Saturday, June 8, 2019

સફળતાનો સંઘર્ષ (નેહા કક્કડ)

ખૂબ જ સંઘર્ષ કરીને લોકો વચ્ચે લોકપ્રિય થઈને સેલેબ્રીટી બનેલી નેહા કક્ક્ડનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો. આજે આખી દુનિયા તેના ગીતોના તાલે ઝૂમે છે જયારે એક સમય હતો કે એ માતાજીના જગરાતામાં ગીતો ગાતી હતી. એક સમયે ઇન્ડિયન આઇડલ શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર આજે એ જ શોની જજ છે. તે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ જજ રહી ચૂકી છે. ઋષિકેશથી મુંબઈ સુધીની સફર નક્કી કરનારી નેહા કક્કરનું જીવન સંઘર્ષથી ભર્યું રહ્યું છે.

નેહા કક્કડ ઋષિકેશ, ઉત્તરાખંડની રહેવાસી છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહા ભણતી હતી એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવારમાં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ન હતા. માતાજીના જગરાતામાં ભજનો ગાઈને નેહાએ પોતાના અવાજને નીખાર્યો હતો. અહીં જ તેની પ્રાથમિક તાલીમ થઇ હતી. નેહાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વાતને લઈને તેને સ્કૂલના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહાએ ક્યારેય પણ પોતાનું મનોબળને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનતના બળે નેહાએ આજે આ મુકામ મેળવ્યો છે.

નેહાએ 4 વર્ષની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશનના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી. એ સમયે નેહા ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સંજોગોવસાત નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પણ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે.

નેહા જયારે ઇન્ડિયન આઈડલમાંથી બહાર થઇ એ પછી તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેને પોતાના કેટલાક ગીતો પણ રિલીઝ કર્યા અને તે સ્ટુડિયોના ધક્કા પણ ખાતી અને સ્ક્રેચ રેકોર્ડ પણ કર્યા એ પછી તેને સચિન-જીગન માટે સેકેન્ડ હેન્ડ જવાની ગીત ગાયું જે તેના માટે મોટો બ્રેક બની ગયું અને પછી યારિયા ફિલ્મનું બ્લુ હૈ પાણી પાણી ગીતથી તેને સફળતા મળી.

નેહા આજે બોલિવૂડની ટોચની અને સૌથી મોંઘી ગાયિકાઓમાની એક છે. નેહા એક ગીત ગાવા માટે 10થી 15 લાખ લઈ રહી છે. જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીત કમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.


https://en.m.wikipedia.org/wiki/Neha_Kakkar

No comments:

Post a Comment