Thursday, December 29, 2011

ભગવાન તું મહાન છે. (GOD TUSI GREAT HO)

સાંજે નવરા થઈને પાનને ગલ્લે કે ગામના ચોરે સાંભળવા મળતી વાતોમાની એક વાત એટલે શું દુનિયામાં ભગવાન છે....   ગઈકાલે ઝી સિનેમામાં એક ફિલ્મ ચાલતું હતું.. "ગોડ તુસી ગ્રેટ હો "  જેમાં એક હતાશ વ્યક્તિ ભગવાન ને ફરિયાદ કરે છે.. અને તેની વાતો સાંભળી ભગવાન તેને મળે છે... અને તેને અમુક દૈવી શક્તિઓ આપે છે.. પણ અમુક શરતો મુજબ.... પણ આપે ફિલ્મ જોઈ હશે  એટલે ખબર હશે.. તે વ્યક્તિ ભગવાનની શરતોનું ઉલ્લઘન કરે છે.. અને જે હાલ થાય છે.. તે માટે તો આપે ફિલ્મ જોવી રહી પણ ટુંકમાં કહેવાનું એટલું કે....
It is easier to believe in God than to accept His will  એટલે કે પ્રભુને માનવા સહેલા છે પણ, પ્રભુ નું માનવું કઠીન છે..
            ઘડિયાળમાં સેકંડનો કાંટો ટક ટક કરતો ફટાફટ ફરે છે, તેથી મિનિટ અને કલાકના કાંટાને પણ ફરવું પડે છે. બાળક જ્યારે કાંટાઓને ફરતા જુએ છે ત્યારે તેને બીજો કોઇ વિચાર નથી આવતો પરંતુ મોટા થતાં તેને સમજ આવે છે કે ઘડિયાળના ડાયલની પાછળનું મિકેનિઝમ, તેમાં રહેલાં ચક્રો આ કાંટાઓને ફેરવે છે.
            વધુ મોટા થતાં તેને ખબર પડે છે કે જે મશીનરીથી ઘડિયાળ ચાલે છે તેનો કોઇક બનાવનાર છે. જગતમાં ચાલતાં તમામ મશીનો માટે આ થિયરી લાગુ પડે છે. મશીન છે તો ચલાવનારો છે. મશીન શું કામ? જગતની તમામ વસ્તુઓ માટે આ સત્ય પ્રસ્તુત છે. જે જે કંઇ ચાલે છે, ઊભું છે, દેખાય છે, નથી દેખાતું તેનો બનાવનાર, ચલાવનાર, સંચાલક કોઇ છે, તે ભગવાન છે.  જો ભગવાન ન હોત તો ભક્તિસભર લાગણી, શ્રદ્ધા અને વિશ્વાસ ક્યાંથી આવત?

Wednesday, December 28, 2011

એકવાર સપનું તો જોઈ લો .... આ નવી દુનિયાનું..

"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ"
આ વાક્ય જોઈ તમને આશ્ચર્ય થશે.. કે ખરેખર શિક્ષક આવી તાકાતવાળો હશે..... પણ હા !  ઇતિહાસમાં ડોકિયું કરિયે તો... શ્રી રામ અને શ્રીકૃષ્ણ જ્યાં અભ્યાસ કરતા તે ગુરુ પરંપરા, થોડા નજીક આવીએ તો.... શ્રી ચાણક્ય જેવા શિક્ષક અને  19મી અને 20મી સદીમાં જે મોટા-મોટા નામ આપણી પાસે હતા, તેટલુ મોટુ નામ આજે એક પણ નથી. રવિન્દ્રનાથ, ગાંધી, ગુજુભાઈ અને વિનોબા વગેરેમાંથી એકપણ શિક્ષક નહોતા, પરંતુ શિક્ષાના જે વિચારો તેમણે આપ્યા, જે પ્રયોગ તેમણે કર્યા, તેનાથી તેઓ એટલા મોટા શિક્ષક બની ગયા કે સાચે જે શિક્ષક છે તે પણ તેમની આગળ નાના દેખાવા લાગ્યા.  પણ આજે આપણુ સંપૂર્ણ પ્રશિક્ષણ કોઈ તાબૂતમાં મૂકેલ મમી જેવુ બની ગયું છે..  અને શિક્ષક એક ચાર રસ્તા પર ઉભી કરવામાં આવેલી અપેક્ષિત મૂર્તિ સમાન બની ગયો છે.. મૂર્તિ બનવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તેને ઉપેક્ષિત થવુ પડે છે. એ ફક્ત ઉદ્દઘાટનના દિવસોની શોભા હોય છે. તેથી જો કોઈ શિક્ષક મૂર્તિ બનવાની કોશિશ કરે છે તો તે જડ બની જાય છે, તેની ઉપેક્ષા થાય છે. માફ કરશો દોસ્તો પણ આ આજની કડવી હકીકત છે.. સ્વતંત્રતા પછી શિક્ષક ઘણા શબ્દોનો અર્થ ભૂલી ગયા છે. આમ તો 'શાળા' શબ્દને પણ સારો નથી માનવામાં આવતો, કારણ કે એ પણ એક જડતા, ક્રૂરતા અને કઠોરતાનુ પ્રતીક બની રહ્યો છે. છતા ભૌતિક રૂપે આપણી સામે શાળા છે, જેણે સમાજ, સરકાર અને બાળકોએ સ્વીકારી છે. શાળાને શિક્ષાનુ સર્વાધિક શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ માનવામાં આવ્યુ છે.
        આજે શાળા ભલે આપણા જૂના ગુરૂકૂળ કે આશ્રમ સમાન ન હોય, એક ચબૂતરા જેવી શાળા હોય છતા તે આજે આપણે વચ્ચે ભૌતિક રૂપે છે. આ શાળાની પાછળની વ્યવસ્થા એટલેકે સરકાર ગાયબ છે, સમાજ પણ મોટાભાગે ગાયબ છે. શાળા શબ્દમાં કોઈ સમાયુ છે તો માત્ર બે લોકો - બાળકો અને શિક્ષક. 
        આજનો શિક્ષક જ્ઞાનનો પડકાર અને હુન્નરની ચિંતાની સામે ઉભો છે. શિક્ષાએ દુનિયમાં જે વાતાવરણ ઉભુ કર્યુ છે તેને જોતા લાગે છે કે શિક્ષાની પારંપારિક વ્યાખ્યા ઘસાઈ ગઈ છે. હવે બાળકો, કિશોર કે યુવકો શાળામાંથી કે શિક્ષક પાસેથી જ નથી શીખતા, હવે તો તેઓ મશીન સાથે વાતો કરે છે, તેને આદેશ આપે છે અને દરેક વાત માટે મનાવે છે. મનુષ્ય પર મશીન હાવી થઈ ગયુ છે. 
આજના પ્રશિક્ષિત લોકો કહે છે.. "હવે શિક્ષકની જરૂર છે ક્યા ?  જ્ઞાનતો ગમે ત્યાંથી મળી રહે છે " મિત્રો પણ ખરી બાબત તો એ છે કે આ જ્ઞાનની જરૂર આજના સમયમાં નથી.. એ તો હુન્નર કે પૈસા રળવાનું જ્ઞાન છે.. પણ આજે ચારે બાજુ નજર નાખશો તો તમને ખબર જ છે ... કે  આપણી સામે આતંકવાદ છે, સાપ્રદાયિકતા છે, કટ્ટરતા છે, જાતિવાદ અને વર્ગવાદ છે, નફરત છે, સ્વાર્થ છે.  આ બધી બાબતો માનવીય ભાવના અને સંવેદના સાથે સંકળાયેલા છે. જો આપણે ભાવનાઓની યોગ્ય શિક્ષા આપી દઈએ, અને તેને વ્યક્ત કરવાનો અને તેના પર સંયમ રાખવાનો પણ, તો મનુષ્યને યોગ્ય મનુષ્ય બનાવવાનો શ્રેય શિક્ષકને જ મળવાનો છે. હવે વિચાર કરો આજની શાળા અને શિક્ષક આ પ્રકારનું શિક્ષણ આપવા માંડે અને જે વિધાર્થીઓ તૈયાર થાય ..... વિચાર કરો કેવું નિર્માણ થશે આપના દેશના ભવિષ્યનું... નહિ હોય આંતકવાદ, ભ્રષ્ટાચાર, ગુન્હાઓનું સામ્રાજ્ય, કોઈ જાતિવાદ, ઊંચ નીચ .... સપનું તો જુવો ... કેવો દેશ હશે આપણો અને કેવું હશે આપણું જીવન... આ બાબત શક્ય નથી... પણ એકવાર સપનું તો જોઈ લો .... આ નવી દુનિયાનું  ........

Monday, December 19, 2011

સ્ટીવ જોબ્સ અને મહાત્મા ગાંધી

સ્ટીવ જોબ્સ ગાંધીવાદી ન હતા કે તેમનું કાળું ટી-શર્ટ ખાદીનું ન હતું. પરંતુ ગાંધીજી પ્રત્યે તેમના મનમાં ખાસ સ્થાન હતું એવું એકથી વધારે પ્રસંગે દેખાઇ આવ્યું. એક જાણીતી ઘટના ૧૯૯૯ની છે. ટાઇમ સામયિક એ વખતે પર્સન ઓફ ધ સેન્ચુરી માટે સર્વેક્ષણ કરતું હતું, ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે આ માન માટે મારી પસંદગી મોહનદાસ ગાંધી છે. કારણ કે તેમણે માનવજાતની સંહારાત્મક વૃત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને બતાવ્યો. ગાંધીજીએ પરિવર્તન માટે પશુબળને બદલે નૈતિક બળને આગળ કર્યું, એ માટે પણ સ્ટીવે તેમને યાદ કરીને કહ્યું હતું કે માનવજાતને આ જાતના શાણપણની અત્યારે છે એટલી જરૂર અગાઉ ક્યારેય ન હતી.

બને કે સ્ટીવના આ શબ્દોમાં કોઇને ડાહી ડાહી વાતો પ્રકારનો ભાવ વંચાય. પરંતુ ગાંધીજી વિશેના સ્ટીવના ભાવનો ખ્યાલ તેમના જૂના સાથીદાર જોન સ્કલીએ હફિંગ્ટન પોસ્ટને આપેલી એક મુલાકાતમાં સાહજિક રીતે જાણવા મળ્યો. પેપ્સીમાં કામ કરતા સ્કલીને જોબ્સ આખી જિંદગી ગળચટ્ટાં પીણાં જ વેચ્યા કરશો? એવું મહેણું મારીને સ્ટીવે સ્કલીને એપલમાં ચીફ એક્ઝિક્યુટીવ તરીકે જોડાવા મનાવી લીધા હતા. પાછળથી સ્ટીવના એક પ્રોજેક્ટની નિષ્ફળતા અને મેકિન્તોશ કમ્પ્યુટરના આરંભિક ધીમા વેચાણને કારણે બન્ને વચ્ચે મતભેદ થયા. સ્કલી અને બોર્ડના બીજા સભ્યો સાથે ખટરાગના પગલે સ્ટીવને એપલ છોડવાનો વારો આવ્યો, એ કથા જગજાહેર છે.

પણ સ્ટીવના મૃત્યુ પછી, સ્ટીવનો કયો ગુણ તમારા મતે સૌથી મોટો છતાં ખાસ જાહેર ન થયો હોય એવો છે? એવા સવાલના જવાબમાં સ્કલીએ સ્ટીવની સાદગીને-નિસ્પૃહતાને બિરદાવતાં કહ્યું,તેને ધનદોલતનો ખડકલો કરવામાં રસ ન હતો. અમે જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે સ્ટીવના ઘરમાં નહીં જેવું ફર્નિચર હતું: એક પલંગ, એક લેમ્પ અને આઇનસ્ટાઇન-ગાંધીની તસવીર. બસ!

પોતાના ઘરના ઓછામાં ઓછા ફર્નિચરમાં ગાંધીની તસવીર રાખનાર સ્ટીવે ૧૯૯૭માં થિન્ક ડિફરન્ટનું સૂત્ર ધરાવતી જાહેરખબર ઝુંબેશમાં બીજાં અનેક ક્ષેત્રની હસ્તીઓ ઉપરાંત આઇન્સ્ટાઇન અને ગાંધીજીના વ્યક્તિત્વનો પણ ઉપયોગ કર્યો હતો, તેની હવે ભાગ્યે જ નવાઇ લાગે.

સ્ટીવને નજીકથી જાણનારા સ્કલી જેવા બીજા ઘણા લોકોની અંજલિમાંથી ઉપસતી કેટલીક રેખાઓ અનાયાસ ગાંધીની યાદ અપાવે એવી છેઃ ઔપચારિક ભણતરને બદલે કોઠાસૂઝને મળેલું મહત્ત્વ, પોતાનું જીવનકાર્ય શોધવાની તત્પરતા- તાલાવેલી, એ ન મળે ત્યાં સુધી ઠરીને નહીં બેસવાનો નિર્ધાર અને એક વાર એ મળી ગયા પછી તેને આજીવન અપનાવી લેવાની દઢતા, ઊંચાં ઘ્યેય અને તેને પહોંચી વળવા માટે સાથીદારોની કસોટી કરી નાખે એવી આકરી અપેક્ષાઓ, નેતા તરીકે ઉત્તમ, મૌલિક અને બિનસમાધાનકારી, સૌંદર્યદૃષ્ટિ ગુમાવ્યા વિના સાદગી માટે દુરાગ્રહની કક્ષાનો આગ્રહ, પહેરવેશ અને બાહ્ય દેખાવ પ્રત્યે અનાસક્તિ, નિષ્ફળતાથી ડગવાને બદલે તેની સામે શીંગડાં ભરાવીને મુકાબલો કરવાનું ઝનૂન, પોતાના ઘ્યેય અને અંદરના અવાજમાં અતૂટ શ્રદ્ધા, પોતાની શક્તિઓની સાથોસાથ મર્યાદાઓનું અને પોતે શું કરી શક્યા નથી તેનું ભાન, પોતાના અને પછીના સમય પર ભૂગોળના સીમાડાને આંબતો તેમનો પ્રભાવ...

બન્ને વચ્ચેના વૈષમ્યની યાદી આનાથી અનેક ગણી વધારે લાંબી બને. છતાં બે જુદી સદીના, જુદા ક્ષેત્રોનાં વ્યક્તિત્વો વચ્ચે આટલી સમાનતા મળે તે પણ વિશિષ્ટ યોગાનુયોગ અથવા કદાચ એનાથી કંઇક વિશેષ ગણાય.

Sunday, December 18, 2011

કડવી અને ન ગમે તેવી વાતો ... (દુનિયા સબ હમજતી હૈ ભાઈ ...)

આપને પણ છાપુ વાંચતા અચૂક નજરમાં આ પ્રકાર ની જાહેરાતો આવતી હશે... જેવી કે....

કોઈ વ્યક્તિ રાજકીય પદ મેળવે....  કે અન્ય કોઈ સિદ્ધિ મેળવે (જેમકે પોલીસ કર્મી માંથી PSI  વગેરે જેવી....) ત્યારે તેને ન્યુઝ પેપર માં અભિનંદન આપતી અન્ય વ્યક્તિઓનો રાફડો ફાટી નીકળે છે... આખે આખા પેજ ચીતરી મુકવામાં આવે છે...
...... ત્યારે કદાચ તમને પણ પ્રશ્ન થતો હશે કે....

(૧)    આ બધાને આ વ્યક્તિ પ્રત્યે આટલી લાગણી હશે. ખરી .????????
(૨)    અભિનંદન માં વાપરેલ શબ્દો ખરેખર વાજીબી છે... કે.. તેમાં થોડું પણ સત્યતાની ખરેખર નજીક છે...????????????
(૩)    શું ખરેખર તે અભિનંદન ને પાત્ર તે વ્યક્તિ હોય છે...... ????
(૪)    અભિનંદન આપનાર વ્યક્તિમાંથી આપે કોઈ મધ્યમ વર્ગ કે ગરીબ વ્યક્તિના નામ કદી જોયા છે.. ??? જો ના તો.. પછી.. આ અભિનંદન નો શો હેતુ હોય શકે.... ??? આપ જાણો જ છો.... ???  છતાં હું જ કઈ દઉ છું કે...... ભાઈ આ બધાને મીઠી મારવાનું બંધ કરો..... .... બધાને ખબર જ છે... કે આ તો ભવિષ્ય માં કામ કઢાવવાના નુસખા છે.. બાકી તમને તે વ્યક્તિ પ્રત્યે કેવી લાગણી છે... બધા જાણે જ છે........
આપ મારી સાથે સહમત હો કે ના હો આપ આપના મંતવ્ય જરૂર જણાવશો.... મને ખુશી થશે.... (અહી કોઈની લાગણી દુભાવવાનો નથી.. પણ લોક જાગૃતિ નો છે.. ૧૦૦ માંથી ૨૦ ટકા સાચી લાગણી પણ હોય છે....જ ... પણ ૮૦ ટકા વાળા કેવાનું કે હવે બંધ કરો......  )

આવી હરકતો પર આમ આદમીની એક વધુ સલામ.
(અમે સૌ જાણીએ છીએ .... છતાં સલામ કરિયે છીએ...)

Friday, December 16, 2011

online purchase Aakash tablet (આકાશ ટેબ્લેટ હવે માત્ર ૨૫૦૦ રૂપિયામાં તમે ખરીદી શકો છો)

આકાશ ટેબ્લેટ હવે માત્ર ૨૫૦૦ રૂપિયામાં તમે ખરીદી શકો છો. સપ્તાહમાં આકાશની ડિલિવરી તમારા સરનામે મળી જશે અને નાણા ત્યારે જ આપવા પડશે. જો કે, અત્યારે વેચાણ માટે રજુ કરાયેલું મોડલ માત્ર વાઇફાઇ પર ચાલે છે.જાન્યુઆરીમાં તેનું એડવાન્સ્ડ મોડલ યુબીસ્લેટ ઉપલબ્ધ થઇ જશે. 
તેમાં જીપીઆરએસ કનેક્ટિવિટી પણ મળશે. તેનો ભાવ ૨૯૯૯ રૂપિયા હશે.આકાશ ટેબ્લેટ બનાવનારી કંપની ડેટાવિન્ડો વેબસાઇટ http://www.aakashtablet.com/પર તેની માહિતી આપી છે.આકાશના જે ઓરિજિનલ મોડલને અત્યારે રજુ કરવામાં આવ્યું છે તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ ૨.૨ છે.
Hardware

Processor: Connexant with Graphics accelerator & HD Video processor
Memory : 256MB RAM / Storage (Internal): 2GB Flash
Storage (External): 2GB to 32GB Supported
Peripherals: 2 Standard USB port
Audio out: 3.5mm jack / Audio in: 3.5mm jack
Display and Resolution: 7 display with 800x480 pixel resolution
Software

OS: Android 2.2
Document Rendering
Supported Document formats: DOC, DOCX, PPT, PPTX, XLS, XLSX, ODT, ODP
PDF viewer, Text editor
Multimedia and Image Display
Image viewer supported formats: PNG, JPG, BMP and GIF
Supported audio formats: MP3, AAC, AC3, WAV, WMA
Supported video formats: MPEG2, MPEG4, AVI, FLV
Communication and Internet
Web browser - Standards Compliance: xHTML 1.1 compliant, JavaScript 1.8 compliant
Separate application for online YouTube video
Safety and other standards compliance
CE certification / RoHS certification

ટેલેન્ટેડ V/S નશિબદાર

મને તો એજ સમજાતુ નથી કે આવુ શાને થાય છે??
ટેલેન્ટેડ રહી જતા,ને જોઇલો નશિબદાર તરી જાય છે..!!

જન્મથી જ પૈસાનો આ સીલસીલો ચાલુ થઈ જાય છે.
એક નો હાઈ ફાઈ હોસપીટલ મા તો ,એક્નો સરકારી મા થાય છે..!!
......અમીરો માટે મીડીયમ ઈંગલીશમા વેઇટ થાય છે,,
ગરીબોને તો સરકારીમા પણ માંડ-માંડ રખાય છે..!!

થાય છે મોટા ત્યારે પણ આજ રમત રમાય છે,,
પૈસા અને લાગવગ થી મોટી ડીગ્રીઓ લેવાય છે,,
ઓહો સરકાર દ્વારા તો ડીગ્રીઓને અંતે એક કરાય છે,,
ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી શોધવા જાય છે..!!!

નથી બોલવુ ને નથી લખવુ કાઈ,છતા બોલાઈ ને લખાય છે,
માત્ર ૧૦૦રુ પાછળ, જનરલ ને પરીક્ષામા પડતા મુકાય છે..!!

બેંકોમા પણ અવારનવાર ઘણી ભરતીઑ થાય છે,,
ઓનલાઈન ના અટપટામા ,લોકો અહી-તહી પીસાય છે..
ઘણા કેનડીડેટ ફોટો અને સહી અપલોડ કરવા ધક્કા ખાય છે,,
જરા ગણતરી કરો, ભેગા થતા પૈસાના વ્યાજે નોકરી અપાય છે..!!

વળી કેવી નોકરી માટે કેવી જાતના પ્રશ્નો પુછાય છે??
અમુકના પરીણામો ગાયબ તો બીજાના સાઈટ પર દેખાય છે..
જાસીની રાણીનો જન્મને મંત્રી નો મેળ ક્યા ખાય છે??
માટેજ નવી ભરતીના લોકો જુના જેવા થાય છે..!!

લખુ છુ એટલા માટે કે મારા દ્વારા પરીક્ષા દેવાય છે,,
ત્યાતો બહાર કાઢેલ કેન્ડીડેટના ૭૧ કોલ આવી જાય છે..
મને તો આખી સીસ્ટમ મા ઘણી ખામી દેખાય છે,,

.....ફેસબુક મિત્ર.......

Tuesday, December 13, 2011

ઉતાવળે આંબા ન પાકે.

ખૂબ જાણીતી કહેવત છે કે જે સૌએ સાંભળી હશે, ‘ઉતાવળે આંબા ન પાકે.બીજી કહેવત છે, ‘ધીરજના ફળ મીઠા. જ્યારે તમને કોઈપણ કાર્ય હાથમાં લીધા પછી કદાચ લાંબો સમય તેમાં સફળતા ન મળે અને કાર્ય છોડી દેવાનો વિચાર આવે તો તે જ સમયે, તે જ ક્ષણે કાર્યને છોડી દેવું નહિ પણ થોડો સમય વધારે આગળ ચલાવશો. કદાચ એવું બને કે ત્યાર પછીના થોડા સમયમાં જ તમને સફળતા મળવાની હોય !
આ બાબત મેં જાતે અનુભવી છે.  અને કદાચ આપે પણ અનુભવી હશે....  એકવાર હું પોતે જ એક બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઊભો હતો. બસનો સમય થઈ ગયો હતો. છતાં બસ ન આવી. અંતે મારી ધીરજ ખૂટી. હું કંટાળીને રિક્ષામાં બેઠો. બસ જ્યાં માત્ર પાંચ રૂપિયામાં લઈ જતી હતી, ત્યાં રિક્ષાવાળો ત્રીસ રૂપિયામાં આવવા તૈયાર થયો. છતાં હું કબૂલ થયો અને રિક્ષા કરી. રિક્ષા ઉપડી અને ત્યાર પછીની ચોથી મિનિટે એ જ બસ અમારી રિક્ષાને ઓવરટેક કરીને આગળ ગઈ. જો મેં માત્ર ચાર મિનિટ વધારે રાહ જોઈ હોત તો હું ઘણો સસ્તામાં અને વધુ ઝડપથી મારા ધાર્યા સ્થળે પહોંચી ગયો હોત. આમ કટોકટીની પળે ધીરજ ગુમાવી દેવાથી આપણા મોં સુધી આવેલો સફળતાનો પ્યાલો ઢોળાઈ જાય છે. માટે કટોકટીના એવા સમયે કે જ્યારે આપણે મનથી નિષ્ફળતાને સ્વીકારી લીધી હોય ત્યારે થોડો વધુ સમય આપણા કામને, ધ્યેયને વળગી રહેવું. કદાચ તે કટોકટી પાછળ જ સફળતા રહેલી હોય છે. જો તમે ધીરજથી કામ કરશો તો જ કાર્ય સારી રીતે થશે અને તમને નાની-નાની સફળતાઓ મોટા ધ્યેય સુધી પહોંચાડશે. પણ જો તમે ખરા સમયે ધીરજ ગુમાવશો તો સફળતાની લગભગ નજીક પહોંચી ગયા પછી પણ હાથમાં આવેલી સફળતા ગુમાવશો. આમ જે કોઈ ક્ષેત્રમાં લોકો સફળ થયા છે, પ્રખ્યાત થયા છે તેઓએ ખૂબ જ ખંતથી અને ધીરજથી કામ કર્યું છે.
............ હું અને કદાચ તમે... પણ આ વ્યક્તિ હશો....

Monday, December 12, 2011

LIFE :: કમાવવાનો મોહ

કોઈ અનુભવીએ સાચું જ કહ્યું છે કે, ‘જો તમારા સંતાનો મૂરખ હોય તો એને માટે તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી કારણ કે તેઓ તમારી સંપત્તિનો દુર્વ્યય જ કરશે. જો તમારા સંતાનો બુદ્ધિશાળી હોય તો તો તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર જ નથી કારણ કે તેઓ પોતાની બુદ્ધિથી પોતાના નસીબનું કમાઈ જ લેવાના છે.
ક્યારેક કમાવવાનો મોહ આપણે બીજાના નામે ચઢાવી દેતા હોઈએ છીએ !

Wednesday, December 7, 2011

અરે દોસ્ત તું ક્યાં જાય છે ?


દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
...
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય હોળી બધુ
ઓફિસ માં ઉજવાય છે .
બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્ની નો ફૉન મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

Tuesday, December 6, 2011

જીવન જીવવાની કળા

“ક્યારેય એવું ના વિચારો કે 
તમે કોઈ બીજાના જેવા નથી..! 
બીજાને એવું વિચારવા માટે મજબુર કરો કે 
તેઓ તમારા જેવા નથી”.
આ છે સાચી જીવન જીવવાની કળા.


...... એ.આર.રહેમાન

Thursday, December 1, 2011

ખુશનસીબ

ખુશનસીબ એ નથી
જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે  
જે પોતાના નસીબથી ખુશ છે .