"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ"
આ વાક્ય જોઈ તમને આશ્ચર્ય થશે.. કે ખરેખર શિક્ષક આવી તાકાતવાળો હશે..... પણ હા ! ઇતિહાસમાં ડોકિયું કરિયે તો... શ્રી રામ અને શ્રીકૃષ્ણ જ્યાં અભ્યાસ કરતા તે ગુરુ પરંપરા, થોડા નજીક આવીએ તો.... શ્રી ચાણક્ય જેવા શિક્ષક અને 19મી અને 20મી સદીમાં જે મોટા-મોટા નામ આપણી પાસે હતા, તેટલુ મોટુ નામ આજે એક પણ નથી. રવિન્દ્રનાથ, ગાંધી, ગુજુભાઈ અને વિનોબા વગેરેમાંથી એકપણ શિક્ષક નહોતા, પરંતુ શિક્ષાના જે વિચારો તેમણે આપ્યા, જે પ્રયોગ તેમણે કર્યા, તેનાથી તેઓ એટલા મોટા શિક્ષક બની ગયા કે સાચે જે શિક્ષક છે તે પણ તેમની આગળ નાના દેખાવા લાગ્યા. પણ આજે આપણુ સંપૂર્ણ પ્રશિક્ષણ કોઈ તાબૂતમાં મૂકેલ મમી જેવુ બની ગયું છે.. અને શિક્ષક એક ચાર રસ્તા પર ઉભી કરવામાં આવેલી અપેક્ષિત મૂર્તિ સમાન બની ગયો છે.. મૂર્તિ બનવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તેને ઉપેક્ષિત થવુ પડે છે. એ ફક્ત ઉદ્દઘાટનના દિવસોની શોભા હોય છે. તેથી જો કોઈ શિક્ષક મૂર્તિ બનવાની કોશિશ કરે છે તો તે જડ બની જાય છે, તેની ઉપેક્ષા થાય છે. માફ કરશો દોસ્તો પણ આ આજની કડવી હકીકત છે.. સ્વતંત્રતા પછી શિક્ષક ઘણા શબ્દોનો અર્થ ભૂલી ગયા છે. આમ તો 'શાળા' શબ્દને પણ સારો નથી માનવામાં આવતો, કારણ કે એ પણ એક જડતા, ક્રૂરતા અને કઠોરતાનુ પ્રતીક બની રહ્યો છે. છતા ભૌતિક રૂપે આપણી સામે શાળા છે, જેણે સમાજ, સરકાર અને બાળકોએ સ્વીકારી છે. શાળાને શિક્ષાનુ સર્વાધિક શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ માનવામાં આવ્યુ છે.
આજે શાળા ભલે આપણા જૂના ગુરૂકૂળ કે આશ્રમ સમાન ન હોય, એક ચબૂતરા જેવી શાળા હોય છતા તે આજે આપણે વચ્ચે ભૌતિક રૂપે છે. આ શાળાની પાછળની વ્યવસ્થા એટલેકે સરકાર ગાયબ છે, સમાજ પણ મોટાભાગે ગાયબ છે. શાળા શબ્દમાં કોઈ સમાયુ છે તો માત્ર બે લોકો - બાળકો અને શિક્ષક.
આજનો શિક્ષક જ્ઞાનનો પડકાર અને હુન્નરની ચિંતાની સામે ઉભો છે. શિક્ષાએ દુનિયમાં જે વાતાવરણ ઉભુ કર્યુ છે તેને જોતા લાગે છે કે શિક્ષાની પારંપારિક વ્યાખ્યા ઘસાઈ ગઈ છે. હવે બાળકો, કિશોર કે યુવકો શાળામાંથી કે શિક્ષક પાસેથી જ નથી શીખતા, હવે તો તેઓ મશીન સાથે વાતો કરે છે, તેને આદેશ આપે છે અને દરેક વાત માટે મનાવે છે. મનુષ્ય પર મશીન હાવી થઈ ગયુ છે.
આજના પ્રશિક્ષિત લોકો કહે છે.. "હવે શિક્ષકની જરૂર છે ક્યા ? જ્ઞાનતો ગમે ત્યાંથી મળી રહે છે " મિત્રો પણ ખરી બાબત તો એ છે કે આ જ્ઞાનની જરૂર આજના સમયમાં નથી.. એ તો હુન્નર કે પૈસા રળવાનું જ્ઞાન છે.. પણ આજે ચારે બાજુ નજર નાખશો તો તમને ખબર જ છે ... કે આપણી સામે આતંકવાદ છે, સાપ્રદાયિકતા છે, કટ્ટરતા છે, જાતિવાદ અને વર્ગવાદ છે, નફરત છે, સ્વાર્થ છે. આ બધી બાબતો માનવીય ભાવના અને સંવેદના સાથે સંકળાયેલા છે. જો આપણે ભાવનાઓની યોગ્ય શિક્ષા આપી દઈએ, અને તેને વ્યક્ત કરવાનો અને તેના પર સંયમ રાખવાનો પણ, તો મનુષ્યને યોગ્ય મનુષ્ય બનાવવાનો શ્રેય શિક્ષકને જ મળવાનો છે. હવે વિચાર કરો આજની શાળા અને શિક્ષક આ પ્રકારનું શિક્ષણ આપવા માંડે અને જે વિધાર્થીઓ તૈયાર થાય ..... વિચાર કરો કેવું નિર્માણ થશે આપના દેશના ભવિષ્યનું... નહિ હોય આંતકવાદ, ભ્રષ્ટાચાર, ગુન્હાઓનું સામ્રાજ્ય, કોઈ જાતિવાદ, ઊંચ નીચ .... સપનું તો જુવો ... કેવો દેશ હશે આપણો અને કેવું હશે આપણું જીવન... આ બાબત શક્ય નથી... પણ એકવાર સપનું તો જોઈ લો .... આ નવી દુનિયાનું ........
No comments:
Post a Comment