નથી આસાન તોયે માણવાની છે.
જિંદગી અઘરી છતાં મજાની છે.
છો બધું ધાર્યું થતુ નથી આપણુ
પણ થાય એમાં ખુશી શોધવાની છે.
બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે
છતા દોસ્તી બંનેની કરવાની છે.
અહી સુગંધની સરભરા તો સૌ કરે,
સાચી કળા કાંટાને જીરવવાની છે.
કોને કહ્યું ધરતી આભ મળતા નથી,
બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે.
ક્ષિતિજ એ છલના છે તો શું થયું ?
છેવટે વાત તો આશા રાખવાની છે.
માન્યુ કે દિવસની છે અલગ આભા
તો રાતની યે આગવી આનબાની છે.
સતત અજવાળાથી થાકશે જયારે
ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે.
સુખદુઃખની જુગલબંધી છે જિંદગી
મજા તાલ મેળવીને ચાલવાની છે.
Sabhar
જિંદગી અઘરી છતાં મજાની છે.
છો બધું ધાર્યું થતુ નથી આપણુ
પણ થાય એમાં ખુશી શોધવાની છે.
બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે
છતા દોસ્તી બંનેની કરવાની છે.
અહી સુગંધની સરભરા તો સૌ કરે,
સાચી કળા કાંટાને જીરવવાની છે.
કોને કહ્યું ધરતી આભ મળતા નથી,
બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે.
ક્ષિતિજ એ છલના છે તો શું થયું ?
છેવટે વાત તો આશા રાખવાની છે.
માન્યુ કે દિવસની છે અલગ આભા
તો રાતની યે આગવી આનબાની છે.
સતત અજવાળાથી થાકશે જયારે
ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે.
સુખદુઃખની જુગલબંધી છે જિંદગી
મજા તાલ મેળવીને ચાલવાની છે.
Sabhar
posted from Bloggeroid
No comments:
Post a Comment