એક બેકાર
એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો
સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી. એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ
કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી
આપવા કહ્યું જેથી માઈક્રોસોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ
કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ! “હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જેમાણસ
પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને
નોકરી ન મળે!” છોકરો
નિરાશ થઈ નીકળ્યો. હવે શું કરવું તેને સમજાતું ન્હોતું. એક આશા હતી જે ઠગારી નિવડી
હતી. તેના ખિસ્સામાં ફક્ત ૫૦ રૂપિયા હતા. તે માર્કેટ યાર્ડ ગયો અને ૧૦ કિલો ટમેટાં
લઈ આવ્યો. પછી ઘેર ઘેર ફરીને તેણે તે ટમેટાં વેચ્યાં અને ફક્ત બે કલાકમાં રૂપિયા
બમણાં કર્યા! તેણે તેજ દિવસે એવાત્રણ ચક્કર લગાવીને ૪૦૦ રૂપિયાની મૂડી ઉભી કરી
લીધી. છોકરાને ધંધાની લાઈન મળી ગઈ. તેણે દિલોજાનથી મહેનત કરીને ધંધો કર્યો અને
વધારતો ગયો. શરુઆતમાં હાથગાડી લીધી પછી ટેમ્પો લીધો, પછી ખટારો અને એમ કરતાંને જોતજોતામાં તો
તેણે પોતાના વહાણ ખરીદી લીધાં. પાંચ વર્ષમાં તો તેશાકભાજીનો સૌથી મોટો વેપારી બની
ગયો. છોકરામાંથી માણસ થયો અને ઘરબાર અને પરિવાર વાળો થયો. હવે તે તેના ભવિષ્યની
યોજના બનાવવા લાગ્યો અને સૌ પ્રથમ તેણે વીમો લેવાનું વિચાર્યું. તેણે વીમાના
દલાલને ફોન કર્યો. દલાલ પાસેથી ભવિષ્યનો પ્લાન સમજીને તેણે તે માટે પોતાનું નામ
નોંધાવ્યું. વીમા દલાલે તેને એક ફોર્મ ભરવા આપ્યું જેમાં તેણે તેની બધી વિગતો ભરી
દીધી ફક્ત એક ખાનું ખાલી રાખ્યું: ઈમેઈલ નું ! વીમા દલાલે પૂછ્યું: ”કેમ?” તો કહે: ”મારી પાસે પહેલેથી નથી!”
“આપની પાસે ઈમેઈલ ન હોવા છતાં આપ આટલું
સામ્રાજય ઊભું કરી શક્યા…!”
વીમા
દલાલ આશ્ચર્ય ચકિત થઈ ગયો:
“જરા
વિચારો જો આપની પાસે ઈમેઈલ હોત તો?”
પેલા છોકરાએ જવાબ આપ્યો :
“તો હું માઈક્રો સોફ્ટની ઑફિસમાં પટાવાળો
હોત.”
nice one
ReplyDelete