં, હરિ, સાવ માણસ જેવું કરવાનું?🌸🌸
હેં, હરિ, સાવ માણસ જેવું કરવાનું?
લીલાની વાતો ને ચમત્કારની આશમાં
આમ રોજ ઉઠીને અમારે કરગરવાનું?
ગીતાનું જ્ઞાન બધું પોથી માં રાખી ને
તારું કીધું સાચું માની રોજ રટવાનું?
નથી કોઈ પ્રમાણ, ગોવર્ધન ઉપડ્યાનું
જે આવી પડે તે બધું અમારે સહેવાનું?
ના કોઈ પ્રમાણ, કે ના કોઈ ઠેકાણું
તોય સર્વવ્યાપ્ત છે એવું અમારે કહેવાનું?
સૌ શૃંગાર ને છપ્પનભોગ ધરીએ તોય
શિખરની ધજાની જેમ રોજ ફફડવાનું?
મળી નવરાશ તો લખી બે લીટી ફરિયાદની
જવાબ મળશે માની, આમજ ભટકવાનું?
દઈ વચન પછી નઈ અવતરવાનું?
હેં, હરિ, સાવ માણસ જેવું કરવાનું?🌸🌸
No comments:
Post a Comment