Wednesday, November 30, 2011

ઇતિહાસની વીતેલી પળો :: ફિરોઝ ગાંધી (તમે નામ સાંભળ્યું છે.)

આદરણીય ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી નું તમે નામ સાંભળ્યું છે..  કદાચ તમે સાંભળ્યું હશે પણ તેઓ કદી હાઈલાઈટ માં નથી આવ્યા.  નેહરુ-ગાંધી કુટુંબના વારસામાં તેઓ ક્યાંય ફિટ નથી થતા. એમને ક્યાંક ભુલાવી દેવાયા છે. શું એમને જાણીજોઈને હાંસિયામાં ધકેલી દેવાયા છે ? એવો તમને પ્રશ્ન થતો હશે.... ખરેખર આ વ્યક્તિ બેસ્ટ હતી જ .... અને નેહરુ-ગાંધી પરિવારના વારસામાં એમના ફિટ ન થવાનું કોઈ કારણ જ નથી, પરંતુ આ કુટુંબના લોકો જ એમને ફિટ નથી થવા દેતા - જાણીજોઈને. આમ તેઓ બહુ જબરજસ્ત માણસ હતા. સંસદમાં ફિરોઝના નામનો ખોફ રહ્યા કરતો. તેઓ પ્રભાવશાળી વકતા હતા. એ જમાનાનાં કૌભાંડોનો પર્દાફાશ એમણે જ કરેલો. ઉધોગપતિઓ ફિરોઝના નામથી રીતસર ગભરાતા. સંદેશવ્યવહાર કૌભાંડને એમણે જ ખુલ્લું પાડેલું. 

આઝાદ ભારતનું આ પહેલું મોટું કૌભાંડ ૧૯૫૭ માં હરિદાસ મુંદ્રા કૌભાંડ ગણાય છે. કોલકાતા સ્થિત ઉદ્યોગપતિ અને શેરમાર્કેટના સટ્ટાના ખેલાડી હરિદાસ મુંદ્રાએ ભારત સરકાર હસ્તક લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ૧.૨૬ કરોડ રૂપિયા રાજકીય સાંઠગાંઠથી મેળવીને છ કંપનીઓમાં રોક્યા હતાં અને તે પૈસા ડૂબી ગયા હતાં. આ રોકાણ કરવા માટે એલઆઈસીની રોકાણ કમિટીને પણ બાયપાસ કરી દેવામાં આવી હતી. આ રીતે એલઆઈસીમાં રોકેલા પ્રજાના પૈસાનો અયોગ્ય ઉપયોગ થયો હતો.

આ આખું કૌભાંડ પાલૉમેન્ટમાં ફિરોઝ ગાંધી (ઈન્દિરા ગાંધીના પતિ) બહાર લાવ્યા હતા અને મજાની વાત એ છે કે તે વખતે તેમના સસરા જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા, છતાં તેમણે કોઈની શેહશરમ રાખ્યા વગર પાલૉમેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના લીધે સસરા-જમાઈના સંબંધોમાં પણ કડવાશ આવી હતી.

No comments:

Post a Comment