Wednesday, September 29, 2010

BHAICHARO KELVO....

ભાઈચારા-સદભાવના દર્શન કરવા અયોધ્યા જાવ

અયોધ્યામાં જે જમીનને લઈને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે, તે રામકોટ વિસ્તારમાં છે. રામકોટ વોર્ડમાં 85 ટકા હિંદુઓ રહે છે. આ સદભાવની પરાકાષ્ઠા છે કે ગત 15 વર્ષોથી આ વોર્ડના સભાસદ હાજી અસદ છે. હાજી અસદના કાકા હાજી મહબૂબ બાબરી મસ્જિદ વિવાદમાં પક્ષકારો છે. મતદાતાઓએ ક્યારેક હાજી અસદની તેની ધાર્મિક ઓળખ દેખી નથી. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે 1989થી 1992માં આટલાં મોટા જમાવડા બાદ પણ તેમનો કોઈએ વાળ પણ વાંકો કર્યો નથી. તેનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે છે? સમગ્ર દેશને અયોધ્યાથી જ શીખવું જોઈએ. 

અયોધ્યામાં મુસલમાનોની મસ્જિદ અને મકબરા હિંદુ વિસ્તારમાં છે. તેમની સુરક્ષા પણ હિંદુ જ કરી રહ્યાં છે. સ્વર્ગદ્વાર વિસ્તારમાં શાહ ઈબ્રાહીમની મજાર હોય કે નિર્મોચન ઘાટ પાસે બનેલી મસ્જિદ કે કોતવાલી પાસે બનેલી નૌગજી મસ્જિદ હોય. આ તમામ સાક્ષી પૂરે છે કે તેમની સુરક્ષા હિંદુઓએ કરી છે. આ સદભાવ ક્યારેય ઓછો થયો નથી. 

અયોધ્યાથી પાંચ કિલોમીટર દૂર જપ્તીવજીરગંજના અનિલ સરસ્વતી વિદ્યા મંદિરમાં મુસ્લિમ બાળકોને શિક્ષણ આપે છે. આ સંસ્થા આરએસએસ સાથે જોડાયેલી છે. માટે કેટલાંક નેતાઓ જરૂર વિદ્યામંદિર શાળાઓને કોમવાદ ભડકાવનારી સંસ્થા તરીકે પ્રચારીત કરે છે. 

ફૈઝાબાદમાં હિંદુ હોય કે મુસલમાન, લાવારીશ લાશોનો અંતિમ સંસ્કાર મોહમ્મદ શારિક કરે છે. શારિકે અત્યાર સુધીમાં 1500થી વધારે લાશોને તેમના ધર્માનુસાર અંતિમ સંસ્કાર કર્યો છે. 

અયોધ્યા અને ફૈઝાબાદના જયશંકર પાંડેય અને સૂર્યકાંત પાંડેય બ્રાહ્મણોથી વધારે મુસ્લિમોમાં લોકપ્રિય છે. માત્ર એટલું જ નહીં, દેશના અન્ય બીજા ભાગોથી જ્યારે કોઈ ભક્ત અયોધ્યા પહોંચે છે, તો તેને ભગવાનની પૂજા માટે શું શું સામગ્રી જોઈએ? ફૂલ, માળા, હવન સામગ્રી, ખડાઉ, વસ્ત્ર ....વગેરે. આ વસ્તુઓ વેચનારા ઘણાં દુકાનદારો મુસલમાન છે. અહીં ઘણાં અર્થોમાં રામરાજ્ય છે. અયોધ્યામાં તમામ શિલ્પકાર, માળી અને મૂર્તિકાર મુસ્લિમ સમુદાયમાંથી છે. અયોધ્યા આસપાસ ફૂલોની ખેતર મળે તો નિશ્ચિત જ તે કોઈ મુસ્લિમનું હશે. સમગ્ર પરિવાર ફૂલોને માળામાં ગુંથીને મંદિરો સુધી પહોંચાડે છે. ભક્ત અને શ્રદ્ધાળુઓને ક્યારેક હિંદુ અને મુસ્લિમ દુકાનદારોમાં કોઈ ભેદ નથી. તેમને તો માત્ર તેમના આરાધ્યની આરાધનાથી મતલબ છે. 

અયોધ્યાના અશર્ફી ભવન નજીક મુસલામોનના 15-16 પરિવારોનો ખાનદાની ધંધો છે, મંદિરોમાં ફૂલો પહોંચાડવા. તેઓ ખેતરોમાં ફૂલો ઉગાડે છે. અશરફ અલીને પોતાના વ્યવસાય પર ગર્વ છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ પેઢી દર પેઢીથી અયોધ્યા આવનારા ભક્તોને પૂજા માટે ફૂલ-માળાઓ અને અન્ય સામગ્રી ઉપલબ્ધ કરવી રહ્યાં છે. ક્યારેય કોઈએ મુસલમાન હોવાને કારણે તેમની પાસેથી ફૂલ લેવાનો ઈન્કાર કર્યો નથી. વળી તેમને ક્યારેય કોઈએ ડરાવ્યા-ધમકાવ્યા નથી કે તેમની દુકાનોનો બહિષ્કાર પણ કર્યો નથી. 

રામમંદિર આંદોલન તેની ચરમસીમાએ હતું, ત્યારે પણ મુસ્લિમ દુકાનદારો આરામથી પોતાની દુકાનો પર હતા. દોરાહી કુઆંના સાદિક અલી ઉર્ફે બાબુ ખાન પણ અયોધ્યામાં સાંપ્રદાયિક સદભાવનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ શ્રીરામલલાના વસ્ત્ર સિવવામાં પોતાને ખુશનસીબ માને છે. શ્રીરામલલા વિરાજમાન 1949માં પ્રગટ થયા હતા, પરંતુ બાબુ ખાનને આ વિવાદથી કોઈ લેવા દેવા નથી.

No comments:

Post a Comment