આ પોસ્ટ લાંબી છે અને બે અધ્યાયમાં વહેચી છે, છતાં વાંચવા આગ્રહભરી વિનંતી. પોસ્ટ માત્ર ક્રિકેટ પર નથી.
.
યાદ કરો જોઈએ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ઓન/ઓફ ધ ફિલ્ડ, જેન્યુઅલી, સતત એકાદ કલાક સુધી કોઈ પર ગુસ્સે થતા ક્યારે જોયેલો? એક કલાક છોડો, એકાદ મિનીટ પણ યાદ નહીં આવે. હવે, જરા નીચેના ફોટોમાં રહેલા મહાશયને જુઓ. ઓળખી શકો છો? એ મહાશયના નામે સચિનભાઉને ગુસ્સે કરવાનો એકમાત્ર રેકોર્ડ બોલે છે! એટલું જ નહીં, સચિનને સતત બે બોલમાં બે વાર આઉટ કરવાનો પણ એકમાત્ર રેકોર્ડ એમના નામે જ છે.
.
ના ના મિત્રો, આમને આજે યાદ કરવાનું આ એકમાત્ર કારણ નથી. બલ્કે, આજે એમના જેવી જ એમની કેટલીક અજાણી પણ ભાવુક કરી નાખનારી વાતો કરવાનું મન થયું છે.
.
આ મહાશયનું નામ છે : ‘હેન્રી ખાબા ઓલોન્ગા’. જન્મ ઝામ્બિયામાં. વતન ઝીમ્બાબ્વે. શોખ : મ્યુઝિક, સ્પોર્ટ્સ, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી. વ્યક્તિત્વ : ફાઈટર, તરંગી, ધૂની, પ્રેમાળ, સૌમ્ય, રમૂજથી ભરપૂર ટ્રુ આર્ટ લવર, પ્રખર રાષ્ટ્રભક્ત અને એ બધામાં શિરમોર એવું સોલિડ રોક અને અત્યંત ભયાવહ પરિસ્થિતિને ગ્લેડીયેટરની માફક મસળી નાખવાનું ઝનૂન. ૧૯૯૫ માં ઝીમ્બાબ્વેની ક્રિકેટ ટીમમાં પ્રથમ અશ્વેત ખેલાડી તરીકે એનું આગમન થયું. કારકિર્દીના ત્રીજા જ બોલ પર પાકિસ્તાની લેજેન્ડ ક્રિકેટર સઈદ અનવરની વિકેટ લઈને સનસનાટી મચાવી. અને એ જ મેચમાં શંકાસ્પદ બોલીંગ એક્શનને લીધે ભાઈસાહેબ પડતા મૂકાયા અને ડેનીસ લીલી પાસે બોલીંગ એક્શનની તાલીમ લેવા જવું પડ્યું.
.
ક્રિકેટમાં પુનરાગમન થયું અને ૧૯૯૮ માં જ્યારે સચિન તેંડુલકરનો સૂર્ય એકદમ મધ્યાહને તપતો હતો ત્યારે એક ટ્રાઈ સીરીઝમાં શ્રીલંકાને બે વાર હરાવીને ભારત સામેની મેચમાં હેનરી ઓલોન્ગાએ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર સૌરવ ગાંગુલીને આઉટ કરીને, પોતાની બીજી ઓવરમાં રાહુલ દ્રવિડને આઉટ કરીને અને ત્રીજી ઓવરમાં સચિન તેંદુલકરને સતત બે બોલમાં બે વાર આઉટ કરીને (પ્રથમ વિકેટ ટેકિંગ બોલ, નો-બોલ જાહેર થયેલો.) આતંક મચાવી દીધો. કારણ કે તે એક ફાઈટર હતો. ભારત સાવ નજીવો સ્કોર પણ ન આંબી શક્યું અને હારી ગયું.
.
યાદ રહે ૧૯૯૮ નું વર્ષ વિશ્વ આખાના બોલરોએ સચિનના બુલડોઝર નીચે કચડાઈ જવાનું વર્ષ હતું. ઝીમ્બાબ્વે જેવી થર્ડ ગ્રેડ ટીમના સાવ નવાસવા અજાણ્યા બોલરની બોલીંગમાં ઉપરાછાપરી બે વાર જે અપમાનજનક રીતે સચિન આઉટ થયો એ સચિનની તત્કાલીન પ્રતિષ્ઠા અને ધાકને બટ્ટો લગાડનારું હતું. સચિને અગામી મેચમાં પોતાની જાતને સાબિત કરવી જ પડે એમ હતી અને એ પછીની મેચમાં સચિને ખાસ કરીને હેનરી ઓલોન્ગાની વગર સાબુએ જે ધોલાઈ કરી એ ક્રિકેટ ઇતિહાસની યાદગાર ઘટનાઓમાંની એક ઘટના છે. સચિન વારેવારે કશુંક બોલીને ગુસ્સો દર્શાવતો એ એકમાત્ર મેચમાં જોવા મળ્યો છે. એ મેચમાં ઓલોન્ગાની માનસિક સ્થતિ ખોરવાઈ જાય એવી ધોલાઈ થયેલી.
.
ફરી એ બંનેની રાઈવલરી માણવાનો મોકો ૧૯૯૯ નાં વર્લ્ડકપમાં આવ્યો. પણ અફસોસ, એ વખતે જ સચિનના પિતાજીનું અવસાન થયું અને સચિને ઝીમ્બાબ્વે સામેની મેચ ગુમાવી. એ મેચમાં ભારતે છેલ્લે જીતવા માટે ૨૪ બોલમાં ૯ રન કરવાના હતા અને ત્રણ વિકેટ સાબૂત હતી. આદત મુજબ ફાઈટર ઓલોન્ગા ત્રાટક્યો અને માત્ર ચાર રનમાં ભારતની છેલ્લી ત્રણ વિકેટ ખેરવીને, પરાજયનો સ્વાદ ચખાડીને ૧૯૯૮નો મીઠો બદલો વાળી લીધો.
.
ત્યાર પછી આવ્યો વર્ષ ૨૦૦૩નો વર્લ્ડકપ. એ વર્લ્ડકપ સાઉથ આફ્રિકા, કેન્યા અને ઝીમ્બાબ્વેની સંયુક્ત યજમાની હેઠળ રમાયેલો. બરાબર એ જ વખતે ઝીમ્બાબ્વેની રાજકીય હાલત અરાજકતાની ચરમસીમાએ પહોંચેલી. પ્રેસિડેન્ટ રોબર્ટ મગાબીએ એકહથ્થુ રીતે સત્તા પચાવી પાડી અને ઝીમ્બાબ્વેમાં ડીક્ટેટરશીપનો વરવો અધ્યાય શરુ થયો. મગાબીની તાનાશાહીને લીધે ઝીમ્બાબ્વે દિવસે દિવસે નર્ક બનતું જતું હતું. સરેઆમ માનવાધિકારના ભંગના કિસ્સા અને કત્લેઆમ ચાલું હતી. મગાબી જેવા જુલ્મી સરમુખત્યાર સામે અવાજ ઉઠાવવો એટલે મોતને આમંત્રણ! એક સાચા દેશપ્રેમી નાગરિક તરીકે ઓલોન્ગાનું માથું શરમથી ઝૂકી જતું હતું. હૃદયમાં સતત વલોપાત ચાલુ હતો. પોતાના પ્રાણથીય પ્યારા વતનની દુર્દશા મનમાં ને મનમાં કોરી ખાતી હતી. આવા સંજોગોમાં દેશપ્રેમી નાગરિકોના હિતોની રખેવાળી કરનાર કોઈ નહોતું. એકલા હાથે મગાબી જેવા રાક્ષસ સામે પડવાનું કોઈનું ગજું નહોતું. ઝીમ્બાબ્વેમાં આમ નાગરીકો પર વિંઝાતા દમનના કોરડા વિશ્વની મહાસત્તાઓને કાને પડે એ અત્યંત જરૂરી હતું. ઈંગ્લેંડ જેવી ટીમોએ તો પોતાના ભાગની મેચ ઝીમ્બાબ્વેમાં રમવાનો ઈન્કાર કરી દીધેલો.
.
અંતે, એક રાત્રે હેન્રી ઓલોન્ગાએ ગ્લેડીયેટર મૂવી જોતા-જોતા એ નિર્ણય કરી નાખ્યો કે જેના માટે ૫૬ ની છાતી જોઈએ, એક ફાઈટરનું ઝનૂન જોઈએ. ઝીમ્બાબ્વેના એક અન્ય શ્વેત ખેલાડી એન્ડી ફ્લાવર અને હેનરી બીજા દિવસે મેચમાં બાવડાં પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યા. મેચ પત્યા પછી પત્રકારોએ કારણ પૂછતાં હેનરીએ રોબર્ટ મગાબીના કાનમાં ધાક પડી જાય એવો ખુલાસો કર્યો. મગાબીની તાનાશાહી સામે એમણે નોંધાવેલો એ મૂક વિરોધ હતો. વર્લ્ડકપ જેવી મેગા ઈવેન્ટ હોવાથી દુનિયાભરના પત્રકારોની નજર મંડાયેલી. એકી ધડાકે ઓલોન્ગાએ આખા ઝીમ્બાબ્વેની વેદના વિશ્વપટલ પર મૂકી આપી. પછી?
.
એ જ થયું જેના પર ઓલોન્ગાએ આખી રાત વિચાર કરેલો. મગાબી વિફર્યો અને હેનરીના નામનું અરેસ્ટ વોરંટ નીકળ્યું. હકીકતે તે અરેસ્ટ વોરંટ નહોતું પણ ડેથ વોરંટ જ હતું. ઝીમ્બાબ્વેમાં રહેતા હેનરીના પરિવારજનોને સતત મૌતની ધમકીઓ મળવા લાગી. વર્લ્ડકપની બાકીની મેચોમાંથી ઓલોન્ગા પડતો મૂકાયો અને રાતોરાત છૂપાઈને ભાગી છૂટવું પડ્યું. પોતાના પ્યારા વતન સાથે, વહાલાં પરિવારજનો સાથે, ધીકતી ક્રિકેટ કારકિર્દી સાથે અને જીગરજાન મિત્રો સાથેનો કાયમનો નાતો એકઝાટકે તૂટી ગયો.
.
આશરે ત્રણેક મહિના સુધી મોતને હાથતાળી આપતા-આપતા, જીવ બચાવવા ભાગતા ભાગતા, ઓળખ છૂપાવીને રહ્યા બાદ હેનરીને ઈંગ્લેંડમાં કામચલાઉ આશ્રય મળ્યો. ઈંગ્લેંડમાં આશરે બાર વરસ વિતાવ્યા બાદ છેવટે ઓસ્ટ્રેલીયાએ હેનરી ઓલોન્ગાને પરમેનન્ટ સિટીઝનશીપ આપી અને હેનરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો. હવે? કોઈ ઓળખ નહોતી, કોઈ કસબ નહોતો. બધું એકડેએકથી શરુ કરવાનું હતું. ૧૫ વરસના સંઘર્ષે હેનરીના અંદર રહેલા ફાઈટરને ઓર ધાર આપેલી. એ એમ હાર માને એમ નહોતો કારણ કે એ ફાઈટર હતો. ઝૂકી જાય એ ઓલોન્ગા નહીં. અહીંથી શરુ થઈ હેનરીની બીજી ઈનીંગ. ૧૫ વર્ષથી ક્રિકેટ છૂટી ગયું હોવાથી એમાં પાછા ફરવું શક્ય નહોતું. તો હવે?
.
મ્યુઝિક. જી હાં, મ્યુઝિક. સ્કુલ કાળથી જ હેનરીને સીન્ગીગનો ગજબનાક શોખ હતો. ક્રિકેટને લીધે એણે ગાવાનું પડતું મૂકી દીધેલું. થોડો સમય ક્રિકેટ કોમેન્ટરીમાં હાથ અજમાવ્યા બાદ તેણે ફરીથી સંગીતની સાધના આરંભી. ઓસ્ટ્રેલીયાના સૌથી મોટા સિંગિંગ પ્લેટફોર્મ ‘ધ વોઈસ’ માં એણે ઓડીશન આપવાનું નક્કી કર્યું. સંઘર્ષના વર્ષો દરમિયાન ઓસ્ટ્રેલીયન યુવતી તારા રીડ સાથે થયેલો પરિચય લગ્નમાં પરિણમેલો. એ પ્રેમાળ પત્નીએ પણ ખૂબ સાથ આપ્યો. નીચે પ્રથમ કોમેન્ટમાં ‘ધ વોઈસ’માં તાજેતરમાં જ આપેલા ઓડીશનની લીંક છે. વોટ અ માર્વેલસ પરફોર્મન્સ ઇન્ડીડ! જરૂર જોજો. એમાં વર્ષો પછી નવા ક્ષેત્રમાં પદાર્પણ કરતા હેનરીની બોડી લેન્ગવેજ, એનું મજબૂત રોબદાર વ્યક્તિત્વ, એની વિનમ્રતા, જજીસનું તેના પર ઓવારી જવું, આ બધું જોવાલાયક છે.
.
ઓડિશનમાં તેણે પસંદ કરેલું ગીત પણ સિમ્બોલિક છે. સ્ટીવન્સનની પ્રખ્યાત નવલકથા ‘ધ સ્ટ્રેન્જ કેઈસ ઓફ ડૉ. જેકિલ એન્ડ મિ. હાઈડ’ પર આધારિત મ્યુઝીકલ હોરર ડ્રામા ‘જેકિલ એન્ડ હાઈડ’ નું ‘ધીસ ઈઝ ધ મોમેન્ટ’ ગીત હેનરીએ પસંદ કર્યું એ પણ સહેતૂક છે. કથા પ્રમાણે એક સાથે બે-બે વ્યક્તિત્વો જીવતા સજ્જન ડૉ. જેકિલ ત્રાસીને દુષ્ટ મિ. હાઈડના ઓછાયામાંથી કાયમી ધોરણે નીકળી જવાનો સંકલ્પ કરે છે અને એણે બનાવેલું સ્પેશીયલ કેમિકલ પી જતા પહેલાં ડૉ. જેકિલ પોતાની અકળામણ, વ્યથા, વેદના અને નવી આશાનો સંચાર આ ગીતથી પ્રગટ કરે છે. ઈવિલ સામે ફાઈટ આપતા હેનરીના કમબેક માટે આનાથી વધુ સારું કોઈ ગીત હોઈ જ ન શકે! અહીં બીજી કોમેન્ટમાં એ ગીતનું મને આવડે એવું ભાષાંતર રજૂ કર્યું છે.
.
ત્રીજી કોમેન્ટમાં ઓસ્ટ્રેલીયન પત્રકાર માઈક કોવાર્ડે ઓલોન્ગાના લીધેલ ઈન્ટરવ્યૂની લીંક છે. ૨૫ મીનીટના એ ઈન્ટરવ્યુંમાં હેનરીએ પોતાની વિતકકથા રમૂજની છોળો ઉડાડતા કહી છે. ક્યાંય કોઈ કડવાશ નહીં, રોદણાં રડીને સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ નહીં, પોતે જે કર્યું છે એને સાચું ઠેરવવા માટે મગાબીની લીટી ટૂંકી કરવાનો પ્રયાસ નહીં. નાનકડી અણસમજુ દીકરીએ પૂછેલા વેદનાસભર પ્રશ્નનો એક બ્રીલીયન્ટ બાપ કેવી સલૂકાઈથી, એનું બાળમાનસ જરાય જોખમાય નહીં એવી રીતે જવાબ આપે છે એ સાંભળતા તો આંખ ભરાઈ આવે છે. એ ઈન્ટરવ્યું ખાસ જોજો.
.
ચોથી કોમેન્ટમાં સચિન વર્સીસ ઓલોન્ગાની એ યાદગાર ફાઈટ છે. એ પણ જોવાલાયક.
.
આજે ઓલોન્ગા ઓસ્ટ્રેલીયામાં વસવાટ કરે છે, આર્થિક દ્રષ્ટીએ સુખી છે પણ માદરે વતનથી દૂર હોવાનો ધલવલાટ એની આંખોમાં, એના એક્સપ્રેશન્સમાં, એના શબ્દોમાં ડોકાયા કરે છે. એ રમૂજનો બાદશાહ છે પણ એની રમૂજ પાછળ, એના હાસ્ય પાછળ લાખો ઝીમ્બાબ્વીયનની વેદના છૂપાયેલી છે. વતનનું મોં ક્યારે જોવા પામશે એ નક્કી નથી. છતાં, એક અગાધ આશા લઈને જીવતો ઓલોન્ગા, ફાઈટર ઓલોન્ગા જુલ્મી તાનાશાહના વ્યક્તિત્વને વામણું પૂરવાર કરતો જાય છે.
.
અંતે, સચિનથી જ સમાપન કરીએ. મિસ્ટર સચિન તેંદુલકર, રાજ્યસભામાં કોઈ એક પક્ષની કૃપાથી નોમિનેટ થઈ જવું સહેલું છે, ધોકા વડે દડાને ફટકારીને ભારતરત્ન થઈ જવું પણ એટલું અઘરું નથી, એક સાવ નવા છોકરડાને પોતાની રાક્ષસી બેટિંગ તાકાતથી પછાડી દઈને પ્રભુત્વ બતાવવું પણ એટલું અઘરું નથી, અઘરું તો મોતને મુઠ્ઠીમાં રાખીને લડ્યા કરવું એ છે. દેશભક્તિ માટે સર્વસ્વ ત્યાગી દઈને અનિશ્ચિત ભવિષ્ય તરફ ખુમારીથી ધસી જવું અઘરું છે દોસ્ત! શક્ય હોય તો તે જે છોકરડાને પછાડીને મિથ્યા આત્મગૌરવ મેળવેલું એને પૂછજે. જે ખરેખર અઘરું છે એ, એ છોકરડાએ કરી બતાવ્યું છે.
સાભાર :-
આલેખન by નિખિલ વસાણી

No comments:
Post a Comment