આજ કાલ કરતા સમય સરકી જાય છે
આજની આજમાં જીવી લો આ પળ વીતી જાય છે
કોણ કે છે બહુ સમય છે મારી પાસે
પલક ઝપકતા હર પળ વીતી જાય છે
હર એક ઘડીમાં જીવન જીવી લો
પતા હાથમાં ગોઠવતા રમત પતી જાય છે
તું મારું અને આ મારું
આ મારું મારું કહેવામાં સઘળું છીનવાઈ જાય છે
કોઈ નથી આપણું બસ આ શ્વાસ અને આ પળ છે આપણી
દુઃખ અને સુખ નો સરવાળો પણ સમયની બાદબાકી થાય છે
ફીરકીમાંથી માંજો કાઢતા પતંગ ઉડી જાય છે
ભમરો આવે છે પ્રેમ કરવા ફૂલને ત્યાં પાંદડી બીડાઈ જાય છે
આજ આપણે આંબો વાવ્યો સમય લાગશે ઊગવામાં
કોણ વાવે અને કોણ ખાશે એ કયા સમજાય છે
આજની આજમાં જીવી લો
આ સુંદર જીંદગીની પળ વીતતી જાય છે
સમયને પણ સમજાવવામાં સમય વીતી જાય છે
@ જ્યોતિ મોદી

No comments:
Post a Comment