હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત
કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ.
બીજી વ્યક્તિઓના જીવનને ઠીકઠાક કરી
આપવાના અભરખામાંથી મને છુટકારો અપાવ.
બીજાના દુ:ખની વાતો ધીરજથી સાંભળવાનો
સદભાવ મને આપ,
બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને
દુ:ખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.
ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો
મૂલ્યવાન પાઠ તું મને શીખવ.
માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની
અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ.
અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.