Wednesday, June 15, 2011

શહીદોને લાખ લાખ સલામ


એનું  શિર  ખોળામાં  લેવા  કોઇ જનેતા ના'વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી


કોઇના   લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં

એવા
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી  ગાવે

કોઇના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં  હૈયા ઉપર કર-જોડામણ કરજો

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી


ભલે ભૂલી જાય આજના આ લંપટ નેતાઓ
પણ આપ વધુ કઈ નહિ કરો તો ભલે, પણ આટલું જરૂર કરજો કે
તેમની ખાંભીઓ આપ આપના દિલ માં જરૂર ચણજો

No comments:

Post a Comment