એક તો માંડ માંડ હાલ TET અને TAT ની પરીક્ષાઓની જેમ
અરજીપત્રકો (હમણાં BIODATA નું જે ચલણ નીકળ્યું છે)
અને ત્યારબાદ કસોટીઓ આપી ક્યાંક મુરતિયાનું ગોઠવાણું હોય
ત્યાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ને જેમ નોકરી ટાણે CCC ની પરીક્ષા નું સર્ટી જરૂરી કે બાધારૂપ બને છે, તેમ મુરતિયાઓને લગ્ન ટાણેજ કોઈક ગ્રહ નડતો જ હોય.. છે..
તેના નિરાકરણ માટે જેમ CCC નું સર્ટી મેળવવા ઘણી દુકાનો બની ગઈ છે.. તેમ મુરતિયાઓને ગ્રહ મેળ દુર કરવા માટે ગોરબાપા મંત્ર જાપ નો સરળ રસ્તો બતાવી માર્ગ કાઢી આપે છે..
અંતે સંગો પંગો પાર ઉતરી ભાઈ વાજતે ગાજતે લગ્ન માંડવે પહોંચે છે..
ટૂંક માં અત્યારે નોકરી અને છોકરી (કન્યા) મેળવવા માટે મહંદઅંશે એક જ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે....
No comments:
Post a Comment