Monday, March 7, 2011

MAHILA DIVAS :: સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.

સાચી સન્નારી 
એ જેટલી સુંદર વસ્તુ છે 
તેટલી જ તેની વ્યાખ્યા કરવી અઘરી છે. 
એ દિશામાં આ રીતે આરંભ થઈ શકે : 
સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.


પ્રથમ મહિલા વન્ય પ્રાણીવિદ્ નડિયાદના વતની જ્યોતિ મહેતા છે. તેઓ દેશના અને એશિયાના પ્રથમ મહિલા વન્ય પ્રાણીવિદ્ બન્યાં.

ગુજરાતના પ્રથમ ગ્લાઇડર ગર્લ ગિરા શાહ છે. ૧૯૬૫માં ગ્લાઇડટ પાયલોટ લાઇસન્સ (GPL) મેળવનારાં પ્રથમ ગુજરાતી મહિલા છે.તો પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતી માસિકના પ્રથમ મહિલા તંત્રી પૂતળીબાઇનો ઉલ્લેખ ચૂકી ન શકાય.
- પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ નીલા પંડિત બન્યા. તે મૂળ સુરતના નીલાબહેન ભારતના પણ પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ ગણાય છે.
- ઉત્તર ધ્રુવ પર પહોંચનારા પ્રથમ મહિલા વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા છે. ઉત્તર ધ્રુવ સર કરનારા પ્રીતિબહેન ભારતના પ્રથમ મહિલા જ નહીં પણ પ્રથમ ભારતીય નાગરિક છે.
- અમદાવાદનાં લીલાબહેન દાતણિયા એક કામદાર સ્ત્રીમાંથી વીડિયો ફોટોગ્રાફી સુધી પહોંચી ફિલ્મનિમૉત્રી બનનાર પ્રથમ ગુજરાતી મહિલા છે.
- ભારેખમ ઊંચા શિલ્પો બનાવનારા ગુજરાતના અને એશિયાના પ્રથમ મહિલા શિલ્પકાર જસુબહેન શિલ્પી છે.
- રાજકોટના દીપ્તિબહેન ત્રિવેદી રિવોલ્વર, રાઇફલ તમંચા વગેરે વેચવાનું લાઇસન્સ ધરાવે છે.
- ડૉ.મધુરીબહેન શાહ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનમાં પ્રથમ મહિલા ચેરપર્સન બન્યાં.
- અમદાવાદના હરકૌર શેઠાણીએ ગુજરાતમાં સૌપ્રથમવાર કન્યા કેળવણીના દ્વાર ખોલ્યાં.
- ગુજરાતી બની ચૂકેલાં મૃણાલિની સારાભાઇ નૃત્ય માટે French Archives Internationalનો એવોર્ડ અને ડિપ્લોમા મેળવનારાં પ્રથમ ભારતીય નારી છે.
- પોરબંદરના સવિતાબહેન મહેતા મણિપુરી નૃત્યશૈલીમાં ‘નર્તનાચાર્ય’ની પદવી પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય મહિલા છે.
- સંતોકબા દુધાત Scroll Paintingમાં ખ્યાતિ મેળવનાર પ્રથમ ગુજરાતી સ્ત્રી છે.
- વ્યાયસાયિક ક્ષેત્ર જહાજ ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન સ્ત્રી સુમતિબહેન મોરારજી એક ગુજરાતી નારી હતાં, એ બહુ આદરપૂર્વક યાદ કરવું પડે.
- મહિલા સત્ર ન્યાયાધીશ તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ (૧૯૯૪)માં સુજ્ઞાબહેન કમળાશંકર ભટ્ટ થયા.
- ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા અમદાવાદમાં ૧૮૪૯માં એક વિદ્યાર્થીની સાથે શરૂ થઇ.
આ બધાં ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતી સ્ત્રી ક્યાંય પાછળ નથી એ વાત આજની અને આવતીકાલની આખી પેઢી માટે અત્યંત પ્રેરણાદાયક અને શ્રદ્ધેય બની રહે છે

No comments:

Post a Comment