Sunday, March 27, 2011

ગાયત્રી હવન


કલિયુગ નો અંત અને
સતયુગ ની શરૂઆત ના આ
નવયુગ ના મંડાણ માં
ફક્ત ને ફક્ત સદવિચાર દ્વારા
ક્રાંતિ લાવવા તેમજ
વિધાર્થીઓમાં સંસ્કૃતિ તેમજ વેદ નું મહત્વ પ્રસ્થાપિત થાય
તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુસર
તારીખ ૨૮ માર્ચ ૨૦૧૧ ફાગણ માસ ની આઠમ ને રવિવાર ના રોજ યોજાયેલ ગાયત્રી હવન માં
યજમાન થવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું ત્યારની તસ્વીર.....
આ ભગીરથ કાર્ય માં ખિસકોલી જેવું યોગદાન થકી 
ફક્ત સદવિચારો ને
વહેતા કરી નવયુગમાં ભારતીય સંસ્કૃતિ ને 
મહત્વનું સ્થાન અપાવીએ ....

Thursday, March 24, 2011

The Truth of Life : મિત્રોની ટીકા

તમારા મિત્રોની ટીકા કરવામાં 
તમે દર્દ અનુભવતા હો
તો એ ટીકા કરવામાં વાંધો નથી
પણ જો એમાં તમને લેશ પણ 
લિજ્જત આવતી હોય
તો પછી તે ઘડી 
તમારું મોં બંધ રાખવાની સમજજો.

Wednesday, March 23, 2011

The Truth of Life : માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું

વિજ્ઞાનની શોધ વડે 
માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે
માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે
પણ 
માનવી તરીકે પૃથ્વી પર 
કેમ જીવવું એ જ તેને આવડતું નથી.

Tuesday, March 22, 2011

ઈન્તેજાર


દરેક યાદ નો અર્થ 
ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ 
વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ 
નાનથી હોતો.

Monday, March 21, 2011

LIFE :: સુખનો આધાર

માણસની યાદ રાખવાની શક્તિ ઉપર નહિ, પણ એની ભૂલવાની શક્તિ ઉપર એના સુખનો આધાર હોય છે. માણસના જીવનમાં કશુંક બને છે, પીડા થાય છે, વેદના થાય છે, દુઃખ થાય છે, છેતરપિંડી થાય છે, અકસ્માત થાય છે, પણ સમય જતાં માણસ એ બધું જ ભૂલી જાય છે. જો માણસ ભૂલી શકતો ન હોત તો આખીયે જિંદગી એણે એક આખો લોચો બનીને પસાર કરવી પડત.

Thursday, March 17, 2011

LIVE CRICKET


હાલ ક્રિકેટ નો માહોલ જામ્યો છે
ત્યારે
આપ ક્રિકેટ ના શોખીન હોય
તો
આપના કોમ્પ્યુટર સ્ક્રીન પર
LIVE બોલ ટુ બોલ નો
સ્કોર
જોવો હોય કોઈપણ
browser open કર્યા વગર
તો
નીચે દર્શાવેલ link પર થી
software  download
કરી
આપ આપના desktop screen પર સ્કોર જોઈ શકશો...

Dowanload

http://www.4shared.com/file/S62ZXty0/EventTicker98_2K_XP.html


Enjoy Worlcup

HOLI :: 'રંગોનો તહેવાર'


મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી હોળીને બીજે દિવસે ઉજવાય છે.  સાચને આંચ નથી લાગતી માન્યતા દૃઢાવતી હોળિકાનપુરાણી કથા હોળીના તહેવાર પાછળ ચાલી આવે છે.
હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે   તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે.  તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતછે.
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપય પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલગ અલત પ્રાંત માં ઉજવાતી હોળી.....
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. અમારા પોરબંદર, જામનગર અને જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં હોળીના દિવસે "વાયળ" તથા "રા" નો ઉત્સવ ધૂમધામ થી ઉજવાય છે.. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો પોતાના પરિવાર સાથે સજીધજીને બાળકને તેના મામા હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે, તથા શેરી તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણી' એટલે કે "વાડ" વહેંચે છે, પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે. તેમજ ગત વર્ષ માં જેના લગ્ન થયા હોય તે વરરાજા ને ગધેડા પર બેસાડી ધુળેટી ના દિવસે ગામમાં ફેરવવા માં આવે છે જેને "રા " કહેવાય છે...
યુવાનો દ્વારા દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો () ઉઘરાવવા નિકળે છે, લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
પ્રભુ તમારા જીવનને સદા રંગો થી ભરેલુ રાખે અને તમારા દુઃખો અને તકલીફો હોળીની અગ્નિમાં બળી ને ભસ્મ થઈ જાય એવી હોળી-ધુળેટી ની શુભ કામનાઓ સહ પ્રાર્થના



સવિતા શાહ ના શબ્દોમાં ...
પીઓ ખાંડ વિના ચા મોળી,
ભૈ, આપણે તો ભાવવધારાની હોળી.
આગ, લૂંટફાટ, વાતવાતમાં ગોળી,
જ્યાં જુઓ ત્યાં આતંકવાદની હોળી.
ખુલ્લા તન, ગઇ સાડી, ચણિયા-ચોળી,
આઇટમગર્લની જ્યાં જુઓ ફેશન હોળી.
વાયદા, વચનના વેપાર, જનતા છે ભોળી,
રામરાજના સપનાને પી ગયા છે ઘોળી.
ખિસ્સાં ખાલી, ખાલી સદા છે ઝોળી,
ઘરઘરમાં રોજેરોજ પ્રગટે છે હોળી.
ગમે ત્યાંથી બાપુને લાવો ખોળી,
તારા વારસદારોમાં રોજ હૈયાહોળી

Friday, March 11, 2011

LIFE : દુષ્ટ તત્વોનો ભેટો


જેમ પાણી નીચે જ વહે છે, ઊંચે જતું નથી એ કુદરતનો ક્રમ છે, તેમ માણસને સારું થવું ગમે છે, કોઈને નરસું થવું ગમતું નથી. માત્ર શી રીતે એ સિદ્ધિ પોતે મેળવે એની સમજણ નહિ હોવાથી જ આપણને દુષ્ટ તત્વોનો ભેટો થાય છે. જે પોતાના જાત અભ્યાસમાં તલ્લીન થાય છે, તેને એક અદ્દભુત આશ્ચર્ય જોવા મળે છે; દરેકમાં એ પોતાની જ નબળાઈ અને પોતાનું જ સામર્થ્ય જોઈ શકશે.

Mother :: Ma :: " માં તે માં બીજા વગડાના વા "

માની આંગળીમાં કેવો અભય હોય છે તેનો ખ્યાલ કોઈ બાળકને માની આંગળી પકડીને જતો જોઈએ ત્યારે આવે છે. બાળક માની આંગળી ઝાલીને ચાલે ત્યારે ગમે તેવો ગીચ રસ્તો હોય કે ગમે તેટલાં વાહનો પસાર થતાં હોય તેની એને કોઈ ચિંતા નથી હોતી. ક્યારેક તો કોઈ ગાડી સાવ નજીક આવી હોર્ન મારે ત્યારે ગભરાઈ જવાને બદલે એ મા સામે જોઈ સ્મિત કરી લે છે; પરંતુ ઘરના દરવાજા પાસે આવી મા ચાવી શોધવા માટે એકાદ ક્ષણ બાળકની આંગળી છોડી દે તો બાળક બેબાકળું બની જાય છે. અભય માની આંગળીમાં છે 

Thursday, March 10, 2011

Dosti :: અમારી ભૂલો ને માફ કરતા રેહજો,


અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો

Wednesday, March 9, 2011

SUVICHAR : JIVAN


જીવન એક બાજી છે,
જેમાં હારજીત 
આપણા
હાથમાં નથી
પણ 
બાજી રમવી 
આપણા 
હાથમાં છે.

Monday, March 7, 2011

MAHILA DIVAS :: સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.

સાચી સન્નારી 
એ જેટલી સુંદર વસ્તુ છે 
તેટલી જ તેની વ્યાખ્યા કરવી અઘરી છે. 
એ દિશામાં આ રીતે આરંભ થઈ શકે : 
સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.


પ્રથમ મહિલા વન્ય પ્રાણીવિદ્ નડિયાદના વતની જ્યોતિ મહેતા છે. તેઓ દેશના અને એશિયાના પ્રથમ મહિલા વન્ય પ્રાણીવિદ્ બન્યાં.

ગુજરાતના પ્રથમ ગ્લાઇડર ગર્લ ગિરા શાહ છે. ૧૯૬૫માં ગ્લાઇડટ પાયલોટ લાઇસન્સ (GPL) મેળવનારાં પ્રથમ ગુજરાતી મહિલા છે.તો પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતી માસિકના પ્રથમ મહિલા તંત્રી પૂતળીબાઇનો ઉલ્લેખ ચૂકી ન શકાય.
- પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ નીલા પંડિત બન્યા. તે મૂળ સુરતના નીલાબહેન ભારતના પણ પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ ગણાય છે.
- ઉત્તર ધ્રુવ પર પહોંચનારા પ્રથમ મહિલા વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા છે. ઉત્તર ધ્રુવ સર કરનારા પ્રીતિબહેન ભારતના પ્રથમ મહિલા જ નહીં પણ પ્રથમ ભારતીય નાગરિક છે.
- અમદાવાદનાં લીલાબહેન દાતણિયા એક કામદાર સ્ત્રીમાંથી વીડિયો ફોટોગ્રાફી સુધી પહોંચી ફિલ્મનિમૉત્રી બનનાર પ્રથમ ગુજરાતી મહિલા છે.
- ભારેખમ ઊંચા શિલ્પો બનાવનારા ગુજરાતના અને એશિયાના પ્રથમ મહિલા શિલ્પકાર જસુબહેન શિલ્પી છે.
- રાજકોટના દીપ્તિબહેન ત્રિવેદી રિવોલ્વર, રાઇફલ તમંચા વગેરે વેચવાનું લાઇસન્સ ધરાવે છે.
- ડૉ.મધુરીબહેન શાહ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનમાં પ્રથમ મહિલા ચેરપર્સન બન્યાં.
- અમદાવાદના હરકૌર શેઠાણીએ ગુજરાતમાં સૌપ્રથમવાર કન્યા કેળવણીના દ્વાર ખોલ્યાં.
- ગુજરાતી બની ચૂકેલાં મૃણાલિની સારાભાઇ નૃત્ય માટે French Archives Internationalનો એવોર્ડ અને ડિપ્લોમા મેળવનારાં પ્રથમ ભારતીય નારી છે.
- પોરબંદરના સવિતાબહેન મહેતા મણિપુરી નૃત્યશૈલીમાં ‘નર્તનાચાર્ય’ની પદવી પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય મહિલા છે.
- સંતોકબા દુધાત Scroll Paintingમાં ખ્યાતિ મેળવનાર પ્રથમ ગુજરાતી સ્ત્રી છે.
- વ્યાયસાયિક ક્ષેત્ર જહાજ ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન સ્ત્રી સુમતિબહેન મોરારજી એક ગુજરાતી નારી હતાં, એ બહુ આદરપૂર્વક યાદ કરવું પડે.
- મહિલા સત્ર ન્યાયાધીશ તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ (૧૯૯૪)માં સુજ્ઞાબહેન કમળાશંકર ભટ્ટ થયા.
- ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા અમદાવાદમાં ૧૮૪૯માં એક વિદ્યાર્થીની સાથે શરૂ થઇ.
આ બધાં ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતી સ્ત્રી ક્યાંય પાછળ નથી એ વાત આજની અને આવતીકાલની આખી પેઢી માટે અત્યંત પ્રેરણાદાયક અને શ્રદ્ધેય બની રહે છે

Sunday, March 6, 2011

LIFE PARTNER :: વિચારો નહીં, સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ.


વિચારો નહીં

સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ. 
કારણ કે વિચારો પરિવર્તનશીલ છે. 
સ્વભાવ એ ઘણા સમય બાદ જામેલું દહીં છે. 
સ્વભાવ એ ઘૂંટાયેલા વિચારોનું સૂક્ષ્મ સ્વરૂપ છે.
સ્વભાવ બદલવો મુશ્કેલ છે. 
આથી, જેને સ્વભાવ ઓળખતાં આવડી જાય 
એ દુનિયાના કોઈ પણ સંબંધોને 
યથાયોગ્ય રીતે નિભાવી શકે.


(આજરોજ દામ્પત્ય જીવન ને નવ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે )

Friday, March 4, 2011

Carrier Guide :: આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા તૈયાર થઇએ...


સ્પર્ધાત્મક  પરીક્ષાઓ  (UPSC, GPSC) જેવી સિવિલ સર્વિસીઝ માત્ર એક કારકિર્દીનો વિકલ્પ નથી, એ જીવનને એક નવો આયામ પૂરો પાડે છે. આવો, અત્યારથી જ આ સ્પર્ધાત્મક  પરીક્ષાઓ  પાસ કરવા તૈયાર થઇએ...         

સિવિલ સર્વિસીઝ (યુપીએસસી) પરીક્ષાઓ પસાર કરી પ્રાપ્ત થતા હોદ્દાઓ, કલેક્ટર, કમિશ્નર વગેરે સમાજનાં રેર અને સ્કેર સ્થાન હોય છે. ગોલ્ડ નામની ધાતુ રેર અને સ્કેર હોવાથી જ બહુ જ મૂલ્યવાન છે. પ્લેટિનમ તો ગોલ્ડથી પણ વધુ રેર, સ્કેર હોવાથી વિશેષ મૂલ્યવાન છે. (સમાજમાં ડોક્ટરો, એન્જિનિયર, એમ.બી.એ., સી.એ.ના પ્રમાણમાં). 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી અને તેના દ્વારા પ્રાપ્ત થતી સર્વિસીઝ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએસ દ્વારા કલેક્ટર, કમિશનર, વિદેશ વિભાગના ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત થાય છે તે સમાજમાં ઉચ્ચતમ માન-મોભો ધરાવે છે. મિલિયોનેરને બિલિયોનેર બનવું છે. બિલિયોનેર, ટ્રિલિયોનેર બનવા કસરત કરે છે, કારણ કે તેણે પોતાનું સામાજિક મહત્વ વધારવું છે. તેની પ્રાથમિક જરૂરિયાતો એની એ જ રહે છે. પરંતુ આ મિલિયોનેર, બિલિયોનેર બનાવાથી ક્યાંય વધુ ડોનેશન આપી શકે છે. તેની નામની તકતી લાગી શકે છે, તેને Guest of Honour Ic Chief Guest તરીકે સમાજના જાહેર કે ખાનગી ફંકશનમાં આમંત્રણ મળે છે. આમ, તેનું સોશિયલ ઇમ્પોર્ટન્સ મેળવવાની ભૂખ સંતોષાય છે. સિવિલ સર્વિસીઝ જેવી પરીક્ષાઓથી જીપીએસસી અને યુપીએસસી પ્રાપ્ત થતાં હોદ્દા કલેક્ટર, કમિશ્નર, નાયબ કલેક્ટર નાયબ કમિશ્નર આ પ્રકારનું બિલિયોનેર સ્ટેટસ આપોઆપ લઇને આવે છે.   

આમ, જિંદગીભર રઝળપાટ કર્યા પછી દાંત પડી જાય મોતિયો આવી જાય ત્યારબાદની બિલિયોનેર, ટ્રિલિયોનેરને મળતા સામાજિક મહત્વની સ્થિતિ સમયસર આવી સિવિલ સર્વિસીઝની સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી યુવાનીમાં પ્રાપ્ત કરવા પરીક્ષાઓમાં સફળ થવા મચી પડવું જોઇએ અને મિત્રો તમે નિષ્ફળતાથી હચમચી જવાનું પસંદ ન કરતા હો તો અત્યારથી એટલે કે માધ્યમિક શાળાની ઉંમરથી જ (ધોરણ આઠથી આવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી આરંભી) મચી પડવું જોઇએ. દોડવું નિરર્થક છે. સમયસર ચાલવાની શરૂઆત કરવી મહત્વનું છે.     

આપણે શાળા અને કોલેજની પરીક્ષાઓની તૈયારી સામાન્ય રીતે માકર્સ મેળવવા કરતા હોઇએ છીએ તેને બદલે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (યુપીએસસી, જીપીએસસી)ની તૈયારીઓમાં માકર્સને બદલે કોઇ પણ વિષયના ટોપિક ઉપર રિમાકર્સ ટીપ્પણી કરી શકો તેટલી સમજણ ક્ષમતાનો વિકાસ થાય તે કક્ષાનું વાંચન આ પરીક્ષામાં સફળતાનો પાયાનો મંત્ર છે.

એક કોમન પ્રશ્ન છે કે આ સિવિલ સર્વિસીઝ પરીક્ષાની ખરેખરી તૈયારી કેટલા સમય અગાઉથી કરવી? તેના પ્રતિભાવમાં જણાવવાનું દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં સ્નાતક (ગ્રેજ્યુએશન)ના છેલ્લા વર્ષની અંતિમ પરીક્ષામાં બેઠેલા, પરંતુ પરિણામની રાહ જોતાં ઉમેદવારોથી માંડી સ્નાતક, અનુસ્નાતક વગેરે પૂર્ણ કરેલા સામાન્ય કેટેગરીના ૨૧થી ૩૦ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ વગેરે જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ ધોરણ આઠની કે હાઇસ્કૂલની કક્ષાથી જ આ અંગે જાગ્રત બની, તે દિશામાં ધ્યેય નક્કી કરી, સમયસર પૂર્ણ તૈયારી શરૂ કરતા હોય છે. 
એ તેમનો સફળતાનો મંત્ર રહેતો છે ગુજરાતના લોકો મહેનતુ છે પરંતુ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી મળતા સ્ટેટસ, સિકયોરિટી સ્ટેબિલિટીથી હજૂ પૂર્ણપણે જ્ઞાત નથી. ગુજરાતની ખમીરવંતી પરિશ્રમી વિદ્યાર્થી આલમને આ લેખના માધ્યમથી આહવાન કરું છું કે લક્ષ્મીના સાધક હોવાના લેબલની સાથે સાથે આપણે સરસ્વતીના પણ આરાધક છીએ તેવું દેશ અને દુનિયાને દર્શાવી આપવાની આ સિવિલ સર્વિસીઝ ઉમદા તક પૂરી પાડે છે.    


સપનેં ઉન્હી કે સચ હોતે હૈ,
જીન કે સપનોં મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહીં હોતા
હોંસલો સે ઉડાન હોતી હૈ.

( એક નાયબ કલેક્ટર ના પ્રવચન પર આધારિત )