એક મહાન શાસ્ત્રીય સંગીતકાર જ્યારે ખૂબ સફળ થયા અને
તેમનું નામ દેશભરમાં
જાણીતું થયું ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં એક પત્રકારે પૂછ્યું : ‘તમને
રાતોરાત આવી ભવ્ય સફળતા મળી તેનું રહસ્ય શું છે ?’ ત્યારે સંગીતકારે જવાબ
આપેલો કે, ‘દોસ્ત, મારી એ
રાત ખૂબ લાંબી હતી.’ મતલબ
કે મેં વર્ષો સુધી
સંગીતસાધના કરી હતી અને સંઘર્ષ કર્યો હતો પણ હજુ સુધી કોઈએ એની નોંધ લીધી
નહોતી. માટે અહીં શીખવાનું એ છે કે જ્યારે તમે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા
છો અને પરિશ્રમ કરી રહ્યા છો ત્યારે કદાચ કોઈ તમારી નોંધ પણ નહિ લે. ત્યારે
કદાચ કોઈ તમને અભિનંદન પણ નહિ આપે. કદાચ તમે જે કાર્યને વળગી રહ્યા છો, તેને
કારણે લોકો તમને મૂર્ખ અથવા બુદ્ધિ વગરના પણ કહેશે. પણ આપણે ધીરજપૂર્વક
આપણા ધ્યેયને વફાદાર રહેવું. સંઘર્ષના સમયમાં દરેકની આવી જ પરિસ્થિતિ
હોય છે. પણ ખાસ વાત કે ધીરજ ગુમાવશો નહિ. આજે કોઈ પણ શાસ્ત્રીય સંગીતકારોના
જીવનચરિત્રો વાંચો, તેમના
વિશે જાણો તો તમને ખ્યાલ આવશે કે તેમણે પંદરથી વીસ વર્ષ સુધી
દરરોજના બાર-બાર કલાક કે તેનાથી વધુ રિયાઝ કર્યો હોય છે. ત્યારે તેઓ સફળ
થયા હોય છે અને સફળ થયા પછી પણ રિયાઝ કરતા રહે છે.
No comments:
Post a Comment