Thursday, September 23, 2010

Jivan Me Kamyabi Kaam Karne Walo Ko Milti Hai Na Ki SHortcut Walo Ko

મહેનતથી બચવા માટેના ટૂંકા રસ્તા ઘણી વાર મુશ્કેલી ભણી દોરી જતા હોય છે.
જંગલમાં ઝાડ પર બેઠીબેઠી બુલબુલ પોતાની મસ્તીમાં કંઇ ગણગણી રહી હતી. એ જ વખતે નીચેથી પસાર થઇ રહેલા ખેડૂત પર એની નજર પડી. ખેડૂતના હાથમાં લાકડાનું એક નાનું ખોખું હતું, જેને એ ભારે સંભાળથી લઇ જઇ રહ્યો હતો. બુલબુલે એને પૂછ્યું, ‘આ ડબામાં એવું તે શું છે અને એને તું કયાં લઇ જઇ રહ્યો છે?’ ખેડૂતે કહ્યું, ‘આમાં કીડા-મકોડા છે. હું એ વેચી નાખીશ અને બદલામાં થોડાં પીછાં લઇ આવીશ.

મારી પાસે ઘણા પીછાં છે. તું એક કામ કર. આ કીડા-મકોડા મને આપી દે અને બદલામાં મારી પાસેથી પીછાં લઇ લે. તારું કામ પણ થઇ જશે અને મારે પણ કીડા શોધવા નહીં જવું પડે.બુલબુલની વાત ખેડૂતને સમજાઇ ગઇ અને એ તૈયાર થઇ ગયો. એણે કીડા-મકોડા બુલબુલને આપી દીધા અને બદલામાં એનાં થોડાં પીછાં લઇને જતો રહ્યો. બીજે દિવસે ખેડૂત પાછો આવ્યો અને એમ જ કર્યું. 

ત્રીજો દિવસ... ચોથો... પાંચમો... સિલસિલો ચાલુ રહ્યો. છેવટે એક દિવસ એવો આવ્યો કે બુલબુલના શરીર પર એકેય પીછું ન રહ્યું. એ હવે કીડા-મકોડાના શિકાર માટે ઊડી શકે એવી સ્થિતિમાં પણ નહોતી. એ બદસૂરત દેખાતી હતી, એણે ગાવાનું પણ બંધ કરી દીધું હતું. બહુ જલદી એનો જીવ જતો રહ્યો. બુલબુલ જેને ભોજન મેળવવાનો સહેલો રસ્તો સમજી બેઠી હતી, એણે હકીકતમાં એનો જ જીવ લીધો

No comments:

Post a Comment