પ્રાથમિક શાળાના શિક્ષકે વર્ગમાં બાળકોને પૂછ્યું,
“બોલો બાળકો, દૂધમાં ખટાશ નાંખીએ તો એનું શું બને?”
“સાહેબ, દહીં બને.” -બાળકોએ કહ્યું.
છેલ્લી પાટલીએ બેઠેલો ચંદુ ઊભો થયો. એણે કહ્યું, “સાહેબ, દહીંમાંથી પાછુ દૂધ પણ બને.”
“કેવી રીતે બને?” સાહેબે પૂછ્યું,
એટલે ચંદુએ ઈશારાથી સાહેબને સમજાવ્યું, કહ્યું, “સાહેબ, એમ નહિ. હું ખુરશી ઉપર બેસુ ને તમે નીચે બેસો પછી શીખવાડુ.” સાહેબ તો નીચે બેસી ગયા. એટલે ચંદુએ ખુરશીમાં બેસતા કહ્યું, “સાહેબ તમારો કાન નજીક લાવો.” સાહેબ ને એમ કે ચંદુ કાનમાં કંઈ કહેતો હશે. ત્યાં તો, કોઈ છોકરાને ન આવડે એટલે સાહેબ જે રીતે એનો કાન પકડીને સમજાવતા હતા એમ ચંદુએ સાહેબનો કાન પકડ્યો, ને હલાવતા-હલાવતા કહ્યું,
એટલી ખબર નથી પડતી?
દહીં ભેંસને ખવડાવી દઈએ એટલે દૂધ બની જાય.”
No comments:
Post a Comment