રાત્રે વૃક્ષ નીચે સુવું જોઇએ...?
ધગધગતી ગરમીમાં જો વૃક્ષની શીતળતાનો સહારો મળી જાય તો બધો થાક ઉતરી જાય. દિવસ દરમિયાન વૃક્ષ નીચે રહેવું જેટલું ફાયદાકારક છે તેટલું જ પ્રતિકુળ રાતના સમય માટે છે. વિજ્ઞાન કહે છે કે દિવસે વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન છોડે છે. આ ક્રિયા રાત્રિના સમયે ઊંધી થઇ જાય છે. એટલે કે રાતે વૃક્ષ ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માણસ ઓક્સિજન ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ છોડે છે માટે રાતે વૃક્ષ નીચે સુવાથી જરૂરી ઓક્સિજન નથી મળી શકતું. જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. રાતના સમયે વૃક્ષ નીચે જવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે, તેનું કારણ પણ આ જ છે. જેને દમ કે શ્વાસ સંબંધિત અન્ય કોઇ બીમારી હોય તેમણે તો રાતના સમયે ક્યારેય વૃક્ષ નીચે ન જવું જોઇએ.
Thanxxxxxxx all friend to comment...
Read More blog.... visit www.rkdangar.blogspot.com
No comments:
Post a Comment