Wednesday, November 30, 2011

ઇતિહાસની વીતેલી પળો :: ફિરોઝ ગાંધી (તમે નામ સાંભળ્યું છે.)

આદરણીય ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી નું તમે નામ સાંભળ્યું છે..  કદાચ તમે સાંભળ્યું હશે પણ તેઓ કદી હાઈલાઈટ માં નથી આવ્યા.  નેહરુ-ગાંધી કુટુંબના વારસામાં તેઓ ક્યાંય ફિટ નથી થતા. એમને ક્યાંક ભુલાવી દેવાયા છે. શું એમને જાણીજોઈને હાંસિયામાં ધકેલી દેવાયા છે ? એવો તમને પ્રશ્ન થતો હશે.... ખરેખર આ વ્યક્તિ બેસ્ટ હતી જ .... અને નેહરુ-ગાંધી પરિવારના વારસામાં એમના ફિટ ન થવાનું કોઈ કારણ જ નથી, પરંતુ આ કુટુંબના લોકો જ એમને ફિટ નથી થવા દેતા - જાણીજોઈને. આમ તેઓ બહુ જબરજસ્ત માણસ હતા. સંસદમાં ફિરોઝના નામનો ખોફ રહ્યા કરતો. તેઓ પ્રભાવશાળી વકતા હતા. એ જમાનાનાં કૌભાંડોનો પર્દાફાશ એમણે જ કરેલો. ઉધોગપતિઓ ફિરોઝના નામથી રીતસર ગભરાતા. સંદેશવ્યવહાર કૌભાંડને એમણે જ ખુલ્લું પાડેલું. 

આઝાદ ભારતનું આ પહેલું મોટું કૌભાંડ ૧૯૫૭ માં હરિદાસ મુંદ્રા કૌભાંડ ગણાય છે. કોલકાતા સ્થિત ઉદ્યોગપતિ અને શેરમાર્કેટના સટ્ટાના ખેલાડી હરિદાસ મુંદ્રાએ ભારત સરકાર હસ્તક લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ૧.૨૬ કરોડ રૂપિયા રાજકીય સાંઠગાંઠથી મેળવીને છ કંપનીઓમાં રોક્યા હતાં અને તે પૈસા ડૂબી ગયા હતાં. આ રોકાણ કરવા માટે એલઆઈસીની રોકાણ કમિટીને પણ બાયપાસ કરી દેવામાં આવી હતી. આ રીતે એલઆઈસીમાં રોકેલા પ્રજાના પૈસાનો અયોગ્ય ઉપયોગ થયો હતો.

આ આખું કૌભાંડ પાલૉમેન્ટમાં ફિરોઝ ગાંધી (ઈન્દિરા ગાંધીના પતિ) બહાર લાવ્યા હતા અને મજાની વાત એ છે કે તે વખતે તેમના સસરા જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા, છતાં તેમણે કોઈની શેહશરમ રાખ્યા વગર પાલૉમેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના લીધે સસરા-જમાઈના સંબંધોમાં પણ કડવાશ આવી હતી.

Tuesday, November 29, 2011

આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ ..... (વાલીશ્રી ઓએ ખાસ ધ્યાને લેવા જેવી વાતો)

ભિખારી: ભગવાન કે, નામ પે કુછ દે દે ! એક વ્યકતિ: લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !

ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !



વિવેકાનંદે કહ્યું છે   બાળક સ્વંય શિક્ષણ મેળવે છે, તમારું કર્તવ્ય તો માત્ર તેને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે, સાચું શિક્ષણ એ છે કે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.



હાલ સમાજના તમામ સ્તરના લોકો ઉચ્ચ વર્ણથી છેક નીચલા વર્ણ સુધીનાને પોતાના સંતાનો ઉચ્ચ ડીગ્રી મેળવી સમાજમાં મોભાદાર સ્થાન મેળવવાની સ્પર્ધા શરૂ થઈ છે. જેમાં ખાસ કરીને પોતાના અથવા વિકલ્પે સગા સ્નેહી કે મિત્રોનો સંતાનમાંથી ઓછામાં ઓછા એક બાળકે તો ડૉકટર બનવું જ જોઈએ તેવો જાણે હ્ઠાગ્રહ શરૂ થયો છે. આ માનસિકતાનો બરાબર લાભ ઉધ્યોગપતિઓ-મોટા વ્યાપારી ગૃહો, રાજકારણીઓ અને સત્તાધારી અમલદારોએ તગડી ફી ઉઘરાવી લાખોનો નફો કરવા કોલેજો ચાલુ કરી છે. આવી મોટાભાગની કોલેજોમાં કુશળ પ્રાધ્યાપકો કે અન્ય આવશ્યક સગવડો ના હોવા છતાં વગ દ્વારા માન્યતા મળતી રહે છે.



આજના યુગમાં વંશ પરંપરાગત ધંધામાં કોઈને રસ નથી. નાના-મોટા કારીગરો જેવા કે કડિયા, સુથાર. સોની, દરજી, ધોબી, લુહાર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશ્યનો, ઘરકામ કરનારાઓ, રસોઈ કરનારાઓ, ડ્રાઈવરો વગેરે કુશળ-અર્ધ-કુશળ કે અકુશળ તમામને પોતાના બાળકને ડૉકટર,એંજીનીયર, સી.એ., એમ.બી.એ., બી.બી.એ. કે ટેક્નોક્રેટ અર્થાત વ્હાઈટ કોલર વ્યવસાય કે ધંધામાં કાબેલ બનાવવા હોડ લાગી છે અને તે માટે સખ્ત મહેનત-મજૂરી કરી યેન-કેન-પ્રકારેણ નાણાં મેળવી, બાળકોને આવી મોંઘી લાઈન લેવડાવવા કટિબધ્ધ બની આ સ્પર્ધામાં જોડાઈ રહ્યા છે.



આ વિષે વિચારતા જણાય છે કે આપણાં દેશમાં દુર્ભાગ્યે ડૉકટર-એંજીનીયર તથા જે ધંધો-વ્યવસાય કે નોકરી વ્હાઈટ કોલર ગણવામાં આવે છે તે જ માત્ર સ્ટેટ્સ કે મોભા વાળી સમજાય છે. બાકીના ધંધા-વ્યવસાય હલકા ગણવામાં આવે છે તેવી મજબુત માનસિકતા સમાજમાં પ્રવર્તી રહી છે. પરિણામે વંશ-પરંપરાગત ધંધો કે વ્યવસાય છોડી મોભાદાર નોકરી કે વ્યવસાય તરફની દોટમાં મોટાભાગના લોકો દોડી રહ્યા છે.



કોઈપણ કામ ઉચ્ચ કે નીચ કેમ ગણી શકાય ? તમામ પ્રકારનું કામ ગૌરવપ્રદ અને મોભાદાર જ ગણાવું જોઈએ.



મકાન બનાવવું હોય તો માત્ર એનજીનીયર કે આર્કિટેક્ટ દ્વારા કાગળ ઉપર પ્લાન દોરી કાઢવાથી મકાન ના બને ! તે માટે પાયા ખોદનાર, માટી ઉચકનાર, અને બાદમાં ચણતર કરનાર, ઈંટ, પથ્થર, સીમેંટ, રેતી લાવનાર, વાપરનાર, સુથાર, લાકડૂં વહેરનાર, બારી-દરવાજા તૈયાર કરનાર, વગેરે કારીગરોના સંયુકત શ્રમ અને મજૂરી બાદ મકાન ઉભું થઈ શકે ! એ જ રીતે સફાઈ કે સ્વચ્છતા માટે સફાઈ કરનાર કોઈ ના હોય તો ચો-તરફ ગંદકીનું સામ્રાજય ફેલાય પરિણામે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે ! ખોરાક જીવવા માટે અનિવાર્ય ગણાય. તે પેદા કરવા જમીન ખેડનાર ખેડુત, બી વાવનાર વ્યક્તિ, વાવ્યા બાદ પાણી અને ખાતર દ્વારા માવજત કરનાર, બાદ અનાજ પાકી ગયા બાદ લણનાર અને બજાર સુધી પહોંચાડનાર શ્રમજીવીઓ ના હોય તો ? કલ્પના કરી જોજો ! કમ ભાગ્યે આપણાં દેશમાં શ્રમનો કોઈ મહિમા નથી. આવી માનવીના અસ્તિત્વ ટકાવી રાખવાની મૂળભુત જરૂરિયાતને લગતા શ્રમને હલકું ગણવામાં આવે છે.



જ્યારે પશ્ચિમના દેશોમાં કોઈ કામ હલકું ગણવામાં આવતું નથી. સૌ કોઈ કામ કરનારને આદર સાથે નિહાળવામાં આવે છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવનારના તે કયા પ્રકારનું કામ કરે છે તે સાથે કોઈ સંબંધ ધરાવતું નથી વ્યક્તિની પોતાની આવડત, કુનેહ અને ક્ષમતા જોઈ સ્થાન આપવામાં આવે છે.

શ્રી ગુણવંત શાહ અમેરીકાના પ્રવાસે હતા ત્યારે કોઈ સંબંધી જોડે વ્યાખ્યાન સાંભળવા ગયેલા અને જે વ્યક્તિ વ્યાખ્યાન આપતી હતી તે પોતાના વિષયમાં અદભુત અભ્યાસુ હોવાથી આ વ્યાખ્યાનથી શ્રી ગુણવંત શાહ અત્યંત પ્રભાવિત થયેલા અને અંતમાં પેલા વ્યાખ્યાનકર્તાને અભિનંદન આપવાની સાથે તેઓ શું કામગીરી કરે છે તેવું પૂછ્તાં પેલાએ પ્રત્યુત્તરમાં પોતે સફાઈ કામદાર છે તેમ જણાવેલું. મતલબ કે જ્ઞાન અને અભ્યાસને વ્યક્તિ શું અને કેવું અને કયું કામ કરે છે તેની સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિની જ્ઞાન મેળવવાની નિષ્ઠા, એ માટેની તડપન અને ક્ષમતા મહત્ત્વની ગણાવી જોઈએ.



આ દેશના અર્થાત પશ્ચિમ દેશના અમેરીકા સહિત બાળકો પણ પુખ્ત થતાં પોતાનો અભ્યાસ માટેનો, તથા પોતાની અંગત જરૂરિયાતોનો તથા રહેવા કરવા અને ખાધા- ખોરાકીનો ખર્ચ અભ્યાસ કરતા કરતા જ કોઈ પણ કામ શોધી મા-બાપને ચૂકવી દેતા હોય છે અથવા પોતે અલગ રહેવાનું શરૂ કરે છે.



આપણાં દેશના લોકો પણ ત્યાં જાય છે ત્યારે કોઈ પણ કામ કરવા સંકોચ અનુભવતા નથી તેનું પણ આ જ કારણ હોઈ શકે. જે કામ અત્રે કરતા શરમાય કે ક્ષોભ અનુભવે તે વિદેશમાં કરી પોતાના ખરચા કાઢી લેવા પડે છે. જે મા-બાપ પોતાના બાળકને અહિ હોટેલમાં વેઈટર કે વેઈટ્રેસ તરીકે કામ કરે તો હલકું કામ ગણી ના કરવા દે તેવા કામ વિદેશમાં કરે છે અને મા-બાપને ડોલર કે પૌંડ મોકલે છે મા-બાપ પૂછે તો પોતે શું કામ કરે છે તે નહિ કહેતા જોબ કરે છે તેમ કહી ટુંકમાં પતાવે છે .જો આજ બાળકો દેશમાં રહી અભ્યાસ કરતા કરતા કામ કરવાની વાત કરે, તો મા-બાપ સ્પષ્ટ ઈન્કાર કરી ને પોતે બેઠા છે ત્યાં સુધી કશું કરવાની જરૂર નથી, માત્ર અભ્યાસમાં ધ્યાન પરોવો તેવી સુફિયાણી સલાહ આપે છે પરિણામે બાળક સ્વાવલંબી બનતું નથી અને ફાજલ સમયમાં દેખા-દેખી કે ચડસા-ચડસીમાં પરોવાય ફાલતુ ખરચા કરતા રહે છે અને કેટલાક તો અસામાજિક પ્રવૃતિમાં પણ ફસાય જાય છે.



આ ચેપ હવે કારીગરોની જમાતમાં પણ પ્રસરી ચૂક્યો છે. અને પોતે જે વ્યવસાય કે ધંધો પેઢી દર પેઢીથી કરી રહ્યા હોઈ તે હલકો ગણી તેવું કામ બાળકના શીખે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ આ વર્ગને પણ વ્હાઈટ કોલર જોબ કે વ્યવસાયનું ભારે આકર્ષણ/ઘેલું લાગ્યું છે. પરિણામે આજે પણ વિવિધ પ્રકારની કામગીરી માટે કારીગરો મેળવવા કઠિન બન્યા છે કે બનતા જતા હોય આવનારા દિવસોમાં કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ અર્થાત સ્કીલ્ડ, સેમી સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ કારીગરોની અછ્ત પરાકાષ્ટાએ પહોંચવાની પૂરી સંભાવના રહે છે..અને તેથી તેમની મજૂરીનો દર પ્રવર્તમાન દર કરતાં અનેક ઘણા વધવાની ભરપૂર શક્યતા રહે છે.



આવનારા દિવસોમાં કડિયા-સુથાર કે પ્લમ્બર વગેરે કારીગરો રોજના મજૂરીના રૂપિયા 4000/ થી 7000/- માંગશે તો આશ્ચર્ય નહિ થાય. વળી પોતાની શરતો સાથે કામ કરવા આવવા સ્વીકારશે. કામનો પ્રકાર જાણવા મુલાકાતે આવશે તો વીઝીટ ચાર્જીસ પણ દેવાના રહેશે. ઉપરાંત કામના મર્યાદિત કલાકો નિશ્ચિત કરશે. એ જ રીતે ઘર કામ કરવા આવતી બહેનો કે ભાઈઓ, રસોઈ કરનારઓ, ડ્રાઈવરો, માળીઓ વગેરે પોત પોતાની શરતો સાથે કામ કરવાનું તથા મોટો પગાર માંગશે.



પશ્ચિમના દેશોમાં આવા મોટા ભાગના કામો લોકો પોતે જ શીખી જઈ સ્વ હસ્તે કરતા હોય છે અને આપણાં ત્યાં જનારાઓ પણ આવા કામ અહિ કર્યા હોય કે નહિ પરંતુ ત્યાં નીચી મૂંડીએ કરતા થવાની ફરજ પડે છે. એમ કહેવાય છે કે અત્રેથી ત્યાં જનારાઓની પ્રથમ ખરીદી ટૂલ બોક્સની હોય છે !


Monday, November 28, 2011

LIFE :: ......ચાલો આજથી નવી શરૂઆત કરીએ થોડું અધરૂ છે અશક્ય નથી

પાણીનો ભરેલો ગ્લાસ હાથથી ઉંચે પકડી રાખીએ તો પરિણામ શું આવે?......... શરૂઆતમાં બહુ વાંધો ના આવે પણ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ પીડા વધતી જાય...અમૂક સમય પછી તો હાથ ફાટવા લાગે.... અને છતાય ગ્લાસને અધ્ધર પકડી જ રાખીએ તો પછી એ પીડા સતત વધતી જ રહે... આ પીડા માથી મુક્ત થવાનો એક જ રસ્તો છે..... પાણીના ગ્લાસને નીચે મુકી દેવો... પીડા આપો આપ જતી રહેશે.
બસ જીવનમાં કેટલીક ઘટનાને આ પાણીના ગ્લાસની જેમ પકડી રાખીએ છીએ અને એના કારણે પીડા સતત વધતી જાય છે......ચાલો આજથી નવી શરૂઆત કરીએ પીડા આપતી ઘટનાઓને નીચે મુક્તા શીખીએ...... થોડું અધરૂ છે અશક્ય નથી


Monday, November 21, 2011

જીવન :: દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં

જો આપણાં દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાના હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉઘાડીને ચાલતા થવાના.
-
સોક્રેટિસ

Sunday, November 20, 2011

ઇતિહાસ ની વીતેલી પળો :: દેવાયત બોદર અને રા’નવઘણ


ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રાડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રાડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રાનવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રાનવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આમ ઈતિહાસમાં દેવાયત બોદર તેમની પત્ની આહિરાણી અને ઉગો- અમર થઇ ગયા છે. 
 
ડાયરો જામ્યો છે તો વાત માંડીને કરિયે તો......
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રાડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રાનું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રાડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રાની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ રાના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે -
મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રારાખીને વાત કરજે”.
રારાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રાના કુળદીપકને જલતો રાખ્યો!



રાનવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રાનવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે.


કવિ દુલા ભાયા કાગના જનેતાના દૂધમાંથી સાભાર લીધેલ છે..

Friday, November 18, 2011

આશા ન છોડૉ :: જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ



એક વખત જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ એક સ્ટીમરમાં સાથે જાપાન જતા હતા ત્યારે સ્વામીજીએ પોતાની વેદના રજુ કરી.આજે આપણે ચારે કોર ભ્રષ્ટાચાર થકી નિરાશ થઈને એ બધું અનિવાર્ય છે તેમ કહીને ચૂપ બેસીએ છીએ.વિવેકાનંદજીને તેના સમયમાં બ્રિટિશરો તરફથી થતો અન્યાય ચૂપચાપ સહન કરાય છે તે વાત ખટકતી હતી, પણ પછી જમશેદજીને કહ્યું આપણે આશાવંત બનીએ. તમે તમારી ફરજ બજાવો. ભારતમાં તમે ઉદ્યોગના પાયોનિયર બનો. માત્ર ઉદ્યોગ જ નહીં તમે સાયિન્ટફિક રિસર્ચ માટેની સંસ્થા સ્થાપો...અને તાતાએ પછી વૈજ્ઞાનિક સંશોધનની સંસ્થા સ્થાપી તે જગતભરમાં ખ્યાતિ પામી છે. થેંકસ ટુ વિવેકાનંદજી.  આશા વિના એક સેકન્ડ પણ રહી શકાતું નથી માટે આશા ન છોડૉ

Thursday, November 17, 2011

હાસ્યની પળો :: દહીમાંથી દૂધ બને ?

પ્રાથમિક શાળાના શિક્ષકે વર્ગમાં બાળકોને પૂછ્યું
બોલો બાળકો, દૂધમાં ખટાશ નાંખીએ તો એનું શું બને?” 
સાહેબ, દહીં બને.” -બાળકોએ કહ્યું. 
છેલ્લી પાટલીએ બેઠેલો ચંદુ ઊભો થયો. એણે કહ્યું, “સાહેબ, દહીંમાંથી પાછુ દૂધ પણ બને.” 
કેવી રીતે બને?” સાહેબે પૂછ્યું
એટલે ચંદુએ ઈશારાથી સાહેબને સમજાવ્યું, કહ્યું, “સાહેબ, એમ નહિ. હું ખુરશી ઉપર બેસુ ને તમે નીચે બેસો પછી શીખવાડુ.સાહેબ તો નીચે બેસી ગયા. એટલે ચંદુએ ખુરશીમાં બેસતા કહ્યું, “સાહેબ તમારો કાન નજીક લાવો.સાહેબ ને એમ કે ચંદુ કાનમાં કંઈ કહેતો હશે. ત્યાં તો, કોઈ છોકરાને ન આવડે એટલે સાહેબ જે રીતે એનો કાન પકડીને સમજાવતા હતા એમ ચંદુએ સાહેબનો કાન પકડ્યો, ને હલાવતા-હલાવતા કહ્યું,  
એટલી ખબર નથી પડતી?  
દહીં ભેંસને ખવડાવી દઈએ એટલે દૂધ બની જાય.

Wednesday, November 16, 2011

ઇતિહાસ ની વીતેલી પળો :: સરદાર પટેલ અને અલવર રાજ્ય

એક ફિલ્મી કહાની લાગે એવી સત્યકથા છેઃ
ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાંઓના એકીકરણનો પડકાર ઉભો થયો હતો, એ વાત તો જાણે જૂની થઈ ગઈ છે. પણ કાશ્મીરની જેમ સ્વતંત્ર રહેવાની ખુજલી ઉપડી હોય એવા બીજા કેટલાક રાજ્યો હતા. એક હતું રાજસ્થાનનું અલ્વર. અલ્વરના મહારાજાએ ભારતનો રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો ઈન્કાર કરીને પોતાનો જ પચરંગી ઘ્વજ ફરકાવવાનો ચાલુ રાખ્યો હતો. મહારાજા પાર્લામેન્ટમાં નોમેની હતા, પણ ભારત સરકારની નીતિઓ વિરૂઘ્ધ ઝેર ઓકતા. અલ્વરના દીવાન આ જ પ્રવૃત્તિ રાજ્યમાં કરતા. કહેવાય છે કે પાકિસ્તાનને વિવાદનો મુદ્દો મળે એ માટે મહારાજાએ કોમવાદી વલણ શરૂ કરી, લધુમતીઓને રંજાડવાનું શરૂ કરેલું. શુઘ્ધિ અભિયાન અંતર્ગત કબ્રસ્તાનોનો સફાયો બોલાવી દેવાયો હતો.
સરદાર પટેલ દિલ્હી બેઠે બેઠે બસ તમાશો ચૂપચાપ જોતા હતા. રજવાડાની આંતરિક બાબતોમાં સીધી દખલગીરી કરે, તો બીજા રાજાઓ નારાજ થઈ જાય. એવામાં અચાનક ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ગઈ. દેશ જ નહિ, સરદાર પણ ખળભળી ઉઠયા. સરદારપ્રેમીઓએ ગાંધીજીએ નેહરૂ ખાતર કરેલા અન્યાયની સાથોસાથ ન્યાય પુરતું એ ય યાદ રાખવું જોઈએ કે ગાંધી ન હોત તો વલ્લભભાઈ પટેલ એક વિલાયતી બેરિસ્ટર જ રહ્યા હોત, સરદાર નહિ. જૈફ ઊંમરે સરદાર માટે ગાંધીની વિદાય એવો વ્યક્તિગત ઝટકો હતો કે થોડા સપ્તાહો પછી એમને જબરો હાર્ટ એટેક આવેલો!
ગાંધીજીના અવસાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં બધા દેશોના ઘ્વજ અડધી કાઢીએ ફરક્યા, પણ અલ્વરે તુમાખીથી પોતાનો ઝંડો નીચે ન કર્યો. લોકોમાં સ્વાભાવિક ગણગણાટ થયો. ત્રીજી ફેબુ્રઆરીએ દેખાવ ખાતર મહારાજાએ એક શોકસભા ગોઠવી. જેમાં એ હાજર રહ્યા, પણ બોલવાથી કતરાતા રહ્યા. બીજે દિવસે સવારે સરદારે મહારાજાને દિલ્હી તેડાવ્યા. એ જ રાત્રે ૯ વાગે ઓલ ઈન્ડિયા રેડિયો પર હેડલાઈન ન્યુઝ હતાઃ ગાંધીજીની હત્યામાં હાથ ધરાવતા કાવતરાંખોર તરીકે અલવરના મહારાજા શકમંદ સાબિત થયા છે. એમને દિલ્હી છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહખાતાએ આ મામલે મહારાજા અને દીવાનની સંડોવણીની તપાસ શરૂ કરાવી છે, અને અન્ય રજવાડાઓની સંમતિથી અલ્વરના એડમિનિસ્ટ્રેશન માટે ભારત સરકારના એક પ્રતિનિધિની નિયુક્તિ થઈ છે!
૧૦ દિવસ પછી દિલ્હીથી નિમાયેલા વહીવટદારે અલ્વરના મંત્રાલય પર તિરંગો ફરકાવ્યો, અને નિવેદન જાહેર કર્યું કે આ તો છ મહીના પહેલા જ થઈ જવાની જરૂર હતી!એ ઘટનાના પાંચ દિવસ પછી સરદાર પટેલ ખુદ અલ્વર પહોંચ્યા. ૧૯૪૦માં સ્ટેટની મુલાકાતે આવેલા બ્રિટિશ વાઈસરોયનું જે દબદબાથી મહારાજાએ સ્વાગત કરેલું, એથી યે વઘુ ભપકાદાર રીતે સરદારનું સ્વાગત થયું. સાંજે રાજ રિશિ કોલેજના ગ્રાઉન્ડમાં સરદારે પોતાની લાક્ષણિક કટાક્ષમિશ્રિત ધારદાર બાનીમાં પ્રવચન આપ્યું. પુરૂં કરતાં પહેલા ઉધામા કરવા માંગતા મહારાજાપ્રેમી તત્વોને ચીમકી પણ આપી દીધી ‘‘તમારામાંના ઘણાય પાસે ચકચકતી તલવારો હશે, પણ હવે એનું મહત્વ ઝાડૂ જેટલું ય રહ્યું નથી. સાવરણીથી કમ સે કમ કચરો તો વળાય, તલવારથી તો એ ય ન થાય!’’
અલ્વર વિમાની મથકે ઉતરતાવેંત સરદારે મહારાજાના સાળાને બોલાવ્યા હતા. કહેલું કે તમારા બહેન (મહારાણી)ને કહેજો, એમના પતિની ચિંતા ન કરે. એ સુરક્ષિત છે.પછીના થોડાક દિવસોમાં બે ઘટનાઓ બની. હજુ ગાંધીહત્યાની જાંચ ચાલુ હતી, ત્યાં જ ૧૮ માર્ચે અલ્વરના મહારાજાએ ભરતપુર, ધોલપુર અને કરૌલીના બનેલા મત્સ્યયુનિયન (જેમ જામનગર, ભાવનગર, ગોંડલ, મોરબી વગેરેને ભેળવીને એક સૌરાષ્ટ્ર રચવામાં આવેલું તેમ!) સાથે ભળી જઈને ભારત સાથે જોડાણ કરતાં દસ્તાવેજ પર સહી કરી આપી હતી! એ પછી તરત જ એવી જાહેરાત થઈ હતી કે ગાંધી હત્યામાં અલ્વરના મહારાજાની કોઈ સંડોવણી નથી, એવું તપાસ કરતા જાણવા મળ્યું છે. એટલે એમને નિર્દોષ ઠેરવી મુક્ત કરાયા છે!
આજે, અલ્વર રાજસ્થાન ટુરિઝમની જાહેરાતોમાં વિદેશી સહેલાણીઓને ભારતમાં આકર્ષે છે! ત્યાં ભારતીય વાઘોનું સારિસ્કા અભ્યારણ્ય છે.
* * *
પાઠ પુરો થાય અને વિદ્યાર્થીઓને સ્વાઘ્યાય મળે, એમ અહીં કેટલીક શીખ લેવા જેવી છે. સરદારે અલ્વરને ભારતમાં ભેળવવા માટે કોઈ ઉતાવળિયું પગલું ભર્યું નહોતું. ૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અન્ય રાજાઓને આપેલા વચન મુજબ એ આંતરિક મામલામાં દખલ કરીને માંડ એકઠા થયેલા અન્ય રજવાડાઓમાં ચણભણ કરવા માંગતા નહોતા. પણ દેશહિતને ખાતર ગાંધીહત્યા જેવી અંગત આઘાત આપતી ટ્રેજડીમાંથી પણ તત્કાળ સ્ટ્રેટેજી બનાવતા એમને ખચકાટ થયો નહોતો! (આભિજાત્ય, સિઘ્ધાંતો, સૌજન્ય આ બઘું ડાઈનિંગ ટેબલ પરની ડિબેટ્સ કે બ્લોગ પરના બખાળાઓમાં શોભે- કૃષ્ણ, ચાણક્ય કે સરદાર એવી સુંવાળી સૂફિયાણી સલાહોની ચિંતા કરે તો પરિત્રાણાય સાઘુનામ, વિનાશાય ચ દુષ્ક્રિતામનું કામ ક્યારે કરે?) શોક-વિષાદની એ પળોમાં પણ સરદાર સ્વસ્થ ચિત્તે એક અખંડ ભારત અંગેની વ્યૂહરચના કોઠાસૂઝથી વિચારી શક્યા હતા. આકસ્મિક ઘટનાનું તકમાં રૂપાંતર કરી શક્યા હતા.
લુચ્ચાઈ અને વ્યૂહાત્મકતા વચ્ચેની પાતળી ભેદરેખા ઈરાદાની હોય છે. સરદારે પોતાના ફાયદા માટે નહિ, પણ સમગ્ર દેશના ભવિષ્ય ખાતર ગાંધીજીની લાશનો પણ ઉપયોગ કરવામાં લગીરે શરમ રાખી નહોતી. એમનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પર્સનલ રિલેશન્સ પર હતું, પગાર પર નહિ. એટલે મહારાજાને ભીડવવા પુરતી- ભેદી માહિતી એમની પાસે તૈયાર પડી હતી. ગાંધીહત્યા પછીના રાષ્ટ્રીય સ્તબ્ધતાના વાતાવરણમાં મહારાજા કંઈ પણ આડુંઅવળું કરે, તો પ્રજા જ એમને જોખી લે. ટાઈમિંગ પરફેક્ટ હતું. ફ્રેકચર થયું હોય તો ય ઘર-ઓફિસના કામ ભૂલી જવાય એવી આપણી પરિસ્થિતિ વચ્ચે સરદાર સગા બાપથી વિશેષ ગાંધીના નિધન સમયે દેશ માટેના એમના એજેન્ડામાં ફોકસ્ડ હતા. વેવલાઈ એમની નક્કર પટલાઇ સાથે ટકી ન શકે. એટલે સ્તો ભારત વિભાજન અનિવાર્ય છે, એ લાગણીશીલ ગાંધીની પહેલાં એ તત્કાલીન સ્થિતિ મુજબ સમજી ગયા હતા, અને કઠોરતાથી ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી દેશના બે ઉભા ફાડિયા થાય એને બદલે સરહદી ચોથિયાં પ્રદેશો ગુમાવીને પણ બાકીના વિરાટ ભારતને વિકસીત કરવા બચાવવામાં સફળ થયા હતા.
પણ આ મક્કમતા પાછળ એક નિર્મળ સંવેદનશીલતાની સરવાણી સૂકાઇ નહોતી. આ પારાવાર ટેન્શન અને ધમાલ વચ્ચે એ અલ્વરના એક યુવાન મહારાણીની માનસિક પરેશાની અને એમને કોઠે ટાઢક આપતો સંદેશો પહોંચાડવાની કાળજી ભૂલ્યા નહોતા ! આવી ચોકસાઇપૂર્વકની ચીવટને લીધે સ્તો બ્યૂરોક્રેટ્સ પણ સરદારનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા.

ઇતિહાસ ની વીતેલી પળો :: સરદાર પટેલ વિષે આપે ન જાણેલી બાબતો....

જો સરદાર જીવતા હોત અને ભારતના સુકાની બન્યા હોત, તો આર્થિક ઉદારીકરણ ૪૦ વર્ષ પહેલાં થયું હોત. આજે જે ચીન કરે છે, એ ક્યારનુંય ભારત લેબર ઓરિયેન્ટેડ એક્સપોર્ટથી કરી ચૂક્યું હોત અને સામ્યવાદી રશિયાને બદલે વાજબી રીતે મૂડીવાદી અમેરિકાની સાથે જોડાણ કરી ચુક્યું હોત, એવા ઉદ્યોગપતિઓના મિત્ર અને મહારાજાઓના રાઝદાર ગણાતા સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા. આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!