આપને પણ છાપુ વાંચતા અચૂક નજરમાં આ પ્રકાર ની જાહેરાતો આવતી હશે... જેવી કે....
કોઈ વ્યક્તિ રાજકીય પદ મેળવે.... કે અન્ય કોઈ સિદ્ધિ મેળવે (જેમકે પોલીસ કર્મી માંથી PSI વગેરે જેવી....) ત્યારે તેને ન્યુઝ પેપર માં અભિનંદન આપતી અન્ય વ્યક્તિઓનો રાફડો ફાટી નીકળે છે... આખે આખા પેજ ચીતરી મુકવામાં આવે છે...
...... ત્યારે કદાચ તમને પણ પ્રશ્ન થતો હશે કે....
(૧) આ બધાને આ વ્યક્તિ પ્રત્યે આટલી લાગણી હશે. ખરી .????????
(૨) અભિનંદન માં વાપરેલ શબ્દો ખરેખર વાજીબી છે... કે.. તેમાં થોડું પણ સત્યતાની ખરેખર નજીક છે...????????????
(૩) શું ખરેખર તે અભિનંદન ને પાત્ર તે વ્યક્તિ હોય છે...... ????
(૪) અભિનંદન આપનાર વ્યક્તિમાંથી આપે કોઈ મધ્યમ વર્ગ કે ગરીબ વ્યક્તિના નામ કદી જોયા છે.. ??? જો ના તો.. પછી.. આ અભિનંદન નો શો હેતુ હોય શકે.... ??? આપ જાણો જ છો.... ??? છતાં હું જ કઈ દઉ છું કે...... ભાઈ આ બધાને મીઠી મારવાનું બંધ કરો..... .... બધાને ખબર જ છે... કે આ તો ભવિષ્ય માં કામ કઢાવવાના નુસખા છે.. બાકી તમને તે વ્યક્તિ પ્રત્યે કેવી લાગણી છે... બધા જાણે જ છે........
આપ મારી સાથે સહમત હો કે ના હો આપ આપના મંતવ્ય જરૂર જણાવશો.... મને ખુશી થશે.... (અહી કોઈની લાગણી દુભાવવાનો નથી.. પણ લોક જાગૃતિ નો છે.. ૧૦૦ માંથી ૨૦ ટકા સાચી લાગણી પણ હોય છે....જ ... પણ ૮૦ ટકા વાળા કેવાનું કે હવે બંધ કરો...... )
આવી હરકતો પર આમ આદમીની એક વધુ સલામ.
(અમે સૌ જાણીએ છીએ .... છતાં સલામ કરિયે છીએ...)
No comments:
Post a Comment