Monday, June 27, 2011

LIFE : જોવાની દ્રષ્ટી

વ્યક્તિને આપણે 
જેવા હોઈએ છીએ 
તે રીતે જોઈએ છીએ, 
હકીકતમાં 
તેઓ જેવા છે 
તે રીતે જોતા નથી 
આથી ગેરસમજુતી થાય છે

Friday, June 24, 2011

તમારા મિત્રો


જયારે તમને સફળતા મળશે 
ત્યારે તમારા મિત્રોને ખબર પડશે કે 
તમે કોણ છો. 


જયારે તમને નિષ્ફળતા મળશે 
ત્યારે તમને ખબર પડશે 
તમારા મિત્રો કોણ છે

Tuesday, June 21, 2011

The Life : પાનખર પછી હંમેશા વસંત આવે છે.

પાનખર પછી હંમેશા વસંત આવે છે. 
કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, 
ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે 
જીવનમાં જેવું દુ:ખ આવે 
તો તેને ગણકારશો નહિ. 
એનાં પાંદડાં ખરી જશે અને 
નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

Wednesday, June 15, 2011

હાસ્યની ટીકડી :: એક સવારે એક સાંજે...... ગમ સાથે લેવી


એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :
દુકાનદાર : જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.
ગ્રાહક : એને શું આવડે છે ?’
દુકાનદાર : એને કોમ્પ્યુટર આવડે છે.
ગ્રાહક : ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક: એને શું આવડે છે ?’
દુકાનદાર : એ પ્રોગ્રામિંગ જાણે છે.
ગ્રાહક : ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’
દુકાનદાર : એનો ભાવ રૂ. 10,000. પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી. પરંતુ બાકીના બે પોપટ એને બોસકહે છે !

શહીદોને લાખ લાખ સલામ


એનું  શિર  ખોળામાં  લેવા  કોઇ જનેતા ના'વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી


કોઇના   લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં

એવા
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી  ગાવે

કોઇના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં  હૈયા ઉપર કર-જોડામણ કરજો

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી


ભલે ભૂલી જાય આજના આ લંપટ નેતાઓ
પણ આપ વધુ કઈ નહિ કરો તો ભલે, પણ આટલું જરૂર કરજો કે
તેમની ખાંભીઓ આપ આપના દિલ માં જરૂર ચણજો

Tuesday, June 14, 2011

જિંદગી

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

Friday, June 10, 2011

જીવન વલોણું


ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ. 
કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,  
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ. 
ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,  
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ. 
વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,  
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે


માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે
બાળક એના ડાબા હાથ પરજ હોય છે.
કારણકે શરીરમાં હ્દય ડાબી જ હોય છે.ને?
પરંતુ જો એજ બાળક્ને પિતા જયારે ઉપાડે છે,
ત્યારે બાળક્ને એના જમણાં હાથ પરજ હોય છે.
કારણ કે ડાબી બાજુ તો ખમીશનું ખિસુ હોય છે.
કે જેમાં રુપિયા ભરેલા હોય છે.
સ્ત્રી ચિત્તને લાગણીમાં રસ છે, જયારે પુરુષ ચિત્તને પદાર્થમાં રસ છે.
આપણે આમાં ક્યાં? જો કે કેટલાક અપવાદો  હોય શકે…!
( પિતાજીઓને વિનતિ કે ખોટુ લગાડશો નહિ, માતા એ માતા છે.)
ડો. કિશોરભાઈ એમ.પટેલ

Sunday, June 5, 2011

’સહન’ અને ‘શોષણ’

‎’સહન’ અને ‘શોષણ’ 
એ બે શબ્દ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. 
એકમાં સ્વેચ્છાએ સહજ સ્વીકાર છે
જ્યારે બીજામાં ખુલ્લું દમન છે.
માતા બાળક માટે કે પરિવાર માટે પોતાનું કંઈક જતું કરીને સહી લે છે,
તો એ ‘શોષણ’ ન કહેવાય.
સહન શક્તિ માણસને ગૌરવ બક્ષે છે.
આ બંને શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા વગર જ 
કેટલાક સંગઠનો સમાજસેવા માટે તૂટી પડતા હોય છે !

Saturday, June 4, 2011

આજના વિધાથી ને એક ટકોર "પ્રેમ મા પડશો નહી "


બધે પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોદણાં રડશો નહી.

પ્રેમ જેવુ કઈ નથી, છે બધા લાગણીવેડા,
ઇશ્કની ગજલનાં રવાડે ચડશો નહી.

પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહમા ભુખે મરતા હશો. 

કામ કઢાવવાના નુશ્ખાં ઘણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,

ભણશો ને ગણશો તો શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહી